________________
મોટા થયે દુનિયાની હવા લાગ્યા પછી અને વાસનાઓ જાગી ગયા પછી સારો અભ્યાસ પડાવ ઘણો ઘણો કઠિન છે.
૧૫
ગૌતમસ્વામીને વીતરાગ તો થવું જ છે, તો પછી એમાં અટકાયત કરનાર પ્રભુ પરનો રાગ એમણે કેમ છોડી ન દીધો? અહીં એમ
બચાવ કરાય કે એ તો ભક્તિરાગ હોઇ પ્રશસ્ત રાગ હતો તે ત્યાજ્ય નહિ. ત્યાજ્ય તો અપ્રશસ્ત રાગ કહ્યો છે, પ્રશસ્ત રાગ નહિ, પછી ભક્તિરાગ શું કામ છોડી દે ? કિન્તુ આ બચાવ સામે તો પ્રશ્ન ઉભો જ છે કે શું વીતરાગ અવસ્થામાં ભક્તિરાગ નહિ, ને પ્રશસ્ત રાગ પણ નહિ, તો પછી ગૌતમ ગણધર ભગવાને પ્રભુ પરનો રાગ કેમ છોડી દીધો?
| આનો ઉત્તર એ છે કે પ્રશસ્ત એવો પ્રભુ પરનો રાગ એવો
ઓંકાવવાનો છે કે એ ભેદમાંથી અભેદમાં પરિણમી જાય. એ બને
પછી તો ત્યાં રાગનું સ્વરૂપ જ રહેતું નથી, એટલે વીતરાગદશા પ્રગટ થઇ જાય છે.
એ કેવી રીતે ? એ સમજવા આ પ્રક્રિયા છે.
પહેલાં એ સમજવાનું છે કે પ્રશસ્ત રાગ કેમ આદરણીય કહ્યો છે ? એ એટલા માટે આદરણીય છે કે દુન્યવી જડ-ચેતન પદાર્થ કાયા, કંચન, કામિની, કુટુંબ આદિ પરનો રાગ હટાવવા પ્રભુ પર રાગ, ગુરૂ પર રાગ અને દાનાદિ તથા સમાદિ ધર્મ પર રાગ ખાસ કરવાનો છે, કેમકે દેવ, ગુરૂ, ધર્મ પર રાગ કરવાથી પેલા દુન્યવી પદાર્થ પરના રાગ મોળા પાડવા જ પડે. દા.ત. પૈસા પર રાગ, જો દાન પર રાગ થાય તો છોડવો જ પડે. દાન કરવું છે પૈસાથી, ત્યાં પૈસા પર તીવ્ર રાગ હશે તો એ પૈસા હાથથી છૂટશે નહિ. કાં તો દાન ગમે, કાં તો પૈસા ગમે. દાન ગમતું કરીએ તો પૈસા અણગમતા કરવા જ પડે, તો હાથથી પૈસા છૂટે,
એમ પ્રભુ પર રાગ કરવો છે તો કામિની, કુટુંબ પર રાગ ઓછો કરવો જ પડે, તો જ એમના સમાગમથી છૂટી પ્રભુના સમાગમમાં રહેવાય.
૨૦૧૫ ૨૦ ૨૦૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org