________________
ગણાય. આ જગતમાં શ્રેષ્ઠ પાત્ર યાને પરમ પાત્ર અરિહંત પરમાત્મા છે. જેવું પાત્ર તેવું દાનનું ઉત્તમ ફળ. એટલા જ માટે પંચાશક શાસ્ત્રમાં લખ્યું કે,
જેવી રીતે સમુદ્રમાં પડેલ પાણીનું માત્ર એક બિંદુ અક્ષય, અજર, અમર થઇ જાય છે, કેમકે પાણીના સ્વભાવ મુજબ એ બિંદુ સમુદ્રના પાણી સાથે એકમેક થઇ જાય છે, એટલે હવે એનો નાશ ક્યારે ? કે જ્યારે આખો સમુદ્ર સુકાઈ જાય ત્યારે ! એ બનવાનું નથી. એટલે એ બિંદૂ અક્ષય થઇ ગયું ગણાય, એવી રીતે પરમાત્માના ચરણે સમર્પિત કરેલું થોડું પણ દ્રવ્ય અક્ષય લક્ષ્મી બની જાય છે. શાસ્ત્રકારોએ પરમાત્માના ચરણે કરેલા પોતાના દ્રવ્યના વિનિયોગ (સ્થાપન-સમર્પણ) નું આ સર્વોત્તમ ફળ બતાવ્યું છે. એટલે હવે
જ્યારે દાન જ કરવું છે તો અરિહંતની દ્રવ્યપૂજામાં કરેલો ધનવ્યય એ શ્રેષ્ઠ કોટિનો દાનધર્મ છે, પછી એની ઉપેક્ષા કરીને સામાયિક લઇને બેસવું એનો શો અર્થ છે?
મંદિરમાં સારાં ઉપકરણ ન લઇ જવાં જોઇએ ને? કેમકે ધ્યાન એમાં રહે? ભક્તને ભગવાન પર હૈયામાં એટલું બધું બહુમાન છે કે, એમની ભક્તિ પોતાની સારામાં સારી ચીજ-ઉપરકરણ-વેશ વગેરેથી કર્યા વિના રહેવાય જ નહીં. હા, એ પ્રશ્ન જરૂર છે કે પાછું ધ્યાન એનું રહેતાં મુખ્ય કાર્ય પરમાત્માનું ધ્યાન મોળું પડી ન જાય ? આ માટે
આટલું હૃદયમાં લખી રાખવાનું છે કે ભગવાનની ભકિત સારામાં સારી વસ્તુ સરંજામથી શા માટે કરવાની છે ? એટલા જ માટે કે ભગવાન સૌથી સારા છે. કહો જો, મોટા કિંમતી હીરામાણેક કરતાં પણ ભગવાન કેટલા સારા તુલ્ય ? બમણા? દસગુણા ? ના, અનંતગુણા સારા. માટે જ અનુમોદના કરવાની સાથે એ ભાવના જરૂર કરજો કે “વાહ! કેમ ન હોય? મારા ભગવાન વિશ્વશ્રેષ્ઠ છે, એમને સારામાં સારી આંગી હોય જ. આંગી બહુ સારી પણ ભગવાન તો અનંત ગુણા સારા છે. વિશ્વદયાના ભરેલા અનંતગુણોના સ્વામી! ઇન્દ્રોને પણ પૂજ્ય ! ભયંકર ભવમાંથી મુક્ત કરનારા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org