________________
લીમડાને ચંદનની સુવાસ અડી જાય છે પણ આપણને વીતરાગની સુવાસ કેમ નથી અડતી? ભગવાનની સંગત તો હજારો વાર કરીએ છીએ છતાં તેમની સુવાસ આપણામાં કેમ નહીં? કારણ એ છે કે લીમડો એકેન્દ્રિય જીવ છે એટલે એને માત્ર એક જ સ્પર્શન ઇન્દ્રિય પ્રધાન છે, તેથી વાયુ જે ચંદનના પુદ્ગલ લઇ જાય
છે તે લીમડાને ચોંટી પડે છે ને લીમડાની મુખ્ય ઇન્દ્રિય સ્પર્શનેન્દ્રિય તેને ગ્રહણ કરવાનું કામ કરે છે એટલે લીમડો ચંદનની સુવાસવાળો બને છે.
હવે આપણે સંજ્ઞી પંચેન્દ્રિય હોવાથી જો આપણી મુખ્ય ઇન્દ્રિય મનને કામ કરતું રાખીએ તો મન જરૂર વીતરાગના સહવાસમાં એમના વૈરાગ્યાદિ ગુણરૂપી સુવાસને ગ્રહણ કરે. પરંતુ ખરી વાત એ છે કે આપણે દુનિયાના ખાન પાન વગેરે તમામ કાર્યોમાં મનને કામ કરતું રાખીએ છીએ, પરંતુ વીતરાગના દર્શન-ચૈત્યવંદન, પ્રતિક્રમણ વગેરે ધાર્મિક કાર્યોમાં મનને કામ કરતું નથી રાખતા, ત્યાં રાબેતા મુજબ પતાવીએ છીએ. દર્શન વગેરે રાબેતા મુજબ કરવાનું તે કરી કાઢવાનું. એમાં મન નહિં લગાવવાનું-પછી મન લગાવીએ તો દેખાય કે “મારા વીતરાગ પ્રભુએ કેટલો ઊંચો શ્રેયસુનો રાગ અને પ્રેયસુનો વૈરાગ્ય કેળવેલો! ત્યારે તે અંતે વીતરાગ બન્યા!”
શ્રેયસ્ એટલે આત્મ હિતકર ત્યાગ, તપ-જીરવયા આદિ ‘પ્રેયસ્ એટલે ઇન્દ્રિયોને પ્રિય મીઠા મીઠા વિષયો. ‘જો પ્રભુને ત્યાગ-તપ આદિના રાગ અને વિષયોનો વૈરાગ્ય હોય અને હું વિષયોનો રાગ અને શ્રેયસૂનો વૈરાગ્ય રાખું, તો એ મારા માટે કેટલું બધું શરમ જનક છે!” જો મન કંઇક આવું પકડે તો ચંદનની સુવાસ પકડવા જેવું પ્રેયસુનો વૈરાગ્ય અને શ્રેયસૂનો રાગ જાગતો થાય. પણ મન ખાન પાન આદિમાં રાખ્યું અને તેથી ધાર્મિકમાં મન કામ જ કરતું નથી, સંવેદન જ થતું નથી તો એમાં વાંધો ક્યાં પડ્યો છે? વાંધો અહીં જ છે. શ્રેયસ્ જે આત્મ કલ્યાણકારી છે અને પ્રેયસ્ જે ઇન્દ્રિયને ગમનાર છે. એમાં જે મનને શ્રેયમાં જોડતા નથી એટલે આત્મામાં સ્થિરતા થતી નથી. ભગવાને જ્યારે દીક્ષા લેવા સંસાર છોડ્યો હતો ત્યારે પ્રેયસ્ તરફ નહીં પણ શ્રેયસ્ તરફ જ મનને જોયું હતું. અને એટલે જ કાંઇપણ ઉપસર્ગ પરિષદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org