________________
રસ વગેરે બાહ્ય વસ્તુધર્મ જોઇ જોઇને તો જીવ દુઃખી થાય છે, સુખી થાય છે, દ્વેષ કરે છે, રાગ કરે છે, શોક થાય છે, હર્ષ થાય છે, તો પછી મુક્તાવસ્થામાં સર્વશતા-સર્વદર્શિતા માનવા જતાં, એ બાહ્ય વસ્તુધર્મ જાણતી વખતે સર્વ દુઃખ, દ્વેષ વગેરે લાગણીનો અનુભવ કરવાનું આવી પડશે ! જગતમાં જોયાનું ઝેર છે. ન જુએ, ન જાણો તો કોઇ દુઃખ, કોઇ ચિંતા નથી. થોડું જાણ્યાનું થોડું દુઃખ, તો સર્વ જાયામાં તો કેટલું બધું દુઃખી . આ શંકા ખોટી છે, તમને દુ:ખનાં નિદાનની ખબર નથી, દુઃખનું
કારણ જ્ઞાન નથી. તલવારના જ્ઞાન માત્રથી કપાવાનું દુઃખ નથી
થતું, દુઃખમાં કારણ કર્મના ઉદય છે, કર્મની ઔદયિક ક્રિયા છે. કર્મ બંધાય છે ત્યારે બંધાવાની ક્રિયા, અને ઉદયમાં આવે ત્યારે ઔદયિક ક્રિયા કહેવાય. એ ક્રિયાની આત્મા પર અસર થાય છે, આત્મા પર પરિણામ થાય છે, એને ઔદયિકભાવ કહેવાય, કર્મની ઔદયિક ક્રિયાનો ભાવ કહેવાય. દા. ત. અશાતાવેદનીય કર્મ છે, એ હવે સ્વસ્થિતિકાળ પાકીને ઉદય પામ્યું, તો આત્મા પર ઔદયિક અશાતાભાવ અશાતા પરિણામ થયો, એથી આત્માને અશાતાદિ વેદના થાય છે. દુ:ખનો અનુભવ થાય છે. પણ તે આવા ઔદયિક ક્રિયાના પરિણામ વિના વસ્તુને કાંઈ જાણવા માત્રથી દુઃખનો અનુભવ ન થાય. કરો ધારદાર જામ્યો-જોયો તેથી થોડી જ વેદના થાય છે ? છરીનો ઘા લાગે, અશાતા વેદનીય કર્મ ઉદયમાં આવે, એટલે જ વેદનાનું સંવેદન થાય છે. એમ સાકર ખાઇ, શાતાવેદનીય કર્મનો ઉદય થાય ત્યારે સુખનો અનુભવ થાય છે: કાંઇ સાકરને જાણવા માત્રથી અનુભવ નહિ. એવી રીતે દ્વેષમોહનીય કર્મ ઉદય પામે તો જ ઠેષ થાય છે, રાગમોહનીય કર્મ ઉદય પામે તો જ રાગ થાય છે. જેને એ મોહનીયકર્મ નથી, અથવા જેણે એ દબાવી દીધું છે, એને ભલે સારી-નરસી વસ્તુ જાણી, છતાં દ્વેષ કે રાગ નહિ થાય. અહી પણ મહાત્માઓમાં આ દેખાય છે કે વસ્તુનું જ્ઞાન, વસ્તુનું દર્શન, જાણકારી હોવા છતાં એમને રાગ-દ્વેષ થતા નથી. તો પછી મોક્ષમાં તો આત્મા સર્વથા કર્મરહિત છે એટલે આત્મસ્વભાવે ભલે આખા જગતનું જ્ઞાન કરે પણ તેથી કોઇ રાગ, દ્વેષ, હર્ષ શોક વગેરે થવાને અવકાશ જ નથી. દુઃખ, દ્વેષ વગેરે તો
૧૨૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org