________________
અષ્ટ પ્રાતિહાર્યથી આ તો એક રીતે ગુણો સૂચિત થયા, બાકી બીજી બીજી રીતે પણ ગુણો સૂચિત થાય.
તીર્થંકાર પરમાત્મા ગૃહસ્થાવસ્થામાં લગ્ન કરે, સંસાર ભોગવે અને છતાં વિષયોને ત્યાજ્ય અને તિરસ્કરણીય માને તે કેમ બની શકે ? રાગની પ્રવૃત્તિ છતાં જ્વલંત વૈરાગ્યના દાખલા જુઓ :
(૧) ખુબ સારો ધંધો ચલાવનારો અને સેવા વિનયાદિ ગુણવાળો પુત્ર એકાએક અકસ્માતમાં મરી ગયો હોય તો માતા-પિતાને કેવો શોક લાગે છે ? પછી એમને સંયોગવશાત્ મિઠાઇ ખાવાનો અવસર આવે તો શું એ એમને ગમે છે ?
(૨) મોટું દેવું થઇ ગયું હોય તો દિવાળીમાં મિઠાઇ ખાવી ગમે છે ?
(૩) ક્યારેક દુશ્મનને ત્યાં ન છૂટકે ભાણું માંડવાનો પ્રસંગ આવ્યો હોય તો શું એની મિઠાઇ ખાવી ગમે છે ?
(૪) નજરકેદી બનેલા રાજાને પાત્ર ખાવા મળે, તો શું એમાં એ ખુશી થાય ? કે એને એના પર સૂગ તિરસ્કાર થાય ?
એમ અહીં મેવા-મિઠાઇ આદિ સારા સારા ભોગવવાનું પરિણામે ભારે કર્મબંધ અને દુર્ગતિના કારમાં દુઃખ આવવાનું નજર સામે તરવરે એટલે એ મેવા-મિઠાઇ પર પ્રેમ નહિ, સૂગ જ થાય, એ સ્વાભાવિક છે. તેથી તીર્થંકર ભગવાનને ચારિત્ર-મોહનીય કર્મના જોરે લગ્ન કરવું પડે છે, છતાં અંતરમાં જ્વલંત વૈરાગ્ય હોવાથી એ અલિપ્ત રહે. ઉપાદેય ન માનવા દે, એટલે જ કર્મવશ કરવી પડતી મોહપ્રવૃત્તિમાં દિલને રસ ન હોય.
સામાન્ય જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ નહિ તેથી તીર્થંકર નામકર્મ ન ઉપાર્જે અને તીર્થંકર થનાર જીવોને વિશિષ્ટ તથાભવ્યત્વ હોય તેથી તે એ પુણ્ય ઉપાર્જે, આમ તીર્થંકર થવા, ન થવામાં તથાભવ્યત્વનો ફરક
Jain Education International
૩
For Private & Personal Use Only
www.jainelibrary.org