________________
તો મહાભય છે. જિનશાસન છે, તો મહાકલ્યાણ છે. જગતમાં અભય અને કલ્યાણનું સાધન હોય તો તે એક માત્ર જિનનું શાસન. સકલ કલ્યાણ એનાથી મળે.
૧૧૧
પ્રભુએ સુનક્ષત્ર અને સર્વાનુભૂતિને શીતલેશ્યાથી કેમ બચાવ્યા નહિ ?
પ્રભુ કેવળજ્ઞાની વીતરાગ સર્વજ્ઞ છે. એમની પાસે અંતરાયક્ષયથી અનંત લબ્ધિઓ પ્રગટ છે છતાં વીતરાગ હોઇ એનો ઉપયોગ ન કરે; કેમકે એ સરાગ અવસ્થાનું કાર્ય છે. વીતરાગને રાગદ્વેષ નથી એટલે એવા રાગદ્વેષાધીન અનુગ્રહ-નિગ્રહ અને લબ્ધિના ઉપયોગ કરવાના હોય નહિ. માટે તો કોઇ પૂર્વ કે એ ભવનો વૈ૨ી દેવતા ઉપાડી લવણસમુદ્રમાં ફેંકી આવવાની દુષ્ટતા કરે અને ત્યાં એ મહાત્માને ભાવના ચડતાં કેવળજ્ઞાન થાય, અનંતલબ્ધિધર બને, તો ખુદ પોતે કે બીજા વીતરાગ એનો પ્રતિકાર કરતા નથી. સામે કોઇ લબ્ધિપ્રયોગ કરી બચાવ કરતા નથી. ત્યારે લવણસમુદ્રની ઇંચ ઇંચ જગ્યા પર આત્મા મોક્ષ પામ્યા છે ને ? નહિતર ત્યાં કોણ મહાત્મા અનશન ક૨વા જાય છે ? એ તો કોઇ છહ્મસ્થને દુષ્ટ દેવતા ત્યાં ડુબાડે; એ વખતે એ છહ્મસ્થના ભાવની શુદ્ધિ થઇ પરિણામની ધારા વધે, કેવળજ્ઞાન પામે, અને ત્યાં સર્વ કર્મનો અંત કરી મોક્ષ પામે, એ રીતે લવણ સમુદ્ર પરથી પણ સિદ્ધ થાય. શાશ્વતી પ્રતિમા ૫૨થી પણ દેવ વડે સંહણ કરાઇ લઇ જવાતા આત્માને ભાવના વધતાં કેવળજ્ઞાન થઇ બરાબર પ્રતિમાની ઉપરના આકાશ પ્રદેશમાં હોયે મોક્ષ થાય ! એ રીતે શાશ્વતી પ્રતિમા પરથી પણ મોક્ષે ગયા છે. વીતરાગ જાણે છે પણ લબ્ધિપ્રયોગ કરે નહિ, અને આપત્તિ ભોગવનારાના કર્મની વિચિત્રતાએ બીજા અવધિજ્ઞાની દેવતા વગેરેનો ખ્યાલ જાય નહિ, એટલે દુષ્ટને હટાવવાનું થાય નહિ, તેમ આયુષ્ય આવી રહ્યું હોય એટલે પણ એમ બને.
Jain Education International
૧૩૭
For Private & Personal Use Only
www.jainelibrary.org