________________
કરતાં કરતાં સ્કૂલમાંથી સૂક્ષ્મ-સૂક્ષ્મતર તરફ જતા ગયા ને અંતે સાકાર કીકીમાંથી નિરાકાર નિર્વિકારતા પર પહોંચ્યા. એ બતાવે છે કે, -
સાકાર પરમાત્મામાંથી નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ થાય.
એ માટે સાકાર પ્રભુ-મૂર્તિ એ જબરદસ્ત આલંબન છે, પ્રબળ કામ કરે છે : માટે પરમાત્માની મૂર્તિનાં દર્શન-પૂજન-સ્તવન-સ્મરણ આદિ ખાસ આદરવા જોઇએ. મૂર્તિપૂજા નહિ માનનારને પણ પ્રભુનું સ્મરણ કરવું હોય ત્યારે મનની સામે પ્રભુનું શરીર લાવવું પડે છે, ને એ શરીર જડ છે, સાકાર જ છે, પછી જડ સાકાર શરીરને ભજવું, ને જડ સાકાર મૂર્તિને નહિ ભજવું એ કેવું ઘોર અજ્ઞાન?
સાકારથી નિરાકાર પ્રાપ્તિના દાખલા : (૧) નિરાકાર સુગંધ હોય તો સાકાર પુષ્પ આદિને જ ભજવું પડે છે.
(૨) નિરાકાર વિદ્યા જોઇએ છે તો સાકાર ગુરૂ કે સાકાર શાસ્ત્રને વળગવું જ પડે છે.
(૩) વિદ્યાર્થીમાં નિરાકાર જાણકારી-જ્ઞાન-બુદ્ધિ છે કે નહિ, એ માટે શિક્ષક પ્રશ્ન પૂછી એના ઉત્તરમાં એ શબ્દ કેવા કાઢે છે એ જુએ છે. શબ્દ સાકાર છે. વિદ્યાર્થીના સાકાર શબ્દ પરથી એનામાં નિરાકાર બુદ્ધિ કેટલી છે એનું માપ કાઢે છે. અર્થાત્ સાકાર શબ્દથી નિરાકાર બુદ્ધિ સુધી પહોંચાય છે. એમ
(૪) કોઇનો નિરાકાર પ્રેમ જોઇતો હોય તો એના સાકાર શરીરની સેવા-ભક્તિ કરવી પડે છે. એની સાકાર વસ્તુથી અને સાકાર ક્રિયાથી સરભરા કરવી પડે છે. એમ સાકારથી નિરાકાર પ્રેમ પ્રાપ્ત થયા છે. આટલું સ્પષ્ટ છતાં એમ કહેવું “સાકાર પ્રભુ-મૂર્તિને ભજવાથી નિરાકાર પરમાત્માની પ્રાપ્તિ કેમ થાય? એ શું અજ્ઞાન મૂઢ દશા નથી ?
1 મુક્ત અવસ્થામાં કેવળજ્ઞાન યાને સર્વશતા હોવાથી, તો આત્મામાં ૧0 દુઃખ, દ્વેષ, શોક વગેરેની આપત્તિ આવશે તેવું કેમ? કારણ એ છે
કે જગતમાં દેખાય છે, કે વાદળી રૂ૫, પીળું રૂપ, ખાટો રસ, મધુર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org