SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ જો એ સોદાની ક્રિયા ન કરે તો એને નફો મળે? (૪) ઘાંચીને ઘાણીમાં તલ કેમ નાંખવા, કેમ ઘાણી ચલાવવી... વગેરે જ્ઞાન છે પરંતુ જો એ તલ નાંખી ઘાણી ચલાવવાની ક્રિયા ન કરે તો તલ કે ઘાણી એમજ પડ્યા અને તેલ આપે ? (૫) શિલ્પી પ્રતિમા સુંદર ઘડવાના જ્ઞાનવાળો છે. પરંતુ પથ્થર પર ટાંકણો ચલાવવાની ક્રિયા ન કરે તો એ પ્રતિમા તૈયાર કરી શકે ? (૬) બાઇ રસોઇ કરવામાં ઘણી હોંશિયાર હોય, પરંતુ રસોઇ કરવાની ક્રિયા ન કરે તો બનાવી શકે ? (૭) જાઓ, જગતમાં જાઓ, એકલા જ્ઞાન માત્રથી કયાં કાર્ય નીપજે છે ? શિક્ષક-ગુરુમાં ઘણું ય જ્ઞાન છે પરંતુ ભણાવવાની ક્રિયા કરે તો જ વિદ્યાર્થીમાં જ્ઞાન પેદા કરવાનું કાર્ય કરી શકે છે. પણ એ ક્રિયા કર્યા વિના નહિં. માટે જ અહીં જ્ઞાન મહાપુરુષે કહ્યું કે “સુબહુપિ જાણતો”—બહુ જાણકાર હોય પરંતુ ચરણ-કરણની ક્રિયા કરે તો જ સંસાર સાગરમાં નીચે ડૂબે નહિ. એ ક્રિયા વિનાનો ડૂબી જાય છે. ૯૧ R | દેવદેવીનો કાઉસ્સગ્ન સમકિતી સામાયિકમાં-વિરતિમાં બેઠેલા શા માટે કરે? ઔચિત્યવૃત્તિથી કરે છે : દેવી-દેવા વિપ્નનિવારણ આદિ દ્વારા આરાધનામાં સહાય કરે છે તેથી એમની એની પ્રેરણા જાગે એ માટે કાયોત્સર્ગ કરવો ઉચિત છે. એથી કાયોત્સર્ગ કરનારને ઊભું થતું શુભ જ એવું છે કે પેલાને પ્રેરણા જગાડે. દા.ત. આપણા યશનું શુભ કર્મ બીજાને આપણો યશ ગાવામાં પ્રેરે છે ને ? કાયોત્સર્ગ ઉપર એ જ દેવતાની થોય પણ એટલા જ માટે. ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy