________________
જીવત્વનું સન્માન છે, પાત્રદાન-સાધર્મિકભક્તિમાં ધર્મ-ધર્મિતાનું બહુમાન છે અને સુપાત્રદાન-પરમપાત્ર દાનમાં ગુરૂ તથા દેવાધિદેવની પૂજયતાનું પૂજન છે. આ સન્માન-બહુમાન-પૂજન સ્પષ્ટ પ્રવૃત્તિરૂપ છે, Positive Approach છે.
શીલધર્મમાં માત્ર વાસના-વિષયોનો તિરસ્કાર નહિ, કિન્તુ આત્મરમણતાના ઉત્થાનરૂપ પ્રવૃત્તિ પણ છે. શીલ પાળતાં-પાળતાં આત્માની નિર્વિકારતા અને સહજ પ્રસન્નતામાં ૨મણતાની પ્રવૃત્તિ, પ્રેક્ટિસ કરવાની છે. તો જ શીલ નૈષ્ઠિક શીલરૂપ બની દ્દઢ શીલ બને.
તપમાં માત્ર આહા૨સંજ્ઞાનો નિષેધ નહિ, કિન્તુ રચનાત્મકરૂપે આત્માના સત્ત્વનો વિકાસ પણ છે, કેમ કે અનાદિકાળથી જીવની પૂંઠે લાગેલી ‘ખાઉં’ની સંજ્ઞાને દબાવવા સત્ત્વ પ્રગટાવવું પડે છે, ને આ સત્ત્વ-વિકાસની પ્રવૃત્તિ એ ઘણી બધી પરાક્રમી શુભ પ્રવૃત્તિનું મૂળ છે.
ભાવનાધર્મમાં માત્ર ભયખંડન નહિ, કિન્તુ મોહદ્દષ્ટિને દબાવી જ્ઞાનદ્દષ્ટિની ઉત્તેજના છે. આ જ્ઞાનદ્દષ્ટિ પરોપકાર-પરાર્થ-જિનભક્તિ વગેરેની કેટલીય પ્રવૃત્તિ કરાવે છે.
વિરતિમાં માત્ર આસક્તિનું ખંડન નહિ, કિન્તુ આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ પ્રયાસ અને પ્રયાણ પણ છે. તે આત્માનું શુદ્ધ સ્વરૂપ ત્રૈકાલિક પ્રવૃત્તિ દ્વારા સિદ્ધ થાય છે. પંચાચાર-પ્રવૃત્તિ દ્વારા સ્વરૂપ ઊઘડતું જાય એ રચનાત્મક કાર્ય છે.
આ પંચાચારમાં ભરચક પ્રવૃત્તિ છે, દા.ત. જ્ઞાનાચારમાં જ્ઞાન-જ્ઞાની જ્ઞાનસાધનાનાં બહુમાનનો આચાર પાળવા માટે અનેક પ્રકાની પ્રવૃત્તિ કરાય, જેમકે સર્વજ્ઞનું તત્ત્વજ્ઞાન પોતાનામાં, પોતાના આશ્રિતમાં અને શક્યતાનુસાર જગતમાં પ્રસારવા અનેક રીતે પ્રયત્નો થાય, જ્ઞાનવાળાનાં કદર-સન્માન થાય. સમ્યક્ જ્ઞાનનાં સાધન શાસ્ત્રગ્રન્થોનાં ઉત્પાદન-રક્ષણ-પ્રચારાદિની પ્રવૃત્તિ થાય. આ બધું જૈનધર્મમાં વિહિત છે.
Jain Education International
૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org