________________
અસંયમ કરતાં સંયમને કેળવવામાં જ મહાસત્ત જરૂરી છે.
કહે છે ને કે ભવિતવ્યતામાં ત્રિકાળી પર્યાય નક્કી થઇ ગયેલા છે; તો કર્મના પર્યાય પણ ભવિતવ્યતાથી જનમનારા માનવા જોઇએ ને ? આ કહેનારને “ભવિતવ્યતા પદાર્થ જ નથી સમજાયો. એ બોલે છે ભવિતવ્યતા, પણ કહેવી છે જ્ઞાનીની દ્રષ્ટિ. કિન્તુ એ પણ આમાં
સર્જક નહિ, પણ દર્શક છે. જ્ઞાનીની દ્રષ્ટિ ત્રિકાળી પર્યાયની સર્જક નહિ, પણ દર્શક છે. દા.ત. દર્પણમાં વરસાદનું પ્રતિબિંબ દેખાતું હોય તો કહેવાય કે “દર્પણ જેવું દેખાડે છે એવો જ બહાર વરસાદ પડે છે. પરંતુ એટલા માત્રથી દર્પણ કાંઇ એ વરસાદનો સર્જક નથી ગણાતો. દર્પણ તો વરસાદ જે પોતાનાં કારણે જન્મેલો, એનો દર્શકમાત્ર છે. એવી રીતે કેવળજ્ઞાનીનું જ્ઞાન ત્રિકાલવિષયક છે, તેથી એ જ્ઞાનીની દ્રષ્ટિમાં, અર્થાત્ જ્ઞાનમાં ત્રિકાળી માને ત્રણે કાળના પર્યાય દેખાય એ સ્વભાવિક છે પરંતુ એથી કાંઇ એમ ન કહેવાય કે “જ્ઞાનીની દ્રષ્ટિ એ ત્રિકાળી પર્યાયને જનમવામાં કારણભૂત છે, ત્રિકાળી પર્યાયને પેદા કરે છે. એ પર્યાય તો પોતપોતાનાં કારણો મળે એ કારણોને અનુસારે જનમનારા છે; પણ નહિ કે જ્ઞાનની દ્રષ્ટિના અનુસાર યાને તેવી તેવી જ્ઞાનની દ્રષ્ટિના લીધે જનમનારા. નહિતર તો જ્ઞાનીની દ્રષ્ટિને સર્જક માનવામાં જુલમ થાય.
કોઇ આત્મા દા.ત. સાતમી નરકમાં જનારો હોય તો એમ કહેવું પડે કે કેમ સાતમીના ઘોર દુઃખમાં પડશે? તો કે “જ્ઞાનીની દ્રષ્ટિ એવી હતી માટે.” શું આમ બોલાય ? શું જ્ઞાનીની દૃષ્ટિ સાતમીની ઘોર રિબામણ અપાવનારી ? જ્ઞાની જો સાતમી નરકની રૌરવ વેદના અપાવનારુ જ્ઞાન કરે તો એ જ્ઞાની કેટલા બધા ક્રૂર ઠરે ?
અસલમાં, સાતમી નરક અપાવનાર તો એ જીવની પોતાની પાપલીલા છે. જ્ઞાનીના જ્ઞાનમાં માત્ર એનું પ્રતિબિંબ પડે છે. સારાંશ, જ્ઞાન એ જુએ
་་་༤་་
duc)
་་་་་
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org