________________
એ જ પ્રમાણે મનને પ્રભુમાં એકાકાર કર્યા વિના ‘“લય” અવસ્થા શી રીતે આવે ? લય પામવો એટલે મન પ્રભુમાં ધ્યાનથી એકાકાર થયા પછી અનુભવજ્ઞાન દ્વારા પ્રભુમય થઇ જાય. અર્થાત્ પ્રભુના ઉચ્ચ ગુણોનું સ્વાત્મામાં પ્રતિબિંબ પકડી જાણે એ ગુણોનો સ્વાત્મામાં સાક્ષાત્ અનુભવ કરવો, તે એટલે સુધી કે પ્રભુ ય વીતરાગ અને જાણે પોતે ય વીતરાગ, એમ સ્વાત્મામાં પરમાત્માનો અભેદ લાગે, હવે પોતે જ વીતરાગ પરમાત્મા છે એવો ભાસ થાય એ ધ્યાન પછીની લય અવસ્થા છે. આવી જાપ ધ્યાન અને લય ભક્તિને પમાડનાર છે સ્તોત્રભક્તિ. પ્રભુની દ્રવ્ય-પૂજાની ભક્તિ કરીને પણ સ્તોત્ર ભક્તિમાં જવાનું છે, કેમકે દ્રવ્ય-પૂજાનું ફળ સ્તોત્ર સ્તવનાદિથી ભાવભક્તિ છે. બાહ્યમાં રખડતા જીવને ભાવ ભક્તિથી પ્રભુના સ્વરૂપમાં રમતો કરી શકાય. માટે પ્રભુના સ્વરૂપમાં ને પ્રભુના ગુણોમાં ૨મતું કરાવનાર સ્તોત્ર ભક્તિ, ચૈત્યવંદના, ભક્તિ ગીતો અને ભક્તિમય પૂજા-ભાવનાઓ ગાવી એ આ ઉત્તમ જનમનું ઉત્તમ કાર્ય છે. આમ ક્રમશઃ કરતા જવું.
પરમાત્માને કેવળજ્ઞાન પ્રગટ્યું છે, એનાથી પોતાનું અનંત સુખ ૭૯ પ્રત્યક્ષ જુએ છે તો તેને સંવેદે કેમ નહિ ?
તાવવાળો ધનવંતરી વૈદ્ય હોય, ‘આરોગ્ય શું છે ?' તેને જાણે, પણ તેને તે વેદી ન શકે, તેવી રીતે કેવળજ્ઞાની અનંત સુખ શું છે તે જુએ, પણ વેદી ન શકે, જ્યાં શાતા અશાતાના અનુભવરૂપ તાવ છે ત્યાં સુધી.
‘નમનારો પ્રભુને ગમે એમ કહેવાય છે. તો શું વીતરાગ પ્રભુને એના પર રાગ થાય ?
નમનારો ગમે એટલે નમનારા પર રાગ થાય, એ તો ઉપલકિયો
• પદાર્થ છે. ખરેખર તો નમનારો ગમે એટલે નમનારાનું મૂલ્યાંકન થાય, એ ગમવાની ખરી વસ્તુ છે. માટે તો સારી નોકરી ભરનાર
Jain Education International
८८
For Private & Personal Use Only
www.jainelibrary.org