________________
મહાકર્તવ્ય લાગે, સંસાર પર વૈરાગ્ય ઝળહળી ઉઠે.
- ઋષભદેવ ભગવાનના જીવ મહાબળ રાજાના ભાવમાં આજ બન્યું. મંત્રીએ બહારથી જ્ઞાની ભગવંત પાસેથી રાજાનું આયુષ્ય માત્ર એક માસનું બાકી જાણી, આવીને રાજાને સાવધાન કર્યા કે “મહારાજા ! સર્વજ્ઞ જિનેશ્વર ભગવાન માનવજીવનમાં અહિંસા-સંયમ, તપ ને જ કર્તવ્ય તરીકે બતાવે છે, પરંતુ રાજાને પહેલા તો આ જિન વચન પર એવી શ્રદ્ધા ન થઇ તેથી વૈરાગ્ય ક્યાંથી થાય ? એનું કારણ એ રંગરાગમાં મસ્ત તો હતા જ. એમાં ખુશામતિયાં મંત્રીઓ સંસાર સુખની વાહવાહ ગાતા હતા એટલે મહાબળ રાજા તો આનંદથી રાજ્યપાટ ભોગવતા બેઠા હતા પરંતુ હવે એક જ માસનું આયુષ્ય બાકી છે એમ મંત્રી દ્વારા જ્ઞાની ભગવંતનું વચન જાણવામાં આવતા જ ચોંક્યા ! મનને થયું કે અરે ? જિનેશ્વરદેવ જીવનમાં કર્તવ્ય શું કહે છે અને શું કરતો બેસી રહ્યો છું ? ઉપાદેય તત્ત્વ પર શ્રદ્ધા થઇ એથી એ સિવાયના સંસાર પર વૈરાગ્યે થયો. મનને થયું કે વિષયોના ભોગ અને રંગરાજ જ જો કર્તવ્ય હોય તો એ તો નાના કીડા મંકોડાથી માંડી મોટા હાથીઓ જેવા પ્રાણીઓ પણ કરી રહ્યા છે. પણ એથી શું જન્મ મરણની જંજાળ મટે ? એમ થતું હોત તો આખી દુનિયા એ જંજાળથી છૂટી મોક્ષ પામી ગઇ હોત. ના, એ વિષયોના રંગરાગ અને એની પાછળ કરાતા ક્રોધાદિ કષાયો તથા હિંસાદિ દુષ્કૃત્યો તો જીવને ચોરાશી લાખ યોનિમાં ભમાવે છે જનમ-મરણ જનમ-મરણ કરાવ્યા જ કરે છે. એટલે વિષયોના રંગરાગ, કષાયો અને હિંસાદિ એ કાંઇ સમજદારીવાળા મનુષ્યભવનું કર્તવ્ય ન હોય, કર્તવ્ય તો એ વિષય-કષાય અને હિંસાદિના ત્યાગ કરી અહિંસા-સંયમ-તપ આરાધના એ જ હોય. તો પછી વિષયસંગ કે કષાયો અને એ હિંસાદિ શા માટે હવે કરૂં ? આમ ઉપાદેય તત્ત્વની શ્રદ્ધાથી વૈરાગ્ય ઝળહળી ઉઠયો.
|
મરૂભૂતિને તો જીવનમાં નવકારની રટણ ઉપરાંત બીજા ય ઘણા સત્કાર્યોનો સારો અભ્યાસ હતો તો એને કેમ અંતે એની રટણ ન આવી ને પેલા નોકરને પીડા એવી જ ભયંકર છતા નવકારના
૦ ૦
૦ ૫ ૧૨૬ ૧
૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org