________________
‘“પ્રભુ ! ધન્ય તમને, કે શત્રુ-મિત્રને સમદ્દષ્ટિથી જોવો છો ! મુશળધાર વરસાદ વરસાવી આપને ડુબાડી દેવા મથનાર કમઠ જીવ દેવતા જેવાને માટે ‘આ ખરાબ માણસ' એટલો વિચાર પણ લાવતા નથી ! ને એમાંથી ઉગારી લેનાર ધરણેન્દ્ર-પદ્માવતી જેવા ભક્તને માટે ‘આ સારા ભક્તો' એમ સમજતા નથી ! કોઇને ય ઇષ્ટ કે અનિષ્ટ તરીકે જોવાની વાત નહિ.
(૨) પ્રભુ ! આપની નિત્ય સેવામાં રહેનાર મહા વિનયવંત ગણધર ગૌતમસ્વામી જેવા તરફ આ ‘મારો સારો શિષ્ય' એવી નજર નથી ! તેજોલેશ્યા મૂકનાર ગૌશાળા જેવા તરફ ‘આ દુષ્ટ માણસ છે !' એવી નજર નથી ! પછી ગૌતમ જેવા પર રાગ-રુચિનો વિકાર અને ગૌશાળા જેવા પર દ્વેષ-અરુચિનો વિકાર હોવાની વાતે ય ક્યાં ? આપની કીકીમાં આ નિર્વિકારતા છે.
“પ્રભુ ! ભવ્ય જીવોને આકર્ષવા માટે દેવતાઓ ચાંદી-સોના-રત્નોના ત્રણ મોટા ગઢનું સમવસરણ રચી ઉપર અશોક વૃક્ષના થડની ચારે બાજુ એકેક રત્નમય સિંહસન રચે છે. એના પર બિરાજી આપને દેશના દેવાની હોય છે. છતાં એ સમવસરણ ‘સારું હાઇક્લાસ’ એમ આપ જોતા નથી ! ને દેશના માટે જમીન પરના ઓટલા પર બેસવાનું હોય તો ‘એ આટલો માલ વિનાનો; આ સમવસરણ સારું.' એવી નજર આપની થતી નથી ! એવી આપની કીકીમાં નિર્વિકારતા છે.
“પ્રભુ ! મોટી ઇંદ્રાણીઓ અપ્સરાઓ-મહારાણીઓ આપના મુખને ટગર ટગર જોઇ રહી હોય છતાં આપ એમના તરફ કોઇ જ રાગની નજર કરતા નથી, કીકીમાં કેવી નિર્વિકારતા !
પ્રભુ ! દેશના સાંભળી બૂઝનારા ભવ્ય જીવો માટે ‘આ સાજા જીવો,’ યા નહિ બૂઝનારા પત્થર જેવા અભવી વગેરે જીવો માટે ‘આ ખરાબ જીવો', એવી રીતે આપ જોતા નથી, કેવી નિર્વિકારતા !
આમ કીકીમાં પ્રભુની નિર્વિકારતા જોઇએ, એ શું કર્યું ? સાકારમાંથી નિરાકારતા પર ગયા. આખી મૂર્તિથી કીકી સુધી બધું સાકાર છે, નિર્વિકારતાદિ ગુણ એ નિરાકાર છે. આમ મંદિરે નીકળ્યા ત્યારથી બાદબાકી
Jain Education International
૧૧૯
For Private & Personal Use Only
www.jainelibrary.org