________________
જરૂ૨ છે. માનનો કે લોભનો અધ્યવસાય એ કષાય પરિણિત છે, સંક્લેશ છે. તે ‘ચાલો આપણે આ કષાય-પરિણતિ મૂકી દો, માન રાખવાની કે લોભ ક૨વાની જરૂ૨ નથી’ એમ ચિંતવવા માત્રથી કાંઇ એ ૨વાના ન થાય. એ તો ૨વાના કરવા માટે સંક્લેશના અધ્યવસાયને બદલે વિશુદ્ધિનો અધ્યવસાય લાવવો પડે ને એ વિશુદ્ધિનો અધ્યવસાય પણ કષાયના ઘરનો છે. સાંભળીને ભડકતા નહિ. શાસ્ત્ર કહે છે.
જેટલા સંક્લેશ-સ્થાન છે એનાં એ વિશુદ્ધિસ્થાન છે.' અશુભ કષાયભાવમાં નીચે અંદર ઉતરતા જાઓ એ સંકલેશમાં પડ્યા કહેવાય. ત્યારે એમાંથી બહાર નીકળતા જાઓ એટલા વિશુદ્ધિમાં ચડ્યા ગણાય. ખૂબી જુઓ કે દા.ત. નવમા ગુણઠાણે બે આત્મા છે. પણ એક સાતમે આઠમે થઇ ઉપર ચડતો નવમે છે ને બીજો ૧૧મે ગુણઠાણેથી પડતો નવમે ગુણઠાણે આવ્યો છે.
આ એના જેવું છે કે જેમ કે તીર્થોધિરાજ શ્રી શેત્રુંજા પર હનુમાનના હડા આગળ બે યાત્રિક એક જ પગથિયા ઉપર દેખાય છે. પણ એક જણ યાત્રા કરીને ઉપ૨થી ઉતરતો છે ને બીજો યાત્રા કરવા માટે નીચેથી ઉપર ચડતો ત્યાં આવ્યો છે. એ જ રીતે અહીં એક જણ વીતરાગ બનવાની દિશામાં નીચેના ગુણસ્થાનકેથી ચડતો ચડતો નવમા ગુણઠાણે આવ્યો છે ત્યારે બીજો ૧૧મે ગુણઠાણે વીતરાગ બનીને હવે એ અંદરમાં ક્ષણભર તદ્દન ઉપશાંત કરી નાંખેલા કષાય ઉદય પામતા એ બીજો ૧૧ મે ગુણઠાણેથી પડતો નવમે ગુણસ્થાનકે આવ્યો છે. આમાં ચડતો એ વિશુદ્ધિમાં છે ને પડતો એ સંક્લેશમાં છે. આમ બંને અમુક સમયે એક સાથે નવમા ગુણઠાણે હોવા છતાં, એક આત્મા કષાયમાંથી બહાર નીકળતો નીકળતો ઉપર ચડતાં નવમે આવ્યો છે માટે એ વિશુદ્ધિમાં ગણાય છે અને બીજો ઉપરથી નીચે ઊતરતો કષાયની અંદર અંદર પેસતાં એ જ નવમા ગુણઠાણે આવ્યો છે. કષાયસ્થાન, અધ્યવસાયસ્થાન સમાન એ જ છતાં એકને વિશુદ્ધિ, વિશુદ્ધ પરિણામ અને બીજાને સંક્લેશ, સંક્લિષ્ટ પરિણામ ! એનો અર્થ એ થયો કે સંક્લેશસ્થાન એજ વિશુદ્ધિસ્થાન, સવાલ માત્ર પડવા-ચડવાનો. તફાવત માત્ર કષાયમાં અંદર ઊતરવાનો કે એમાંથી બહાર નીકળવાનો. હવે એ જુઓ કે,
જ
Jain Education International
૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org