________________
મુજબ એ કરવા આત્મા સ્વતંત્ર છે.
શરીર નરમ પડયે ભલે બાહ્ય તપધર્મ અટક્યો. પરંતુ દ્રવ્ય-સંક્ષેપ રસત્યાગ ને બીજા વ્રતનિયમ વગેરે ધર્મ કરવામાં આત્મા સ્વતંત્ર છે. એમ, પહેલાં કહ્યું તેમ મૈત્રીભાવ વગેરે ધર્મ વધતો હોય તો વધારી શકીએ. એમાં આત્મા સ્વતંત્ર છે.
બોલો, આત્માની ચિંતા કરવી હોય તો કર્મ શું અટકાવી શકે છે ? અંતરનો પુરુષાર્થ જ પ્રગટ કરવાનો છે. અનેકાનેક પ્રકારના શુભ વિચારના, શુભવાણીના, શુભ જ પ્રગટ કરવાનો છે, એ કરવામાં આત્મા સ્વતંત્ર છે. પણ એ પુરુષાર્થ આત્માની ચિંતા પર આધારિત છે. આત્માની ચિંતા હોય તો પુરુષાર્થ શક્ય છે, આપણે એ કરવા સ્વતંત્ર છીએ; એટલે આત્મચિંતા નિષ્ફળ જતી જ નથી. એમાંથી આવા શુભ વિચાર આદિના પુરુષાર્થ થાય. એટલે આત્માની ચિંતા સફળ થઇ અને જ્યાં સફળતા હોય, મનગમતું ફળ આવે, ત્યાં એ ચિંતા એ મહેનત-પીડારૂપ ન લાગે, મનને સતાવનારી ન લાગે. એટલે આત્મચિંતાને બીજી ત્રીજી ચિંતાની હરોળમાં ન મૂકાય.
ઘર્મ સમજ્યા પછી એવા કેટલાય માણસ જોવા મળે છે કે જે “હાયી || હું પાપી છું. મેં પાપ બહુ કર્યો છે, વગેરે દુષ્કતગહ કરતા હોય
છે. છતાં એમના જીવનમાં ઉજમાળતા, આગળ પ્રગતિ અને પાપસેવનમાં ઘટાડો કેમ નથી દેખાતો? એનું કારણ આ છે કે આરંભ-વિષય-પરિગ્રહનાં દુષ્કત ખટકે છે એવા એને કરાવનારા મલિન ભાવો ખટકતા નથી; મલિન ભાવો
પર તિરસ્કાર છૂટતા નથી, એ છૂટીને એ ભાવો દબાવતા ચાલવાનું બનતું નથી. નહિતર ખરેખરી અને સદ્ધર દુષ્કતગહ હોય તો પછી જીવનમાં તુચ્છ પ્રસંગ અને શુદ્ર વસ્તુની પ્રાપ્તિમાં એવા અહત્વ લોભ-મૂછ રાગદ્વેષ વગેરે એમ જ તરવરતા શાના રહે?
પ્ર. આવા મલિન ભાવ કરવા એ પણ દુષ્કત છે; જો દુષ્કતગર્તા છે તો આની પણ ગર્લા-તિરસ્કાર થાય ને?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org