________________
અવંતી સુકુમાલને જાતિસ્મરણજ્ઞાનમાં નલિનીગુલ્મ વિમાન ૮૯ દેખાયા પછી આલોકના ભવ્ય મહેલાત, કરોડોની સંપત્તિ અને બત્રીસ રમણીઓના સુખ ઉપરથી એકાએક મન કેમ ઊઠી ગયું ? અવંતી સુકુમાલે એ વિચાર્યું કે પુણ્ય અહીંના સુખ આપે છે પણ જાણે નાલેશી કરીને, અપમાન કરીને. દા.ત. આપણે કરોડપતિ
હોઇએ અને કોઇએ આપણને જમવા નોતર્યા હોય : આપણને એ ચાંદીના પાટલે બેસાડી પંખો ચલાવી આગ્રહ કરી-કરીને સોનાના થાળમાં પકવાન્ન પીરસી જમાડે. પછી કોઇક બીજી વખતે આપણે ગરીબ થઇ ગયા અને પેલો પાછો કોઇક પ્રસંગે આપણને જમવા નોતરે પણ એવી રીતે જમાડે કે બહુ સન્માન પૂર્વકના કાલાવાલા કર્યા વિના; તેય સીમેંટના ગુણપાટ પર દરવાજા પાસે બેસાડીને કાંસાની થાળીમાં કોદરી પીરસીને કહે, “આરોગો” ! તો ત્યાં જમવું ગમે ? કેવું અપમાન લાગે ? બસ, દેવલોકની પુણ્યાઇ આગળ મનુષ્યની પુણ્યાઇ આવી અપમાનભરી છે. કર્મે આપણને એકવાર દિવ્ય સુખથી જે સન્માન્યા તેણે હવે આપણને અહીં જે આપ્યું છે, તે જો વિચારીયે તો આપણું અપમાન છે, ક્રૂર મશ્કરી છે. તેથી અહીંના સુખ પરથી મન ઉઠી જાય.
શાસ્ત્રમાં કહ્યું છે : “ચરણ-કરણવિપ્પહીણો, બુડ્ડઇ સુબહું પિ જાણંતો !” બહુ વિદ્વાન પણ જો ચરણ-કરણ વિનાનો હોય તો ડૂબી જાય છે. ક્રિયા ન હોય તો શું જ્ઞાન નકામું ?
વ્યવહારમાં પણ જોઇએ છીએ કે :
| (૧) તરવૈયા કેમ તરી જવું એનો સારો જાણકાર હોય છતાં જો
પાણીમાં પડ્યા પછી હાથ-પગ હલાવવાની ક્રિયા ન કરે તો અંદરમાં ડૂબી જાય છે.
(૨) વૈદ્યને પોતાને રોગ થયો. એને રોગનું જ્ઞાન છે અને દવા ઉપચારનું પણ જ્ઞાન છે, કિન્તુ જો એ દવા-ઉપચાર કરવાની ક્રિયા ન કરે તો એ સાજો થાય ? (૩) હોંશિયાર વેપારીને નફો થાય એવા સોદા કેમ ક૨વા એનું જ્ઞાન છે પણ
Jain Education International
૧૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org