________________
આ કહેવું ખોટું છે, એ હવે આ દાખલાથી સમજાશે. સેવાની શરીર ક્રિયાથી આત્મામાં (૧) ગુરૂજન પૂજાની શુભ વૃત્તિ, (૨) કૃતજ્ઞતાની શુભ વૃત્તિ, (૩) પરાર્થકરણની શુભ વૃત્તિ, (૪) અનહદ ઉપકારી પ્રત્યે “અહો અહો ભાવ, બહુમાન ગૌરવની શુભ વૃત્તિ.. વગેરે શુભ પરિણતિ જાગતી રહે છે. એથી ઊલટું શરીરની સુખશીલતાની પ્રવૃત્તિથી બેઠાખાઉપણું, હરામ હાડકાપણું... વગેરે મલિન આત્મ પરિણતિ જાગતી રાખે છે.
01 ગણધરોને પ્રભુએ પહેલા ચારિત્ર આપ્યું અને પછી ત્રિપદી આપી.
એવું કેમ કર્યું? પહેલા તત્ત્વજ્ઞાન આપીને પછી ચારિત્ર આપવાનું કેમ ન કર્યું? આપવામાં પહેલાં ચરણ અને પછી તત્ત્વજ્ઞાન એટલા માટે કે તત્ત્વજ્ઞાનની યોગ્યતા ચરણથી ઊભી થાય છે. કહેતા નહિ, તત્ત્વનો
બોધ કરાવવો છે. એમાં ચારિત્ર વિના શું અટકે ? જાઓ અટકે. તત્ત્વબોધ કેવો કરાવવો છે?
ઉધ્ધનેઇ વા’ ‘વિગમેઇ વા' વગેરે નાનકડા તત્ત્વસૂત્ર પર મોટા દરિયા જેટલા તત્ત્વોનો બોધ કરાવવો છે. એ ક્યારે બને ? કહો, એ નાનકડા સૂત્રના ભાવને આખાયે વિશ્વ ઉપર વિસ્તારાય. નિખિલ વિશ્વના પદાર્થોમાં એ સૂત્રનો ભાવ લાગુ કરી જોવાય. આ લાગુ કરવાનું તે, એ પદાર્થોની આસક્તિ બંધ કરીને જ થાય. અર્થાત્ વિશ્વના પદાર્થ પર રાગ-દ્વેષ રાખ્યા વિના તત્ત્વસૂત્ર લાગુ કરાય, તો જ નિખિલ વિશ્વનો સાચો વ્યવસ્થિત બોધ થાય, કેમ કે
વસ્તુ પરનો રોગ કે દ્વેષ વસ્તુનો સાચો બોધ નથી થવા દેતો,
જાઓ માતાને પુત્ર પર બહુ રાગ છે ને એ પુત્ર બહાર બીજા છોકરા સાથે લડીને આવે. તો બીજાનો જ વાંક જાએ છે, પોતાના પુત્રનો નહિ, પછી ભલે પોતાનો પુત્ર જ દોષિત હોય. પુત્ર પરનો રાગ એની સાચી પરખ ઓળખ નથી થવા દેતો.
એમ જો શોક્યના દીકરા પર દ્વેષ છે તો પછી ભલે એ છોકરો ગુણિયલ
૨૦૦૦૦ ૧૩૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org