________________
પનારે પડે તો ય ધર્મ છોડે એમ નથી. પછી એની ચિંતા કરતી બેસી રહી શું કામ પોતાના શીલ પર ભયને નોંતરે?
(૩) વળી ધારિણી એવી મહીંસતી હતી કે એને કુશીલની આગાહી પણ સાંભળવી અસહ્ય હતી, માટે એણે તરત જ જીભ કચડી આપઘાત કર્યો. જેમ ધનનો બહુ પ્રેમી પણ ધન જવાની આગાહી દેખતાં મરવા જેવો થઇ જાય છે અગર મરે છે, એમ શીલના અત્યંત પ્રેમીનું એવું કેમ ન થાય?
આમાં પહેલાં સમાધાનમાંથી આ શીખવા મળે છે કે પરોપકારની એવી ઘેલછા ન જોઇએ કે જેમાં આપણું પોતાનું હિત વટાઇ જાય. “ઘર બાળીને તીરથ ન થાય' એનો અર્થ આ છે કે પોતાના આત્મહિતને સળગાવી મૂકીને પરોપકાર ન થાય. દા. ત. આજે નક્ષલવાદીઓ ભારે તોફાન કરે છે, એમને આપણે સુધારી શકતા હોઇએ તો તે બરાબર છે. પરંતુ સુધારી શકતા ન હોઇએ અને એમ વિચારીએ કે “આવાઓને સાલાઓને તો કરપીણ મોત મારવા જોઇએ જેથી લોક સુખી રહે.' તો તે પરોપકારનો વિચાર ખોટો છે, કેમકે એમાં આપણને તીવ્ર કષાય અને રૌદ્રધ્યાન લાગું થવાથી આપણું હિત બહું બગડે છે.
બીજા સમાધાનમાંથી એ શીખવા મળે છે કે આપણે આપણા સંતાનોને દેવ-ગુરૂ-ધર્મની મુખ્યપણે સેવા, શીલ-સંયમ-સદાચાર, દયા-સત્ય-નીતિ, વૈરાગ્ય-કૃતજ્ઞતા-પરોપકાર, સહિષ્ણુતા-ઉદારતા-ગંભીરતા વગેરે વગેરેની એવી હિતશિક્ષા વારંવાર દેવી જોઇએ ને એવો ધરખમ અભ્યાસ પડાવવો જોઇએ કે એ મોટા થયે એવા પાકા ગુણવાળા બન્યા રહે.
શ્રાવક-શ્રાવિકા આ નહિ શીખવે તો બીજું કોણ શીખવવાનું છે ? ઘણું ઘણું સહન કરનાર ભગવાન મહાવીર સ્વામીના સેવક થઇને જો આપણે આ ન શીખવીએ તો આપણો પછી આ જગતમાં ધડો કેટલો થવાનો ? શ્રાવકને ત્યાં અવતરેલા જીવો તો સમજો કે પૂર્વની સાધનાથી એ વિશ્વાસે અહીં અવતર્યા છે કે “એમને સાધનામાં આગળ વેગ મળશે.” હવે જો એમને એ રીતે વેગ ન અપાય તો કેવો વિશ્વાસઘાત થાય ? બાળપણથી જ આ સદ્ગણોની અને ધર્મની કેળવણી જોઇએ. નહિતર ૫ ૧૯
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org