________________
અર્થાત્ કાળલબ્ધિથી તમારો માર્ગ શોધશું, આમ બે સ્તવનમાં પરસ્પર વિરુદ્ધ જેવું કથન કેમ દેખાય છે ? એક કહે છે ‘મારી કાળલબ્ધિથી કાંઇ વળે એવું નથી.’ બીજા કહે છે ‘મારી કાળલબ્ધિથી જ કાર્ય સાધશું.’
અહીં પહેલું એ સમજવા જેવું છે કે કાળલબ્ધિ એટલે શું ? ‘કાળલબ્ધિ’ પરમાત્મપદ પામવાની દિશામાં પ્રયાણ અને પ્રગતિ ક૨વા માટેના વર્તમાનકાળે લભ્ય ઉપાયોની પ્રાપ્તિ. એ ઉપાયોમાં દેવાધિદેવની ભક્તિ અને ગુરૂસેવા સમ્યગ્દર્શનાદિ તથા દાનાદિ ધર્મની આરાધના, શાસ્ત્ર-ઉપાસના, તીર્થ-સંઘ શાસન સેવા, સત્સંગ, ચાર શરણ સ્વીકાર, દુષ્કૃત ગહ વગેરે આવે. એ બધી આપણને કાળલબ્ધિ મળેલી છે. હવે જુઓ :–
-
-0
ઉપાધ્યાયજી મહારાજ પ્રભુને વિનંતી કરે છે કે ‘પ્રભુ હું તમારી સેવા કરી રહ્યો છું, તો હવે સેવાનું ફળ મને ક્યારે આપશો ? સેવાના ફળમાં મારે તમારા ગુણોમાંથી ગુણો જોઇએ છે. તમારો ખજાને અનંત ગુણો છે, અખૂટ ખજાનો છે ને એમાંથી મને વાંછિત દાન આપો. તમે કહેશો તારી પાસે કાળલબ્ધિ છે એનાથી પરમાત્મપદને યોગ્ય ગુણો પામી લે, પણ બાપજી ! મારી કાળલબ્ધિ પર મદાર ન રાખો. એ એકલીથી કાર્ય થાય એમ નથી, પણ સાથે ભાવલબ્ધિ પણ જોઇએ; ને તે તમારા હાથમાં છે.’
આ ભાવલબ્ધિ એટલે પ્રભુની કરૂણા, કરૂણાની પ્રાપ્તિ સમજવાની છે. શાસ્ત્રકારો કહે છે ભવિતવ્યતાદિ પાંચ કારણ એ કાર્ય પ્રત્યે સાધારણ કારણ છે અને અરિહંતની કરૂણા અરિહંતનો અચિંત્ય પ્રભાવ એ કાર્ય પ્રત્યે એવું અસાધારણ કારણ છે, કે અરિહંતકરૂણા હોય ત્યાં પાંચે ય કારણ અનુકૂળ થઇ જાય છે. માટે યશોવિજયજી મહારાજે પ્રભુને કહ્યું - ‘ભવિતવ્યતાદિ તુજ દાસો રે.' એટલે જ અહીં કવિએ પ્રભુને વિનંતિ કરી કે ‘ભાવલબ્ધિ તુમ હાથે રે’ અને ‘એ મારે જોઇએ છે, તે મને આપો.’ આગળ કહ્યું ‘દેશો તો તુમહી ભલું, બીજા તો નવિ યાચું રે,' અહીં પ્રશ્ન થાય કે
વીતરાગ તો કરૂણા કરે નહી, પછી એમની પાસે એ માંગવાનો શો
Jain Education International
૬૨
For Private & Personal Use Only
www.jainelibrary.org