SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ એમ, દર્શનના-સમ્યગ્દર્શનના આચારમાં જૈનધર્મના આચાર અનુષ્ઠાનની ઉપબૃહણા, અર્થાત્ પ્રશંસા-સમર્થન-પ્રોત્સાહન, ધર્મમાં શિથિલ પડનારનું સ્થિરીકરણ, ધર્મ પાળનાર-માનનાર ૫૨ વાત્સલ્ય, હૈયાનાં હેત ધર્મની પ્રભાવનાર્થે જૈનેતરોની પણ કરાતી અનુકંપાપૂર્વકની ભક્તિ, વરઘોડા, મહોત્સવ, વિશિષ્ટ ત્યાગ-તપ-દાન આદિની અનેક પ્રકારની પ્રવૃત્તિ જૈનધર્મ ફરમાવે છે. સમ્યચારિત્રમાં આહાર-ગવેષણાની એવી પ્રવૃત્તિ, કે જેમાં કોઇને ય ભારભૂત થવાય નહિ, બોલવાની મિત-મધુરસત્ય-હિતકર જ ભાષા પ્રવૃત્તિ જેથી જનતાને પાપત્યાગ અને કલ્યાણ-આદરની પ્રેરણા મળે. સમ્યક્ તપના આચારોમાં તિતિક્ષાનો જબરદસ્ત લાભ કરાવનાર વિવિધ તપસ્યાઓ વૃત્તિ-સંક્ષેપ, કાયકષ્ટ, સંલીનતા ઉપરાંત પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન, કાયોત્સર્ગની ભરચક પ્રવૃત્તિઓ ફ૨માવેલી છે. સારાંશ, આત્મોત્થાનના પાયામાં માર્ગાનુસારિતા-યોગપૂર્વસેવા વગેરેથી માંડી ઠેઠ પરાકાષ્ઠાએ શુક્લધ્યાન સુધી મહાતારક પ્રવૃત્તિમાર્ગ જૈનશાનને જરૂરી ક્થા છે. શું શુભ-અશુભ ભાવનો પુરુષાર્થ ભવિતવ્યતાને આધીન છે ? ના, પાંચ કારણમાં પુરુષાર્થ-ઉદ્યમ એ પણ એક સ્વતંત્ર કારણ છે, પણ નહિ કે બીજા કારણને આધીન, એટલે કે ‘પાંચમાનાં બીજા કારણ પુરુષાર્થ જગાવી આપે તો પુરુષાર્થ થાય’ એવું નથી દા.ત. સ્વભાવ પુરુષાર્થને જગાવી આપે, કે નિમિત્ત જગાવી આપે યા ભવિતવ્યતા પુરુષાર્થ ઉત્પન્ન કરી આપે તો થાય એવું નથી. તો પછી આ પાંચમા આરામાં મોક્ષનો પુરુષાર્થ કેમ નથી થઇ શકતો ? ઉત્કૃષ્ટ સંઘયણ-બળનું પુણ્યકર્મ નથી માટે જ ને ? એટલે શુભા-શુભ કર્મ એ પુરુષાર્થમાં કારણ બન્યું ને ? માટે પુરુષાર્થ એ કર્મ અર્થાત્ નિમિત્ત કારણને આધીન થયો જ ને ? એવું નથી કેમકે તો તો પછી એવો પ્રશ્ન થાય કે જેટલાને Jain Education International ૩૯ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004962
Book TitleTarkna Tankna Shraddhanu Shilpa
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy