________________
પ્રાર્થનાથી જ ઇષ્ટની સિદ્ધિ થાય છે. એનું કારણ એ છે કે આપણે જે વસ્તુની પ્રાર્થના કરીએ છીએ એની આપણા દિલમાં અહોભાવ આસંશા અભિલાષ હોય છે અને યોગદષ્ટિ સમુચ્ચય શાસ્ત્રમાં લખ્યું છે કે “બીજે સતુપ્રશંસાદિ અર્થાત, કોઇ પણ ધર્મ કે ગુણ સિદ્ધ કરવો હોય, ઉગાડવો હોય, તો એનું બીજ સમ્યક્ પ્રશંસા-અહોભાવ છે. તમે એની દિલથી પ્રશંસાઅનુમોદના કરો, એના પર અહોભાવ રાખો, એ એનું બીજાધાન કર્યું ગણાય. તેમજ એની અત્યંત અભિલાષા થાય એ બીજમાંથી અંકુર ઊગ્યો કહેવાય. પછી આગળ આગળ એ ગુણ કે ધર્મ અંગે શાસ્ત્ર-શ્રવણ વગેરે પ્રવૃત્તિ થયા, એ નાળ, પત્ર, પુષ્પ વગેરે છે; અને છેલ્લે એ ધર્મ કે; ગુણ સિદ્ધ થાય એ પાકિસ્વરૂપ યાને ફળસ્વરૂપ છે. પ્રાર્થનાથી ક્રમશ: આ બધું નીપજે છે. માટે કહેવાય કે પ્રભુ આગળ પ્રાર્થના કરવાથી આમ ક્રમશ: ઇષ્ટની સિદ્ધિ થાય છે. માટે જ, જયવયરાય' સૂત્રમાંની માગણીઓ કરતી વખતે આ ખૂબ જરૂરી છે,
તે તે ભવનિર્વેદ-વૈરાગ્ય આદિની માંગણી કરવા પૂર્વે એની અંતરમાં ખૂબ અનુમોદના અને અહોભાવ યાને “અહો ! અહો ! આ કેવો સરસ ગુણ', એવો દિલમાં ભાવ જોઇએ. પછી એ ભવવૈરાગ્ય આદિની તીવ્ર આસંશાઅભિલાષા જોઇએ કે “મારે આ ગુણ જોઇએ છે, મારે એના વિના ચાલે જ નહિ” પછી એના અંગેનું શાસ્ત્રશ્રવણ, એનો બહુવાર પ્રયત્ન... વગેરે જોઇએ. તાત્પર્ય, સાચી માંગણીની સાથે આ બધું જોઇએ; તો જ માંગણી-પ્રાર્થના ફળે.
૧૧૭
અરિહંત અને સિદ્ધ તો વીતરાગ છે. હવે એમને કશું કરવાનું રહેતું નથી, પછી તે કરૂણા કેવી રીતે કરે ? “કરૂણા કરવાનું એટલે દયાથી કશું દેવા કરવાનું, આવી સ્થલજાડી સમજથી આ મશ્કરી કરાય છે કે અરિહંત-સિદ્ધ તે વળી કરૂણા કરતા હશે? પરંતુ
કશું નહિ કરનાર એવી પણ વસ્તુના ઉપકારના દાખલા : જાઓ, કરૂણા એટલે ઉપકાર, એ કશું નહિ કરનારી પણ પ્રભાવક
SO
૧૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org