________________
વસ્તુનો જગતમાં માનવામાં આવે છે. એવો નિયમ નથી કે કાયાથી કાંઇ ક્રિયા કરે તો જ ઉપકાર કર્યો ગણાય.
એવા જગતમાં દાખલા અનેક છે દા. ત.
(૧) રસાળધરતી કશી ક્રિયા નથી કરતી, છતાં એમાં બી વાવી ખેડુત પાક ઉપજાવે છે, ને ધરતીમાતાનો ઉપકાર માને છે.
(૨) ચિંતામણિરત્ન કશું કરતું નથી, છતાં એના પ્રભાવે ચિંતવ્યું મળે છે. ત્યાં એ મેળવનાર ચિંતામણિનો ઉપકાર સમજે છે, ચિંતામણિની દયા માને છે. એવું કલ્પવૃક્ષમાં પણ મનાય છે. તો પછી તો અરિહંત કે સિદ્ધ આપણા દિલમાં હોય અને કાર્ય સિદ્ધ થાય, તો એમાં એમનો ઉપકાર કેમ ન મનાય ?
(૩) ગુરૂ પરની બીજા કરતાં અતિશય શ્રદ્ધાના પ્રભાવે, એને ભણાવ્યાથી બીજાને આવડે એના કરતાં કાંઇગણું વધુ આવડે છે. એમાં એ લાયક શિષ્ય ગુરૂની જ કૃપા, ગુરૂનો જ ઉપકાર માને છે.
(૪) માંદો માણસ સાજાને ખભે હાથ મૂકી સિદ્ધગિરિ ચડી જાય છે, એમાં કહે છે ‘મારી તો ચડવાની હામ ન્હોતી, પણ આ ભાઇનો ઉપકાર કે એમણે મને ચડાવી દીધો.' અલબત્ત ચડયો છે પોતાના પગે, પણ સમજે છે કે બીજા ભાઇના ખભાનાં આલંબને ચડી ગયો. એમ દા.ત. મહાવીર પ્રભુની તપસ્યા કે ઉપસર્ગ નજર સામે રાખી કઠોર તપસ્યા કરી શકીએ, યા કષ્ટ વેઠી શકીએ, એમાં પ્રભુનો ઉપકાર પ્રભુની દયા કેમ ન મનાય ?
(૫) લોહચૂંબક કશું કરતું નથી, પણ એના પ્રભાવે લોઢું ખેંચાઇ આવે છે. એમ અરિહંતનું સમવસરણાદિ ઐશ્વર્ય જોઇ ભવી જીવ ધર્મ તરફ ખેંચાય. જેમકે મરીચિ. એમાં અરિહંતનો ઉપકાર કેમ માને ? ત્યાં અરિહંતે પોતે ઉપકારની શી ક્રિયા કરી છે ?
(૬) ધ્રુવનો તારો કશું કરતો નથી, જ્યાં છે ત્યાંને ત્યાં જ સ્થિર છે, છતાં નાવિક માને છે કે ‘ધ્રુવતારાનો ઉપકાર છે કે અંધારી રાતે નાવડી એના આધારે બરાબર ચલાવી શકું છું.' એમ દિલમાં અરિહંતની પોતાની સાધના વિચારી, જોમદાર સાધના કરી શકીએ, એમાં અરિહંતનો ઉપકાર કર્યો કૃતજ્ઞ
Jain Education International
૧૪૪
For Private & Personal Use Only
www.jainelibrary.org