________________
લેવાય ને ?
આમાં ભૂલભૂલામણી એ થાય છે કે પહેલું તો ભગવાનની દૃષ્ટિએ વિચાર થાય છે એવો પોતાનાં દ્રવ્યની દ્દષ્ટિએ વિચાર જ નથી થતો
કે મારાં દ્રવ્યનો સારામાં સારો ઉપયોગ શો થઇ શકે ? દ્રવ્ય તો ષટ્કાય જીવ સંહાર અને કેટલીય તૃષ્ણા, ઓઠકોઠ, તથા કિંમતી સમયનાશ કરીને આવ્યું છે. તો હવે એ દ્રવ્ય ક્યાં ધરાય તો સારૂં લેખે લાગ્યું ગણાય ?’ જો આ રીતે વિચાર થાય તો લાગે કે આ દ્રવ્ય પરમપાત્ર પરમાત્માના ચરણમાં જાય એ એનો શ્રેષ્ઠ ઉપયોગ છે અને એ શ્રેષ્ઠ વિનિયોગ છે, શ્રેષ્ઠ સ્થાને લેખે લાગ્યું ગણાય. સંસારી જીવ કપડું નોકરના અંગે જાય એના કરતાં છોકરાના અંગ પર જાય એને વિશેષ લેખે લાગ્યું ગણે છે, અને છોકરા કરતાં પત્નીના અંગ પર જાય એને વિશેષ લેખે લાગ્યું ગણે છે. માટે નોકરને જાડું કપડું પહેરાવે છે, પુત્રને જીણું અને પત્નીને રેશમી પહેરાવે છે. નોકરને દાગીનો નહિ, છોકરાને સોનાનો, અને બૈરીને મોતી હીરાનો દાગીનો પહેરાવે છે. બસ, એ રીતે ધર્માત્મા અનુકંપા કરતાં શ્રાવક-શ્રાવિકાની ભક્તિમાં દ્રવ્યનો વિશેષ સારો ઉપયોગ માને છે. એના કરતાં સાધુ-સાધ્વીની ભક્તિમાં વળી વિશેષ અને પરમાત્માની ભક્તિમાં સૌથી સારો ઉપયોગ લેખે છે. એ સમજે
છે.
દ્રવ્ય અર્પવાનું ઊંચામાં ઊંચુ સ્થાન પ૨માત્મા :
ત્યાં દ્રવ્ય ગયું એ સૌથી વધુ કૃતાર્થ થયું. અરે ! ઘરે સારી ચીજ બનાવી હોય અને જમાઇ કે સમાજનો કોઇ સારા માણસ આવી ચડે, તો એના ભાણામાં એ ચીજ પીરસીને હ૨ખભેર માને છે કે ‘વાહ ! આજ આ સારા ઠેકાણે કામ આવી.' જો આ રીતે વિચાર થાય તો પરમાત્માની ભક્તિમાં ગયેલી વસ્તુ ‘સારામાં સારી લેખે લાગી !' એમ હ૨ખ હ૨ખ થાય.
પ્ર. વ્યવહારમાં તો કોઇની ભક્તિ કરીએ તો એ ખુશી થાય છે, પરંતુ વીતરાગ પ્રભુ કાંઇ ખુશી થતા નથી, તો પછી એમની ભક્તિનું મન શી રીતે થાય ?
ઉ. જો જો, અહીં એક ખાસ જોવાનું છે કે આપણે આપેલી ચીજને
Jain Education International
૧૭૧
For Private & Personal Use Only
www.jainelibrary.org