________________
જિનાજ્ઞાની ઉપાસનાનો ભવ્ય લાભ મળે.” આ આ આજ્ઞાનું અનુસંધાન કરતાં મનમાં આવી જાય કે “અહો જિનાજ્ઞા (૧) કેવી સબૂતાર્થને કહેનારી! અને (૨) કેવી જીવહિતની જ દેશક ! તથા (૩) કેવી ત્રિકાળવ્યાપિની!... વગેરે વગેરે. આમાં “આજ્ઞાવિચય-ધર્મધ્યાન આવ્યું...
(૨) અપાયરિચય:- એમ જીવનમાં અનાદિ સંસ્કારવશ રાગ-દ્વેષ, રતિઅરતિ, વગેરે ઉઠવા જાય ત્યાં અરે ! કયાં આ મારી મૂઢતા, અજ્ઞાનતા કે આવાં પાપસ્થાનક સેવતો રહું છું ! પાપસ્થાનકો કેવા ખતરનાક કે મોક્ષમાર્ગને રૂંધે છે! જીવને દુર્ગતિમાં ઘડી જાય છે! જ્ઞાની ભગવંતો શું કહે છે? આ જ,
'दुग्गइ-निबंधणाईं अट्ठारस पावठाणाई ॥'
અર્થાત્ ૧૮ પાપસ્થાનક એ દુર્ગતિનાં કારણ છે. “અહો ! આ રાગતેષાદિ આત્મામાં રહી કેવા કેવા જાલિમ અનેક અનર્થ સર્જે છે!” એ ચિંતન “અપાયરિચય' નામનું ધર્મધ્યાન બને.
(૩) વિપાકવિચય:- એમ કોઇ બિમારી આવી, પીડા થઇ, અપમાન થયું. વગેરેમાં “આ મારા જ કર્મના વિપાક છે માટે એ સમભાવે વેઠી લેવાના એમ ચિંતવતાં વિપાકવિચય'ધર્મધ્યાન થાય. ત્યારે,
(૪) સંસ્થાનવિચય:- કાંઇ ને કાંઇ દેખીને મન ખોટા વિચારમાં ચડવા જતું હોય અને “સંસ્થાનવિચય' નામના ધર્મધ્યાનમાં જોડવાનું. એમાં આવું ચિંતન રહે કે “જગતમાં કેવા કેવા શાશ્વતા ભાવો છે ! કેવા કેવા અશાશ્વતા ભાવો કામ કર્યું જાય છે..... આમ શુભ ધ્યાનમાં મુનિ લીન રહે છે.
0 | કોઇ જીવની હિંસા આચરીયે ત્યારે તે દુઃખી થાય છે તેવું હાલતા
ચાલતા જીવમાં તો દેખાય છે. કેમકે એ જીવો મરતા કંપે છે, થરથરે છે. પરંતુ એકેન્દ્રિય જીવ, અગ્નિ, પાણી, વનસ્પતિ.. વગેરે જીવોને એવું દુઃખ થતું ક્યાં દેખાય છે? તો એની હિંસામાં શું પાપ? અનંતજ્ઞાની તીર્થકર ભગવાન કહે છે, “એ જીવોને ત્રસ જીવો કરતાં અનંતગુણ દુઃખ થાય છે. પછી એ બિચારા ભલે “સ્થાવર-નામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org