________________
માટે બ્રાહ્મણી દેવાનંદાની કુક્ષીમાં ઊતરવું પડે એમાં નવાઈ નથી. કાર્યકારણમાં, કાર્યની જાલિમતા જબરા જોવા મળે તો કારણની જાલિમતા, કારણની જબરાઇ માપવી જ પડે. શાલિભદ્રને ત્યાં રોજની નવી દિવ્યખાનપાન-વસ્ત્ર-જરઝવેરાતની ૯૯ પેટી ઉતરે એ જબ્બર કાર્યની સામે
એના કારણભૂત એવું મુનિને થાળી ખીર-દાન એની જબરાઈ જબ્બરદસ્તતા વિચારવી જ પડે ને એ જબરાઈ આ કે એ દાન પાછળના દિલની અત્યંત ઉચ્ચતા અને અતિ ઉમદાપણું હતું. રોઇને મેળવેલી પહેલીવારની ખીર પર ગાઢ રાગ હોત, અને એ ખાવાની ભારે તત્પરતા હતી, એને હટાવી અત્યંત હરખ સાથે એ ખીરના ત્યાગની ભાવના ઊભી કરી છે જબરદસ્ત શુભ અધ્યવસાય છે.
સારાંશ, મરીચિના દુષ્ટાન્તથી શીખવા મળે છે કે જીવનમાં એક યા બીજું કાળું કર્મ કર્યું હોય ત્યાં કે પાછળથી બીજું સારું કર્યું અને લોકમાં વાહવાહ થઇ, તો એ દેખી મદમાં, અભિમાનમાં અને હરખમાં તણાઇ ન જવાય, એ માટે મન પર કાળા કર્મની મહાશરમ ઊભી રાખવાની, જેથી સારાં કામનો મદ ન થાય.
શ્રી તીર્થંકર નામકર્મનું ઉત્કૃષ્ટ પુણ્ય ઉપાર્જન કરવામાં એક મહાન સાધન વીશસ્થાનક તપ છે. પરંતુ આ “તપ” એટલે જો માત્ર ઉપવાસ
' આદિ તપસ્યા સમજીએ તો શ્રેણિક, કૃષ્ણ મહારાજાએ તો ઉપવાસ કરેલા નહિ, તો એમને શી રીતે ઉત્કૃષ્ટ પુણ્ય મળ્યું? વળી વીશસ્થાનકના તપ કરતાં કેટલો ય અધિક તપ અન્ય મહાપુરૂષોએ કરેલો તો એમને કેમ આ ઉત્કૃષ્ટ પુણ્ય ન મળ્યું?
આનું સમાધાન આ છે કે વીશસ્થાનક તપ એટલે માત્ર તપસ્યા નહિ. પરંતુ વિશસ્થાનકની આરાધના લેવાની છે. દા. ત.
વિશસ્થાનકમાં પહેલું સ્થાનક અરિહંત પદ , એનો તપ એટલે શું માત્ર ૨૦ ઉપવાસ કરી આપવાના ? ના, અરિહંત પદની શક્ય બધી જ આરાધના કરવાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org