________________
બહાનું ખોટું છે. ધર્મ-પુરુષાર્થ કોઇ કર્મના ઉદયથી નહિ પણ એ તો તમારે કરવો હશે તો જ થવાનો. માનવજન્મ આદિ મળ્યા એટલે કહેવાય કે પુણ્ય તો છે જ. પુણ્યે એનું કામ પુરૂં કર્યું. હવે કામ પુરુષાર્થનું છે તે તે પુરુષાર્થને પુણ્ય નથી જગાવી શકતું, એ તો તમે ઊઠીને પુરુષાર્થ કરો તો જ થવાનો છે.
આમ, જેમ કર્મ એ સ્વતંત્ર કારણ, એમ પુરુષાર્થ એ સ્વતંત્ર કારણ. એવી રીતે ભવિતવ્યતા એ સ્વતંત્ર કારણ અને પુરુષાર્થ એ ય સ્વતંત્ર. ભવિતવ્યતા કાંઇ પુરુષાર્થને જગાવનારી નથી, છતાં જ્યાં અમુક પુરુષાર્થ થવા સંભવ હોય ત્યાં જો બીજી જાતનો પુરુષાર્થ થાય તો ત્યાં ભવિતવ્યતાને કાંઇક કારણ કહેવું પડે એટલે ભવિતવ્યતા પુરુષાર્થમાં કારણ નહિ પરંતુ પુરુષાર્થની જાતિમાં
કારણ.
૩૧
ભગવાનની દ્રવ્યપૂજા કરવાને બદલે સામાયિક લઇને બેસે તો શું એ વધારે ઊંચી પૂજા ન કહેવાય ? એ તો ભાવપૂજા છે. શું એમ કરવું વ્યાજબી નથી ?
ના, ગૃહસ્થ માટે શાસ્ત્ર દ્રવ્યસ્તવ પ્રધાન કહ્યું છે એટલે એના માટે · એ મુખ્યપણે જિનાજ્ઞા છે. જો એ દ્રવ્યપૂજાને બદલે સામાયિક લઇને Gm બેસે તો એણે જિનાજ્ઞાની ઉપેક્ષા કરી ગણાય. પૂજાના સમયે સામાયિકને બદલે જિનપૂજા ઉપર ભાર કેમ મૂક્યો છે ? દ્રવ્યજિનપૂજામાં પોતાની મૂર્ચ્છના ધન વગેરે દ્રવ્યોનો ત્યાગ કરવાનો હોય છે. એથી જ અંતરમાં ખરેખર આસક્તિ-ત્યાગનો ધર્મ ઊભો થાય છે. સામાયિક લઇને બેસે એમાં ધનનો કશો ખર્ચ લાગતો નથી, વ્યય કરવો પડતો નથી એટલે એટલું ધન બચી ગયાનો સંતોષ રહે છે એમાં ચોક્ખી ધનની આસક્તિ પોષાય છે. તો પછી પૂછશો,
તો એમ તો દ્રવ્યપૂજા ન કરે, સામાયિક કરે અને બીજી બાજુ પોતાના દ્રવ્યોથી અનુકંપાદાન વગેરે કરે તો શું ધનની મૂર્છા ન ઉતરે ?
જો દાનધર્મ કરવો છે તો એમાં શ્રેષ્ઠ દાન તો શ્રેષ્ઠ પાત્રના હિસાબે
Jain Education International
૪૧
For Private & Personal Use Only
www.jainelibrary.org