________________
પૈધેલા કાયા-માયા પરના રાગ-આસક્તિ-મમતા વગેરે અશુદ્ધ મલિન ભાવો જ ઓછા થતા આવશે, તે આ કડક ધર્મપ્રવૃત્તિ ખૂબ કરવાની રાખવાથી જ ઓછા થતા આવશે, પણ નહિ કે સુંવાળી ધર્મપ્રવૃત્તિથી અને પ્રમાણમાં ઓછી ધર્મપ્રવૃત્તિથી યા માત્ર માનેલા અંતરના ભાવથી.
કઠોર તપસ્યાઓ ન રાખી અને કાયમી રોજના આહાર-પાણી વાપરવાના રાખ્યા, તો આહારનો ને રસનો રાગ કાંઇ નામ શેષ ન થાય. એ તો કઠોર તપ આદરતાં રાગ મરતો આવે, ઘસાતો આવે. એમ સુખે ગુફામાં બેસીને ધ્યાન કરવાથી કાયાનો રાગ મટે નહિ, એ તો કાયાને ખડખડી રાખી ધ્યાન ધર્યા હોય, પછી ભલે એમાં ટાંટિયા દુઃખે, કમર તુટે માથું ભમવા જેવું લાગે, તો પણ એ બધું આનંદથી સહી લઇને કાયાને કાઉસ્સગ્નમાં જ ખડી રાખવાનું કર્યું હોય તો આ નિર્ધારિત કડક ધર્મપ્રવૃત્તિથી દેહાધ્યાસ યાને કાયાની મમતા-આસક્તિ ઘસાતી આવે. આટલા જ માટે તીર્થકર ભગવાન જેવાએ પણ આ જ કરવાનું રાખેલું.
એમ સુધા, પિપાસા, ટાઢ, તડકા, ડાંસ, મચ્છર, હલકાં માણસોનાં ટોણાં-અપમાન-પ્રહાર વગેરે પરિષહો સહવાનો ધર્મ સ્વેચ્છાથી આનંદપૂર્વક આચર્યે જવાનું રાખ્યું હોય, તો એ કષ્ટો પ્રત્યેના અંતરના ખેદ-દ્વેષ-અરૂચિના મલિનભાવ મોળા પડતા આવે. પ્રભુએ આ ખૂબ રાખેલું. ના આ કશી કષ્ટમય ધર્મપ્રવૃત્તિ કરવી નથી, ને અંતરના ભાવ ચોખ્ખા કરવા છે, શી રીતે ? મનમાની ભાવના કરીને કે “હું આત્મા છું, મારાથી કાયા ભિન્ન છે, મારા ગુણો ક્ષમાદિ છે, કાયાની ક્રિયાથી મારું કશું ભલું ન થાય.મારૂં તો શુદ્ધ આત્મદષ્ટિ વગેરે આત્માની ક્રિયાથી ભલું થાય.” તે શું બાહ્યની આરંભાદિ પાપપ્રવૃત્તિઓ, આહારદિને કષાયોની સંજ્ઞાની પ્રવૃત્તિઓ, અને મોહમય કુટુંબ-પરિવાર-સંપર્કની પ્રવૃત્તિઓ ધૂમ ચાલી રાખીને પેલી મનમાની આત્મષ્ટિની ભાવના કરતાં કરતાં વીતરાગ થવાશે ? અરે ! વીતરાગ થવાની વાત તો ક્યાંય દૂર છે, સાચા વિરાગી ય નહિ થવાય. શુદ્ધ ભાવની ભ્રમણામાં અસત્ પ્રવૃતિઓ ધૂમ ચાલુ રાખીને ધૂમ મલિન ભાવો અને રાગ ષના સંક્લેશો પોષી, તથા એના સંસ્કારો સારી રીતે દ્દઢ કરીને અહીંથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org