________________
જો અરિહંત પદની બીજી આરાધનાઓ ન હોય તો શું અટકે ?
જો, તપસ્યા સિવાયની બીજી આરાધનાઓ ન હોય તો તો એની સામેની સંસારની પાપ સાધનાઓ જો૨માં ચાલ્યા કરવાની, ને એમ શું તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય ? એમ તો એ પુણ્ય તો બાંધવાનું દૂર રહ્યું, પરંતુ એ જ્વલંત સંસાર-સાધનાઓના રસના હિસાબે સમ્યક્ત્વના વિરોધી અનંતાનુબંધી રાગદ્વેષ સુલભ થઇ જવાના, અને તેથી મિથ્યાત્વ પણ મહાલતું રહેવાનું, તેમજ કષાયો વિષયાસક્તિ અને હિંસાદિ પાપસ્થાનકોનાં સેવન પણ એમજ ફાલ્યા-ફુલ્યા ૨હેવાના . એ તો જો અરિહંત પદની બીજી બીજી આરાધનાઓ જોરદાર ચાલતી હોય તો જ એ અનંતાનુબંધી રાગ-દ્વેષને તથા મિથ્યાત્વને તોડી નાંખે અને વિષયાસક્તિ-કષાયાવેશ અને હિંસાદિ પાપસ્થાનકો સેવાતાને મોળા પાડી દે. તો આ થયા વિના ભવસાગર તરવાનું ક્યાં સસ્તું પડયું છે ? જો પોતાને ત૨વાનું મોંઘું છે તો અરિહંત બની બીજાને તારવાની શક્તિ ય ક્યાં રસ્તામાં પડી છે તે મળી જાય ?
સારાંશ, વીશસ્થાનકના પહેલા અરિહંત પદના તપમાં તપસ્યા ઉપરાંત અરિહંત પદની બીજી બીજી આરાધનાઓ કરવી જ જોઇએ.
અરિહંત પદની આરાધનાઓમાં શું શું કરવાનું આવે ?
અરિહંત પર અથાગ પ્રેમ, ઊંચું બહુમાન અને ‘મારે મન કિંમતી એક અરિહંત' એવી અનન્ય શ્રદ્ધા કરવાની. વળી અરિહંતનું હાલતાં ને ચાલતાં સ્મરણ રાખવાનું, અરિહંતના ત્રિકાળ દર્શન પૂજન, અરિહંતના સ્તુતિ-સ્તોત્રસ્તવનથી ગુણગાન, અરિહંતને પ્રાર્થના, અરિહંત આગળ સ્વકૃત દુષ્કૃતના ખેદનું કથન, બીજાઓ આગળ અવસરે અવસરે અરિહંતની પ્રશંસા કરતા રહેવાય, તથા અરિહંતના સુકૃતોની અનુમોદના તો વારે ને વારે થયા કરે.
અરિહંતની આરાધનામાં જિનમંદિરો બંધાવાય, જિનભક્તિમહોત્સવો ઉજવાય, રથયાત્રા યોજાય, તીર્થયાત્રાઓ કરાય, યાત્રા સંઘો કઢાય એ શક્તિ ન હોય તો ય ૨-૫ જણને પણ તીર્થયાત્રા કરાવાય.
વળી અરિહંત પદની આરાધનામાં ખીરના એકાસણા વગેરે વ્રત રાખી ‘અરિહંત’ એ ચતુરાક્ષરી મંત્રનો અથવા ‘નમો અરિહંતાણં' એ સપ્તાક્ષરી
૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org