________________
વાત છે. દાનધર્મમાં ધનની મૂર્છા પ્રત્યે તિરસ્કાર છે, શીલધર્મમાં વાસનાનું ખંડન અને વિષયો પ્રત્યે તિરસ્કાર છે, તપધર્મમાં આહારનું ખંડન છે, ભાવનાધર્મમાં અનિત્યતાદિની એટલે કે સંયોગો નિત્ય નથી, જીવને કોઇ શરણ નથી વગેરે નિષેધની ભાવના છે, ભાવધર્મમાં ભયનું ખંડન છે. વિરતિ ધર્મમાં ઇચ્છા-આસક્તિનું ખંડન છે. આમ ચારે બાજુ ખંડન જ ખંડન છે.” આવું કેમ ? આ આક્ષેપ અણસમજણનો છે, આ અધૂરી સમજનો છે. જૈનધર્મ પ્રવૃતિનેરચનાત્મકતાને પણ ભારે મહત્ત્વ આપે છે, એવી પ્રવૃત્તિઓનાં Om વિધાન કરે જ છે. તે આ રીતે :
જૈનધર્મમાં મુખ્ય ચારિત્ર છે, એના માટે ક્યું છે કે, ‘પ્રવૃત્તિ ને નિવૃત્તિભેદે ચારિત્ર છે વ્યવહારજી, નિજગુણ સ્થિરતા ચરણ તે કહીએ, નિશ્ચય શુદ્ધ પ્રકાર..., ભવિજન ભજીયેજી' જૈનધર્મ સ્યાદ્વાદઅનેકાન્તવાદ પર નિર્ભર છે, તેથી તે એકલી નિવૃત્તિના એકાન્તમાં જઇ શકે નહિ, એકલા વ્યવહાર કે નિશ્ચયના એકાન્ત પર નિર્ભર રહી શકે નહિ, પ્રવૃત્તિ પણ અપનાવી જ પડે.
હવે ઉપરોક્ત આક્ષેપોનો પરિહાર વિચારીએ.
‘નમો અરિહંતાણં’ પદમાં ‘નમો’ પદ પહેલું મૂક્યું ‘અરિહંતાણં’ પછી મૂક્યું, એજ પ્રવૃત્તિની મહત્તા સૂચવે છે. નમસ્કાર એ પ્રવૃતિ છે. એમાં નમસ્ક૨ણીયના ગુણો-સુકૃતોનું બહુમાન-અનુમોદનાની પ્રવૃત્તિ છે. આ પ્રવૃત્તિ એ આત્મામાં ગુણો-સુકૃતોનાં બીજનું વાવેતર છે.
‘અરિહંતાણં’ પદમાં ‘અરિહંત’ શબ્દનો અર્થ ‘આંતરશત્રુનો નાશ’ એવો છે જ નહિ, કેમ કે તો તો સામાન્ય (અતીર્થંકર) કેવળજ્ઞાનીને પણ અરિહંત કહેવા પડે ! ‘અરિહંત’ નો મુખ્યાર્થ દેવાદિની પૂજાને અર્હ ‘અષ્ટ પ્રાતિહાર્યની શોભાને યોગ્ય’ એવો છે, આમાં પણ પૂજાની યોગ્યતા ધર્મશાસનસ્થાપકતાને લીધે છે, તેથી ધર્મશાસન સ્થાપનાની પ્રવૃત્તિ જ આગળ આવી.
દાનધર્મમાં માત્ર ધનમૂર્ચ્છનો તિરસ્કાર નથી, કિન્તુ સાથે-સાથે અભયદાન અને અનુકંપાના દાનમાં જે જીવને દાન કરીએ છીએ એના
Jain Education International
૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org