________________
મન પ્રભુમાં અને પ્રભુના ગુણમાં એટલું વિશેષ ગોઠતું જાય છે એટલા પ્રમાણમાં મન દુન્યવી પદાર્થો પરથી ઊંચકાંતુ જાય, યાવતુ પોતાની કાયા અને પોતાના અહંત્વ-આવડત-હોંશિયારી પરથી પણ ઉચકાઇ જાય. જેટલા પ્રમાણમાં મન આ થોડા પણ દુન્યવી પદાર્થમાં ગોઠતું હોય, એટલા પ્રમાણમાં માનવું પડે કે એટલું પરમાત્મામાં ગોઠી જવું બાકી છે.
દુન્યવી પદાર્થોમાં મન ગોઠતું અટકાવવા એ વિચારવું જોઇએ કે ઇન્દ્રિયોના વિષયમાં મન રાખી શા સારું પરમાત્મામાં જ મન ગોઠવું મોળું પાડી રહ્યો છે ? મન પરમાત્મામાં ગોઠે એ ઝવેરાત વેપાર અને લાખોની કમાઇ રાત છે. ત્યારે ઇન્દ્રિય વિષયમાં મન ગોઠતું રાખવું એ રાખનો વેપાર અને ધૂળની કમાઇ છે. એમાં મન ઘાલી શા સારૂ ઝવેરાત નો વેપાર ગુમાવવો?
આ વિચારથી મન ભગવાનમાં જ ગોઠે, એમનાં સુકૃત અને સાધનાઓ તથા ગુણો અને ઉપકારોમાં જ મન ગોઠે, એટલે વિતરાગ પર રાગ અનન્ય થાય. એ થતાં એવી સ્થિતિ આવીને ઊભી રહે કે વીતરાગ સાથે એકાકારતા થઇ સ્વયં વિતરાગ બની જવાય, એટલે હવે સમજાશે કે ગૌતમ મહારાજે વીતરાગ પ્રભુ પરનો રાગ છોડયો હોત તો ભવના રાગ અંતરમાં ફાલત ફૂલત, અને એમ ક્યારે ય વિતરાગ થવાત નહી.
| C | “એનાં પાપમાં હું નિમિત્ત બન્યો’ એવી પરમાત્મા મહાવીરને સંગમ (૧૬ | પર દયા આવી તો આમાં જેમ સામા પર દયા એમ પોતાની જાત પર
ધૃણા ન થાય કે, હું કયાં એનાં દુઃખદ પાપમાં નિમિત્ત બન્યો? અને દયા પાછળથી જ કેમ આવી? ઉપસર્ગ કરતો હતો તે વખતે કેમ ન ખાવી? | | ના, પોતે ઊઠીને એને પાપમાં પ્રેર્યા નથી કે હવે એ ખોટું થવાનું
| ખ્યાલમાં આવતાં જાત પર ધૃણા થાય. પોતે તો દરેક પળે “જગતના
જીવ માત્ર પાપથી બચો એવી મૈત્રી વૃત્તિવાળા છે. છતાં જીવોને પાપ કરવાં છે તો એના પર ઉપેક્ષાભાવ છે, જેથી પોતાને જીવો પર ધૃણા-દ્વેષતિરસ્કાર ન થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org