________________
એટલે એના પર વૈરાગ્ય સુલભ બને આમ શેય તત્ત્વની ચિંતવના વૈરાગ્યની પ્રેરક બને એ પદાર્થ પર ઉદાસીન ભાવ આવે એટલે પછી એના પરના રાગવેષને લઇને એના જે બહુ વિચારો આવતા હતા, બહુ આર્તધ્યાન થતા હતા તે હવે ઘટી જાય, અટકી જાય.
આમ શાસ્ત્રસ્વાધ્યાયમાં મન પકડાયેલું રહે એમાં તત્ત્વચિંતન સુલભ બને અને તેથી જોય તત્ત્વની શ્રદ્ધા પર જીવ અજીવ પર વૈરાગ્ય અને ઉદાસી ભાવ ઉપેક્ષાભાવ આવે તેની એના વિચારો ઓછા થઇ જાય આ કોને બને ? શ્રદ્ધાવાળા સમ્યગ્દષ્ટિ જીવને બને એથી એનું તત્ત્વચિંતન અધ્યાત્મયોગનો અભ્યાસ બને. મિથ્યાષ્ટિને આ લાભ નહીં.
૧૦૩
શ્રદ્ધાથી વૈરાગ્ય થાય કે વૈરાગ્યથી શ્રદ્ધા? સમ્યગ્દર્શનના પાંચ લક્ષણ શમ, સંવેગ વગેરે માટે શાસ્ત્ર કહે છે કે એનો ચાલુ ક્રમ, પુર્વાનુપૂર્વીક્રમ, એ પ્રધાનતાની દૃષ્ટિએ છે. અર્થાતુ, સૌથી પ્રધાન શમ - પ્રશમ એનાથી બીજા નંબરે સંવેગ,
પછી નિર્વેદ ત્રીજા નંબરે, અનુકંપા ચોથા નંબરે, આસ્તિક્ય પાંચમા નંબરે, એ રીતે પ્રધાનતાનો ક્રમ છે. પરંતુ આ લક્ષણ-ગુણોનો ઉત્પત્તિ ક્રમ પશ્વાતુપૂર્વીથી છે. અર્થાતું, પહેલા આસ્તિક્ય આવે, પછી અનુકંપા, પછી નિર્વેદ, પછી સંવેગ, છેલ્લો શમ ગુણ ઉત્પન્ન થાય. આમાં દેખાશે કે આસ્તિક્ય યાને જિનવચનની અટળ શ્રદ્ધા પહેલા ઉત્પન્ન થાય ને નિર્વેદ યાને ભવવૈરાગ્ય પછી થાય. આમ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય.
જાઓ મેઘકુમાર, સુબાહુકુમાર, જંબુકુમાર વગેરે એ જિનવાણી સાંભળી, એના પર શ્રદ્ધા ઉભી કરી તો તેથી જ વૈરાગ્ય ઝળહળી ઉઠ્યો. ઇન્દ્રભૂતિ ગૌતમે મહાવીર પ્રભુના વચન સાંભળ્યા, વચને કહેલ તત્ત્વ પર રૂચિ થઇ એથી વૈરાગ્ય પામી, ત્યાંને ત્યાં ચારિત્ર સ્વીકારી લીધું. આમ શ્રદ્ધાથી વૈરાગ્ય થાય.
શ્રદ્ધાયુક્ત તત્ત્વચિંતનમાં અનેરી તાકાત છે. એમાં ઉપાદેય તત્ત્વ પ્રત્યે ઉપાદેય તરીકેની શ્રદ્ધા થાય, અર્થાતુ, પુણ્ય-સંવર-નિર્જરા-મોક્ષ ચારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org