________________
ઊભો થાય છે. બીજી બાજુ વિષયાસક્તિ અને કષાયોથી તદ્દન અલિપ્તતા ઊભી થાય છે. એમ શુદ્ધ અનાસક્તભાવ પરાકાષ્ઠાએ આત્માને વિતરાગ બનાવે છે. વીતરાગ પ્રભુના દર્શન માત્રથી આ ? હા, એ દર્શને પ્રભુની વીતરાગ મુદ્રમાં આકર્ષણ-લયલીનતા વધે છે. વીતરાગની મૂર્તિને જોતાં વીતરાગ પ્રભુ જે રીતે વીતરાગ બન્યા એ રીતનું એમનું જીવન નજર સામે ખડું થાય છે, અને એના આલંબને પોતાનામાં જોમ વધતાં રાગાદિ બંધનો તોડતા અવાય છે એની પરાકાષ્ઠાએ વીતરાગ બનાય એ સહજ છે.
કેટલાક કહે છે, બહુ સત્યવૃત્તિ તો ઠીક પણ જિનભક્તિ માટે મૂર્તિપૂજા કરવી બરાબર નથી. એમાં હિંસા થાય છે. એનું કેમ? અહીં પણ હજી જીવનનો આ મુખ્ય આશય નથી સમજાયો, જે પૂ. ઉપા. શ્રી યશોવિજયજી મહારાજે ઉપદેશરહસ્ય શાસ્ત્રમાં અંતિમ
સાર તરીકે મૂક્યો છે. "तह तह पयट्टियव्वं, जह जह रागद्दोसा विलिज्जंति" એવી એવી રીતે પ્રવર્તવું કે જેથી રાગ-દ્વેષ ઓછા થતા આવે.
માનવજીવનનો ઉદ્દેશ રાગ-દ્વેષનો ઝેર મોળાં પડવાનો, મોળાં પડે એવી પ્રવૃત્તિમાં રહેવાનો છે.
હવે જો મૂર્તિપૂજાને વ્યાપક રીતે વિચારીયે, તો ખ્યાલમાં આવે કે એ અંગેની પ્રવૃત્તિમાં કેટકેટલી જાતના રાગને અટકાવવાનો અવસર મળે છે ! બાકી સંસારની પ્રવૃત્તિઓમાં લખલૂટ હિંસા કરવી, ને ધર્મપ્રવૃત્તિની વાત આવે ત્યાં મનમાની અહિંસાનું પૂંછડું અને તારણહાર ધર્મપ્રવૃત્તિઓ ગુમાવવી, એ કેટલું ન્યાયયુક્ત છે? જુઓ,
મૂર્તિપૂજામાં કેટકેટલી ધર્મપ્રવૃત્તિઓ અને ધર્માશયો છે !
(૧) પહેલું તો મંદિર, મૂર્તિનું નિર્માણ-સુશોભન તથા મૂર્તિની પૂજાભક્તિ માટે અનેક પ્રકારનાં દ્રવ્યોની ખરીદી તેમજ પૂજાસ્નાત્રાદિ-મહોત્સવમાં આવેલાને પ્રભાવના, તીર્થયાત્રિકોની ભક્તિ વગેરે વગેરે કાર્યમાં પૈસાનો ખર્ચ
૦૦૫ ૧૬૯
૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org