________________
ચાવવા-ગળવાનું કરી શકે ?
હવે જ્યારે આત્માનો પ્રયત્ન-પુરુષાર્થ એમાં કામ કરે છે, તો પછી સવાલ આ છે કે શું આત્મા કશો ભાવ રાખ્યા વિના જ એ પુરુષાર્થ કરે છે ? ના, અંદરમાં તેવા તેવા ભાવ કામ કરે જ છે દા.ત. પાણીને બદલે દૂધનું આકર્ષણ છે, રાગ-આસક્તિનો ભાવ છે માટે તો પૂરી ઊઠાવી હાથ દૂધ તરફ લંબાવાનો પુરુષાર્થ થાય છે, પાણી તરફ નહિ. પૂરી-દૂધ-શાક, મગની દાળ, વગેરેને અલગ અલગ રાખી એના કોળિયા વારા ફરતી ઊઠાવવાનો ચોક્કસ પ્રયત્ન-પુરુષાર્થ શુન્ય મનથી નહિ, પણ સમજપૂર્વક જ થાય છે. અંદરમાં એવી આસક્તિનો ભાવ છે. માટે તો બધુંજ મિશ્રણ કરી પી જવાનું નથી કરતું. આ પરથી સમજી શકાશે કે, બાહ્ય ખરાબ પ્રવૃત્તિ અંદરના ભાવ બગાડે એ પણ સમજાય એવું છે. અલબત્ત, જે મહાત્માને અંદરમાં એવી આસક્તિનો ભાવ નથી, એ બધું ભેગું ભેળવીને ખાઇ જાય છે.
બસ, વાત આ છે કે સરાગીને આહારદિમાં પ્રવૃત્તિ અંદરના ભાવ પૂર્વક થાય છે એ હકીકત છે. તેથી યથેચ્છ ખાનપાનાદિ પ્રવૃત્તિમાં આહા૨સંજ્ઞા-૨સસંજ્ઞા-વિષયસંજ્ઞાના ભાવ સારી રીતે પોષાતા રહે છે; અને જેટલા પ્રમાણમાં ત્યાગ-તપ-વ્રત નિયમ આચરતો રહે છે, એટલા પ્રમાણમાં આહા૨સંજ્ઞા વિષયસંજ્ઞા ઓછી પોષાય છે, ત્યારે, જો કશા ત્યાગ-તપ નથી, વ્રત-નિયમ નથી, ને યથેચ્છ આહારપ્રવૃત્તિ છે, વિષય સેવન છે, તો એની સંજ્ઞા અંદરમાં સારી રીતે પોષાતી રહે એમાં શી નવાઇ ? પછી દેવદર્શનાદિ સાધના વખતે તો શું પણ નિશ્ચયધર્મવાદીની આત્મતત્ત્વ વિચારની સાધના વખતે ય પેટમાં કૂકડા બોલતાં અંદરખાને એ સંજ્ઞાના ભાવ કેમ દખલ નહિ કરે ?
૧૨૭
1
" d
અસંયમથી રાગ કે રાગથી અસંયમ ? જો અસંયમથી રાગ કહો તો શું રાગ વિના અસંયમ જન્મે ખરો ? એમ હોય તો વીતરાગને ય તે જન્મવો જોઇએ ! ત્યારે જો રાગથી અસંયમ કહો તો તો મુખ્યપણે રાગ જ દબાવવો જોઇએ ને ?
(૧) અસંયમથી રાગ પુષ્ટ થાય છે.
૧૫૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org