________________
સાવધાની એવી આવી કે આગળ જલચર સાથે એને જોરથી ગંડસ્થલમાં ડંસ માર્યો. મરણની ઘોર પીડા આવી છતાં તત્ત્વના ચિંતન પર એણે આર્તધ્યાન ન કરતા શુભધ્યાન રાખ્યું ને એ મરીને દેવ થયો.
૧૦૫
કવિ એક સ્તવનમાં કહે છે કે - પ્રભુના આશરે ઠામઠામ સુખ છે. તે કેવી રીતે બને? ત્યારે અહીં કવિના કહેવાનો ભાવ સમજીએ તો આ પ્રભુના આશરે ઠામઠામ સુખનો અનુભવ થાય. ભાવ આ છે. પહેલું તો સમજી રાખવું કે દુનિયાના દુઃખ એ દુઃખ નથી પરંતુ આપણા મનને દુ:ખ
લાગે એ દુઃખ છે. પરંતુ જો એના મનને એની ચિંતા નથી કેમકે પત્ની સારી મળી છે તો આનંદ-મસ્તીમાં રહે છે. કશું દુ:ખ લાગતું નથી. નોકરિયાતને શેઠની ગુલામી એ દુઃખ છે પરંતુ જો ભાગીદારોના રગડા જોઇને કે ટેક્સના લફરા જોઇ એના મનને લાગે કે આના કરતા મારે નોકરી છે એ બરાબર છે તો એનું દુ:ખ લાગતું નથી. રોગીને રોગનું દુ:ખ છતાં જો બીજી બાજુ ધીકતો ધંધો, ધીકતી કમાઇ હોય અને મનને સમજતો હોય કે રોગ તો તકદીરની વાત છે તો એને રોગનું એવું દુ:ખ લાગતું નથી.
પરંતુ :ખ ન લાગવાના આ બધા નિમિત્ત તકલાદી છે. સારી પત્ની જો માંદી પડી ને નોકરીમાં જ જો એવું કાંઇક લફરું ઉભું થયું. ધીકતી કમાઇ જો બંધ પડી તો ઉપરોક્ત સંયોગોમાં દુઃખ લાગવા માંડે છે. ત્યારે અહીં પ્રભુનો આશરો આવે છે. તે આ રીતે કે
પ્રભુને આપણા દિલમાં એવી રીતે સ્થાપિત કરીએ કે મારે જીવનમાં મુખ્ય બે જાતના (૧) બાહ્ય સુખ દુઃખનાં (૨) અને આન્તર શુભ-અશુભ ભાવનાં. આ બેમાં મહત્ત્વનો છે આન્તર શુભ-અશુમ ભાવનો અનુભવ.
કેમકે બાહ્ય ગમે તેટલા સુખનો અનુભવ હોય છતા જો અંદરમાં ભાવ અશુભ છે, ચિત્ત મદ-માન-વિષયલંપટતા વગેરેથી કલુષિત છે, તો જીવન ધૂળધાણી છે. પુણ્ય વેચીને અઢળક પાપ કમાવાનું થાય છે અને એક આવા સદ્ગતિના ભવમાંથી અનેક દુર્ગતિના ભવો સર્જવાનું થાય છે. તો પછી
૧૨૮૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org