________________
આવ્યો તો પણ કાંઇ નહીં. આખાં ય ચારિત્ર જીવનમાં મન જ કામ કરતું હતું. ઇન્દ્રિયની કાંઇ કિંમત જ રાખી ન હતી. એટલે જો મન પર લઇએ તો કમમાં કમ આપણે શ્રેયસ્ પ્રત્યે પક્ષપાત અને પ્રેયસ્ પ્રત્યે અભાવ આવે. આ આવે તો વીતરાગ પ્રભુની સુવાસ આપણામાં આવતી થાય. અર્થાતું, જેમ લીમડામાં એક જ સ્પર્શન ઇન્દ્રિયની મુખ્યતા છે તેમ આપણે જો મનની મુખ્યતા કરીએ, તો વીતરાગનાં સંપર્કથી તેમના ગુણથી સુવાસિત બની શકીએ. જેમ લીમડો સુવાસથી સુવાસિત બને છે તમે.
જગજીવન જગવાલો સ્તવનમાં છેલ્લે કીધું, “ગુણ સઘળા અંગીકાર્યા રે', પણ માંગયું છે “દેજો સુખનો પોષ', એમ શાથી ?
ગુણનો પોષ માગવો જોઇએ ને ? યા તો પહેલાં “સુખ સઘળું અંગીકર્યું, એમ કહેવું હતું ને?
અહીં જ સુખનો પોષ એટલે તે “ગુણના સુખનો પોષ’ માંગ્યો છે. કારણ કે આપણે તપ-સ્વાધ્યાય, ક્ષમા વગેરે ગુણોની સાધના તો
કરીએ છીએ, પરંતુ કેટલીક વાર એનો આનંદ નથી હોતો. દા. ત. ઉતાવળે ઉપવાસનું પચ્ચખાણ તો કર્યું પછી બપોરે સાંજે ઢીલા પડ્યા. ત્યાં મનને થાય કે, “આ પચ્ચખાણની ઉતાવળ કરવા જેવી હોતી.' આમાં તપનો આનંદ ન રહ્યો. અથવા કોઇની વૈયાવચ્ચ કરી, પરંતુ સામાને ન ગમ્યું ને જેમ તેમ બોલ્યાં. ત્યાં વૈયાવચ્ચ કર્યા ઉપર ખેદ થાય છે. એ વૈયાવચ્ચ ગુણનો આનંદ ન રહ્યો. કોઇના પર એનાં વાંક બદલ આપણે ક્ષમા રાખી પણ પછીથી એનો વાંક જોતા આપણે કરેલ ક્ષમાધર્મનું આપણને દુઃખ થાય છે કે, “મેં કયાં આના પર ક્ષમા કરી ?’ આમ ક્ષમા ગુણનો આનંદ ન રહ્યો. આમ તપ, ક્ષમા, વૈયાવચ્ચ આદિ ગુણો સેવવા છતાં એનો આનંદ ગુમાવવો એ ખોટું છે. કારણ કે આપણે ક્ષાયોપથમિક ભાવોના ગુણમાંથી ક્ષાયિક ભાવના ગુણ ઉપર જવાનું છે. તે તો જ બને કે જો ક્ષાયોપથમિક ભાવના ગુણોમાં ક્ષયોપશમ વધારી અને અધિકાધિક બનાવીએ તો જ એ અંતે ક્ષયિક પરિણમે, ત્યારે, આ ક્ષયોપશમમાં વધારો અને ગુણમાં ઉત્કર્ષ તો જ આવે કે જો ગુણોનો આપણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org