Book Title: Samvada
Author(s): Bhadraguptasuri
Publisher: Vishvakalyan Prakashan Trust Mehsana
Catalog link: https://jainqq.org/explore/004530/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ संपाह શ્રી પ્રિયદર્શન Page #2 -------------------------------------------------------------------------- ________________ ન વાદ, ન વિવાદ જરાયે ના વિખવાદ જિંદગીમાં જઈએ પ્રેમભર્યા સંવાદ આલેખક શ્રી પ્રિયદર્શન (બાયાદિવઝીલિયસરગુપ્ત સુરીશ્વરજી મહારાજ) Page #3 -------------------------------------------------------------------------- ________________ ભડક્યા, GP - સંકલન,સંપાદન ભદ્રબાહુવિજય પ્રકાશક શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ કંબોઈનગર પાસે, મહેસાણા - ૩૮૪૦૦૨ ગુજરાત ૦ ફોન : (૦૨૭૬૨) ૫૦૬૪૮ પ્રથમ પ્રકાશન માર્ચ - ૧૯૯૯ પ્રત : ૩૦૦૦ મૂલ્ય: ૪૦ રૂપિયા મુદ્રણ-પ્રત દુંદુભિ પ્રિન્ટર્સ અમદાવાદ Page #4 --------------------------------------------------------------------------  Page #5 -------------------------------------------------------------------------- ________________ થી નીdeo, dicei cele હું HISGIV - દેહ ધારણા દેહ વિલય ૩-૮-૯૩૩ 99-2CEC ચંપકલાલ એ. શાહ રક્ષાબેન સી. શાહ T - પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ ની | અમારા પરમ ઉપકારી ગુરુદેવ... જીવનમાં ધર્મને જીવવાનું શીખવાડ્યું...... એમની સાથેનો બહુ ઓછા સમયનો સત્સંગ પણ ભીત સુધી સંતર્પક બન્યો. સમસ્યાઓના રણ વચ્ચે પણ હાશ અને હળવાશથી જીવવાની જડીબુટ્ટી એમણે અમને આપી. | ગૃહપ્રવેશનો મંગલ પ્રસંગ એમની પ્રેમાળ છત્રછાયામાં જ રાખવાનો સંકલ્પ હતો. પૂજન પ્રસંગે પધારવાની અમારી વિનંતિનો એમણે સદેવ સ્મિતનીતરતા વદને સ્વીકાર કર્યો હતો... પણ સાઈ અચાનક... બધાને અજાણ રાખીને, અણસાર આપ્યા વગર એઓ અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા | સ્મૃતિઓથી સભર એક આખું વિશ્વ છોડીને ગયા છે. એમની જીવન સાધના... આરાધના ઉપાસનાની ઉપલબ્ધિ હતી પળેપળની નીતરતી... છલકતી... મલપતી પ્રસન્નતા... સ્વસ્થતા. - સહજતા ! | અમારા ઉપકારી ગુરુદેવની પળેપળની સ્મૃતિ અમારા-આપના સહુના જીવનમાં, પરિવારમાં અને આસપાસમાં સંવાદ સર્જે એ શુભકામના સાથે કે ચંપકલાલ એ. શાહ રક્ષાબેન સી. શાહ Page #6 -------------------------------------------------------------------------- ________________ | શ્રી મુનિસુવ્રતસ્વામિને નમઃ | II શ્રી મદ્રપુતારૂપરેજ્યો નમઃ II નવીન ગૃહ-પ્રવેશ નિમિત્તે પરમાર્ચમ બંક્તિમય જ્ઞાાભિષેક-પૂજા પ્રસંગો ભાવભર્યું આમંત્રણ | સુજ્ઞ સાધર્મિક બધુ, અમારા જીવનઆરાધ્ય ૨૦માં તીર્થકર પરમાત્મા મુનિસુવ્રતસ્વામી તથા પૂજ્ય ઉપકારી ગુરુદેવોની અસીમ કૃપા - કરુણાથી અમે અમારા નવનિર્મિત ગૃહ આંગણે મંગલપ્રવેશ કરવાનું વિચાર્યું છે.. જીવનમાં જે કંઈ પ્રાપ્ત થયું છે, પ્રાપ્ત થાય છે. એ બધું જ દેવ-ગુરુ-ધર્મની આરાધનાનું ફળ છે અને હૈયાના ઊંડાણમાં સુદૃઢ બનેલી આ આસ્થાની અભિવ્યક્તિ સાથે ગૃહપ્રવેશના માંગલિક પ્રસંગે પરમાત્માની સ્નાત્રાભિષેકમય પૂજા તથા મંગલરૂપ વાસ્તુપૂજાનું આયોજન રાખ્યું છે. - વિ.સં. ૨૦૫૬, મહા સુદ ૬, ૧૧-૨-૨૦૦૦, શુક્રવારના દિવસે સવારે ૯ વાગે આ પ્રસંગે પ્રભુભક્તિ માટે શ્રી કિરીટભાઈ ઠક્કર પધારશે. આપ સહુને આનંદ અને ઉલ્લાસથી ભર્યાભર્યા આ પ્રસંગે પધારવા - સહભાગી બનવા માટે અમારું ભાવભર્યું આમંત્રણ છે. સ્થળ નિવેદક Kઆમત” ૨૭/એ, સાનિધ્ય સોસાયટી, સ્નેહલ ચંપકભાઈ શાહ શ્યામલ ૩-બીની બાજુમાં, ધનંજય ટાવરની સોનલ સ્નેહલભાઈ શાહ ; ; સામેની ગલીમાં, સેટેલાઇટ, અમદાવાદ-૧૫ ફોન : ૯૭૩ ૩૯ ૫૦ glભેચ્છક ચેતન ટ્રેડર્સ (ગુજmત) અમદાવાદ-૩૮૦ ૦૦૧ ફોન : ૨૧૩૪૩પ૨/૨૧૩૯૨૪૪ જ આ પ્રસંગે આપની ઉપસ્થિતિ એ જ અમારા માટે મોટી ભેટ હશે.... અન્ય રીતે કંઈ પણ આપીને અમને ભારેખમ નહીં બનાવતા ! DUNDUBHI-079-646 01 Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ પ્રજ્ઞાવાય... અસ્વસ્થ તબીયત અને વ્યાધિગ્રસ્ત શરીર વચ્ચે પણ ભીતરમાં સમતાભાવનો દીવો અખંડ જલતો રાખ... અને [L ( S/ સાથે સાથે જાત સાથે સંવાદ રચવો... કોઈપણ જાતના વિષાદ કે વિખવાદ વગર, એ નાનીસૂની તપશ્ચર્યા નથી. પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબ આ તપશ્ચર્યાના પ્રતીક બની ચુક્યા છે. છેલ્લા ૩ વરસથી સતત એઓ અસ્વસ્થતાની વચ્ચે જીવીને સાહિત્ય સર્જનની યાત્રા આગળ ધપાવી રહ્યા છે. એક પછી એક પુસ્તકો લખાતા જાય છે. પ્રગટ થતા જાય છે... વાચકોમાં વંચાતા થાય છે. ટ્રસ્ટના પ્રકાશનો નિયમિત રીતે પ્રકાશિત થાય... આપના સુધી પહોંચે... એ માટે અમે અમારાથી બનતા તમામ પ્રયત્નો કરીએ છીએ. ટ્રસ્ટની ઘણી બધી મર્યાદાઓ છે... સીમાઓ છે... મોટું ભંડોળ ન હોવાથી ટ્રસ્ટને ક્યારેક આર્થિક મૂંઝવણ પણ થાય છે. પુસ્તકો પાછળનો ખર્ચ તો વધતો જ જાય છે. છતાંયે આપ બધાના સાથ સહકારથી ધીમી પણ મક્કમ ગતિએ ટ્રસ્ટ આગધ વધી રહ્યું છે. પરમાત્માની અચિજ્ય કૃપા અને ગુરુજનોના આશીર્વાદ સાથે જ આ બધું શક્ય બની રહે છે. - પ્રસ્તુત પુસ્તકના વિષય ઉપર પૂજ્ય ગુરુદેવશ્રીએ દર રવિવારે થોડા જિજ્ઞાસુઓ સમક્ષ પ્રવચનો પણ કરેલા. ત્યારથી બધાની માંગણી હતી, આ પુસ્તક માટે. આજે એ માંગણી અમે સંતોષી શક્યા છીએ... એ અમારા માટે સંતોષનો વિષય છે. આપના સ્નેહી- સ્વજનો/મિત્રો-પરિચિતોમાં આ પુસ્તકનો આપ બહોળો પ્રચાર કરો એવી અપેક્ષા સાથે. મહેસાણા ૧-૩-૧૯૯૯ જયકુમાર બી. પરીખ - ટ્રસ્ટીગણ વતી શ્રી વિશ્વકલ્યાણ પ્રકાશન ટ્રસ્ટ Page #9 -------------------------------------------------------------------------- ________________ સંવાદ ! માણસ જાતને મળેલી મોંઘી મીરાત છે. વિશ્વના વ્યોમમાં વિસંવાદના વાદળાં સતત ઘેરાયેલા રહે છે... વાદ-વિવાદ હવે શબ્દકોશમાં નહીં પણ જીવનમાં ડગલેને પગલે અનુભવવા મળે છે. વિષાદ અને વિખવાદ જિંદગીના પર્યાય બની ચુક્યા છે ! આ બધા વચ્ચે સંવાદિતાને શોધવી... સંવાદ રચવો, બહુ કપરું કામ છે. સંવાદ જન્મે છે.... સમ અવસ્થામાંથી ! સંવાદ પેદા થાય છે સંતુલનમાંથી ! વિષમ હોય ત્યાં સંવાદ ના જાગે ! સંવાદને અનુભવવા “સમ' રહેવું પડે ! નાના છોકરાઓ વાત વાતમાં સમ ખાતા હોય છે. પણ આ “સમ' મોટાઓએ ખોઈ નાંખ્યો છે માટે સંવાદ સર્જાતો નથી અને જીવનમાં ડગલેને પગલે વિસંવાદ પથરાઈ જાય છે ! 'समानशील व्यसनेषु सख्यम्' સખ્ય દોસ્તી... મૈત્રી સમાન સુખદુઃખ અને સ્વભાવવાળા વચ્ચે સર્જાય છે. સંગીતના સૂરોમાં પણ “સમનું મહત્ત્વ છે. સમ ઉપર આવ્યા વગર ગીત-સંગીતનું સંવાદ પણ રચી શકાતું નથી. સાધનાના માર્ગમાં તો સમ.... સમતા.. અત્યધિક મહત્ત્વ ધરાવે છે જ. “ગીતા” પણ “સ્વસ્થની પરિભાષા બાંધતા ‘સમધાતુ સમન્નિશ્વ' ની વાત કરે છે. વેદમાં પણ समानो मंत्र समितिः समानी समानं व्रतं सहचित्तमेषाम् समानि व आकृति समाना हृदयानि वः અમારા મંત્રી સમાન હો... અમારી જીવનચર્યા સમાન હો... અમારા વ્રત.. અમારા મન સમાન હો... અમારા સંકલ્પો સમાન હો.. અમારા હૃદય સમાન હો... સમ'ને સમખાવા પૂરતીયે જ્યા જગ્યા નથી એવી જીવન વ્યવસ્થાના આપણે શિકાર બની ગયા છે. માટે તો સાથે રહેનારાઓ વચ્ચે પણ સંવાદ સર્જાતો નથી ! સાથે જીવનારાઓ વચ્ચે પણ સંવાદ ખોરવાઈ જાય છે ! સમને સમજવો પડશે. સ્વીકારવો પડશે. પછી જ સંવાદ સધાશે, સંવાદ સર્જાશે. સંવાદ માટે અંગ્રેજીમાં શબ્દ છે ડાયલોગ (Dialogue). અલબત્ત આપણે ડાયલોગને જરા છટાપટાળુ બનાવીને ચબરાકિયામાં ચાળી નાંખ્યું છે ! સંવાદ કે ડાયલોગ સર્જવા માટે સંવાદિતા સધાવી જરૂરી છે. “હાર્મની” (Harmony) વગર ડાયલોગ થઈ શકતો નથી. Page #10 -------------------------------------------------------------------------- ________________ ‘હાર્મની’ વગર હૃદય સુધી પહોંચી શકાતું નથી. સંવાદ જો નથી સધાતો તો પછી સંવેદના પણ બધિરબુટ્ટી અને જુઠ્ઠી બની જાય છે ! સહુથી પહેલા સંવાદ જાત સાથે થાય... સંવાદ ભીતર સાથે સર્જાય... ભીતરમાં સંવાદ હોય તો જ બહારમાં સંવાદ સધાય... ભીતરમાં વિષાદ અને વિવાદ વલૂરાતો હોય તો બહાર પણ વિખવાદના વિષ ઉગી નીકળે છે. ખરેખર તો પ્રસ્તુત પુસ્તકની વાતો સંવાદ જ છે. પૂજ્ય આચાર્યદેવશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મહારાજ સાહેબ સંવાદ સર્જવામાં બહુ જ કુશળ છે. આ બધી વાતોનો સંવાદ એમણે પહેલા શ્રોતાઓ સાથે સર્જ્યો છે... ત્યારબાદ એ સંવાદ શબ્દસ્થ બન્યો છે. છેલ્લાં ઘણા વરસોથી એમનું તબીયતનું તારામૈત્રક તૂટ્યું છે. એમાંયે છેલ્લા ૩ વરસથી તો સ્વાસ્થ્ય વારેવારે ખોરવાયું છે. છતાંયે એમનો પોતાના ભીતર સાથેનો સંવાદ... પોતાના માંહ્યલા સાથેનો ‘ડાયલોગ' બરાબર જળવાઈ રહ્યો છે... માટે સમસ્યાઓના ખારા સમુદ્ર વચ્ચે પણ એઓએ સંવાદ-સંતુલન અને સંવેદનાનો એકલદ્વીપ - ‘આઇલેન્ડ’ સાચવી રાખ્યો છે. જ્યારે એઓ પૂર્ણરૂપેણ સ્વસ્થ હતા ત્યારે પણ મેં એમને જોયા છે... જાણ્યા છે... માણ્યા છે... અને અસ્વસ્થતાના આગોશમાં સંતુલન માટે ઝઝૂમતા પણ જોયા છે. એમની પાર વગરની અસ્વસ્થ પળોનો હું સાક્ષી પણ છું... મેં એમને સ્વના ‘સમ’ને યથાવત્ જાળવવા મથામણ કરતા પણ અનુભવ્યા છે. એમની સારવાર કરનારા ડૉક્ટરો અક્સર એમ કહેતા હોય છે કે ‘સાહેબ... તમારું આત્મબળ જબરદસ્ત છે, માટે જ તમે ઝઝૂમો છો... જીવો છો !' દિવસોના દિવસો... રાતની રાતો... વેદનાથી વલવલતા દિવસો અને ઉજાગરાથી રાતી રાતી રાતો એમણે જે ગુજારી છે... હજી પણ ગુજારે છે એનો હું ક્યારેક બોલકો તો ક્યારેક મૂંગો સાક્ષી રહ્યો છું. આ બધાની વચ્ચે પણ એમણે એમના ‘સમ’ ને ‘વિષમ’ નથી થવા દીધો. માટે જ સ્વ સાથે સંવાદ એઓ સહજતાથી સાધી શક્યા છે. અસ્વસ્થતાના અફાટ રણ વચ્ચે પણ એઓ અંદરથી સ્વસ્થ રહીને સર્જનયાત્રામાં સતત ગતિશીલ રહ્યા છે... એઓ જેટલું સરળ... સરસ લખે છે... એટલું જ તરલ... હૃદયંગમ અને મૃદુમંજુલ બોલે પણ છે અને આ વાતની જાણ ઘણા બધાને છે. એમની સારવારમાં સતત ઉપસ્થિત રહેનારા ડૉ. લલિતભાઈ ચોકસીનો વારંવારનો આગ્રહ હતો... ‘સાહેબ, આપ પ્રવચન આપો... વ્યાખ્યાન આપો... અમને આપની વાણીનો લાભ મળશે... આપને પણ સારું લાગશે... ગમશે !' ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ અને આમ દર રવિવારે ૯-૩૦ થી ૧૦-૩૦ એક કલાકની પ્રવચન યાત્રા પ્રારંભાઈ. અલબત્ત જાહેરાત કરી નહોતી. કારણ કે ભીડ જોઈતી નહોતી. ટોળું કરવું નહોતું ! પણ થોડાક પરિચિતો... જિજ્ઞાસુઓ અને પિપાસુઓની સાથે જાણે વાર્તાલાપ થતો હોય, ડાયલોગ સધાતો એવું દૃશ્ય... વાતાવરણ સર્જાતું અને આ રીતે સંવાદની સફર પ્રારંભાઈ ! સંવાદમય પ્રશ્નોત્તરી સાંભળવાની એક અનેરી-અદકેરી મજા હતી. એ વખતે આ વાતો લખાય... અક્ષરોમાં ઉતરે... તો સંવાદનું ભાથું જ્યારે જરૂર પડે ત્યારે ‘ઇન્સ્ટન્ટ થેરાપી’ની ગરજ સારી શકે. મનના અફાટ અને અગાધ દરિયામાં ઉઠતા વિકલ્પોથી બચવામાં સહાયક નીવડી શકે. આ વાર્તાલાપને માણનારા કેટલાક એમ કહે છે... ‘હવે જીવનને જોવાની અને જીવવાની રીત થોડી બદલાઈ છે. સ્વ સાથે સંવાદ કેળવી શકાય છે અને જાત સાથે જ્યારે સંવાદ રચાય છે... ત્યારે જગત સાથેનો વિવાદ આપોઆપ સમેટાઈ જાય છે... ભીતર-બહારનો વિષાદ ઓગળી જાય છે, તો કેટલાકનું કહેવું હતું... ‘આ પ્રવચનો અમારા ભીતરને સમૃદ્ધ બનાવવામાં સહાયક બને છે... એક જાતનો ‘નશો’ બની રહે છે. આ બધી વાતો, રવિવાર અને સાડા નવ વાગ્યાની પ્રતીક્ષા રહેતી હોય છે.’ અલબત્ત સાહેબ ક્યારેય કોઈને સુધારવા કે કોઈને સંભળાવવા માટે બોલતા નથી... અંઓ તો એમના જીવનપાત્રને વધુ સમૃદ્ધ, વધુ સભર બનાવવા, બધું છલકાવવા બોલે છે. અને એ સમૃદ્ધિની છાલક તો આસપાસને પણ છલકાવી જ દેતી હોય છે. સતત અસ્વસ્થતાના અડાબીડ વન વચ્ચે ભીતરી સ્વસ્થતાના ઉપવનને સમજણ... સ્વીકાર અને જાગૃતિના સિંચન સાથે તરોતાજા રાખવાની એમની જીદ... જોનારની આંખોને ઝળઝળીયાંથી ભરી દે છે તો અનુભવનારના અંતરને ઝળહળતું કરી દે છે ! જીવનના ‘સમ’ ઉપરની એમની પકડ ગજબની છે. સાક્ષીભાવ... દષ્ટાભાવ... ‘અવેરનેસ’... જાગૃતિ... આ બધી વાતો બહું મોટી તપશ્ચર્યા છે... કપરી સાધના છે. પણ એ કર્યા વગર ચાલવાનું પણ નથી જ . સામંજસ્ય એ સ્વસ્થ જીવનનું રહસ્ય છે. સંતુલન એ જીવનનું મહામૂલું ધન છે. છેલ્લાં દસ-બાર પુસ્તકો એમણે શ્યામલ રો હાઉસમાં અશોકભાઈ કાપડિયાના મકાનમાં રહીને લખ્યાં છે... પ્રસ્તુત પુસ્તક ‘સંવાદ’ ઉપરના પ્રવચનો પણ એ જ મકાનમાં થયા અને પૂજ્ય સાહેબે આ પુસ્તક પણ ત્યાં જ લખ્યું ! અશોકભાઈ તથા દેવીબેન લગભગ દરરોજ સાહેબની શાતા પૂછવા આવે-આવે એટલે વંદના કરીને એમનો પહેલો સવાલ હોય : ‘આજનો દિવસ કેવો ગયો ? આખો દિવસ કેમ રહ્યું ?' એટલે સાહેબ કહે : ‘સારું છે, ચાલે છે... !' ૬ Page #12 -------------------------------------------------------------------------- ________________ A'S જાણે કે.... 'सावन हुं मरुस्थल की चिंता क्या ? खेत नहीं बादल की चिंता क्या ? हम मस्ताने गोरख के चेले, आज बिताया कल की चिंता क्या ?' આજ જો નારાજ નથી. તો આવતીકાલ માટે આકુળ-વ્યાકુલ કે | પરેશાન થવાની આવશ્યકતા નથી. આજન.. આનંદસભર બનાવીએ... આજની આસપાસ અફસોસ કે અવસાદથી આવરાવી ના જોઈએ ! વર્તમાનને વેદનાના વલોપાતથી વીંખી નાંખવાની આદતથી બાજ આવવું જોઈએ. શાસ્ત્રો કહે છે; “ નાદિ વંહિયાં' જે ક્ષણને જાણે છે. અર્થાત ક્ષણને જીવે છે.... ક્ષણમાં જીવે છે. સમયને સમજીને, સમયજ્ઞ બનીને જીવે છે એ જ સાચા અર્થમાં પંડિત છે. શીખવા-સમજવા માટે જિંદગી જેવી અન્ય કોઈ પાઠશાળા નથી ! આ પુસ્તકના પાને પાને પથરાયેલા... વિચારોમાં એક આખું આગવું વિશ્વ ઉઘડે છે. જરા શાંતિથી.. આરામથી... પલાંઠી વાળીને બેસીને આ પુસ્તકની યાત્રા કરવા જેવી છે ! અવશ્ય. જિંદગીના કેનવાસ પરથી નીરસતાના ધાબાં નીતરી જશે અને મોજીલી મદીલી... મસ્તીભરી જીવંતતા ઉભરવા માંડશે. જીવન જીવવું વધું ગમશે.... જીવન થોડું વધારે સભર-સમૃદ્ધ બનશે. ભીતરથી જે માલામાલ છે. એણે બાહરના હાલચાલ માટે બહું હાંફળા-ફાંફળા રહેવાની જરૂર નથી. શબ્દોને સતરંગી સોદાગર કવિ મકરંદ દવેની નર્મ-મર્મ વાણીમાં કહીએ તો... ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ, નોટને સિક્કા નાખ નદીમાં, ધૂળિયે મારગ ચાલ !” આ ધૂળિયો મારગ ધબકતો છે... રણકતો છે.. અને આ રણકાર રાણીછાપ રૂપિયાનો છે. નિકલ કે નકલી ધાતુનો નહીં ! આ ભીતરનો રણકાર આપણને અંદરનો અણસાર આપે એવી અભ્યર્થના. “સંવાદ' પુસ્તકની મુદ્રણપ્રતનું વાંચન કાળજીપૂર્વક વિદુષી મહાસતીજી પધાબાઈએ કર્યું છે. એમને શત શતઃ ધન્યવાદ ! ૧૪-૨- ૧૯૯૮ - ભદ્રબાહુવિજય) Page #13 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા ........ ૧. શ્રેષ્ઠ પથ્ય શું? ધર્મ................. ૨. પવિત્ર શું ? શુદ્ધ મન ............ ૩. દુ:ખ શું છે ? અસંતોષ .......... .... ૪. પંડિત કોણ ? વિવેકી.. પ. તરલ શું છે ? યૌવન ચંચળ શું છે ? ધન ... અસ્થિર શું છે ? આયુષ્ય ૬. કાંટો કયો છે ? ગુપ્ત પાપ.......... છે. શું શોચનીય છે ? કૃપણતા . ૮. શું પ્રશંસનીય છે ? ઉદારતા...... ૯. કલ્પવેલી શું છે ? વિદ્યા............. ૧૦. અક્ષય વટવૃક્ષ કયું ? સુપાત્રદાન.... ૧૧. ઉપાદેય શું છે ? ગુરુવચન .......... ... ૧૨. સર્વગુણનાશક કોણ ? લોભ...... ૧૩. શત્રુ કોણ છે ? કામ .................. ૧૪. શ્રેષ્ઠ બળ કયું ? વૈર્ય. ૧૫. સિદ્ધિનો ઉપાય ક્યો ? તપશ્ચર્યા ...... ૧૬. અભય કોણ ? વૈરાગી ......... ૧૭. પ્રત્યક્ષ દેવી કોણ ? માતા ................... ૧૮. બુદ્ધિ ક્યાંથી મળે ? વૃદ્ધસેવાથી ..... ૧૯. વૃદ્ધો કોણ ? ધર્મતત્ત્વજ્ઞ ... ૨૦. શરીરનું સૌભાગ્ય શું? આરોગ્ય .... .... Page #14 -------------------------------------------------------------------------- ________________ ૨૧. મૃત્યુ શું છે ? અવધાનરહિતતા .........૮૯ ૨૨. સ્નેહ એટલે ? સદ્ભાવ .............. 3 ૨૩. મૈત્રી એટલે ? વિશ્વાસ ...................૯૭ ..... ૧૦૧ ૨૪. મૂંગો કોણ ? અપ્રિય ભાષી ૨૫. બહેરો કોણ ? જે આર્તનાદ સાંભળતો નથી .......... ૧૦૫ ૨૬. આંધળો કોણ ? અકાર્ય કરનાર ................ ..... ૧૦૯ ૧૧૩ ૧૧૭ ૧૨૧ ૧૨૫ ૨૭. પુરુષ કોણ ? જિતેન્દ્રિય ................ ૨૮. સુખી કોણ ? તૃષ્ણારહિત. ૨૯. ત્રણ અગ્નિ કયા ? રાગ, દ્વેષ, મોહ ૩૦. દુ:ખી કોણ ? છ જણા . ૩૧. અક્ષયભંડાર કયો ? સદાચાર પરમ યશ કર્યો ? સદાચાર ૩૨. કોને ખુશ ક૨વા ? સ્વાત્માને, સદ્ગુરુને .. ૩૩. શાનાથી ક્લેશ અને નાશ થાય ? પરિગ્રહથી ૩૪. નિર્ભય કોણ ? જાગૃત ૩૫. મુમુક્ષુ કોણ ? શરીર-નિરપેક્ષ ૩૬. બંધનનું કારણ શું ? મમત્વ ૩૭. તત્ત્વ શું છે ? અમલ મન ૩૮. જાતને કોણ નથી જાણતું ? મૂઢ બુદ્ધિ ૩૯. સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં ૪૦. સમાધિ કોને મળે ? નિઃસ્નેહને ૪૧, મહાન કોણ ? વિશ્વોપકારી ૪૨. શ્રીનું મૂળ શું ? અનુદ્વેગ . ................ ૯ .................... ૧૨૯ ૧૩૪ ..... ૧૩૯ ............. ૧૪૩ ૧૪૭ ૧૫૧ ૧૫૫ ૧૫૯ ............ ૧૬૩ .... ૧૬૭ ૧૭૧ ૧૭૫ ............. ******* ................................... Page #15 -------------------------------------------------------------------------- ________________ प्रश्नोत्तर १. कः पथ्यतरः ? धर्मः २. कः शुचिरिह ? यस्य मानसं शुद्धम् ३. कः पण्डितः ? विवेकी 8. किं दुःखम् ? असंतोषः ५. तरलं किं ? यौवनं धनं चायुः ६. किं शल्यम् ? प्रच्छन्नं यत्कृतं पापम् ७. किं शोच्यम् ? कार्पण्यम् ८. किं प्रशस्तम् ? औदार्यम् ९. का कल्पलता लोके ? सच्छिष्यार्पिता विद्या १०. को अक्षयवटवृक्ष ? विधिवत् सुपात्रदानम् ११. किमुपादेयम् ? गुरुवचनम् १२. कः सर्वगुणविनाशी ? लोभः १३. कः शत्रुः ? कामः १४. किं नु बलम् ? धैर्यम् १५. कस्मात् सिद्धिः ? तपसः १६. किं अभयम् ? वैराग्यम् १७. प्रत्यक्ष देवता का ? माता १८. कुतो बुद्धिः ? वृद्धोपसेवया १९. के वृद्धाः ? य धर्मतत्त्वज्ञाः २०. किं भाग्यं देहवताम् ? आरोग्यम् २१ को मृत्युः ? य अवधानरहितत्त्वम् २२. कः स्नेहः ? सद्भावः ૧૦ Page #16 -------------------------------------------------------------------------- ________________ २३. को मित्रः ? यत्र विश्वासः २४. को मूकः ? यो प्रियं न वक्ति २५. को बधिकः ? यः श्रृणोति नैवार्तिम् २६. को अन्धः ? योऽकार्यरतः २७. कः पुरुषः ? यः जितेन्द्रियः २८. कः सुखी ? यः तृष्णयोज्झितः २९. कतमो तयो अग्गी ? रागग्गी, दोसग्गी, मोहग्गी ३०. के दुःखमागिनः ? षडेते दुःखभागिनः ३१. कोऽक्षयो निधिः ? सदाचारः कः परमं यशः ? सदाचारः ३२. कः तोषणीयः ? स्वात्मा सद्गुरुश्च ३३. कः क्लेशाय नाशाय च ? परिग्रहः ३४. कस्य भयं नास्ति ? जाग्रतः ३५. के मुमुक्षवः ? ये कायानपेक्षाः ३६. किं बंधकारणं ? ममत्तं ३७. किं तत्त्वम् ? अमलं मनः ३८. को न वेत्ति स्वं ? मूढबुद्धिः ३९. किं सुखम् ? सर्वसंग परित्यागः ४०. कस्य समाधिः ? निःस्नेहस्य ४१. के महान्तो ? ये विश्वोपकृत्यै यतन्ते ४२. श्रियोमूलं किम् ? अनुढेगः - "प्रश्नोत्तर-रत्नमालिका" [Augu अंथोमांथी संकलित Page #17 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજીનું ઉપલબ્ધ ગુજરાતી સાહિત્ન ૧. ધર્મ સરણે પવામિ [પ્રવચનો). ૨૫. સમાધાન કર્મ તત્ત્વજ્ઞાનની સમજણ ભાગ : ૧-૨-૩-૪ ૨૬. સ્વાધ્યાય (ચિંતન ૨. શ્રાવક જીવન પ્રિવચન ૨૭. શાંતસુધારસ (અનુવાદ) ભાગ : ૧-૨-૩-૪ ૨૮. હું તો પલપલમાં મુંઝા ૩. શાંતસુધારસ પ્રિવચનો મિલિક ચિંતન . ભાગ : ૧-૨-૩ ૨૯. તારા દુઃખને ખંખેરી નાંખ ૪. પર્વપ્રવચનમાળા [પ્રવચન] પિત્રો દ્વારા મૂંઝવણનો ઉક્લ ૫. સમરાદિત્ય મહાકથા ૩૦. વિચારપંખી વિચારોનું વિશ્વ ભાગ ઃ ૧-૨-૩ [વાર્તા ૩૧. ન પ્રિયતે મૃત્યુ પર વિવેચન કુ. જેન રામાયણ ૩૨. ભવના ફેરા કિષાયો પર ચિંતન ભાગ : ૧-૨-૩ [વાર્તા ૩૩. જૈનધર્મ પરિચય ગાઈડ] ૭. સુલસા [સંવેદનાપૂર્ણ વાર્તા ૩૪. જિનદર્શન [દર્શનવિધિ ૮. પાંપણે બાંધ્યું પાણિયારું [વાર્તા ૩૫. માંગલિક [નિત્ય સ્વાધ્યાય ૯. પ્રીત કિયે દુઃખ હોય [વાર્તા ૩૬. વિજ્ઞાન-સેટ ૧૦. એક રાત અનેક વાત [વાર્તા [બાળકો માટે સચિત્ર રંગીન ૩ પુસ્તક] ૧૧. નીલ ગગનનાં પંખેરુ વાર્તાઓ ૩૭. ગીતગંગા [ગમતા ગીતોનું સંકલન]. ૧૨. મને તારી યાદ સતાવે [વાર્ત ૩૮. પીઓ અનુભવરસ પ્યાલા ૧૩. દોસ્તી વાર્તાઓ [અધ્યાત્મ વિવેચના] ૧૪. રીસાયેલો રાજકુમાર [વાત ૩૯. મનને બચાવો [મનને સમજાવવાની રીત ૧૫. સર્વજ્ઞ જેવા સૂરિદેવ [વાર્તા ૪૦. તીર્થયાત્રા માર્ગદર્શન ૧૬. અંજના [વાર્તા] ૪૧. સુપ્રભાતમ્ સિવારનો પ્રારંભ] ૧૭. વાર્તાદીપ [વાર્તાઓ ૪૨. શુભરાત્રિ રિાતની વેળાનું ચિંતન). ૧૮. ફુલપાંદડી [વાર્તાઓ ૪૩. પ્રાર્થના પરમાત્મભક્તિ) ૧૯. વ્રત ધરે ભવ તરે [વાર્તાઓ |૪૪. ત્રિલોકદર્શન જિનભૂગોળની ડાયરી ૨૦. શ્રદ્ધાની સરગમ [વાર્તાઓ |૪૫. વાર્તાની વાટે [વાર્તાઓ ૨૧. જ્ઞાનસાર [સંપૂર્ણ વિજ્ઞાન વિવેચન ૪૬. વાર્તાના ઘાટે [વાર્તાઓ ૨૨. પ્રશમરતિ [સંપૂર્ણ તત્વજ્ઞાન વિવેચન) ૪૭. હિસાબ-કિતાબ [વાર્તાઓ ૨૩. હરિભદ્રી યોગદર્શન (યોગ અંગે વિવેચન ૪૮. નિરાંતની વેળા [વાર્તાઓ ૨૪. મારગ સાચાં કૌન બતાવે ૪૯. લય-વિલય-પ્રલય [આધ્યાત્મિક ચિંતન [આનંદઘનચોવીશી વિવેચના] ૫૦. મયણા [વાર્તા Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧. શ્રેષ્ઠ પથ્ય શું ? ધર્મ શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, શ્રેષ્ઠ પથ્ય શું છે ? ગુરુ કહે છે : ‘શ્રેષ્ઠ પથ્ય ધર્મ છે.’ વૈઘ સલાહ આપે છે કે શરીર નીરોગી રાખવું હોય તો કુપથ્યનું સેવન ના કરશો. પથ્યનું સેવન કરજો. જો તમારી વાયુપ્રકૃતિ છે તો વાલવટાણા વગેરે કુપથ્ય છે. જો તમારી પિત્તપ્રકૃતિ છે તો મરચું વગેરે તીખા પદાર્થો કુપથ્ય કહેવાય અને જો તમારી કફપ્રકૃતિ છે તો ઘી-તેલ વગેરે કુપથ્ય કહેવાય. જેમ શરીર માટે પથ્ય-કુપથ્યનો વિચાર ઋષિ-મુનિઓએ કરેલો છે તેમ આત્મા માટે પણ પથ્ય-કુપનું ચિંતન કરેલું છે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ વગેરે પાપો કુપથ્ય છે. એ કુપથ્યના સેવનથી આત્માની પવિત્રતા નાશ પામે છે. માટે પાપોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. જેવી રીતે કુપથ્ય બતાવ્યાં છે તેવી રીતે પથ્ય પણ બતાવવામાં આવ્યાં છે. પથ્યના સેવનથી આરોગ્યની અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. આત્માના આરોગ્ય માટે શ્રેષ્ઠ પથ્ય બતાવવામાં આવ્યું છે ધર્મ ! ધર્મ શ્રેષ્ઠ પથ્ય છે. પાપો બધાં જ કુપથ્ય છે માટે એનો ત્યાગ કરવો જોઈએ અને ધર્મ પથ્ય છે, માટે તેનું સેવન કરવું જોઈએ. અર્થાત્ મનુષ્ય પોતાના જીવનમાં ધર્મ જીવવો જોઈએ. મનુષ્યના મનમાં, વાણીમાં અને વ્યવહારમાં ધર્મનું સર્વોપરી સ્થાન હોવું જોઈએ. જેને જ્ઞાની-અજ્ઞાની લોકો ‘સુખ’ કહે છે, તે બધી જ જાતનાં સુખો ધર્મથી જ પ્રાપ્ત થાય છે. શ્રેષ્ઠ પથ્ય શું ? ધર્મ ૦ ૧ Page #19 -------------------------------------------------------------------------- ________________ PDRO) * તમારે ધન-સંપત્તિનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. જ તમારે ઇન્દ્રિયોના પ્રિય વિષયોનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. > તમારે સ્વર્ગનાં સુખો જોઈએ છે ? ધર્મ આપે છે. તમારે મોક્ષનું પરમ સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. તમે “ધર્મ પર વિશ્વાસ રાખ, શ્રદ્ધા રાખો. ધર્મને તમે પરમ મિત્ર માનો. “ઘા નમતે સર્વમ્ ' ધર્મથી બધું જ મળે છે. પાપોથી સુખ તેં નહીં જ મળે. ધર્મનાં જુદાં જુદાં સ્વરૂપ અને પ્રકારો ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યાં છે. પરંતુ મારે તમને આજે ચાર પ્રકારનો ધર્મ બતાવવો છે. તે ચાર પ્રકારો છે. ૧. દાન, ૨. શીલ, ૩. તપ અને ૪. ભાવ. दानं च शीलं च तपश्च भावो, धर्मश्चतुर्धा जिनबांधवेन । निरूपितो यो जगतां हिताय, स मानसे मे रमतामजस्रम् ।। - શાન્ત સુધારસ જગતના હિત માટે, કલ્યાણ માટે જિનેશ્વર ભગવંતોએ દાનશીલ-તપ અને ભાવ, ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્મોનું મારા મનમાં નિરંતર સ્થાન રહો.” પહેલો ધર્મ છે દાનધર્મ : દાનની પરિભાષા છે “સ્વરા ઉત્સ તાન!” જે પોતાનું છે તેનો ત્યાગ કરવો એ દાનધર્મ છે. જે મનુષ્યોને ભૌતિક પદાર્થોની આસક્તિ ઓછી થાય અને જેમનામાં અનુકંપા, દયા, કરુણા આદિ ગુણો પ્રગટ થયા હોય તે પુણ્યશાળી મનુષ્યો દાનધર્મની આરાધના કરી શકે છે. આ ધર્મ જૈનો કરી શકે, જૈનેતરો પણ કરી શકે ! દાનધર્મનો મહિમા જ્ઞાની પુરુષોએ ખૂબ ખૂબ ગાયો છે ! દાન સુખ-સૌભાગ્યકારી છે. દાન પરમ આરોગ્યકારી છે. દાન પુણ્યનિધાન છે. અને દાન અનેક ગુણોનું સ્થાન છે. ૨ ૦ સંવાદ Page #20 -------------------------------------------------------------------------- ________________ દાનથી કીર્તિ વધે છે. દાનથી નિર્મળ શરી૨કાંતિ વધે છે અને દાનથી વશ થયેલો શત્રુ પણ દાતાની સેવા કરે છે ! ધન્ના સાર્થવાહના ભવમાં સાધુપુરુષોને જે ઘીનું દાન દીધું હતું એ જ પુણ્યપ્રભાવે એ ધન્ના સાર્થવાહ ત્રણ લોકના નાથ ભગવાન ઋષભદેવ બન્યા. બીજો ધર્મ છે શીલધર્મ : શીલધર્મનો અદ્ભુત મહિમા ગાતાં ઋષિએ ગાયું છે - ‘શીલ જ જીવોનું ઉત્તમ ધન છે. શીલ જ ૫૨મ મંગલ છે, શીલ જ દુઃખ-દરિદ્રતા દૂર કરે છે અને શીલ જ સર્વ સુખોનું ધામ છે !' શીલ જ ધર્મનું નિધાન છે. શીલ જ પાપોનો નાશ કરે છે અને શીલ જ મનુષ્યનો શ્રેષ્ઠ શૃંગાર છે ! નરકનાં દ્વાર બંધ કરવા માટે શીલ જ મજબૂત કમાડ છે અને તે દેવલોકના ઉજ્જ્વલ વિમાન પર આરૂઢ થવા માટે શ્રેષ્ટ સીડી છે. એક કવિએ ગાયું છે : શીયલ સમું વ્રત કો નહીં, શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે રે... ત્રીજો ધર્મ છે તપધર્મ : આ તપધર્મનો મહિમા અપરંપાર છે ! તપને કલ્પવૃક્ષ કહેવામાં આવ્યું છે ! આ કલ્પવૃક્ષનું મૂળ છે સંતોષ. એની વિસ્તૃત ઘટા છે શાન્તિ. એની શાખાઓ છે ઇન્દ્રિયનિરોધ, એનાં સુંદર પાન છે અભયદાન. એનાં પલ્લવ છે શીલસંપત્તિ. તેનાં પુષ્પો છે શ્રદ્ધારૂપ જળસિંચનથી પ્રફુલ્લિત વિસ્તીર્ણ કુળ, બળ, ઐશ્વર્ય અને સૌન્દર્યથી ભરપૂર સ્વર્ગ ! આવું કલ્પવૃક્ષ છેવટે મોક્ષસુખનું શ્રેષ્ઠ ફળ આપે છે ! ચોથો ધર્મ છે ભાવધર્મ : ચારે પ્રકારના ધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ ધર્મ બતાવવામાં આવ્યો છે. 'भावच्चिय परमत्थो भावो धम्मस्स साहगो भणिओ !' ભાવ જ સાચો પરમાર્થ છે અને ભાવ જ દરેક ધર્મસાધનામાં સહાયક છે. શ્રેષ્ઠ પૃથ્ય શું ? ધર્મ ૦ ૩ Page #21 -------------------------------------------------------------------------- ________________ 'મારો " 'मुक्ख सुहबीयभूओ जीवाण सुहावहो भावो ।' ‘ભાવ જ મોક્ષસુખનું બીજ છે અને ભાવધર્મ જ જીવોને માટે સુખદાયી છે.' આ ભાવધર્મની આરાધનામાં મુખ્ય રૂપે ચાર ભાવનાઓ રહેલી છે. ૧. મૈત્રી, ૨. પ્રમોદ, ૩. કરુણા અને ૪. મધ્યસ્થ. કહેવામાં આવ્યું છે : “મૈતિમવ સંયુis તર્ક તિ શીર્ઘતે !” મનુષ્યના હૃદયમાં આ ચાર ભાવો જોઈએ જ. આ ચાર ભાવ ન હોય, અને માણસ દેખીતી રીતે ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, છતાં તે ધર્મતત્ત્વને પામતો નથી. મૈત્રીભાવના : “હે આત્માનું તું સર્વ જીવો પ્રત્યે મૈત્રી રાખ. આ વિશ્વમાં તારો કોઈ જ શત્રુ નથી. બધા જ તારા મિત્ર છે. સંસારમાં પરિભ્રમણ કરતાં તે બધા જ જીવો સાથે બધા જ પ્રકારના સંબંધ બાંધ્યા છે. માતા-પિતા, ભાઈ-બહેન, પતિ-પત્ની આદિ તમામ સંબંધોથી તું બંધાયો છે. હવે તે બધા સાથે તું શા માટે શત્રુતા કરે છે ? એ શત્રુતા પણ શું કાયમ ટકવાની છે ? નહીં જ ટકે. બધા જ સંબંધો પરિવર્તનશીલ છે. તો પછી શા માટે તું તારા હૈયામાં શત્રુતાને સંઘરે છે? “સમગ્ર જીવસૃષ્ટિ તારું કુટુંબ છે એમ માન. કરુણાભાવના તમારા ગુણોનું ઉદ્દભવસ્થાન છે કોમળ હૃદય. હૃદયની કોમળતામાંથી જ ગુણોનો આવિર્ભાવ થાય છે. બધા જ ગુણોમાં કરુણા સર્વશ્રેષ્ઠ ગુણ છે. બીજા જીવોનાં દુઃખ જાણીને કે જોઈને એ દુઃખોને દૂર કરવાની પ્રબળ ઇચ્છા થવી તે કરુણા છે. પ્રમોદભાવના કુળનુ પ્રમો' ગુણીજનો પ્રત્યે પ્રમોદભાવ રાખવો જોઈએ. પ્રમોદ એટલે પ્રેમ ! ગુણીજનો પ્રત્યે પ્રેમ ! ગુણો પ્રત્યે પ્રેમ હોય એટલે ગુણીજનોને પ્રેમ કરી શકો. “ગુણપ્રેમ” કોઈ સુલભ તત્ત્વ નથી. દુર્લભ તત્ત્વ છે. દુનિયામાં જે જીવો છે તે બધા ગુણ-અવગુણથી ભરેલા ૪૦ સંવાદ Page #22 -------------------------------------------------------------------------- ________________ ' છે. છતાં એક વાત નક્કી છે કે આ સંસારમાં એક પણ જીવાત્મા એવો નથી કે જે માત્ર દોષથી જ ભરેલો હોય અને અનામાં એક પણ ગુણ ન જ હોય ! આ દરેક જીવાત્મામાં કોઈ ને કોઈ ગુણ હોય છે. તમારી જ પાસે એ ગુણ જોવાની દૃષ્ટિ જોઈએ. ગુણદૃષ્ટિવાળો માણસ જ બીજાના ગુણોનું દર્શન કરી શકે છે, અને એ ગુણો સાથે પ્રેમ કરી શકે છે. દોષષ્ટિવાળાને તો કોઈનામાંય ગુણ નહીં દેખાય. તેઓ ક્યારેય ગુણો સાથે પ્રેમ નહીં કરી શકે. તેમના જીવનમાં પ્રમોદભાવના નહીં હોય. મધ્યસ્થ ભાવના : ન રાગની પ્રબળતા હોય, ન Àષની પ્રબળતા હોય. રાગ અને દ્વેષની પ્રબળતામાં મન અશાંત બને છે. પરંતુ બંને પ્રકારની અશાન્તિમાં મોટું અંતર છે. રાગજન્ય અશાંતિનો તત્કાલ અનુભવ નથી થતો. કેષજન્ય અશાન્તિનો પ્રત્યક્ષ અનુભવ થાય છે. રાગની પ્રબળતામાં માણસ સુખનો અનુભવ કરે છે. રાગના સુખના અનુભવની ભીતર અશાન્તિની આગ સળગતી હોય છે જે આનંદનું અંતિમ ચરણ અશાન્તિ હોય, ક્લેશ હોય અને કંકાસ હોય તેન આનંદ કેમ કહી શકાય ? માટે મધ્યસ્થ બનવાનું છે. માધ્યશ્મ ભાવના, ઉપેક્ષા ભાવના માણસને મધ્યસ્થ-તટસ્થ બનાવે છે. આ ભાવધર્મ વિના ચિત્તમાં શાંતિનો સુધારસ કયારેય ઝરશે નહીં. આ ચાર પ્રકારનો ધર્મ - દાન, શીલ, તપ અને ભાવ, આત્માના પરમ આરોગ્ય માટે શ્રેષ્ઠ પથ્ય છે. એ પથ્યનું પ્રતિબળ સેવન કરી શકાય છે. પરિણામે સુખ-શાંતિ અને આનંદ અનુભવી શકાય છે. શ્રેષ્ઠ પશ્ય શું ? ધર્મ • ૫ Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨. પવિત્ર શું ? શુદ્ધ મન શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, પવિત્ર શું જોઈએ ?’ ગુરુ કહે છે : ‘શુદ્ધ મન !! માત્ર બે અક્ષરઃ મન. તમે જ્ઞાની હૉ કે અજ્ઞાની હો, મનનો પાર કોણ પામી શકે છે ? મનની સાથે જ રાગ-દ્વેષ અને મોહ સંકળાયેલા છે ! અભય, અદ્વેષ અને અખૈદ પણ મન સાથે જ જોડાયેલાં તત્ત્વો છે. શ્રીમંત તા હોય પણ મનનો મેલો હોય તો એ શ્રીમંત હોવા છતાંય ભિખારી છે. ભિખારી હોય પણ મનનો ઊજળો હોય, મનથી મસ્ત હોય, ઓલિયા ને અલગારી હોય તો એના જેવો કોઈ શ્રીમંત નથી ! પણ મનનાં કોઇ ધારાધોરણ હોતાં નથી. ક્યારેક પ્રસન્નતાભર્યા વાતાવ૨ણમાં એ ઉદાસ થઈ જાય છે, અને ક્યારેક ઉદાસીના બળબળતા રણમાં આનંદનો કોઈ લય લહેરાય છે ! જેમ કે પથ્થરમાં ઝરણું ફૂટે ! એવી જ રીતે મનનું કોઈ પાકું ગણિત નથી. જેને એ ચિક્કાર ચાહે છે એને ચિક્કાર ધિક્કારે છે ! તો ક્યારેક ધિક્કારની વચ્ચે પણ વહાલની સરવાણી ફૂટ છે ! આપણું મન આપણને વશ ક્યાં છે ? ક્યારેક એ ભૂતકાળની સ્મૃતિમાં રમતું હોય છે, તો ક્યારેક ભવિષ્યના સ્વપ્નમાં રાચતું હોય છે ! ક્યારેક પવિત્ર સ્થાનમાં અપવિત્ર વિચારો કરે છે, તો ક્યારેક ઉકરડાની વચ્ચે પવિત્ર વિચારો કરે છે ! ક્યારેક પ્રવૃત્તિમાં ધમધમતું હોય છે ત્યારે નિવૃત્તિ ઝંખે છે અને નિરાંતની પળોમાં પ્રવૃત્તિ ચાહે છે ! આવા મનને કેમ-કેવી રીતે સ્થિર કરવું. અર્થાત્ કેવી રીતે શુદ્ધ કરવું તે ગંભીરતાથી વિચારવું જોઇએ. મનને પવિત્ર કરવાના ઉપાયો શોધી કાઢવા જોઈએ. છે ઉપાયો. ઉપાયો જાણીને અમલમાં મૂકવા પડે. સંવાદ Page #24 -------------------------------------------------------------------------- ________________ વિષયાસક્ત મન અશુદ્ધ હોય છે, વિષયવિરક્ત મન શુદ્ધ હોય છે; એટલે કહેવામાં આવ્યું છે : ‘વન્યાય વિષયાસń, મુર્ત્ત નિર્વિષયં મૃતમ્ ।' તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ મન છે, હૃદય છે, પવિત્ર વસ્તુઓમાં અતિપવિત્ર વિશુદ્ધ મન છે ! ‘તીર્ચાનાં હૃદ્ય તીર્થ, શુદ્દીનાં હૃવયં શુવિઃ ।' મનને તીર્થ બનાવવાનું છે ! મન ત્યારે તારક તીર્થ બને કે જ્યારે એ શુદ્ધ બને. પવિત્ર બને. શુદ્ધ એક મહર્ષિએ લખ્યું છે : ‘તન્માન યંત્ર મનઃપ્રસન્નમ્ ।' તમારું મન પ્રસન્ન હોય ત્યારે એ મંગલરૂપ બને છે. પ્રસન્નતાની પળોમાં તમે જે સારું કામ કરો તે કામ સફળ થાય. એટલે જ્યોતિષી પણ કહે છે કે ‘મનનો ઉલ્લાસ-ઉત્સાહ એ શ્રેષ્ઠ મુહૂર્ત છે !' મહાકવિ ભારવિએ કહ્યું છે : ‘યુરિવતે મનસિ સર્વમસહ્યમ્ ।' જો તમારું મન દુઃખી છે તો તમને બધું જ અસહ્ય લાગશે. માટે મનને દુઃખના દરિયામાં ડૂબવા ન દેવું ! તરતું રહે તો વાંધો ન આવે. કોઇ શુભ વિચારની નાવ મળી જાય. ભલે તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે અનિત્યાદિ ભાવનાઓમાં રમમાણ નહીં હો, ભાવનાઓથી મનને ભાવિત નહીં બનો તો તમારું મન પ્રસન્ન નહીં રહે, શુદ્ધ નહીં રહે, તમે શાન્તિ કે સમતાનો આસ્વાદ નહીં કરી શકો. કારણ કે આ દુનિયા મોહવિષાદથી ભરીભરી છે ! બુધ હોય કે અબુધ હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાજ્ઞ હોય કે અન્ન હોય, ભીતરની શાન્તિ તેને જ મળે છે કે જે પ્રતિદિન શુભ ભાવનાઓનું ચિંતન-મનન કરતો રહે છે. હર પ્રસંગ, હર પળ દરેક ઘટના પર ભાવનાની દૃષ્ટિથી જે માણસો જુએ છે, વિચારે છે તેઓ કદી અશાન્ત-ઉદ્વિગ્ન બંતા નથી. આ દુનિયા મોહવિષાદના ઝેરથી વ્યાપ્ત છે. દુનિયામાં સર્વત્ર મોહવિષાદનું ઝેર વ્યાપેલું છે અને જીવોનાં પોતપોતાનાં પાપકર્મો પણ હોય છે. કર્મોના ઉદય મુજબ સુખ-દુઃખનાં પવિત્ર શું ? શબ્દ મન ૭ Page #25 -------------------------------------------------------------------------- ________________ % ( ૬ પ્રસંગો ઉપસ્થિત થતા રહે છે. આવા પ્રસંગોમાં સામાન્ય મનુષ્ય સ્વસ્થ રહી શક્તો નથી. તીવ્ર રાગ-દ્વેષ અને તીવ્ર હર્ષ-શોકમાં ગૂંચવાઈ જાય છે. એ માનસિક અને આધ્યાત્મિક બધા જ રોગોનો ઉદ્ભવ માહથી થાય છે. મોહન અર્થ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે અંધકાર. આ સંસાર માંહાન્ધકારથી વ્યાપ્ત છે. મોહવિષથી વ્યાપ્ત છે. - તમને લાગે છે કે તમારા મન ઉપર મોહવિષની અસર છે ? એના નિર્ણય કેવી રીતે કરશો ? નિર્ણય તો કરવો જ પડશે. તે માટે તમે તમારી જાતને પૂછો : “મારા મનમાં કોઈપણ પ્રકારનું ઝેર છે ખરું ? કોઈ પ્રકારનો ખેદ-ઉદ્વેગ છે ? કોઈ પ્રકારનો ભય છે ખરો ?' જો હોય તો નિશ્ચિત રૂપે મોહવિષની અસર છે તમારા મન પર. મન અશુદ્ધ છે. અને જે મન પર મોહવિષની અસર હોય એ મનમાં સુખનો એક છાંટય ન હોય. તમે ગમે તેટલા ઉપાય કરો, પરંતુ તમને સુખ નહીં મળે. “સુખ' નામનું તત્ત્વ તમે નહીં જ પામી શકો. મોહવિષાદથી ઉત્પન્ન થતા ઝેરીલા પ્રભાવ તમે જાણો છો? કેટલીક તીવ્ર વાસના મનમાં ઊપજે છે. રિ ધનસંપત્તિની વાસના. કે પત્ની-પુત્રાદિની વાસના. ઉ યશ-કીર્તિની વાસના. જે શરીર-આરોગ્યની વાસના. આ વાસનાઓ મનને સુખશાન્તિનો અનુભવ કરવા દેતી નથી. માટે આ આ વાસનાઓને નિર્મળ કરવી જ પડશે. તે માટે બાર ભાવનાઓ, બાર અનુપ્રેક્ષાઓનો સહારો લેવો પડશે. એ ભાવનાઓનાં નામ જાણી લો. ૧. અનિત્ય, ૨. અશરણ, ૩. સંસાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૭. અશુચિ, ૭. આર્ટ્સવ, ૮. સંવર, ૯. કર્મનિર્જરા, ૧૦. ધર્મસુકૃત, ૧૧. લોકસ્વરૂપ અને ૧૨. બોધિદુર્લભ ભાવના. ૮ • સંવાદ Page #26 -------------------------------------------------------------------------- ________________ 4) રાગ-દ્વેષ અને મોહના કારણે જીવાત્મા અનિત્યને 5) નિત્ય માને છે. શરીર, આયુષ્ય, રિદ્ધિસિદ્ધિ-સંપત્તિ, * પાંચ ઇન્દ્રિયોનાં વિષયસુખમિત્રો, સ્ત્રી, સ્વજન-સંગમ.. GT વગેરે ક્ષણિક હોવા છતાં નિત્ય માનીને ચાલે છે ! કમનાં કુટિલ બંધનોથી બંધાયેલો જીવાત્મા દિગુભ્રાન્ત બનીને ભટકી રહ્યો છે. છતાં પણ તે પોતાની જાતને સ્વાધીન અને સ્વતંત્ર સમજે છે. તે વિચારી શકતા નથી કે તે અનાદિ ભવસાગરમાં અનંતકાળથી ભ્રમણ કરી રહ્યો છે. મોહવશ-અજ્ઞાનવશ તે સાંસારિક સંબંધોનાં પરિવર્તનોને સમજી શકતો નથી. બાર ભાવનાઓના ચિંતન-મનનથી મન શુદ્ધ બને છે. મનને શાન્તિ મળે છે. ભાવનાઓથી જ શાન્તિ મળે છે. માટે આ ભાવનાઓ આત્મસાતું કરવાની છે. “શાન્ત સુધારસ” નામનો ગ્રંથ વાંચવાની ભલામણ કરું છું. એ ગ્રંથમાં અનિત્ય વગેરે બાર ભાવના અને મંત્રી આદિ ચાર ભાવનાઓનું સ્વરૂપ બતાવાયેલું છે. એના પ્રભાવ બતાવવામાં આવેલા છે. એકવાર જરૂર આ ગ્રંથ વાંચી જવા જેવો છે. પવિત્ર શું? શુદ્ધ મન ૦ ૯ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩. દુઃખ શું છે? અસંત્તોપ શિષ્ય પૂછે છે : ‘ગુરુદેવ, દુઃખ શું છે ?’ ગુરુ કહે છે : ‘અસંતોષ દુઃખ છે.’ ‘પરસ્પૃહા મહાવુઃલમ્ ।’ પરપદાર્થોની મનમાં સ્પૃહા જાગે એટલે માનસિક દુઃખ શરૂ થઈ જાય છે ! સ્પૃહા એટલે ઇચ્છા... અંત વિનાની ઇચ્છાઓ એટલે અસંતોષ. મનુષ્યનો જાણે કે સ્વભાવ થઈ ગયો છે સુખોની ઇચ્છાઓ કરવાનો. સુખોનાં સપનાં જોયા જ કરે છે મનુષ્ય ! જોકે સુખોની કલ્પનાઓ ને સપનાં ભાગ્યે જ ફળતાં હોય છે. ફળતાં નથી એટલે જ તો સપનાં કહેવાય છે ! ભલે તમે સપનાઓમાં રાો... ભ્રમણાઓનાં સુખમાં રાચવાનું ઘણાને ગમે છે... અસંતોષ હજુ તો એક ભાઈ ખાલી હાથે મુંબઇમાં આવ્યા હતા. ધંધો... નોકરી શોધતા હતા. ત્યાં તો સપનાનો નકશો દોરવા માંડ્યો... ‘મારું મારા ઘરમાં તમામ આધુનિક સગવડો જોઈશે. ઉનાળો હોય તો પંખા અને એરકન્ડિશનર, શિયાળો હોય તો હીટ૨. ફ્રિજ જોઈશે. ફોનની પણ જરૂર પડશે. ટી.વી. વસાવીશ. ડાઇનિંગ ટેબલ જોઈશે. ડબલ બેડ અને પોચા પોચા સોફા ગોઠવીશ.' ૧૦ મેં એને પૂછ્યું, ‘તારી પોતાની તારા ઘર વિશેની કેવી કલ્પના છે.’ તો એણે કહ્યું : ‘મને સ્કાઇસ્ક્રેપર ગમતાં નથી. કોઈ બેઠા ઘાટનો નાનકડો બંગલો હોય, એ બંગલાની આસપાસ અસંખ્ય વૃક્ષો હોય, બહાર નીકળીએ ત્યારે ખુલ્લું આકાશ હોય, અંદર મોટી મોટી બારીઓ હોય... બારીઓમાંથી સંવાદ Page #28 -------------------------------------------------------------------------- ________________ સૂર્યપ્રકાશ આવતો હોય ! ઘરમાં હીંચકો હાંય... એક અલાયદો અભ્યાસખંડ હોય, આછું આછું સંગીત વહ્યા કરતું હાય... હું જ મારો મોગલેઆઝમ હોવું અને ઘરમાં પ્રેમાળ સ્વજનાં હોય... મિત્રોની મહેફિલ હોય... આવું બધું હોય તો મજા પડી જાય ! અસંતોષ એ સપનાંઓને પંપાળ્યા કરે છે ! જે થોડું ઘણું મળ્યું છે, તેમાં એને સંતોષ નથી... જે નથી મળ્યું એનાં ભારે રંજ છે... જે પ્રેમભર્યા સ્વજનો મળ્યાં છે તેની કદર નથી અને જે દુશ્મન જેવા લોકો મળ્યા છે તેમની પાસેથી પ્રેમની અપેક્ષા રાખે છે ! અને જે કંઈ મળ્યું છે કે મળે છે, તેનાથી સંતોપ નથી. આ અસંતોષ વ્યાપક રીતે અંના જીવનફલક પર પથરાઈ ગયો છે. પરિણામે તે મૂઢ બની ગયાં છે. છે અને પૈસા ઓછા પડે છે. એને પ્રેમ ઓછો પડે છે. અને ઘર ઓછાં પડે છે. અને કપડાં ઓછાં પડે છે. એને ખાવાનું, પીવાનું.. અને સાનું-રૂ ઓછું પડે છે. એટલે નિરંતર એ આ બધું વધુ ને વધુ મેળવવા દોડી રહ્યાં છે. ઝઝુમી રહ્યા છે. પરિણામે દુઃખ, ત્રાસ, દર્દ અને વેદનાઓથી વલવલતો થઈ જાય છે. મેં એવા માણસાને જાય! છે કે જેમની પાસે ખાધ ખૂટે નહીં એટલું ધન હોવા છતાં વધુ ને વધુ ધ મેળવવા અતિ અન્યાયના માર્ગે દોડવા છે. કરચોરી અને દાણચોરી કરતા થયા છે... અને એવી લોખંડી જાળમાં ફસાયા છે કે જેમાંથી ઊગરવાના કોઈ માર્ગ તેમને જડતા નથી. ઘરમાં શાન્ત, સરળ અને સુંદર પત્ની હોવા છતાં, એમાં સંતોષ નહીં માનતા એ પુરુષો પરસ્ત્રીઓના પડખે ચડી ગયા છે. પછી પરસ્ત્રી હોય, વિધવા હોય કે કુમારિકા હોય... એ વિષયરસના કીડા બની છેવટે પવિત્ર શું ? શુદ્ધ મન ૦ ૧૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ વેશ્યાવાડે પહોંચી ગયા છે. અનેક રોગથી એમના દેહ સડી રહ્યા છે. પણ એમને કોણ સમજાવે ? સમજાવે છતાં એ સમજે ખરા ? એક ભાઈને હું જાણું છું. તેમને બે સારા મિત્રો હતા. સારાં કામ કરવામાં સાથ આપતા હતા. સારી વાતો કરનારા અસંતોષ હતા... પરંતુ એક દિવસ એક ખરાબ કામમાં સાથ ન આપ્યો, એણે એ મિત્રોને ત્યજી દીધા. બીજા મિત્રો કર્યા... અને એ મિત્રો સાથે વ્યસનોમાં લપેટાતા ગયા. જુગાર... શરાબ... જેવાં પાપોના કુંડાળામાં પડી ગયા. અસંતોષ ! કોઈ વાતમાં સંતોષ નહીં ! આવા માણસો ધર્મક્ષેત્રમાં તો પ્રવેશી જ ન શકે. એમને ધર્મ સૂઝે જ નહીં ! અને કદાચ ધર્મ કરે તો પોતાના અસંતોષનો સંતોષ મેળવવા ! ‘હું આ ભગવાનનાં દર્શન-પૂજન કરીશ તો વેપારમાં સફળતા મળશે... હું ફલાણા ગુરુ મહારાજના આશીર્વાદ લઈશ તો પુત્રની પ્રાપ્તિ થશે ! હું આ વ્રત-ઉપવાસ કરીશ તો મારી અમુક ઇચ્છા પૂર્ણ થશે !’ એવા મહાનુભાવોને પણ જાણું છું કે જેમને ખૂબ માન-સન્માન મળે છે, છતાં એમને સંતોષ થતો નથી. એ તો ફરિયાદ જ કરતા રહે છે ઃ ‘સમાજને મારી કદર નથી ! દુનિયા સ્વાર્થી છે... હું બધાના માટે મરી પડું છું... પણ મને કોઈ પ્રેમ આપતું નથી...' ઢગલાબંધ હાર પહેરાવવા છતાં અને ચાંદીનાં શ્રીફળ એમનાં કરકમલોમાં અર્પવા છતાં એમને સંતોષ નથી ! માન-સન્માનની ભૂખ સંતોષાતી નથી ! આવા માણસો માનસિક રીતે દુઃખી જ રહેવાના. એવી રીતે ઘણા માણસો (આજના કાળે વિશેષરૂપે) ઘરના ભોજનથી સંતોષ નથી માનતા. ઘરમાં સારામાં સારી રસોઈ બનતી હોય છતાં એ ૨સોઇ નથી ભાવતી ! એને તો હૉટલનું જ ભોજન ભાવે ! સપ્તાહમાં એકબે વાર તો મોંઘી હૉટલમાં જમવા જવાનું જ ! ફેમીલી સાથે જવાનું ! ભલે પછી શરીર બગડે... ડૉક્ટરો પાસે જવું પડે... ને દવાઓ ખાવી પડે ! માણસને હવે ઘરમાં સંતોષ નથી ! ઘરના ભોજનમાં સંતોષ નથી. ૧૨ સંવાદ Page #30 -------------------------------------------------------------------------- ________________ . ઘરની પત્નીમાં સંતોષ નથી... ઘ૨ના માણસોમાં સંતોષ નથી... અને બહાર ભટકવું છે ! ભટકી જ રહ્યો છે અને દુઃખી થઈ રહ્યો છે. મનની સ્થિતિ કથળી છે. તનની સ્થિતિ બગડી છે... ધનનો દુર્વ્યય થઇ રહ્યો છે. અસંતોષે મનુષ્યને મૂઢ બનાવી દીધો છે. અસંતોષ ‘તુષ્ટિસ્તુ પરમં સુવમ્’ આ સત્ય ‘સંતોષમાં પરમ સુખ છે.’ કેવી રીતે સમજાવવું ? ભગવાન પતંજલિ કહે છે : ‘સંતોષાવનુત્તમ જીવનામઃ ।' ‘સંતોષથી સર્વોત્તમ સુખ મળે છે.' આ સાચી વાત માણસના ગળે કેવી રીતે ઉતારવી ? આચાર સૂત્રની ચેતવણી - ‘અસંતુકાળ જ્ઞત્ત પત્થ ય મયં મતિ ।’ ‘અસંતુષ્ટ દૃષ્યોને આ લોકમાં અને પરલોકમાં ભય રહેલો હોય છે,’ કેવી રીતે આપવી ? શેક્સપિયર જેવા મહાકવિના ઉદ્ગારો સાથે વક્તવ્ય પૂરું કરું છું : Our Content is our best having. ‘આપણો સંતોષ આપણી સર્વોત્તમ સંપત્તિ છે.’ પવિત્ર શું ? શુદ્ધ મન ૦ ૧૩ Page #31 -------------------------------------------------------------------------- ________________ . પરંતુ કોણ ? uિહેફી શિષ્ય પૂછે છે : “ગુરુદેવ, પંડિત કોણ?' ગુરુ કહે છે : વિવેક મનુષ્ય.” જે મનુષ્ય ઐશ્વર્યના મદથી મત્ત હોય, જે ભૂખથી પીડિત હોય, જે કામી હોય ને અહંકારી હોય તે વિવેકી ન હોય. | વિવેકી મનુષ્યનું ચિંતન કંઈક આવું હોય છે. જ કોણ છું ? * હું ક્યાં છું? છે ક્યાંથી આવ્યો છું ? કે મૃત્યુ પછી ક્યાં જઈશ ? ઉ અહીં શા માટે કોનો શોક કરું છું ? આવું ચિંતન-મનન કરનાર પંડિત કહેવાય. વિદ્વાન કહેવાય. ઘણાં શાસ્ત્રો અને ઘણા ગ્રંથ ભણ્યા પછી પણ જો આવું આત્મસ્પર્શી ચિંતનમનન ન થતું હોય તો તે પંડિત ન કહેવાય. પંડિત વિવેકી હોય. પંડિતમાં વિવેકનો દીવો પ્રગટેલા હોય. તેને સારાસારનો વિવેક હાય. કર્તવ્યઅકર્તવ્યનો વિવેક હોય. ભક્ષ્ય-અભક્ષ્યનો વિવેક હોય. વચનનો વિવેક હોય ને સમગ્ર જીવનવ્યવહારમાં વિવેક હોય. અંક વાંચેલાં પ્રસંગ તમને કહું છું. ભગવાન બુદ્ધ ફરતા ફરતા એક વાર કાશીનગરમાં ગયા. ત્યાં નગરની બહાર ઉદ્યાનમાં ઊતર્યા. કાશી એટલે બ્રાહ્મણોની નગરી. બદ્ધ - ૧૦૦ સંવાદ Page #32 -------------------------------------------------------------------------- ________________ વિવેકી M)ધર્મમાં કોઈને શ્રદ્ધા ન હતી. બુદ્ધના એક નવા શિષ્ય 5) ભગવાનને કહ્યું : “ભગવનું, આ સરસ માંકો છે. એકાદ ચમત્કાર એવા કરો કે બધા બ્રાહ્મણો અભિભૂત TV/ થઈ જાય. પછી એ બધા આપના અનુયાયી થઈ જશે. જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર !' બુદ્ધ હસીને કહ્યું : “વત્સ, ચમત્કાર કરીશું. તને નાના ચમત્કાર ગમ કે મોટો ચમત્કાર ?” ભગવદ્, ચમત્કાર એટલે ચમત્કાર ! ચમત્કાર તે વળી નાના મોટા હતા હશે ?' બુદ્ધ કહ્યું : “હા, નાના ચમત્કાર એટલે જમીનમાં દટાઈને હેમખેમ અમુક કલાકો પછી પાછા બહાર નીકળવું. ભીંત સોંસરવા ચાલ્યા જવું, પાણી ઉપર ચાલવું. આકાશમાં ઊડવું... વગેરે.' ‘તો ભગવનું, મોટો ચમત્કાર કોને કહેવાય ?” “વત્સ, ઉપદેશનો ચમત્કાર મોટા કહેવાય. કથાનો ચમત્કાર મોટો કહેવાય. એનાથી મનુષ્ય વિવેકી બને છે. વિવેકી બને એટલે એ આત્માને ઓળખે છે. આ મનુષ્ય જીવનનાં શ્રેષ્ઠ કર્તવ્યોને જાણે છે. એ નિર્વાણને સમજે છે. નિર્વાણના માર્ગને જાણે છે. એ પવિત્ર માર્ગે ચાલતાં શીખે છે. એ શીલવાન, ગુણવાન અને શક્તિમાન બને છે ! હવે તું જ કહ, નાના ચમત્કાર કરવા સારા કે મોટા ચમત્કાર કરવા સારા ? કયા ચમત્કારની અસર વધુ સ્થાયી રહે ? વત્સ, તું કહે એવા ચમત્કાર કરીએ !” શિષ્ય બુદ્ધનાં ચરણોમાં નમીને કહ્યું : “ભગવાન ! ઉપદેશના ચમત્કાર પંડિત કોણ ? વિવેકી - ૧૫ Page #33 -------------------------------------------------------------------------- ________________ જેવો મોટો ચમત્કાર પૃથ્વી પર બીજો એકેય નથી. અબુધને બુધ બનાવનાર, અવિવેકીને વિવેકી બનાવનાર ઉપદેશનો ચમત્કાર જ આપ કરતા રહો.’ ‘અમે ભણેલા-ગણેલા છીએ. અમે શાસ્ત્રજ્ઞ છીએ, અમે વિદ્વાન છીએ...’ આવું માનનારા અને સમજનારાઓએ આત્મસાક્ષીએ વિચારવું જોઈએ કે તેમનામાં વિવેકનો દીવો પ્રગટ્યો છે ? ‘હું આત્મા છું... અનંતકાળથી સંસારની ચાર ગતિઓમાં (સ્વર્ગ, નરક, મનુષ્ય, તિર્યંચ) જન્મ-મરણ કરી રહ્યો છું. કોઈ મહાન પુણ્યકર્મના ઉદયથી આવું સાદું મનુષ્યજીવન મળ્યું છે. પરિપૂર્ણ માનવદેહ મળ્યો છે... સારાં સ્વજનો મળ્યાં છે. શ્રેષ્ઠ પરમાત્મતત્ત્વ અને ગુરુતત્ત્વ મળ્યું છે. ઉત્તમ ધર્મ મળ્યો છે, ઘણી ઘણી અનુકૂળતાઓ મળી છે... તો મારે મનવચન-કાયાથી ધરખમ ધર્મપુરુષાર્થ કરી લેવો જોઈએ.’ વિવેકી આવું કોઈ જ્ઞાનનું અજવાળુ અંદર પ્રગટ્યું છે ખરું ? કે પછી અંધકારમાં જ અટવાયા કરો છો ? ભીતરમાં જો શાન્તિનો અનુભવ થતો `ય તો સમજવું કે વિવેકનું અજવાળું થયું છે. તે તમારા જીવનમાં અશાન્તિ, અજંપો અને ધાંધલ-ધમાલ તો સમજી લેવાનું કે તમે પંડિત નથી, વિદ્વાન નથી કારણ કે તમારામાં વિવેક પ્રગટ્યો નથી. જીવન પ્રત્યેનો તમારો અભિગમ સમ્યગ્ બનાવો. જીવનમાં તમારે જે ધર્મપુરુષાર્થ કરવો છે, જે આત્મકલ્યાણના માર્ગે ચાલવું છે, તેની સાથે તમારું તાદાત્મ્ય સધાઈ જવું જોઈએ. સાથે સાથે, પરમાત્મતત્ત્વ અને ગુરુતત્ત્વનાં પરિબળોને આધીન રહેશો તો તમારું જીવન ભર્યું ભર્યું અને સરસ રહેવાનું. તમે સમજી રાખો કે તમારા આ જીવનનું એક ખાસ મહત્ત્વ છે. તમારો કોઈ વિશિષ્ટ સ્વધર્મ છે, સ્વકર્તવ્યાં છે. એટલે, જાત સાથે એકલા પડી ગાઢ મૌનમાં ઊતરી પેલી વાતો... ‘હું કોણ છું ? ક્યાંથી આવ્યો ૧૬ ૭ સંવાદ Page #34 -------------------------------------------------------------------------- ________________ - 5) ૪) છું ? ક્યાં જવાના છું ? અહીં શું કરી રહ્યો છું ?' વગેરે પર ચિંતન કરો. વિવેકી-પંડિત બની રહેવા માટે - વિચારશુદ્ધિ, ઇચ્છાશુદ્ધિ અને હેતુશુદ્ધિ. આ ત્રણ શુદ્ધિનો આગ્રહ રાખો. આળસને, પ્રમાદને પોષતી ટેવો દૂર કરો. નકારાત્મક વલણનો ત્યાગ કરો. બીજા જીવો માટે તમારા મનમાં કડવાશ ન રાખો. જાતજાતની ચીજવસ્તુઓની ઝંખના ના રાખો. કીર્તિનો લોભ ત્યજી દો. આવી બધી અશુદ્ધિઓ તમને અવિવેકી જ બનાવી રાખશે. વિવેકપૂર્ણ જીવન તદ્દન સાદું અને સરળ જ હોય. છેલ્લે છેલ્લે તમને એક અગત્યની વાત કહી દઉં. તમારા વિવેકને અખંડ રાખવા માટે તમે ભૂતકાળને રડો નહીં ને ભવિષ્યથી ડરો નહીં. તમે વર્તમાન ક્ષણમાં જીવો ! સત્સંગમાં રહો. સવાંચન કરતા રહો, હૃદયમાં સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ અને હોઠો પર પ્રેમાળ સ્મિત રાખો. વિવેક એટલે ભ્રમણાઓમાંથી મુક્તિ ! બ્રાન્ત મનુષ્ય વિવેકી ન હોઈ શકે. એટલે મહાકવિ માઘે કહ્યું છે : “પ્રાન્તિમાન ભવતિ વવ વિવે?’ એક વિદેશી ચિંતક કહે છે : Between Craft and Credulity | the voice of reason is Stifled. ધૂર્તતા અને ભોળપણમાં વિવેકનો સ્વર અવરુદ્ધ થઈ જાય છે.” પંડિત કોણ ? વિવેકી - ૧૭ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૫. તરલ શું છે ? યોum ( 2) શિષ્ય : “ગુરુદેવ, સતત વહેતું શું છે ?' ગુરુઃ “વત્સ, યોવન સતત વહેતું રહે છે.” મહાનુભાવો, જીવન કોઈ એક બંધિયાર તળાવ નથી, પરંતુ સતત વહતું-ઊછળતું-ધસમસતું ઝરણું છે. આપણે સૌ ગતિશીલ: એવા ક્ષણપ્રવાહમાં વહી રહ્યા છીએ. જ્ઞાની પુરુષોને એમાં પરિવર્તનશીલતાનું કે ક્ષણભંગુરતાનું દર્શન થાય છે. જીવનની પ્રત્યેક અવસ્થા નાશવંત છે, ક્ષણિક છે. આજે મારે તમને જીવનની યૌવનઅવસ્થા અંગે વાત કરવી છે. જીવન નાશવંત છે, જીવન પ્રવાહી છે તો યવન પણ નાશવંત જ છે ને એ પણ વહી જવાનું છે. યૌવન કોઈનું કાયમ ટક્યું નથી કે ટકી શકવાનું નથી. યૌવન શાશ્વત નથી, ક્ષણિક છે. આ વાત યુવાનોના મનમાં ઊતરવી જોઈએ ! તો જ યૌવનમાં એવું કંઈક ઉત્તમ કાર્ય કરી લે કે જીવન ધન્ય બની જાય, સાથે સાથે મૃત્યુ પણ મહોત્સવ બની જાય. પરંતુ યુવાનોને મનુષ્ય જીવનની સાર્થકતા સમજાવવી, આત્મતત્ત્વની પ્રતીતિ કરાવવી કે ધર્મપુરુષાર્થમાં પ્રેરિત કરવા ઘણું જ દુષ્કર કાર્ય છે. યૌવનનો ઉન્માદ, યૌવનનો ગાઢ અંધકાર લાખ-લાખ સૂર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય તેવો હોય છે. એમને સીધો ઉપદેશ પ્રાયઃ અસર કરતો જ નથી. એક શ્રમણ ઉદ્યાનમાં ધ્યાન કરતો ઊભાં હતાં. ત્યાંથી રાજ કુમાર અગ્નિમિત્ર પસાર થયો. રાજ કુમારે શ્રમણ પાસે જઈને પૂછ્યું : “સાધુને રાજ કરતાંય વધારે આનંદ પ્રાપ્ત થાય છે, એ વાત સાચી છે ? “શ્રમણ ૧૮ ૦ સંવાદ Page #36 -------------------------------------------------------------------------- ________________ કહ્યું : “સાવ સાચી વાત છે. સમાધિના સુખ જેવું બીજું કોઈ સુખ નથી.” રાજકુમારના ગળે આ વાત ન ઊતરી, આ 1 શ્રમણને સ્પષ્ટ કહ્યું : “વાતમાં સાર નથી. રાજવ નવ વિના સુખ ન હોય. આટલું કહીને રાજ કુમાર તો રથમાં બેસીને ચાલ્યો ગયો. શ્રમણે પછીથી પોતાના ગુરુદેવને આ વાત કરી. ગુરુએ કહ્યું : “તારે રાજકુમાર સાથે એ રીતે વાત કરવી જોઈતી ન હતી. એક મિત્ર બીજા મિત્રને સમજાવે તેમ ધીરે ધીરે ચડિયાતા સુખની વાત કરવી જોઈતી હતી. જો પેલી ટેકરીની પાછળ સરોવર છે, વૃક્ષઘટા છે, અને સુંદર સરોવર પણ છે. પરંતુ મિત્રે એ સ્થળ જાયું નથી. તેથી એ સાચી વાત પણ નહીં સ્વીકારે. આવા મિત્રને હાથમાં હાથ ઝાલીને પ્રેમથી ટેકરી પર લઈ જઈને ભીની હવાનો સ્પર્શ થવા દેવો, પક્ષીઓનો કલરવ સાંભળવા દેવો અને સરોવર જવા દેવું ! મિત્રને પોતાને જ ખાતરી થશે. તારે રાજકુમારને આ રીતે વાત સમજાવવી જોઈતી હતી ! યૌવનમાં શમણાં પણ કેવાં હોય છે ! સાત સાત સમંદર પાર કરીને કોઈ રાક્ષસના મહેલમાં કંદ પુરાયેલી સોનપરીના પલંગ સુધી પહોંચી જાય છે ! યૌવનને બધું જ રમણીય, કમનીય અને સ્મરણીય ગમે છે ! અને ફાગણ ગમે છે ! એને નોરતાના ગરબા ગમે છે.. એને મનમાં ફાગણ મનમાં શ્રાવણ મનમાં મીઠી આવ-જાવણ, મનમાં મળવું મનમાં ભળવું મનમંદિરમાં મૌન અજવાળું! યૌવનને એક-એક ક્ષણ સુંદર જોઈએ છે, રસપૂર્ણ જોઈએ છે અને એ પાંચ ઇન્દ્રિયોના અસંખ્ય પ્રિય વિષયાને પામવા ને ભોગવવા ભગીરથ પુરુષાર્થ કરે છે. યૌવનકાળ એમાં જ ભોગપભોગમાં વીતી જાય છે. એની સાથે અર્થોપાર્જન-ધનપ્રાપ્તિ માટે સતત મથામણ થતી રહે છે. સ્પષ્ટ લાગે છે કે અર્થ-કામની ગુલામીમાં મનુષ્યજીવનનું મહામૂલું યૌવન તરલ શું છે ? વોવન - ૧૯ Page #37 -------------------------------------------------------------------------- ________________ વેડફાઈ રહ્યું છે. પરંતુ યુવાનને આ વાત સમજાવવી કેવી રીતે ? હા, કેટલાક યુવાનો કોઈ વૈરાગ્યપ્રેરક ઘટના જોઈને વિરક્ત બને છે. કેટલાક યુવાનો કોઈ સદ્ગુરુના યોગ-સંયોગથી બોધ પામી જાય છે. કેટલાક જીવનમાં સતત નિષ્ફળ બની, હતાશ બની ધર્મ તરફ વળે છે. પરંતુ વાસ્તવિક જ્ઞાનમૂલક વૈરાગ્ય ક્યાં પ્રગટે છે? યૌવનકાળમાં મનુષ્ય ખાસ કરીને બે બૂરાઈઓથી બચીને જીવવાનું છે : એક કામાંધતા અને બીજી અર્થોધતા ! જીવનમાં અર્થ અને કામ સાધનરૂપે આવશ્યક હોય, પરંતુ તેમાં આંધળા બનીને મચી પડનારા યૌવનકાળનો ઘર દુરુપયોગ કરે છે. પ્રશ્ન : તો યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ કે જેથી તેમનું યૌવન સફળ બને ? - ઉત્તર : સન્માર્ગો અનેક છે. સત્કાર્યો અનેક છે. જે યુવાનને જે સન્માર્ગ પ્રિય લાગે, જે ધર્મપુરુષાર્થ અનુકૂળ લાગે તે જીવનમાં અપનાવી શકે. એ માટે જ્ઞાની પુરુષોનું માર્ગદર્શન મેળવી શકે. યુવાનો જો સપુરુષોના સહવાસમાં રહે, સદ્ગુરુઓના પરિચયમાં રહે તો તેઓ સ્વ-પરના માટે ઘણાં સારાં કામ કરી શકે. અનેક દુષ્કર કાર્યો પણ પાર પાડી શકે. જ્યાં સુધી શરીરમાં યૌવનનો થનગનાટ છે, ઇન્દ્રિયોના ઘડા હણહણે છે, ત્યાં સુધી આત્મકલ્યાણ સાધી લેવાનું છે. યૌવનનો થનગનાટ શમી ગયા પછી, ગાત્રો ઢીલાં પડી ગયા પછી તમે ધર્મપુરુષાર્થ નહીં કરી શકો. બીજી મહત્ત્વની વાત મારે યુવાનોને ભારપૂર્વક કહેવી છે કે તેઓ યૌવનના ઉન્માદમાં ભાનભૂલા બનીને માતા-પિતા અને વડીલો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન ન કરે. પ્રૌઢ અને અનુભવી પુરુષોનો અપલાપ ન કરે. મોટાભાગે વર્તમાનકાળે આવું જોવા મળે છે. યુવાન પુત્ર-પુત્રીઓથી માતાપિતા દુઃખી હોય છે. સંતાનો કહે છે - “માતા-પિતા અમારા સમયને ઓળખતા નથી...' પરંતુ માતા-પિતાના ઉપકારોને સંતાનો ઓળખે છે ર૦ સંવાદ Page #38 -------------------------------------------------------------------------- ________________ ખરા ? યાદ રાખે છે ખરા ? યાદ રાખો, તમે તમારા માતા-પિતા સાથે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરશો તો તમારાં સંતાનો એક દિવસ તમારી સાથે પણ એવો જ દુર્વ્યવહાર ક૨શે. યૌવનના ઉન્માદમાં કરેલી ભૂલો, વૃદ્ધાવસ્થામાં તમને જ દુઃખી કરશે ! યૌવનનો કાળ તલ છે, પ્રવાહી છે, વહી જશે... યૌવન એવી જ રીતે ધન-સંપત્તિ પણ તરલ છે, ક્ષણિક છે. કાયમ રહેતી નથી. ત્રીજી તરલ વસ્તુ છે આયુષ્ય. ક્ષણ-ક્ષણ ઘટતી જાય છે આયુષ્યની. બીજી અને ત્રીજી વાત હવે પછી કરીશ. યૌવનને સંયમથી શણગારવાનો ઉદ્યમ કરો. તરલ શું છે ? ચૌવન ૨૧ Page #39 -------------------------------------------------------------------------- ________________ ૬. ચંચળ શું છે ? શિષ્ય “ગુરુદેવ, ચંચળ શું છે ?' ગુરુઃ “વત્સ, ધન ચંચળ છે !” મારી સામે બેઠેલા તમે સહુ મોટાભાગે ધનવંત છો. ગુણવંત છો. યાદ રાખો કે “નાશવંત” પણ છો ! “ધન નાશવંત છે,” આ વાત તમારા ગળે ઊતરી જાય તો ધનનું મમત્વ છૂટી જાય. ધનનું મમત્વ છૂટી જાય તો દાનની અવિરત ધારા વહેતી થઈ જાય ! આજે જે ધનવંત છે, જેની પાસે બંગલો છે, મોટો ફ્લેટ છે. બે-ત્રણ ગાડી છે તેને તમે સુખી કહો છો. એક જમાનામાં કોઈ માણસ સુખી હોય તો કહેવાતું કે એ ખાધેપીધે સુખી છે. એ જમાનામાં સુખી ઘર “રોટલે પહોચતું' કહેવાતું. હવે સમય બદલાયો છે. જે માણસ ખૂબ જ સુખી ગણાય તે ઘણુંખરું ખાધેપીધે દુઃખી હોય છે ! એની મોટરકારના પ્રત્યેક પૈડા પર બેઠેલી મહામારી એને વળગેલી હોય છે. ડૉક્ટરે એના ખાનપાન પર જાપ્તો મૂકેલો હોય છે આજનો શ્રીમત-ધનવંત માણસ દુઃખી થવાનો મૂળભૂત અધિકાર ભોગવી રહ્યો છે. માણસની સઘળી પીડાઓના મૂળમાં એક આ બાબત રહેલી જણાય છે અને તે છે ધન-સંપત્તિને શાશ્વત બનાવવાની ! “આ સંપત્તિ મારી જ પાસે રહેવી જોઈએ કરોડ, સો કરોડ, હજાર કરોડ... અબજો રૂપિયા મારે જોઈએ.” એટલે હવે એકવીસમી સદીમાં પેટ હવે કેવળ રોટલે રાજી રહેવા તૈયાર નથી. ગમે તેટલો મોટો પગાર પણ એને નાનો પડે છે. ગમે તેટલું સારું ઘર એને ઊતરતું જણાય છે. સ્ટીલના કબાટમાં દોઢસો સાડી, લટકતી હોય તોય એક સો એકાવનમી સાડી ખરીદવી પડે છે. મગજ ૨૨ ૦ સંવાદ Page #40 -------------------------------------------------------------------------- ________________ ખાલીખમ હોય ત્યારે કબાટ ભરેલો હોય તે ગમે ! ભગવાન મહાવીરને પ્રાપ્ત થયેલી શાંતિ તમારે જોઈએ છે અને તે બેંકમાં પૈસા હોય તેમાંથી પ્રાપ્ત થાય છે ! સારું ફર્નિચર પણ જૂનું લાગવા માંડે છે. ઇન્ટીરિયર જ ડેકોરેટરને બોલાવીને એવી કલ્પના આપવી પડે કે આપણી અભિરુચિ કંઈ સામાન્ય કક્ષાની નથી. રસોડાના પ્લેટફોર્મ પર ગ્રેનાઇટથી ઊતરતા ખાણના પથ્થર ન શોભે ! પહેલાં આરસ કેવળ મંદિરો કે મહેલોમાં વપરાતો, હવે એ જાજરૂમાં પણ વપરાય છે. તમારું પેટ હવે રોટલા નથી ખાતું, રૂપિયા ખાય છે. એને હવે સફેદ નાણું નથી ભાવતું, કાળુ નાણું જ ભાવે છે ! મને તો એવો વહેમ છે કે જો આ જ પ્રમાણે લાંબુ ચાલ્યું તો ભવિષ્યમાં માણસની ખોરાક લેવાની ટેવ જ છૂટી જશે ! એ શેમ્પ ખાશે, લિપસ્ટિક ખાશે, વિડિયો ખાશે, સોફા ખાશે અને સેલ્યુલર ફોન પણ ખાશે ! રોટલી નહીં ખાય... હવેનું મૉડર્ન પેટ ખોરાક વગર ચલાવી શકશે, પરંતુ કોકાકોલા વગર નહીં ચલાવી શકે. હવે વલોણામાં છાશ નથી વલોવાતી, માણસ પોતે વલોવાય છે.... . તમે લોકો વલોવાઈ રહ્યા છો, એ જાણો છો ? ધનપ્રાપ્તિની તીવ્ર ધગશમાં ભયંકર દોડાદોડી કરી રહ્યા છો. તમને તમારી જાત સાથે વાત કરવાનો સમય જ ક્યાં છે ? કેવી ભયંકર ભૂલ કરી રહ્યા છો ? જે ધન નાશવંત છે, જે પૈસા ક્ષણિક છે, તે મેળવવા, તેને રાખવા, છુપાવવા અને વાપરવા માટે તમે કેટલા બધા મનથી પરેશાન છો ? તમે તમારી સગ્ગી આંખે જુઓ છો કે શ્યામલાલના કરોડ રૂપિયા ડૂબી ગયા ને તે રોડ પર આવી ગયો... રામલાલ લાખોપતિમાંથી રઝળી પડ્યો છે.. રતિલાલ દેવામાં ડૂબીને આપઘાત કર્યો છે... ને આવા તો સંકર્તા દાખલા તમારા નગરમાં... રાજ્યમાં તમે જુઓ છો, છાપામાં વાંચો છો... છતાં તમને કોઈ અસર નથી થતી ? ધન-સંપત્તિનું આકર્ષણ નથી છૂટતું ? ચંચળ શું છે ? ધન ૦ ૨૩ Page #41 -------------------------------------------------------------------------- ________________ તમે આ ધન-કુબેર બનવાની ઘેલછામાં તમારા આત્માનું કલ્યાણ તો ચૂકી જ ગયા છો, પરંતુ તમે તમારા પરિવારના યોગક્ષેમને પણ ભૂલી ગયા છો. તમારાં દીકરા-દીકરી સ્કૂલ - કૉલેજોમાં... ક્યાં જાય છે, કેવી ક્લબોમાં જાય છે... કોની સાથે નાચે-કૂદે છે... ને તેમનાં પવિત્ર જીવનનાં ચીંથરાં ઊડી જાય છે... તમને એનું કોઈ દુઃખ છે ? જાણે કે તમારે મૃત્યુ આવવાનું જ નથી અને મૃત્યુ પછી તમે સ્વર્ગમાં જ જવાના હો, એવા નિશ્ચિત કે નફ્ફટ બનીને તમે ધન કમાવામાં મચી પડ્યા છો. એ ધન ક્ષણવારમાં ચાલ્યું જઈ શકે છે ! અથવા એ બધું મૂકીને તમે પલવારમાં પરલોકે ચાલ્યા જઈ શકો છો. પરલોકમાં કઈ ગતિમાં જનમ લેશો ? વિચાર્યું છે ? ના. अर्थचिन्ताधमाधमा | પૈસાની ચિંતાને અધમમાં અધમ નિષ્કૃષ્ટ ચિંતા કહી છે, કારણ કે એનાથી આર્તધ્યાન અને રૌદ્રધ્યાન જ જીવ કરે છે. આ બે દુર્ધ્યાન કરનાર મુનષ્ય મરીને કાં નરકમાં જાય, અથવા પશુયોનિમાં જાય. પેલું મનુષ્યજીવનમાં ભેગું કરેલું ધન, ભેગા કરેલા વૈભવો... એમાંથી કંઈ પણ સાથે ન જાય. આ વાત તમે જાણો છો. જાણો છો ને ? મરવાનું નક્કી છે ને ? મર્યા પછી કોઈપણ જાતની તિજોરી સાથે નથી આવવાની, એ પણ જાણો છો ને ? ધન ચંચળ છે. ધન નાશવંત છે. ધન ક્ષણિક છે. ‘આવા ચંચળ, ક્ષણિક ને નાશવંત ધન ઉપર મારે મમત્વ નથી કરવું. મારે એ ધનનો સદુપયોગ કરી દેવો છે. સન્માર્ગમાં ઉપયોગ કરવો છે. મારા વ્યક્તિગત જીવનમાં ઓછામાં ઓછી જરૂરિયાતો રાખવી છે. સાદું, સ૨ળ અને નિર્લોભી જીવન જ મારે જીવવું છે.’ આવો કોઈ સંકલ્પ કરીને જીવનના પ્રવાહને બદલો. * ૨૪ ૭ સંવાદ ધન Page #42 -------------------------------------------------------------------------- ________________ ધન તમે - તમારી પાસે જો લાખો-કરોડો રૂપિયા છે તો સુપાત્રદાન આપો. જિનમંદિરોનાં નિર્માણ કરો. દુ:ખી સાધર્મિકોનો ઉદ્ઘાર કરો. અનુકંપાદાન આપો. જ્ઞાનની પરબો માંડો. દીનદુઃખી જીવોને ઔષધદાન આપો. ધર્મસ્થાનોનાં નિર્માણ કરો. મહારાજા કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ... અને એવા બીજા અનેક મહાન શ્રાવકોના જીવનમાંથી પ્રેરણા લઈ, ધન-સંપત્તિનો મોહ ત્યજી, કીર્તિનો લોભ ત્યજી સદ્ભય કરતા રહો. લક્ષ્મી ચંચળ છે. જ્યાં સુધી છે ત્યાં સુધી સર્વ્યય કરતા રહો. कस्य न भवति चलाचलं धनम् ? કોનું ધન ચંચળ નથી ? ચંચળ શું છે ? ધન ૦ ૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ | ૭. સમર શું છે? thયુ શિષ્ય ગુરુદેવ, અસ્થિર શું છે?” ગુરુઃ “વત્સ, આયુષ્ય અસ્થિર છે.” સર્વજ્ઞ પુરુષોએ કહ્યું છે કે આયુષ્ય તો વાયુથી પણ વધુ ચંચળ છે. કમલની પાંખડીઓ પર રહેલાં જલબિંદુઓ જેવું છે. ક્યારે જલબિંદુઓ ખરી પડે... તેની પહેલાંથી ખબર પડતી નથી, તેમ જીવાત્માનું આયુષ્ય ક્યારે પૂરું થઈ જાય, તેની ખબર પડતી નથી. . “આચારાંગ સૂત્રમાં કહેલું છે : વકો વચ્ચેતિ નોવેvi a | આયુષ્ય અને યૌવન પ્રતિક્ષણ વહી રહેલું છે. “યોગવાસિષ્ઠ' ગ્રંથમાં કહેલું છે : “ગાયુરત્યક્તવપનમ્ I' આયુષ્ય અતિ ચંચળ તત્ત્વ છે. દુનિયામાં આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે - જ કેટલાક જીવોનું આયુષ્ય માતાના પેટમાં જ પૂરું થઈ જાય છે. છે કેટલાક જીવો જન્મતાંની સાથે જ મરી જાય છે. જ કેટલાક બાલ્યકાળમાં જ પરલોક સિધાવી જાય છે. કે કેટલાક જીવો તરુણ અવસ્થામાં કાળનો કોળિયો બની જાય છે. જે કેટલાક જીવો ભરપૂર યૌવનમાં મોતને ભેટી લે છે... આયુષ્ય પર ભરોસો ન રાખો. ભરોસો રાખીને નિશ્ચિત બની બેસી ન રહો. તેવી રીતે, “હું કાલે મરી જઈશ તો ?' એમ મૃત્યુથી ડરીને પણ ન જીવો. ‘હું આત્મા છું. આત્મા મરતો જ નથી. આત્મા તો અજર-અમર ૨૬ • સંવાદ Page #44 -------------------------------------------------------------------------- ________________ આયુષ્ય 2) છે. મૃત્યુ શરીરનું થાય છે. શરીર બદલાય છે. આ 5) વિચારથી મૃત્યુના ભયથી મુક્ત બનો. પરંતુ જિંદગીનો જ ભરોસો નથી. સાજ-સારો માણસ પણ ક્ષણવારમાં એક / જ “હાર્ટએટેકથી ઢળી પડે છે. માટે જે કંઈ સારાં કામ કરવાં છે તે કરી લો. જે ક્ષણમાં તમે જીવો છો, એ ક્ષણ જ તમારી છે અને તમે એ ક્ષણનો શ્રેષ્ઠ ઉપયોગ કરી આત્માનું કલ્યાણ સાધી શકો છો. એક વાત તમે આત્મસાક્ષીએ નક્કી કરી લો કે આ જીવનનો કોઈ ચોક્કસ ઉદ્દેશ્ય છે અને એ ઉદ્દેશ્ય છે આત્માના કલ્યાણનો. પછી, એ આત્મકલ્યાણનું કાર્ય કેવી રીતે કરવું તેનો પ્લાન તૈયાર કરો. જોકે જીવનને કઈ દૃષ્ટિએ જોવું એ એક મહાપ્રશ્ન છે. મોટાભાગના લોકોને તો સ્વજીવન તરફ જોવાની દૃષ્ટિ જ નથી ! એ તો બીજાઓ તરફ જ જોયા કરે છે... કદાચ પોતાની જાતને મૂલવે છે તો બીજાઓની દૃષ્ટિએ ! અને એ ભૂલો પડી જાય છે. સતત લડતો.. ઝઘડતો અને ૨ઝળતો રહે છે. ક્યારેક જીવનથી કંટાળીને આપઘાત કરવાનો વિચાર પણ કરી બેસે છે. એટલે જાણીતા અસ્તિત્વવાદી નવલકથાકાર આલ્બર કામુએ ફિલસૂફીનો સૌથી જટિલ પ્રશ્ન એક જપૂક્યો છે : “આપઘાત કરવો જોઈએ કે નહીં ?' ખેર - આપણે તો જીવનનો વિચાર, આયુષ્યનો વિચાર ધર્મના આધાર પર કરવાનો છે. ધર્મ એટલે જ આધાર, આ આધાર ન હોય તો જીવન જ ન ટકે. આ સૃષ્ટિ પણ ન ટકે. એટલે, બધાં દુઃખો વચ્ચે પણ જીવનને ધર્મનો જ આધાર રહેવો જોઈએ. એક ક્ષણ પણ ધર્મ વિનાની, ધર્મના સ્પર્શ વિનાની પસાર ન થવી જોઈએ. આટલી સાવધાની રાખીને જીવન જીવવાનું છે. મનુષ્યજીવનનું આયુષ્ય ઘણું જ કીમતી છે. એનું મૂલ્ય સોનાથી કે હીરા-મોતીથી આંકી શકાય એવું નથી. જો તમે મનુષ્ય જીવનની એક ક્ષણને પરમાત્માનો દિવ્ય સ્પર્શ આપો, ધર્મનો દિવ્ય સ્પર્શ આપો તો એ અસ્થિર શું છે? આયુષ્ય ૦ ૨૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ એક ક્ષણ લાખો-કરોડો વષોનું દેવલોકનું આયુષ્ય બંધાવી આપી શકે ! એ એક ક્ષણ અનંત-અનંત કર્મોને બાળી શકે. એટલે જ શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ પોતાના શિષ્યોને સંબોધીને કહ્યું હતું : “સમય જોમ ! મા પમાયણ !' “હે ગૌતમ, એક ક્ષણનો પણ પ્રમાદ ના કરીશ.” જરા આત્માની સાક્ષીએ વિચારો કે તમારા આ જીવનનો મૂલ્યવાન સમય વેડફાઈ જતો નથી ને ? જે દેશકથામાં, રાજકથામાં, ભોજનકથામાં કે કામકથામાં કેટલો સમય જાય છે ? પરનિંદા કરવામાં, પટલાઈ કરવામાં કેટલો સમય જાય છે ? કે ઊંઘવામાં, આળસમાં કેટલો સમય જાય છે ? જી હરવા-ફરવામાં ને નાચવા-કૂદવામાં કેટલો સમય જાય છે ? દિર ટી.વી. જોવામાં કેટલો સમય જાય છે ? કિ નાટકો જોવામાં કેટલો સમય જાય છે ? આ બધો સમયનો વેડફાટ છે. આનાથી જીવાત્મા પાપકર્મો બાંધે છે. બાંધેલાં કર્મો ક્યારેક ને ક્યારેક ભોગવવાં પડે જ છે. આ ભવમાં કે બીજા ભવોમાં... ભોગવ્યા વિના છૂટકો નહીં થાય. ઘોર પાપનાં ફળ ભોગવવા નરકમાં જન્મ લેવો પડે. ઉગ્ર પાપનાં ફળ ભોગવવા તિર્યંચ ગતિમાં અનેક જન્મ-મરણ કરવાં પડે.. કંઈક શાન્ત ચિત્તે આ બધી વાતો વિચારવી જરૂરી છે. “મૃત્યુ પછી હું કઈ ગતિમાં જઈશ ?' આ પ્રશ્ન તમારી જાતને એકાંતમાં પૂછો. મનુષ્યજીવનનું આયુષ્ય ઘણું જ મૂલ્યવાન છે, સુવર્ણરસ કરતાંય વધારે મૂલ્યવાન છે એ વાત તમારા ગળે ઊતરે તો જ તમે આ આયુષ્યની એક એક ક્ષણનો સદુપયોગ કરવા તત્પર બની શકશો. તમે કેટલું લાંબુ ૨૮ • સંવાદ Page #46 -------------------------------------------------------------------------- ________________ આ૬ K આયુષ્ય પામ્યા છો, એ મહત્ત્વનું નથી, તમે એ સમયનો કેટલો ને કેવા સદુપયોગ કરો છો, એ મહત્ત્વપૂર્ણ છે. સાડા બાર વર્ષ સુધી શ્રમણ ભગવાન મહાવીર જમીન ' પર પલાંઠી વાળીને બેઠા ન હતા. દિવસો સુધી જંગલમાં ધ્યાનસ્થ બનીને ઊભા રહેતા હતા. કાયાની સ્થિરતા હતી, વાણીનું મન હતું અને મનમાં ધ્યાન હતું ! આપણે એ પ્રભુનું જ ધર્મશાસન પામ્યા છીએ. કમસે-કમ ૨૪ કલાકમાં એક-બે કલાક આપણે પણ કાયાને સ્થિર રાખીએ, વાણીનું મૌન રાખીએ, મનમાં પરમાત્માનું ધ્યાન કરીએ. હા, ધારીએ તો કરી શકીએ. આવું કંઈક કરતા રહીએ દિવસના અંતે કંઈ સાર્થકતાનો અહેસાસ મળી શકે. જીવનમાં જ્ઞાનયોગ, શ્રદ્ધાયોગ અને ચારિત્રયોગની આરાધના એવી ગોઠવી દેવી જોઈએ કે આયુષ્યની એકેય ક્ષણ નકામી ન જાય. આયુષ્ય વાયુ કરતાંય વધુ તરલ છે. ગમે ત્યારે ને ગમે ત્યાં એ પૂર્ણ થઈ જઈ શકે છે, અર્થાત્ મૃત્યુ આવી જવાનું જ છે. એ પૂર્વે આયુષ્યને આત્માનંદના મહોત્સવથી માણી લેવાનું છે ! હા, આત્માનંદ કહો કે ચિદાનંદ કહો... એ પરમાનંદની અનુભૂતિ કરી જ લેવી જોઈએ. ક્ષણિક સમયનો ઉપયોગ શાશ્વત ચિદાનંદની પ્રાપ્તિ માટે કરી લેવો છે. વિનાશી આયુષ્યનો ઉપયોગ અવિનાશી આત્માનંદની પ્રાપ્તિ માટે કરી લેવો છે. એ માટે તમે સફળ બનો એવી શુભ કામના. અસ્થિર શું છે ? આયુષ્ય ૦ ૨૯ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૮. ફાંટો ફટકો છે ? મુખ પાપ શિષ્ય ગુરુદેવ, જીવનપર્યત કયો કાંટો ખૂંચતો રહે છે? ગુરુઃ “વત્સ, છૂપી રીતે કરેલું પાપ. બહુ ભારે કાંટો છે. “અમોઘવર્ષ' નામના વિદ્વાને કહ્યું છે : आमरणात् किं शल्यं ? प्रच्छन्नं यत् कृतमकार्यम् । ખાનગીમાં કરેલું પાપ જીવનપર્યત મનુષ્યને કાંટાની જેમ ખૂંચ્યા કરે છે. અર્થાતુ એ પાપનો ભય એને સતાવતો રહે છે. “મારું પાપ બીજા લોકો જાણી જશે તો ?” આ ભય આજે મોટા ભાગના માણસોને સતાવે છે. વધારે તો સજ્જન ગણાતા, સાધુ ગણતા અને પવિત્ર તરીકે પંકાયેલા લોકો પોતાનાં ખાનગી પાપોથી અશાન્તિ ભોગવતા જોવામાં આવ્યા છે. જ્યાં સુધી તેઓ સદ્ગુરુ સમક્ષ પોતાનું પાપ પ્રગટ કરીને પ્રાયશ્ચિત્ત નથી કરતા ત્યાં સુધી તેમના હૈયે ભારે અજંપો રહે છે. અપયશભીરુ મનુષ્યને જ્યારે પાપ કરવાનું મન થાય છે ત્યારે તે દુનિયા ન જાણે, ઘરના કે સમાજના લોકો ન જાણે. એ રીતે પાપ કરવા પ્રવૃત્ત થાય છે. મુખ્ય રૂપે બે મોટાં પાપો ખાનગીમાં થાય છે. એક વ્યભિચાર અને બીજા અદત્તાચાર ! ચોરી અને લબાડી. જે માણસોની કામવાસના પ્રબળ હોય છે તેઓ પોતાની વાસના પર કંટ્રોલ રાખી શકતા નથી... સાથે સાથે મારે કોની સાથે જાતીય સંબંધ કરાય ને ન કરાય, તે પણ વિચારી શકતા નથી. કામાંધ પિતાએ સગ્ગી દીકરી પર બળાત્કાર કર્યાની ઘટનાઓ બને છે. પરસ્ત્રી સાથેના સંબંધો તો ખાનગીમાં લગભગ ચાલતા રહે છે. રૂપ અને યૌવન મનુષ્યને પાપ તરફ પ્રેરિત કરે છે. ૩૦ ૦ સંવાદ Page #48 -------------------------------------------------------------------------- ________________ પાપોનો ભય રહ્યો નથી. હા, ‘હું ખરાબ દેખાઈશ', આવો એક સામાજિક ભય, પાપને ગુપ્ત રીતે કરવા પ્રેરિત કરે છે. જ્યારે સામાજિક ને રાજકીય ભય પણ નહીં રહે, સમાજનાં બંધન કે રાષ્ટ્રના નૈતિક નિયમો નહીં રહે ત્યારે પુનઃ આદિવાસી સંસ્કૃતિ આવી જશે... પછી કંઈ જ ખાનગી કરવાનું નહીં રહે ! હા, ત્યાં પછી હિંસા ખાનગીમાં થવાની ! એ હિંસાનું પાપ, જો પાપ માને તો એના હૃદયને ડંખતું રહેવાનું. ગુપ્ત પાપ અત્યારે, આ કાળે અમારી પાસે આવાં ખાનગી પાપ કરનારા, પછીથી પાપનો પશ્ચાત્તાપ કરનારા, પાપોથી મુક્ત થવા પ્રાયશ્ચિત્ત લેવા આવે છે. તેઓ મોટાભાગે તો બધાં જ પાપો પ્રગટ કરતા હોય છે. હિંસાજન્ય પાપો. અસત્યનાં પાપો. ચોરીનાં પાપો. વ્યભિચારનાં પાપો. અન્યાય, અનીતિનાં પાર્યા. બીજા જીવોને દુઃખ આપવાનાં પાપો... આમાં કેટલાંક પાપો તો જગજાહેર થતાં હોય છે. કેટલાંક પાપો ખાનગીમાં થતાં હોય છે. જ્ઞાનીપુરુષો કહે છે : તમે જે પાપ જે રીતે ને જ્યારે... ને જ્યાં કર્યું હોય તે જરાય છુપાવ્યા વિના પશ્ચાત્તાપ સાથે ગુરુદેવને (જ્ઞાની-ગીતાર્થ ગુરુને) કહો. તેઓ જે પ્રાયશ્ચિત આપે તેનો સ્વીકાર કરી તમે એ પાપના કાંટા જીવનમાંથી દૂર કરો. ૐ ‘પ્રિય અને અપ્રિયના નિમિત્તે અનેકવાર મેં પાપ કર્યાં. બધું છોડીને જવાનું છે, આવું જાણ્યું ન હતું...' માટે હવે મારે પાપમુક્ત બનવું છે. ? શેખ સાદીએ કહ્યું છે : બે વાર્તાએ મને પાપ કરવા પ્રેરિત કર્યો. ૧. પ્રતિકૂળ ભાગ્ય અને ૨. અપૂર્ણ બુદ્ધિ. કાંટો કર્યો છે ? ગુપ્ત પાપ ૦ ૩૧ Page #49 -------------------------------------------------------------------------- ________________ જો મનુષ્ય પાપનાં ફળોનો વિચાર કરે તો પણ એ પાપોથી બચવાનો સુયોગ્ય પ્રયત્ન કરવાનો. પાપનાં ફર્ગાનું વર્ણન આ રીતે મળે છે. अधम मित्र कुमित्र समागमः प्रिय वियोग भयानि दरिद्रता । अपयशः खलु लोकपराभवः भवति पाप तरोः फलमीदृशम् ।। સારો મિત્રો ન મળે, અધમ મિત્રો મળે, પ્રિયજનોનો વિયોગ થાય, અનેક પ્રકારના ભય મનમાં ઊભા થાય, લોકો તરફથી તિરસ્કાર મળે, ગુપ્ત પાપ અપયશ ફેલાય, આ પાંચ મોટાં ફળ છે પાપાચરણનાં. આપણી વાત ચાલે છે પ્રચ્છન્ન પાપની. છૂપા પાપની. છૂપું પાપ લઈને જો મર્યા, તો એ પાપનું બહુ મોટું માઠું ફળ ભોગવવું પડે છે. પછી એ પાપ તમે છુપાવી રાખો કે અમે સાધુ-સાધ્વી છુપાવી રાખીએ. કોઇપણ છુપાવી રાખે... એનાં કડવા ફળ આ જીવનમાં તો અશાંતિરૂપે, અજંપારૂપે ભોગવવાં પડે છે, પરલોકમાં પશુરૂપે કે નારકરૂપે ભોગવવાં પડે છે. ૩૨ સંવાદ મનુષ્ય મનુષ્યથી પાપ છુપાવી શકે છે, પરંતુ પૂર્ણજ્ઞ।ની ૫૨માત્માથી તે છુપાવી શકતો નથી ! આજે મહાવિદેહ ક્ષેત્રમાં બે ક્રોડ કવળજ્ઞાની છે. તેમનાથી કંઈ અજાણ રહેતું નથી... ખેર, એ કરુણાવત છે ને જાણવા છતાં તેઓ આપણી પાપી તરીકે જાહેરાત કરવાના નથી ! પરંતુ તમારો પાપનો ઘડો ક્યારેક તો ફૂટશે ને ? ત્યારે શું કરશો ? વર્ષો વીતી ગયાં પછી પણ કેટલાંક પાપ પકડાઇ જાય છે ! એટલે અમારાં સાધુ-સાધ્વીજીવનની આચારસંહિતામાં એ પ્રમાણે Page #50 -------------------------------------------------------------------------- ________________ બતાવાયું છે કે રાજ રાજ જો ગુરુ પાસે હોય તો, પાપોનું ખુલ્લા હૃદયથી આલોચન કરી જ લેવાનું. સંયોગ ન હોય સદ્ગુરુનો તો પંદર દિવસે.... મહિને... આ ચાર મહિને સદ્ગુરુ પાસે જઈ હૃદયનું શુદ્ધીકરણ કરી જ લેવાનું. કોઈ પાપ છૂપું (ગુરુથી) નહીં રાખવાનું. આવા શુદ્ધીકરણથી મન સ્વસ્થ ને પ્રસન્ન રહે છે. સાથે સાથે નમ્રતા અને નિરભિમાન આવે છે. હું પાપી છું...' આ વિચાર મનુષ્યને નમ્ર અને નિરભિમાન બનાવે. જ્ઞાની ગુરુજનો આવાં સરળ ને નિખાલસ શિષ્ય-શિષ્યાઓ પર વિશેષ રૂપે કરુણાવંત હોય છે. તેઓ આવાં શિષ્યોને ‘ઉત્તમ'ની કક્ષામાં મૂકે છે. આ તો કાળ વિષમ છે, સંઘયણશક્તિ નથી... મનોબળ દૃઢ નથી, નહીંતર આવી રીતે સદ્ગુરુ પાસે જઈ પોતાનાં પ્રચ્છન્ન પાપોનું પ્રગટીકરણ કરનાર મહાત્માને કેવળજ્ઞાન થઈ જાય ! “મહાનિશીથ' સૂત્રમાં આવાં દૃષ્ટાંતો વાંચવા મળે છે. આજની વાતનો સાર આ છે : પ્રગટ કે પ્રચ્છન્ન પાપોથી બચતા રહો. પ્રચ્છન્ન પાપોનો વહેલામાં વહેલી તકે નાશ કરો - આજે બસ ! આટલું જ. કાંટો કયો છે ? ગુપ્ત પાપ ૦ ૩૩ Page #51 -------------------------------------------------------------------------- ________________ E. શું શોચા છે ? ઉપાણtt શિષ્ય ગુરુદેવ, ખરેખર દુઃખદાયી શું છે ?' ગુરુ “વત્સ, કૃપણતા દુઃખદાયી છે.' તમારી પાસે આપવા માટે વસ્તુ છે, બીજાને એની જરૂર છે ને એ માંગે છે, છતાં તમે નથી આપતા. તે વાત તમારા માટે ગંભીર કહેવાય. દુઃખદાયી કહેવાય. તમને દુનિયા કૃપણ-કંજૂસ કહેશે. કૃપણતા મોટો દોષ છે, દુર્ગુણ છે. પરંતુ માણસનો સ્વભાવ એવો છે કે એને બીજાની કૃપણતા તો ખટકે છે, પોતાની કાણતા ખટકતી નથી. એને બીજા પાસેથી લેવું ગમે છે, આપવાનું પ્રાયઃ ગમતું નથી ! તેમાં એક મહત્ત્વની વાત છે. જેના પ્રત્યે માણસને પ્રેમ હોય છે તેને આપવામાં એ રાજી હોય છે. એ પ્રેમ વાત્સલ્યરૂપે હોય, નેહરૂપે, દયારૂપે કે કરુણારૂપે હોઈ શકે. તમે તમારા સ્વજનોને કંઈ આપો છો તે વાત્સલ્ય છે. તમે સાધુ-સંતોને કંઈ આપો છો તે સ્નેહ છે, પ્રેમ છે. તમે ગરીબોને કંઈ આપો છો તે દયા છે. તમે પશુ-પક્ષીઓને કંઈ આપો છો તે કરુણા છે. આવા વિભાગો ભાવાત્મક ભૂમિકાના હોય છે. કૃપણ માણસ આવો એક પણ ભાવ પ્રાય: ધરાવતો હોતો નથી. એનામાં “લાગણી” જેવું, સ્નેહ' જેવું તત્ત્વ પ્રાયઃ જોવામાં નહીં આવે. આવા માણસો કૃપણતાની વિકૃતિથી પીડાતા હોય છે. મારી પાસે મીઠાઈ છે, તે બીજા સાથે વહેંચીને ખાઉં તો એ સંસ્કૃતિ છે. હું એકલો જ મીઠાઈ આરોગી જાઉં તો મારી પ્રકૃતિ છે, પણ બીજા ૩૪૦ સંવાદ Page #52 -------------------------------------------------------------------------- ________________ પાસેથી મીઠાઇ ઝૂંટવીને ખાઈ જાઉં તો એ વિકૃતિ છે. પરંતુ માનવતાની વાત ન્યારી છે. પોતાની મીઠાઈ પોતે ન ખાતાં બીજાને ખવડાવે અને ખવડાવીને ઊંડો સંતોષ પામે તે શ્રેષ્ઠ માણસ કહેવાય. એ જીવતું તીર્થ કહેવાય. દુનિયામાં આજે પણ આવાં અનેક જીવંત તીર્થો છે... એના પ્રતાપે આ દુનિયા ટકી રહી છે... pich? કૃણને, કંજૂસને બે આંખની શરમ પણ નથી નડતી. બે આંખની શરમનો પણ જાણે દુકાળ પડ્યો છે. લાભવાદ અને લોભવાદ વકર્યો છે. આ સંસારની આબોહવા જ એવી બની ગઈ છે. ગમે તે ભોગે માણસને પૈસો મેળવવો છે, ભેગો કરવો છે. પૈસો બનાવવા તે અધીરો બન્યો છે. કોઈને કંઈ આપવું નથી ! આ ‘ગીધવૃત્તિ’ કહેવાય. ગીધ જ્યારે મરેલા ઢોરના પેટમાં ઊંડે સુધી પોતાની ચાંચ ખોસે ત્યારે પોતાની પાંખો પહોળી કરીને ઢોરના શરીરને ઢાંકેલું રાખે છે, જેથી બીજું કોઈ પોતાની મિજબાનીમાં ભાગ ન પડાવે... ! હવે બીજી તાત્ત્વિક વાત કરી લઈએ. દાન એ ધર્મ છે. જે તમારું છે તે તમે બીજાને આપો છો, તેને ધર્મ કહેવાયો છે. અને તમે નથી આપતા તો તેને ‘પાપ’ કહેવામાં આવ્યું છે ! આપવા યોગ્ય વસ્તુ છે તમારી પાસે છતાં તમે નથી આપતા, તો તે ગુનો છે, અપરાધ છે, પાપ છે. પ્રશ્ન : બીજાને આપવાનું મન કેમ નથી થતું ? ઉત્તર : તાત્ત્વિક દૃષ્ટિએ તેમાં કારણભૂત હોય છે અંતરાય કર્મ ! ‘દાનાન્તરાય’ નામનું કર્મ તમા૨ા મનને રોકે છે દાન આપતાં ! નથી ગમતું આપવાનું ! મેળવવાનું જ ગમે છે ! પણ મળવાનું ઇચ્છાથી નથી મળતું ! મળવા માટે પણ ‘લાભાન્તરાય’ નામના કર્મનો ક્ષયોપશમ જોઈએ. આ કર્મ થોડુંઘણું પણ તૂટેલું હોય તો થોડીઘણી ઇચ્છાઓ પૂરી થાય. ખેર, આ વાત પછી ક્યારેક વિસ્તારથી સમજાવીશ. આજે તો ‘કૃપણતા'ની વાત કરવી છે. તમારા જીવન-વ્યવહારમાંથી કૃષ્ણતા દૂર કરવાની છે. કેટલા-કેટલા પ્રકારની કૃપણતા માણસને સતાવે છે ! શું શોચનીય છે ? કૃપણતા ૦ ૩૫ Page #53 -------------------------------------------------------------------------- ________________ બીજાને પૈસા આપવામાં કૃપણતા. બીજાને ભોજન આપવામાં કૃપણતા. બીજાને જગા આપવામાં કૃપણતા. બીજાને વસ્ત્ર આપવામાં કૃપણતા. બીજાને પાણી આપવામાં કૃપણતા. અરે, મીઠા શબ્દો આપવામાં પણ માણસ કંજૂસાઈ કરે છે ! હું આવા માણસોને કહું છું કે, “ભાઈ, મીઠું પાણી કોઈને ન આપો તો વાંધો નહીં, પણ મીઠી વાણી તો આપો...! કોઈને મીઠો આવકાર તો આપો. એમાં ક્યાં પૈસા લાગે છે ?” પરંતુ કૃપણતાએ મનુષ્યને સાર્વત્રિક ભરડો લીધો છે. આ સ્થિતિમાં માણસ ધર્મના માર્ગે કેવી રીતે ચાલી શકે ? કૃપણતાના મૂળમાં તો લોભ-તૃષ્ણા-આસક્તિ જ પડેલાં હોય છે. જે વસ્તુ ઉપર મનુષ્યને આસક્તિ હોય છે, મમત્વ હોય છે, તે વસ્તુ તે ત્યજી શકતો નથી. બીજાને આપી શકતો નથી. પછી એ પદ હોય, પૈસા હોય કે પથરા હોય. ભિખારીને પોતાનું ભિક્ષાપાત્ર, ભલે માટીનું હોય, પણ એને જો મમત્વ હશે તો તે નહીં છોડે. એક ભિખારી એક હવેલીના દ્વારે ગયો. તેને ભિક્ષા જોઈતી હતી. તેના ભિક્ષાપાત્રમાં બે-ચાર દિવસનું વાસી ભોજન વાસ મારતું હતું. હવેલીની સ્ત્રીએ એને કહ્યું : “તું તારું આ ગંદું ભિક્ષાપાત્ર સાફ કરી નાંખ. પછી તને હું ગરમગરમ દૂધપાક આપું.' ભિખારીએ વિચાર્યું : “હું ભિક્ષાપાત્રમાં જે છે તે ફેંકી દઉં, ને પછી આ સ્ત્રી અને ભિક્ષા ન આપે તો ?' તેણે પેલી સ્ત્રીને કહ્યું : “મને જે આપવું હોય તે આ ભિક્ષાપાત્રમાં જ આપો. એમાં જે છે તે હું ફેંકી નહીં દઉં !” ભિક્ષાપાત્રમાં જે કંઈ હતું તે ભિખારીને ગમતું હતું. જે ગમે છે તે છોડી શકાતું નથી. પરિણામે આસક્તિ વધી જાય છે. અને આસક્તિ જ જીવને દુર્ગતિમાં લઈ જાય છે. કૃપતા સાથે આસક્તિ જ જોડાયેલી હોય છે. . ૩૬ ૦ સંવાદ Page #54 -------------------------------------------------------------------------- ________________ તમારા સામાજિક અભિગમથી વિચારો તો પણ કૃપણતા લજ્જાસ્પદ છે. સમાજમાં કૃપણ માણસ પૂજાતો નથી, ગવાતો નથી, પ્રશંસાતો નથી. એની લોકો નિંદા કરે છે. એનાં શુકન પણ સારાં ગણાતાં નથી. પાંચ સારા માણસો ભેગા થવાના હોય તેમાં કૃપણનો સમાવેશ થતો નથી. સામાજિક સ્તરે પણ તે નીચે ઊતરી જાય છે. કૃપણતા કૌટુમ્બિક દૃષ્ટિએ વિચારો. પરિવારમાં જો દાદા-દાદી, કે માતાપિતા કૃપણ હશે, ઘરના વડીલો કંજૂસ હશે તો પરિવારમાં તેઓ અપ્રિય બનવાના. સંતાનોને તેઓ ગમશે નહીં. આવાં ઘરોમાં પછી ચોરી, મારામારી. ગાળાગાળી વગેરે દૂષણો પ્રવેશી જતાં હોય છે. પરસ્પર વહેમ ને શંકાની દૃષ્ટિથી જોવાતું હોય છે. આધ્યાત્મિક કે ધાર્મિક દૃષ્ટિએ તો કૃષણતા ત્યાજ્ય જ છે, કારણ કે અધ્યાત્મના કે ધર્મના ક્ષેત્રમાં પ્રવેશવા પ્રથમ જ ‘વિષયવૈરાગ્ય’ જોઈએ. વિરક્તભાવ જોઈએ. કૃપણ વિરક્ત ન બની શકે. તે તો નસક્ત જ હોય. માટે કૃપણતાને દૂર કરવાની છે. શું શોચનીય છે ? કૃપણતા – ૩૭ Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૦. શું પ્રશંશૌય છે ? Getzal શિષ્ય : ‘ગુરુદેવ, પ્રશંસનીય શું છે ?” ગુરુ : ‘વત્સ, મનુષ્ય પાસે વૈભવ હોય તો ઉદારતા પ્રશંસનીય છે.’ લોકપ્રિયતા મેળવવા માટેનો શ્રેષ્ઠ ગુણ છે ઉદારતા. ઉદાર માણસ ઘરમાં તો પૂજાય, બહાર પણ એના ગુણ ગવાય છે. તેની સારી પ્રસિદ્ધિ થાય છે. જોકે આ તો બહારના લાભ છે. આંતરિક દૃષ્ટિએ તો તમે કલ્પના ન કરી શકો તેટલા લાભ થતા હોય છે. એ બધા લાભોની વાતો કહેવા પૂર્વે ઉદારતાના પ્રકારો બતાવી દઉં. ધનની અને અન્નની ઉદારતા સાથે મૂળભૂત ઉદારતા જોઈએ મનની ! મનની ઉદારતા. તમે બીજા જીવોને સારા વિચારો આપો, એટલે કે તમે બીજા જીવો માટે શુભ ભાવનાઓ ભાવો. ‘સહુ જીવો સુખી થાઓ... સહુ જીવો નીરોગી રહો... સહુનું કલ્યાણ થાઓ...' આવી આવી શુભ ભાવનાઓ ભાવવી, એ મનની ઉદારતા છે. બીજી ઉદારતા છે બીજાની ભૂલોની ક્ષમા આપવાની. ક્ષમા આપવામાં ઉદાર બનવાનું. એક જ વ્યક્તિ જ્યારે બે-ચાર વાર આપણી સાથે ખોટોખરાબ વ્યવહાર કરે છે ત્યારે આપણે ક્ષમા આપવામાં સંકોચાઈ જઈએ છીએ. તે સંકોચ ન રહેવો જોઈએ. ક્ષમા આપ્યા જ કરવાની છે ! ક્રોધને ક્ષમાથી જ જીતી શકાય છે. ક્ષમાદાનની ઉદારતા ધનદાન કરતાં કે અન્નદાન કરતાંય ચડિયાતી છે. અલબત્ વર્તમાનકાળે તો જલદાનનાં પણ ફાંફાં છે ! ત્રીજી ઉદારતા છે બીજાઓના, આપણાથી જુદા વિચારોને સહી ૩૮ ૦ સંવાદ Page #56 -------------------------------------------------------------------------- ________________ લેવાની. આપણા વિચારો સાથે જેમના વિચારોનો મૂળ જામતાં નથી તેવા લોકો સાથે પણ ઝઘડવાનું નથી ! ભલે આપણે એમના વિચારો ન સ્વીકારીએ કે તે આપણા વિચારો ન સ્વીકારે, તેમના પ્રત્યે ઉદાર વલણ રાખવાનું. ત્યાં વ્યવહાર બગાડવાનો નથી. ન ઉદારતા. આ રીતે ઉદારતાને અનેક દૃષ્ટિથી જોઈ શકાય. મહત્ત્વની વાત એ કહેવી છે કે તમે જે જે માણસમાં ઉદારતા જુઓ, તમે તેના એ ઔદાર્યગુણની પ્રશંસા કરો. ગુણની પ્રશંસા કરવી તે ગુણાનુરાગ છે અને ગુણાનુરાગ એક વિશિષ્ટ કોટિનો ગુણ છે. જ્યારે તમે બીજાની ઉદારતાની પ્રશંસા કરો છો ત્યારે તમે ઉદારતાને પ્રોત્સાહિત કરો છો ! ઉદારતાની વૃદ્ધિ કરો છો. ઉદારતાને જ્યારે સાચી પ્રશંસાનો સ્પર્શ મળે છે ત્યારે તે સહસ્રદલ કમળની જેમ ખીલી ઊઠે છે. તમારી પાસે ખૂબ પૈસો છે, તમે મંદિર બંધાવો, ઉપાશ્રય, ધર્મશાળા, પાઠશાળા, આરોગ્યશાળા આદિનું નિર્માણ કરી શકો. તમે દુઃખી સાધર્મિકોનો ઉદ્ધાર કરી શકો. અર્થાત્ નિર્ધન સાધર્મિકોને પગભર કરી શકો. તમે પ્રતિદિન ગરીબોને અનુકંપાદાન-અન્નદાન આપી શકો. સદાવ્રતો ચલાવી શકો. તમારી પાસે વિપુલ વૈભવ છે તો તમે ભવ્ય તીર્થયાત્રા- સંઘયાત્રા કરી-કરાવી શકો. વિશિષ્ટ કોટિનાં ધાર્મિક અનુષ્ઠાનો કરાવી શકો. ધર્મનાં ગ્રંથોને લખાવી શકો, છપાવી શકો. જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરી શકો. જીવદયાનાં અનેક કાર્યો કરી શકો. મહારાજા કુમારપાલ ઉદાર હતા, તો આચાર્યદેવ હેમચન્દ્રસૂરિજીએ તેમની પાસે કેવાં કેવાં ઉત્તમ ધર્મકાર્યો કરાવ્યાં હતાં, તે તમે જાણો. મહામંત્રી વસ્તુપાલ-તેજપાલની ઉદારતાનો લાભ અનુપમાદેવીએ કેવી રીતે લીધો હતો, તે તમે એમના જીવનચરિત્રમાં વાંચો. માંડવગઢના મહામંત્રી પેથડશાહે દેવગિરિમાં હજારો સાધર્મિકોને પોતાના ઔદાર્યથી કેવા સુખી કર્યા હતા, તે તમે જાણવા પ્રયત્ન કરો. શું પ્રશંસનીય છે ? ઉદારતા ૭ ૩૯ Page #57 -------------------------------------------------------------------------- ________________ મેવાડના ભામાશાહ અને કચ્છના જગડુશાહની અદ્ભુત ઉદારતાનો ઇતિહાસ જરૂ૨ વાંચી જાઓ. ઉદારતા છેલ્લી સદીમાં પણ જૈનશાસનમાં અનેક દાનવીરો થયા છે. વર્તમાન કાળે પણ થોડા દાનવીરો પોતાના દાનધર્મથી સ્વજીવનને તો ધન્ય બનાવી રહ્યા છે, જૈનશાસનને પણ શોભાવી રહ્યા છે. આજે, જ્યારે ઔદાર્યગુણની જ વાત કરવાની છે, તો તમે અહીં . બેઠેલા લગભગ બધા જ મહાનુભાવો સુખી-શ્રીમંત છો. તમે થોડાવત્તા અંશે ઉદાર હશો જ. પણ વિશેષ રૂપે મારે તમને એક યોજના બતાવવી છે. તમે સહુ સુખી શ્રીમંતો, એક-એક દુઃખી સાધર્મિક પરિવારને દત્તક લઈ શકો. એ પરિવારને તમે આર્થિક રીતે સધ્ધર કરી શકો. સાથે સાથે એ પરિવારને મોક્ષમાર્ગની આરાધનામાં પ્રોત્સાહિત કરી શકો. તમારી પાસે મારી આ અપેક્ષા છે. શું વધારે પડતી અપેક્ષા છે ? તમે ન કરી શકો, એવું અશક્ય કે દુશક્ય કાર્ય છે ? ના, તમારા માટે સરળ કાર્ય છે. બસ, એક જ પરિવારની જવાબદારી ! એની ઉન્નતિનો પ્રયત્ન કરવાનો... પણ મારા એક પરિચિત શ્રાવકે મને એક દિવસ આવી જ વાતના સંદર્ભે કહેલું કે ‘મહારાજ સાહેબ, અમારા પર આટલો બધો વિશ્વાસ ન મૂકો. અમારો સગ્ગો ભાઈ ભૂખે મરતો હોય તોય અમારું રૂંવાડું ફરકતું નથી. અમારી આંખ ભીની થતી નથી. અમે બહારથી જેટલા ઊજળા દેખાઈએ છીએ એટલા ભીતરમાં ઊજળા નથી...' એ ભાઈની વાત સાંભળીને મનમાં રંજ થયો હતો. આપણે ધર્મના મૂળભૂત તત્ત્વની ઉપેક્ષા કરીને ધર્મના બાહ્ય વ્યવહારોમાં અને શાસનપ્રભાવનાના નામે સ્વકીર્તિ અને સ્વપ્રસિદ્ધિ માટે ધનનો વ્યય કરી રહ્યા છીએ, એમ લાગતું નથી ? એક ભાઈએ પાલિતાણાનો સંઘ કાઢ્યો. વીસ-પચીસ લાખ રૂપિયા ખરચ્યા હશે. એમને કહેવામાં આવ્યું કે આપણી ૪૦ ૦ સંવાદ Page #58 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા આ સંઘયાત્રામાં ચાર ગરીબ વિધવા બહેનો છે. નિરાધાર છે. જો તમે ચારે બહેનોને ૨૫-૨૫ હજાર રૂપિયા આપો, તો અમને ઉપકારક બની શકે.’ ‘ના, ખર્ચ ઘણો થઈ ગયો છે... હવે ખર્ચ કરવાનું બજેટ નથી !' પછી એ જ માણસે કીર્તિદાનમાં બે લાખ રૂપિયા આપ્યા હતા ! આ છે આપણો સમાજ ... જે ક્ષેત્ર સીદાતું હોય એ ક્ષેત્રમાં દાનનો પ્રવાહ વહેવો જોઈએ. પણ કોણ સમજાવે ? સમજાવીએ છતાં સમજવાની તૈયારી પણ જોઈએને ? જયશંકરપ્રસાદ મહાકવિનાં બે મુક્તક સાંભળો : औरों को हंसते देखो मनु, हंसो और सुख पाओ, अपने सुख को विस्तृत कर लो सबको सुखी बनाओ. (હ્રામયાની) तुम हो कौन और मैं क्या हूं ? इस में क्या है धरा, સુનો, मानस- जलधि रहे चिर चुम्बित, मेरे क्षितिज ! उदार बनो ! (નફર) 'उदारचरितानां तु वसुधैव कुटुम्बकम् ।' ‘ઉદાર ચરિત્રવાળા મનુષ્યો માટે સમગ્ર પૃથ્વી કુટુંબ હોય છે.’ શું પ્રશંસનીય છે ? ઉદારતા ૪૦ ૪૧ Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૧. દુનિયામાં કલ્પવેલો શું છે ? વિધા શિષ્ય : ‘ગુરુદેવ, આ દુનિયામાં સાચી કલ્પવેલી શું છે ?” ગુરુ : ‘વત્સ, યોગ્ય શિષ્યને આપેલી વિદ્યા કલ્પવેલી છે !' તમે લોકો પ્રાયઃ કલ્પવેલીના પ્રભાવ નહીં જાણતા હો. તમને બતાવું છું એના વિશેષ પ્રભાવ, પ્રભાવ કહો કે ચમત્કાર કહો ! એવી એક એ વેલડી હોય છે. એ વેલની ઉપર તમે જે વસ્તુ મૂકો, તે વસ્તુ ખાલી જ ન થાય ! જેમ કે એ વેલની ઉઢાણી બનાવીને એના પર ઘીનું કે દૂધમાખણનું વાસણ મૂકી રાખો. પછી એ વાસણમાંથી જે ઘી વગેરે હોય તે કાઢતા રહો. વાસણ ખાલી જ ન થાય ! ભરાયેલું જ રહે ! આવી કલ્પવેલી માંડવગઢના મહામંત્રી પેથડશાહ પાસે હતી. અને એના આધારે તેઓ મોટા શ્રીમંત બનેલા. પછી રાજાના મંત્રી બનેલા. તેમણે પોતાની શ્રીમંતાઈનો ખૂબ જ ઉદારતાથી ઉપયોગ કર્યા હતાં. તેમને માત્ર પાંચ લાખ રૂપિયાનો જ પરિગ્રહ હતો. આ કલ્પવલ્લીની વાત જ્ઞાની પુરુષો તેમના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રમાં કરે છે ! તેઓ આત્મવિદ્યાને કલ્પવલ્લી કહે છે. તેઓ અધ્યાત્મવિદ્યાને કલ્પવલ્લી કહે છે ! પરંતુ કલ્પવલ્લીનું કામ તો ગુરુના સમર્પિત શિષ્ય કરે છે ! એ ગુરુના જ્ઞાનને ઘટવા નથી દેતો, વૃદ્ધિ જ કરે છે ! રવીન્દ્રનાથ ટાગોરે લખેલું છે : વિદ્યાલાભ વિદ્યાલય પર નિર્ભર નથી પરંતુ મુખ્યતયા છાત્ર (શિષ્ય) પર નિર્ભર કરે છે. એટલે ગુરુ એવા કલ્પવેલી જેવા શિષ્યને શોધીને પોતાની વિદ્યા, પોતાનું જ્ઞાન આપે છે. તેઓ શિષ્યની ત્રણ વાતો જુએ છે : ૪૨ ૦ સંવાદ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિધા First religious and Moral Principales. (પહેલાં ધાર્મિક અને નૈતિક સિદ્ધાંત) Secondly gentelmanly conduct (બીજો છે સત્પુરુષોચિત વ્યવહાર) - Third intellectual Apilitly. (ત્રીજી વાત છે બૌધ્ધિકક્ષમતા) ‘ટામસ આર્નોલ્ડ’ નામના વિદ્વાને આ ત્રણ વાતો બતાવી છે. આવા સુયોગ્ય શિષ્યને-ઉત્કૃષ્ટ શિષ્યને આપેલી વિદ્યા વિશેષ ગુણકારી (કલ્પવેલી) બને છે, જેમ કે મેઘનું પાણી સમુદ્રના છીપમાં પડીને મોતી બની જાય છે ! વાસ્તવમાં, સભ્યજ્ઞાન, સમ્યગ્ વિઘા તે તે વિષયમાં પારંગત આચાર્ય પાસેથી લેવાની હોય છે. અને એવી રીતે વિનયથી ગ્રહણ કરેલી વિદ્યા શ્રેષ્ઠ સાધુતા પ્રાપ્ત કરે છે. શ્રી શંકરાચાર્યજીએ કહ્યું છે : 'मातैव का या सुखदा सुविद्या ! मिमेधते दानवशात् सुविद्या !' માતાની જેમ સુખ ઉપના૨ી સુવિદ્યા છે. આપવાથી શું વધે છે ? ઉત્તમ વિદ્યા ! કલ્પવલ્લી સમાન વિદ્યા યોગ્ય શિષ્યોને - છાત્રોને - વિદ્યાર્થીઓને આપવાથી તે વિદ્યા નિરંતર વધતી જાય છે. એટલે ગુરુ એવા શિષ્યોને વિદ્યાદાન આપે છે. વિદ્યા પ્રાપ્ત કરતાં કરતાં શિષ્યનું વ્યક્તિત્વ કેવું ગુણમય બને છે તે ‘ક્ષેમેન્દ્ર’ના એક શ્લોકમાં સાંભળો. शीलं परहितासक्तिरनुत्सेकः क्षमाधृतिः । अलोभ श्वेती विद्यायाः परिपाकोज्ज्वलं फलम् ।। દુનિયામાં કલ્પવેલી શું છે ? વિદ્યા ૦ ૪૩ Page #61 -------------------------------------------------------------------------- ________________ શીલ, પરોપકાર, વિનય, ક્ષમા, ધૈર્ય અને અલોભ (સંતોષ) - આ છ વિધાની પૂર્ણતાના ઉવેલ ફળ છે. મહાયોગી રાજર્ષિ ભર્તુહરીએ પણ વિદ્યાનો અપૂર્વ મહિમા ગાયો છે : विद्या नाम नरस्य रुपमधिकं प्रच्छन्नगुप्तं धनं, विद्या भोगकरी यशः सुखकरी, विद्या गुरुणां गुरु । विद्या बन्धुजनो विदेशगमने विद्या परं वैभवं विद्या राजस्तु पूजिता न तु धने, विद्याविहीनः पशुः ।। અર્થ સમજી લો વિઘા પુરુષનું શ્રેષ્ઠ રૂ૫ છે. ગુપ્ત ધન છે. યશ છે અને સુખદાયી છે. વિદ્યા ગુરુની પણ ગુરુ છે. પરદેશમાં બંધુ છે, પરમ દેવ છે. રાજાઓ વિદ્યાની પૂજા કરે છે, ધનની નહીં, વિદ્યાહીન પશુ કહેવાય ! તમારે કહેવું છે? વર્તમાનકાળે ધનહીન માણસ પશુ કહેવાય છે, એમ કહેવું છે ને ? કહો. ધનવંતો ને શ્રીમંતોની આરતી ઉતાર્યા કરો ! જે સમાજમાં શ્રીમંત કરતાં ધનવંતને મહત્ત્વ મળે, મહાત્માના બદલે માફિયાઓને મહત્ત્વ મળે, તે સમાજનું નૈતિક ને ધાર્મિક પતન થાય. ધીમંત એટલે જ્ઞાની બુદ્ધિમાન. તેની આંખોમાં કામ-ક્રોધના વિકારો ન હોય. તે અભિમાનથી અક્કડ ન હોય. એની પાસે જ વિદ્યાનો દીવો સળગતો રહે. એ જ્ઞાની પુરુષ વિઘાચક્ષુથી જ અવલોકન કરતો હોય છે. આપણી આજની વાત આ છે : ગુરુ યોગ્ય શિષ્યને સમ્યગૂ જ્ઞાન આપે. એ શિષ્ય એ જ્ઞાન આપા શિયોને આપે. આ પ્રવાહ વહેતો રહે. જ્ઞાનની ગંગા વહત રહેવું નઈએ. લોંગફેલો' નામનો વિ કહે છે : Art is long and time is fleeting. વિદ્યા અનંત છે અને સમય ઊડી રહ્યો છે !! ૮૪ ૯ સંવાદ Page #62 -------------------------------------------------------------------------- ________________ અનંત આત્મવિદ્યાને પામવા શિષ્ય સુખશીલતાનો ત્યાગ કરવો પડે. પ્રમાદને ખંખેરી નાંખવો પડે. તમારે એશ આરામ જોઈએ છે તો તમને જ્ઞાન નહીં મળે. તમારું જ્ઞાની બનવું છે તો તમારે સુખોને છોડવાં પડશે ! હા, બહારનાં સુખસાધનો જેમ જેમ ઓછાં તેમ તેમ આંતરિક સુખસમૃદ્ધિ વધારે મળે. ભીતરનો આત્માનંદ અનુભવવા મળે. વિધા હા, તકલીફ ત્યાં થાય છે... જ્યાં વિદ્યાદાન માટે યોગ્ય પાત્ર મળતું .નથી ! અપાત્ર પાત્રતાં યાતિ । ત્યાં અયોગ્ય વ્યક્તિ પાત્ર બની જાય છે. ‘ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન', એ ઉક્તિ સાર્થક બને છે. યાદ રાખો. જ્ઞાન કલ્પવેલી સમાન છે. તે સુયોગ્ય છાત્રને-શિષ્યને આપવાથી વૃદ્ધિ પામે છે. દુનિયામાં કલ્પવેલી શું છે ? વિદ્યા ૦ ૪૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અક્ષરા ઘst gણ શું છે? સુપાત્ર દાળ શિષ્ય “ગુરુદેવ, અક્ષય વટવૃક્ષ કયું છે ?” ગુરુ : “વત્સ, સુપાત્રદાન અક્ષય વટવૃક્ષ છે.' તમે વડનાં ઝાડ જોયાં જ હશે. એમાંય જો તમે “કબીરવડ જોયો હશે તો આશ્ચર્યચકિત થઈ ગયા હશો. વડના ઝાડની વિશેષતા હોય છે એની અનેક વડવાઈઓ. સેંકડોની સંખ્યામાં વડવાઈઓ ફૂટી નીકળે છે. એટલે એક વૃક્ષમાંથી અનેક વૃક્ષો સર્જાઈ જાય છે ! સુપાત્રદાન આવું વડનું વૃક્ષ છે, તે પણ અવિનાશી, અક્ષય હોય છે. વડનું ઝાડ તો ક્યારેક કાળના, મહાકાળના ઝપાટામાં નાશ પણ પામી જાય, પરંતુ આપેલું સુપાત્રદાન નાશ ન પામે તેવું વટવૃક્ષ છે ! તમે સાંભળ્યું કે વાંચ્યું હશે કે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના આત્માનું ઉત્થાન આ સુપાત્રદાનથી થયું હતું. એમના ૨૭ જન્મોનું વર્ણન શાસ્ત્રોમાં વાંચવા મળે છે. તેમાં પહેલા જ જન્મમાં તેઓ એક મુનિને જંગલમાં ભાવપૂર્વક આમંત્રિત કરીને ભિક્ષા આપે છે, તેમની સેવા કરે છે ને પછી એમને માર્ગ બતાવવા જાય છે. આ વાવેલું વડ-વૃક્ષ સત્યાવીશમા ભવમાં તીર્થકર મહાવીરના રૂપે ફળ્યું-ફાલ્યું ! કેટલી બધી વડવાઈઓ એને ફૂટી નીકળી હતી ! અનેક પ્રકારનાં ભૌતિક-આધ્યાત્મિક સુખો, એ વડવાઈઓ છે. એવી જ બીજી વાત તમને યાદ કરાવું. પેલો ગોવાળણીનો નાનો દીકરો. રોઈ રોઈને એણે મા પાસે ખીર બનાવરાવી હતી... થાળીમાં ખીર લઈ ખાવા બેઠો હતો, ત્યાં જ એણે મુનિરાજને માર્ગ પર જતા ૪૬૦ સંવાદ Page #64 -------------------------------------------------------------------------- ________________ જોયા... એ ઓળખી ગયો ! ‘આ તો એ જ મુનિ છે કે જેમને જંગલમાં હું રોજ સ્થિરપણે ઊભેલા જોઉં છું !' એ મુનિરાજને બોલાવી લાવ્યો અને પોતે જે ખીર ખાવાનો હતો તે મુનિરાજને વહોરાવી દીધી ! ખૂબ પ્રેમથી આપી દીધી. આપીને ખૂબ રાજી થયો. અલબત્ત, અને ખબર નહીં હોય કે એ મુનિરાજને એક મહિનાના ઉપવાસનું એ દિવસે પારણું હતું ! ‘સુપાત્રદાન’નું વટવૃક્ષ વવાઈ ગયું ! અને ‘શાલિભદ્ર’ના ભવમાં એ વટવૃક્ષ ફાલ્યું-ફૂલ્યું ! વિપુલ વૈભવ મળ્યો. અપાર સંપત્તિ અને અનુપમ ભોગોપભોગ મળ્યા. એ બધાય કરતાં ચઢિયાતું સુખ મળ્યું ભગવાન મહાવીરના શિષ્ય થવાનું ! અત્યારે એ સુપાત્રદાનનું વટવૃક્ષ અનુત્તર દેવલોકમાં વિસ્તરેલું છે ! સુોંત્ર 113 સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સુપાત્ર કહેવાય. આમ તો પ્રત્યેક આસ્તિક મનુષ્ય સુપાત્ર છે. પરમાત્મતત્ત્વને, ગુરુતત્ત્વને અને ધર્મતત્ત્વને માનનાર મનુષ્ય સુપાત્ર છે. તમે સુપાત્રને દાન આપતા રહો ! એમાં કોઈ તીર્થંકર કે ગણધરનો આત્મા પણ હોઈ શકે ! કોઈ કેવળજ્ઞાનીનો કે અવધિજ્ઞાનીનો આત્મા પણ હોઈ શકે... તમારું દાન એમને મળે... અને તમે ન્યાલ થઈ જાઓ ! સુપાત્રદાન તમને અક્ષય પદ સુધી લઈ જઈ શકે છે. સુપાત્રદાન માટે અમદાવાદ તો બહુ જ સાનુકૂળ શહેર છે. અહીં સદૈવ સાધુ-સાધ્વીજીનો યોગ રહે છે, સંયોગ ૨હે છે. પણ ભિક્ષાના સમયે તમારા દરવાજા ખુલ્લા રહે છે ખરા ? ફ્લૅટોના બંધ દરવાજે સાધુ-સાધ્વી ‘બેલ’ તો મારી શકે નહીં ! તમે એ સમયે પ્રતીક્ષા કરતા રહો તો જ તમને સુપાત્રદાનનો લાભ મળે. એમાંય જો સૂર્યાસ્તપૂર્વે તમારા ઘરમાં ભોજન થતું હોય, રાત્રિભોજન ન થતું હોય તો સુપાત્રાનનો સારો લાભ મળે. ભોજનમાં કાંદા, બટાકા કે બીજાં કંદમૂળ તો (લસણ વગેરે) નથી વાપરતાને ? આપણા સાધુ-સાધ્વીને કોઈ કંદમૂળ કામ ન આવે. કોઈ અભક્ષ્ય પદાર્થ કામ ન આવે. તમારું જૈનોનું રસોડું જૈન સંસ્કૃતિ મુજબ અક્ષય વડનું વૃક્ષ કયું છે ? સુપાત્ર દાન ૦ ૪૭ Page #65 -------------------------------------------------------------------------- ________________ જળવાયેલું છે ને ? સુપાત્રદાનનું મહાન પુણ્ય છે કમાવા માટે તમારે પણ “સુયોગ્ય” તો બનવું જ પડે. શ્રાવક-શ્રાવિકા બનવું પડે. તે માટે તમારે કમસે-કમ અભક્ષ્યનો, કંદમૂળન અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. જોકે પર્વતિથિઓમાં તો વનસ્પતિનો પણ ત્યાગ કરવાનાં છે. પરંતુ તમે હવે આ બધી વાતો માનવાના નથી. તમે કહેશો અમે તો માનીએ પણ બાળકો નથી માનતા...” બાળકો કોનાં છે ? તમારાં જ છે ને ? તમે જો એમને પહેલેથી જ સારા સંસ્કારો આપ્યા હોય તો તેઓ તમારી સારી ને સાચી વાત માનવાનાં જ, પણ તમે બાળકોને સારા સંસ્કાર આપવામાં નિષ્ફળ ગયા છો. સુપાત્રદાન માત્ર ભોજનદાન જ નથી, તેમાં વસ્ત્રદાન, ઔષધદાન, પાત્રદાન, જ્ઞાનદાન આદિ ઘણાં દાનોનો સમાવેશ થાય છે. “જગા'નું દાન, જેને અમારી ભાષામાં વસતીનું દાન' કહેવાય છે, તે પણ અગત્યનું દાન છે. એટલે કે સુપાત્રને રહેવા માટે, વિસામા માટે જગા આપવી. આપણે ત્યાં અયવંતી સુકુમાળ નામના શ્રેષ્ઠિપુત્રની વાર્તા આવે છે. એણે પોતાની હવેલીમાં એક આચાર્ય મહારાજને સેંકડો સાધુઓ સાથે ઉતારો આપ્યો હતો. એ સાધુઓમાં એક મુનિરાજ રાત્રિના સમયે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હતા. ખૂબ જ સ્પષ્ટ સ્વરમાં તેઓ એક એવા શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા હતા કે જેમાં દેવલોકના નલિની ગુલ્મ' નામના વિમાનનું વર્ણન આવતું હતું. શ્રેષ્ઠિપુત્ર અયવતી સુકમાળ એ વર્ણન સાંભળે છે ને એને પોતાના પૂર્વજન્મ યાદ આવે છે. એ “નલિનીગુલ્મ વિમાન' નામના દેવલોકમાંથી જ અહીં જન્મ પામેલો હતો ! પૂર્વજન્મની સ્મૃતિ થતાં પુનઃ એ દેવલોકમાં જન્મ લેવા તે દઢ સંકલ્પ કરે છે. આચાર્ય મહારાજ પાસે દીક્ષા લે છે ને એ જ રાત્રે નગરની બહાર સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. પશુનો ઘોર ઉપસર્ગ થાય છે. સમાધિમૃત્યુ પામીને એ “નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થાય છે ! ૪૮ • સંવાદ Page #66 -------------------------------------------------------------------------- ________________ સપાસ 1 સુપાત્રદાન ત્યાં વટવૃક્ષ બનીને ફાલેફુલે છે ! 5 અત્યારે એ આત્મા એ દેવલોકમાં છે ! સુપાત્રદાનને | Vઅક્ષય વટવૃક્ષ કહેલું છે ! અર્થાત્ એ આત્મા નિર્વાણ 7 પામશે ત્યાં સુધી એને સુખ-સમૃદ્ધિ મળ્યા જ કરવાની. આવો સુપાત્રદાનનો મહાન ધર્મ આરાધવાનો તમને અવસર મળેલો છે. એ અવસર ખોઈ નાંખશો નહીં. “ઔષધદાન' પણ એક વિશિષ્ટ દાન છે. બીમાર સાધુ-સાધ્વીની સેવા-ભક્તિ તો મહાન સેવા છે. મહાન ધર્મ છે. અરે, કોઈપણ ગ્લાન જીવની સેવા કરવાનો ઉપદેશ તીર્થકરોએ ભારપૂર્વક આપ્યો છે. ત્યાં સુધી પ્રભુએ કહ્યું છે કે “જે ગ્લાનની-બીમારની સેવા કરે છે તે મારી સેવા કરે છે.' આથી વિશેષ શું કહેવાનું ? પરંતુ તમે સર્વપ્રથમ બીમાર માતા-પિતાની સેવાથી પ્રારંભ કરશો. ? જો તમે ઇચ્છતા હો કે તમારી બીમારીમાં બીજા તમારી સેવા કરે, તો તમે સેવા કરવાનું કાર્ય શરૂ કરી દો. બરાબરને ? અક્ષય વડનું વૃક્ષ કયું છે ? સુપાત્ર દાન ૦ ૪૯ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૧૩. ઉપાદેરા શું છે ? ગુરુવચન શિષ્ય : ‘ગુરુદેવ, સ્વીકારવા જેવું શું છે ?’ ગુરુ : ‘વત્સ, ગુરુવચન સ્વીકારવા જેવું છે. એ જ હિતકારી છે.’ ‘પ્રશમરતિ’ નામના ગ્રંથમાં કહેવાયું છે : धन्यस्योपरि निपतत्यहितसमाचरण धर्मनिर्वापी | गुरुवदनमलयनिसृतो वचन सरसचन्दन स्पर्शः | ७० આજે આપણે આ શ્લોક ઉપર જ અનુપ્રેક્ષા-ચિંતન કરીશું. ગ્રંથકાર ગુરુના મુખને મલયાચલ કહે છે. તેમના વચનને ભીનો ચન્દનનો સ્પર્શ કહે છે. આ શીતલ ચંદનસ્પર્શ ભાગ્યશાળી શિષ્ય પામે છે ! ગુરુની આરાધનાના માર્ગમાં એક ભયસ્થાન છે. ગુરુ કાયમ તમને મીઠા-મધુરા શબ્દો જ સંભળાવે, એવી અપેક્ષા ન રાખશો. તમારી ભૂલો થઈ જવી સ્વાભાવિક છે. એ ભૂલો સુધારવા ગુરુ તમને કડવા શબ્દો પણ સંભળાવે. અપ્રિય શબ્દો પણ સંભળાવે, અને ક્યારેક શિક્ષા પણ કરે. એ વખતે જો તમે ગુરુદેવ પર રોષે ભરાયા તો ખેલ ખલાસ ! અસહિષ્ણુ શિષ્યના ચિત્તમાં ક્યારેક આવા વિકલ્પો ઊભરાય છે કે ‘ગુરુદેવ મને જ કેમ ઠપકો આપે છે ? વાત વાતમાં મને કેમ ટોકે છે ? શું મારે જિંદગીભર આ રીતે સહન જ કર્યા કરવાનું ? ના, મારાથી હવે આવાં આકરાં અને કડવા વચન સહન નથી થતાં...' જોકે કરુણાવંત જ્ઞાની ગુરુદેવ શિષ્યોની માનસિક સ્થિતિનો વિચાર ૫૦૦ સંવાદ Page #68 -------------------------------------------------------------------------- ________________ ગુરુવચન 24) કરીને, તેની યોગ્યતા જાણીને એને મોક્ષમાર્ગની •5) આરાધનામાં પ્રેરણા આપતા હોય છે. ખૂબ કોમળ / શબ્દોમાં કરુણાભર્યા હૈયે માર્ગદર્શન આપતા હોય છે. ( પ્રાયઃ તો સર્વે શિષ્યોને એ પ્રેરણા-વાણી ગમતી હોય છે. માર્ગદર્શન પ્રિય લાગતું હોય છે, પરંતુ જે શિષ્યો ઉપર પ્રમાદનું પ્રભુત્વ છવાયેલું હોય છે, ઇષ્ટ વિષયોનું આકર્ષણ જાગેલું હોય છે, એવા શિષ્ય ગુરુની પ્રેરણા ઝીલી શકતા નથી. માર્ગદર્શન મુજબ જીવન જીવી શકતા નથી. તેઓ પોતાનાં વ્રતો-મહાવ્રતોને પ્રમાદના આચરણથી દૂષિત કરતા હોય છે. આ પરિસ્થિતિ જોઈને ગુરુના હૃદયમાં ગ્લાનિ અને ચિંતા થાય છે : “મારા શરણે આવેલો આત્મા આ રીતે સંયમ જીવન હારી જશે. માનવજીવન નિષ્ફળ જશે. માટે મારે એને અહિતકારી આચરણથી રોકવો જોઈએ.” આવી હોય છે ગુરુની કરુણાદષ્ટિ. આ દૃષ્ટિથી ગુરુ શિષ્યને પ્રમાદથી દૂર રહેવા પ્રેરણા આપતા હોય છે. તે પ્રેરણામાં વપરાતા શબ્દો મીઠા હોય અને કડવા પણ હોય ! એક આંખમાં વાત્સલ્ય હોય તો બીજી આંખમાં કઠોરતા પણ હોય; સહાનુભૂતિ હોય અને છણકો પણ હોય. ગુરુના કરુણાભર્યા હૃદયને નહીં સમજનારો શિષ્ય, ભક્ત પોતાનું | આવું નિરીક્ષણ નહીં કરનારો શિષ્ય, ગુરુનાં કડવાં અને કઠોર વચનો સાંભળીને ગુરુ પ્રત્યે નારાજ થાય છે, ગુરુ પ્રત્યે રોષે ભરાય છે. આવા શિષ્યોને ગ્રંથકાર સુંદર પ્રેરણા આપતાં કહે છે : | ‘તું તારી જાતને ધન્ય સમજ, પુણ્યશાળી સમજ, કે તારા ગુરુ તને હિતકારી, કલ્યાણકારી વચનો કહે છે. તું યોગ્ય છે, પાત્ર છે, માટે તને કહે છે. જે આત્માઓનું પુણ્ય પરવારી ગયું હોય છે તેઓને ગુરુ કંઈ કહેતા નથી. મૂર્ખ માણસને ઉપદેશ આપતા નથી. તું સમજદાર છે, વિવેકી છે માટે તેને ગુરુ ઉપદેશ આપે છે. તું શાન્ત ચિત્તે જો એમનાં પ્રેરણાવચનો સાંભળીશ તો તને ચંદનના શીતળ સ્પર્શનો અનુભવ થશે. ગુરુજનોનાં મુખ હમેશાં મલયાચલ હોય છે ! તમને ખબર છે કે ઉપાદેય શું છે? ગુરુવચન - ૫૧ Page #69 -------------------------------------------------------------------------- ________________ મલયાચલ પર ચંદનનાં જ વૃક્ષો હોય છે. એ વૃક્ષો પરથી આવતો વાયુ સુગંધિત અને શીતલ હોય છે. તું એને ગ્રહણ કર. તારા મનને એ વાયુનો સ્પર્શ થવા દે. મન ઉપરથી રોષ અને રીસનાં આવરણ દૂર કરી દે, એટલે તને એ શીતળ વાયુનો સ્પર્શ થશે. એ સ્પર્શ થતાં જ તારા મનનો ઘામ-બફારો દૂર થઈ જશે. તે પ્રશમરસનો અનુભવ કરીશ. ગુરુના ઉપદેશને, ગુરુના વચનને ચંદનરસની ઉપમા આપીને ગ્રંથકારે ગર્ભિત રીતે ગુરુજનોને પણ સુંદર માર્ગદર્શન આપ્યું છે. “હે ગુરુજનો, તમારી વાણી ચંદન જેવી શીતળ જોઈએ.’ આત્મસ્નેહથી છલોછલ વાણી શિષ્યના અંતર મનને સ્નિગ્ધ કરે છે. શિષ્યના-ભક્તના મનોભાવોને ભક્તિભીના રાખે છે. ભક્તિભીના મનોભાવો ગુરુનાં વચનોને ગ્રહણ કરી શકે છે અને આત્મસાત્ બનાવી શકે છે. ક્યારેક ગુરુને પોતાની વાણી ઉગ્ર કરવી પડે, તો પણ તેમનું હૃદય તો ચંદનના વિલેપનથી શીતળ જ હોય. કઠોર શબ્દો માત્ર અભિનયના ડાયલોગ્સ હોય ! રોજિંદા જીવનમાં ગુરુદેવની વાણીના અમૃતઘૂંટ પીનારા શિષ્યો ને ભક્તો, ક્યારેક ગુરુના ગરમ શબ્દોને સહી શકે છે, કારણ કે ગુરુના કરુણાભીના હૃદયની શિષ્યોને ઓળખાણ થઈ ગઈ હોય છે. ગુરુના અપાર વાત્સલ્યના સરોવરમાં નિત્ય સ્નાન કરનારો શિષ્ય ગુરુના ક્યારેક બોલાતા કઠોર શબ્દોની ‘ક્વિનાઈન' ગળી શકે છે. ગુરુ-શિષ્યના સાપેક્ષા સંબંધોમાં ઉભયપક્ષે કેટલીક સાવધાનીઓ, કેટલીક તકેદારીઓ રાખે પાનું માર્ગદર્શન પરમજ્ઞાની પુરુષોએ આપેલું છે. શાસ્ત્રજ્ઞાનની તીવ્ર સુધાથી વ્યાકુળ શિષ્ય ગુરુના કઠોર અનુશાસનને પણ માન્ય કરવાનો જ, પૈસાની તીવ્ર તંગી અનુભવનારો માણસ શું ફૂર સ્વભાવના શેઠની નોકરી નથી કરતો ? એને પંસા જોઈએ છે એટલે શેઠ પાસેથી એની અપેક્ષા માત્ર પૈસાની જ હોય છે. એ માટે શેઠનો કટુ વ્યવહાર પણ સહન કરે છે. પરંતુ એ પૂર્ણ રીતે વફાદાર અને સમર્પિત તો પર • સંવાદ Page #70 -------------------------------------------------------------------------- ________________ કોમળ વ્યવહારવાળા અને ઉદારતાને વરેલા શેઠને 5) જ થઈ શકે છે. ( લોકોત્તર ધર્મના માર્ગે ચાલી હેલા મુમુક્ષુઓ તો આ “તિતિક્ષા'ને પણ આરાધના જ માનતા હોય છે. કષ્ટોને સહવામાં તેઓ ‘કર્મનિર્જરાનો લાભ જોતા હોય છે. છતાં જ્યારે એમનાથી કષ્ટો સહન નથી થતાં ત્યારે એ આર્તધ્યાનમાં-દુર્શનમાં ચાલ્યા જાય છે. વિકલ્પોની જાળમાં ફસાય છે. એવા વ્યાકુળ સાધકને ગ્રંથકાર મહર્ષિ આશ્વાસન આપે છે. ગુરુતત્ત્વ પ્રત્યે સ્નેહ ને સદ્ભાવ અખંડ રાખનારી દિવ્યદૃષ્ટિ આપે છે. - “તારા પ્રત્યે ગુરુદેવને કરુણા છે, વાત્સલ્ય છે, માટે તેને હિતકારી વચનો કહે છે. તું તારી જાતને ધન્ય માન. જે જીવો પુણ્યશાળી નથી હોતા તેઓ ગુરુનાં વચન તો નથી પામતા, દર્શન પણ નથી પામતા. જે લોકો દર્શન પામે છે તે બધા ગુરુવચન નથી પામી શકતા. તે ધન્ય છે કે તને ગુરુકૃપા પ્રાપ્ત થઈ છે. એ સિવાય ગુરુ તને કડવા વચન ન જ કહે.' આત્માનું અહિત કરનારી પ્રવૃત્તિઓને ગુરુ વિના કોણ અટક્કવે ? સંસારના સ્નેહી-સ્વજન અને મિત્રોને તમારા આત્માના હિત-અહિત સાથે કોઈ સંબંધ નથી. તેઓને તો પોતાના ઇહલૌકિક ભૌતિક હિતઅહિત સાથે જ સંબંધ હોય છે. પારલૌકિક આત્મહિતનો વિચાર તો મા નિઃસ્વાર્થ કરુણાવંત ગુરુજનો જ કરતા હોય છે. સમજી ગયા કે ગુરુવચન કેમ ઉપાદેય છે ! ઉપાદેય શું છે? ગુરુવચન ૫૩ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૪. સર્વગુણનો નાશક કોણ ? લોખ શિષ્ય : ‘ગુરુદેવ, મનુષ્યના સર્વ ગુણોનો નાશક કોણ છે ?” ગુરુ : ‘વત્સ, લોભ !' પૂર્ણજ્ઞાની પુરુષોએ કહ્યું છે : .' सर्वगुण विनाशनं लोभात्' - प्रशमरति લોભથી સર્વ ગુણો નાશ પામે છે. આજે આપણે આ પાપોના બાપ એવા ‘લોભ’ અંગે ચિંતન કરીશું. એના માટે ‘પ્રશમરતિ' ગ્રંથનો જ આધાર લઈને ચિંતન આગળ વધારીશું. सर्वविनाशाश्रयिणः सर्वव्यसनैकराजमार्गस्य । लोभस्य को मुखगतः क्षणमपिदुःखान्तरमुपेयात् ।। २९ ।। સર્વ અપાયોનું - નુકસાનોનું વિશ્રામસ્થાન છે લોભ ! .સર્વ વિનાશનું આશ્રયસ્થાન છે લોભ ! જેટલાં વિનાશકારી તત્ત્વો છે, જેટલાં નુકસાન કરનારાં તત્ત્વો છે તે બધાં જ લોભના આશ્રયસ્થાનમાં આરામ મેળવે છે. બીજે ક્યાંય એ તત્ત્વોને આશ્રય મળતો નથી. ચોરોનું, પરસ્ત્રીલંપટોનું અને વેરની ગાંઠો બાંધનારાઓનું આશ્રયસ્થાન લોભ છે. લોભના આશ્રયસ્થાનમાં તમને ચોર જડી આવશે. પરસ્ત્રીલંપટોને બીજે શોધવા જવાની જરૂર નથી. લોભના વિશ્રામગૃહમાંથી તેઓ મળી આવશે. ક્રૂરતાની શોધ બીજે ક્યાંય કરવાની જરૂ૨ નથી, લોભના આશ્રયસ્થાનમાં તમને તે ભેટી જશે ! એવી જ રીતે, લોભ એક રાજમાર્ગ છે. સર્વપ્રકારનાં વ્યસનો પાસે ૫૪ સાદ Page #72 -------------------------------------------------------------------------- ________________ પહોંચવાનો સરિયામ માર્ગ ! અથવા સર્વ વ્યસનો તમને આ લોભના રાજમાર્ગ પર મળી આવશે. રાજમાર્ગ છે ને ! એટલે એના પર ચાલવાની બધાને છૂટ છે. કોઈના ૫૨ પ્રતિબંધ નથી. પરસ્ત્રીગમન, જુગાર, મદ્યપાન, શિકાર, વિષયવિકાર, કપટ વગેરે તમામ વ્યસનો લોભના રાજમાર્ગ પર ચાલ્યાં જાય છે. લોભદશા આત્મામાં પ્રબળ બની એટલે આત્મામાં મહાવિનાશકારી પાપો આવ્યાં જ સમજો. ભયંકર વ્યસનોના પગદંડા જામ્યા જ સમજો. લોભ માત્ર ધનનો જ નથી હોતો, સુખ માત્રનો લોભ જાગે છે. પાંચ ઇન્દ્રિયોના વિષયસુખોનો લોભ. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શનાં પ્રિય સુખોનો લોભ ! સુખો મેળવવાની ને સુખો ભોગવવાની વાસના. આ વાસના જ વ્યસનોનો ચસ્કો જીવને લગાડે છે ને ! પરંતુ વિચારો, કે આવો લોભી જીવ, વ્યસનોને પરવશ પડેલો જીવ સુખ પ્રાપ્ત કરી શકે ખરો ? શાન્તિ પ્રાપ્ત કરી શકે ખરો ? જરાય નહીં. જે લોભદશાને પનારે પડ્યો તે જીવ નથી તો સુખ મેળવી શકતો કે નથી એ શાન્તિનો અનુભવ કરી શકતો. એનું જીવન દુઃખ, ક્લેશ અને વેદનાઓથી ભરપૂર બની જાય છે. ‘વિષાસૂત્ર’ માં શ્રેષ્ઠિપુત્ર ઉજિઝતકની વાર્તા આવે છે. વૈયિક સુખોનો લોભી બન્યો, શરાબી બન્યો, જુગારી બન્યો, માંસભક્ષી બન્યો ને વેશ્યાગામી બન્યો. ‘કામધ્વજા' નામની વેશ્યાના ભોગસુખમાં લીન બન્યો. પરિણામ કેવું ભયંકર આવ્યું ? નગરના રાજાએ પોતાના ઉપભોગ માટે જે વેશ્યાને રાખી હતી, તેની પાસે નહીં જવા ઉજિઝતકને સૂચના આપી દેવામાં આવી હતી, પરંતુ વેશ્યાના સુખનો લોભી ઉજિઝતક વેશ્યા પાસે ગયા વિના રહે ? ચોરીછૂપીથી પણ તે ગયો જ. પરંતુ રાજાએ તેને પકડી પાડ્યો. તેને શૂળી પર ચઢાવી મારી નાંખવામાં આવ્યો. પચીસ વર્ષનો એ ફૂટડો જવાન સુખભોગની વાસનાના પાયે શૂળી सर्पगुरानो नाराड डोला ! दोष देस શાક એણ Page #73 -------------------------------------------------------------------------- ________________ પર મરાયો. મરીને એ પહેલી નરકમાં ગયો. કહો, આવા કરપીણ લોભને જીવનમાં સ્થાન આપીને સુખ મેળવી શકાય ? - અજ્ઞાની જીવ સુખ મેળવવા માટે લોભનો આશરો લે DJ છે. કોઈ પણ પાપ આચરવા તૈયાર થઈ જાય છે. એને પાપ દેખાતું નથી. એને તો ઇન્દ્રિયોનાં વિષયસુખો જ દેખાય છે ! પરંતુ એ સુખ ભોગવ્યાં ન ભોગવ્યાં ત્યાં તો એ દુઃખોના ભયંકર દાવાનળમાં ઝીંકાઈ જાય છે. દુર્ગતિઓનાં ભીષણ દુઃખો એને પીંખી નાંખે છે. એને ચૂંથી નાંખે છે. ધ્યાન રાખો, સુખ મેળવવા લોભ પાસે ન જાઓ. દૂરથી ભલે તમને ત્યાં સુખ દેખાય, પરંતુ તે માત્ર તમારો ભ્રમ છે. સુખના પડદા પાછળ તમે કલ્પી ન શકો તેવાં ભયંકર દુઃખ છુપાયેલાં પડ્યાં છે. લોભ ! સર્વગુણોનો નાશ જો પસંદ હોય તો લોભદશા તમને મુબારક હો ! તમારા જીવનબાગમાં ક્ષમાનાં પુષ્પોની સુવાસ જો ચાહો છો, નમ્રતા અને સરળતાનાં આમ્રવૃક્ષોની શીતળ છાયા જે ચાહો છો, સત્ય અને સંતોષનાં મધુર ફળોનો આસ્વાદ જો ચાહો છો તો તમે લોભ ત્યજી દો. લોભ તમને અહિંસક નહીં રહેવા દે. લોભ તમને સત્યના છાંયડે નહીં બેસવા દે. લોભ તમને ‘પ્રામાણિક પુરુષ'નહીં રહેવા દે. લોભ તમને કદાચ સદાચારી નહીં રહેવા દે. લોભ તમને દાન દેતાં રોકશે. તપશ્ચર્યાનો માર્ગ રોકશે. શુભ ભાવનાઓને તમારા મનોમંદિરમાં પ્રવેશતાં રોકશે. - એકેય ગુણ નહીં રહેવા દે, પછી ? ગુણ વિનાનું જીવન તમને સંતોષ આપશે ? ગુણ વિનાનું જીવન આત્મકલ્યાણનું સાધન બનશે ? તો પછી લોભપિશાચને ભગાડી દો. લોભનું મૂળ છે મમત્વ. મમત્વની વાસના કોઈ એક જ પ્રકારની નથી. “આ મારું' કેટલા ૫૬ ૦ સંવાદ Page #74 -------------------------------------------------------------------------- ________________ વિષયો ને આવરીને પડેલી એ વાસના છે? સ્વજનો મારા, પરિજનો મારા, ધન-સંપત્તિ મારી, શરીર / મારું..' જે પદાર્થને તમે તમારો માન્યો કે તેનું મમત્વ બંધાયું ! આવાં વિવિધ મમત્વોમાંથી લોભ ઉત્પન્ન થાય છે. જેને “મારું” માન્યું તે મેળવવાનો લોભ જાગવાનો ને તે મેળવવા માયા-કપટ પણ કરવાના. લોભનું મૂળ બતાવી દીધું. તેને રાખવું કે કાપવું તે તમારી ઇચ્છા પર નિર્ભર છે. મમત્વને “રાગ” કહેવાય. અહંકારને દ્વેષ' કહેવાય. આ “ક” અને “મમ' મોહરાજાનો મંત્ર છે. આ મહામંત્રથી મોહરાજાએ સમગ્ર વિશ્વને આંધળું બનાવી દીધું છે. મમત્વ અને અહંત્વની વાસનાઓ જ્યાં સુધી પ્રબળ છે ત્યાં સુધી કષાયો પ્રબળ રહેવાના જ. માટેમમત્વ અને અહંત્વની વાસનાઓને ખોદીને બહાર ફેંકી દેવી જ પડશે. રાગ-દ્વેષ પર જ સતત અને સખત પ્રહારો કરતા રહો, કષાયો સ્વતઃ ઢળી પડશે. ચારે કષાયોમાં લોભ બહુ જ ખતરનાક છે. તેને વશમાં રાખવાનો સર્વગુણનો નાશક કોણ ? લોભ ૦ ૫૭ Page #75 -------------------------------------------------------------------------- ________________ 15. શા કોણ છે ? કાની શિષ્ય ગુરુદેવ, શત્રુ ખરેખર કોણ છે?” ગુરુ : “વત્સ, કામ-વાસના શત્રુ છે.' જ્ઞાની પુરુષો, આત્મદૃષ્ટા મહર્ષિઓ ક્ષણિક સુખો કરતાં અંતરાત્માની સ્થાયી શાન્તિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં, સેક્સમાં ભલે ક્ષણિક સુખનો અનુભવ મનુષ્ય કરે, પરંતુ એ થોડી ક્ષણો વીત્યા પછી શું ? એ કામવાસનાનો જુવાળ શમ્યા પછી શું ? નરી અશાન્તિ અને અસ્વસ્થતા જ ને ? પૂર્ણજ્ઞાની વીતરાગને સંસારનો કોઈ ખૂણો અણદેખ્યો હોતો નથી. કોઈ દેશ-પ્રદેશ અજાણ્યો હોતો નથી, પછી માનવીનું શયનગૃહ અણદેખ્યું કેવી રીતે હોય? ભલે એ શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય, કેવળજ્ઞાનની દૃષ્ટિ એ બંધ શયનગૃહની ભીતર જોઈ શકે છે. જાણી શકે છે. એ જોવામાં અને જાણવામાં કેવળજ્ઞાનીને નથી હોતો રાગ કે નથી હોતો દ્વેષ. કારણ કે તેઓ વીતરાગ હોય છે. - શયનગૃહની ગુપ્ત વાત પ્રગટ કરીને જ્ઞાની પુરુષો મનુષ્યને વિષયસેવનથી અળગા રહેવાની પ્રેરણા આપે છે. આત્માની શાન્તિ અને સ્વસ્થતા અખંડ રાખવા માટે કામવાસનાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે, અલબત્ત વિષયસેવનથી તમારા મનને ક્ષણિક સંતોષ, ક્ષણિક સુખ મળે છે, પરંતુ એટલા માત્રથી વિષયસેવન ઉપાદેય નથી બનતું, કરવા યોગ્ય સિદ્ધ નથી થતું. જંગલમાં એક “કિંપાક' નામનું વૃક્ષ હોય છે. એ વૃક્ષ પર જે ફળ 58 * સંવાદ Page #76 -------------------------------------------------------------------------- ________________ એ બેસે છે તે ફળનો સ્વાદ કેરીના સ્વાદ કરતાંય વધુ 2) મધુર હોય છે. એની સુગંધ આમ્રફળની સુગંધ કરતાંય ચડિયાતી હોય છે. એ ફળ તમે ખાઓ તો મીઠું લાગશે. સ્વાદિષ્ટ લાગશે, પરંતુ એ પેટમાં જતાંની સાથે જ તમારી નસો ખેંચાવા લાગશે. તમારું માથું ભમવા લાગશે. તમે તીવ્ર વેદના અનુભવતાં થોડી જ ક્ષણોમાં યમસદનમાં પહોંચી જવાના! તમારું આત્મપંખેરું ઊડી જવાનું. એ કિંપાક ફળ જેવો આ વિષય છે. તમે વિષયસેવન કરો ત્યાં સુધી જ તેમને સુખનો અનુભવ થાય, પરંતુ એ કામવાસનામાં જે તીવ્ર મોહ અને પ્રગાઢ આસક્તિ થવાની, તેના પરિણામે જે પાપકર્મ બંધાવાનાં, એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમે એક મોતને નહીં, અનેક મોતને ભેટવાના. એક દુ:ખ નહીં, અનંત દુઃખો તમને વળગી પડવાનાં. માટે ક્ષણિક સુખના લોભમાં વિષયસેવન ન કરો. પરંતુ વૈષયિક સુખનો તીવ્ર રાગી જીવાત્મા સુખના સમયનો કે સુખની જાત (ક્વોલિટી)નો વિચાર નથી કરી શકતો. જે સુખની એને તીવ્ર ભૂખ લાગે છે તે સુખ ભલે ક્ષણિક હોય તો ક્ષણિક, એ ભોગવી લેવાનો. તે સુખ હલકી જાતનું હોય તો ભલે હલકી જાતનું, એ ભોગવી લેવાનો. એને કામવાસના શત્રુ નથી લાગતી, મિત્ર લાગે છે. જ્ઞાની પુરુષોએ કામવાસનાને, સેંકડો.. હજારો જન્મોની પરંપરામાં દુઃખોનું સાતત્ય આપનારા બતાવ્યા છે. જો એ વિષયોનું સેવન મંદ રાગથી, અલ્પ રાગથી થાય તો એ વિષયો એટલા બધા ભીષણ દુઃખદાયી નથી બનતા. જો એ વિષયોનું સેવન સર્વથા ત્યજી દેવામાં આવે તો એ વિષયો એક ક્ષણનું પણ દુઃખ આપી શકતા નથી. પાંચ ઇન્દ્રિયોના જે જે વિષયો સાથે આપણા રાગનો સંબંધ થાય છે, જે જે વિષયો સાથે હૃદય આસક્તિથી બંધાય છે તે તે વિષયો આપણા આત્માનું અહિત કરનારા બને છે. એનો અર્થ આ જ છે કે આપણી રાગદશા અને આસક્તિ જ આપણું અધઃપતન કરે છે. શત્રુ કોણ છે? કામ 0 59 Page #77 -------------------------------------------------------------------------- ________________ એટલે જ્યાં સુધી વૈષયિક સુખોનો આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ ત્યાં સુધી એ વિષયોનું તે સેવન તીવ્રરાગથી નહીં કરવાનું. રાગમાં તીવ્રતાને ભળવા નહીં દેવાની. કામવાસનામાં હલાહલ ઝેરનું દર્શન કરનારી દિવ્ય દૃષ્ટિ ખૂલી ગયા પછી, રાગમાં તીવ્રતા આવી શકતી નથી. વિષયસેવનની ભૂખ સહન ન થાય ને નાછૂટકે વિષયસેવન કરો, ત્યારે રાગ હોય પણ રાગમાં તીવ્રતા ન હોય. ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે “સમ્યગ્દષ્ટિ જીવાત્મા વિષયોપભોગ કરે છતાં એ પાપકર્મ અલ્પ પ્રમાણમાં બાંધે.” એનું હાર્દ આ જ છે. જ્ઞાનદૃષ્ટિ કહો, દિવ્યદૃષ્ટિ કહો, યોગદષ્ટિ કહો, કે સમ્યગ્દષ્ટિ કહો, એ દૃષ્ટિ રાંગમાં તીવ્રતાને ભળવા દેતી નથી. દ્વેષમાં પણ તીવ્રતાને ભળવા દેતી નથી. એ જ્ઞાનદૃષ્ટિ આ છે : “વિષયો વિષ કરતાંય વધુ ભયંકર શત્રુ છે. વિષ એક જીવન નષ્ટ કરે છે, વિષયો અનેક ભવોને બરબાદ કરે છે.' વિષયોપભોગ કરતાં પહેલાં અને કર્યા પછી આ જ્ઞાનદૃષ્ટિ સાવ ખુલ્લી રહેવી જોઈએ. ભારવિ' નામના મહાકવિએ કહ્યું છે : श्रद्धया विप्रलब्धारः प्रिया विप्रियकारिणः / सदुस्त्यजा स्त्यजन्तोऽपिकामाः कष्टा हि शत्रवः / / કામ અર્થાત્ વિષયભોગોમાં શ્રદ્ધા કરો તો તે ઠગે છે. પ્રેમ કરો તો નુકસાન પહોંચાડે છે. છોડવા ઇચ્છો તો છૂટતા નથી. આવા એ કષ્ટદાયી શત્રુ છે ! આ શત્રુ મનુષ્યના સંકલ્પમાંથી જન્મે છે ! “સં૫મનો દિ વિકૃમ્મતે મન: I' માટે કામવાસનાના વિચારો જ નહીં કરવાના. એવું જોવાનું નહીં, એવું સાંભળવાનું નહીં કે એવું વાંચવાનું નહીં કે જેથી તમારા મનમાં કામવિકાર ઉત્પન્ન થાય. પણ આ વાતો તમે પાળી શકો એમ છો ? 60 0 સંવાદ Page #78 -------------------------------------------------------------------------- ________________ - ટી.વી. ઉપર શું આવે છે? - છાપાંઓમાં શું વાંચો છો ? - મેગેઝીનો-સાપ્તાહિકોમાં શું જોવાનું? શું વાંચવાનું? તમે આ ટી.વી. છાપાં વગેરે જોવા-વાંચવાનું બંધ કરવાના ? રેડિયો પર કે ટી.વી. પર ગંદાં ગીતો સાંભળવાનું બંધ કરવાના ? ના ! તો પછી કામવિકારો તમારા મનને નહીં છોડે. તમને કામ-વાસના સતાવ્યા કરવાની. પછી લજ્જા, વિનય... આદિ ગુણ ટકી નહીં શકે. એમ કહેવામાં આવ્યું છે કે કામાગ્નિ પ્રાયઃ પહેલાં લજ્જાને સળગાવે છે પછી હૃદયને સળગાવે છે ! પહેલાં એ કામદેવનાં બાણ વિનય આદિ ગુણોને તોડે છે પછી મનુષ્યના મર્મસ્થાનને વીંધે છે. કામદેવનાં બાણ અત્યંત કષ્ટદાયક હોય છે. અસહ્ય વેગવાળાં હોય છે અને એનો પ્રતિકાર કરી ન શકાય તેવાં દારુણ હોય છે. માટે કામદેવને મોટામાં મોટો શત્રુ કહેવામાં આવ્યો છે. તમે લોકો ભલે શત્રુ ન માનો. ન માનવાથી એ શત્રુ મટી જતો નથી કે મિત્ર બની જતો નથી. પરંતુ શત્રુને મિત્ર માનવાની ભૂલ ભારે પડી જતી હોય છે. હજુ મિત્રને શત્રુ માની લો તો એ તમને નુકસાન નહીં કરે, . પણ શત્રુને મિત્ર માની ઘરમાં ઘૂસાડ્યો તો એ ઘરને બરબાદ જ કરે. છેલ્લી વાત - 'यथायथा कामसुखेषु वर्तते तथातथेच्छा विषयेषु वर्धते / ' જેમ જેમ કામસુખોમાં પ્રવૃત્તિ થતી જાય તેમ તેમ વિષયભોગની ઇચ્છા વધતી જાય છે.' તૃપ્તિ નથી થતી. - શત્ર કોણ છે? કામ 0 61 Page #79 -------------------------------------------------------------------------- ________________ 16. શ્રેષ્ઠ વાળ કયું? શિષ્ય : “ગુરુદેવ, મનુષ્યનું શ્રેષ્ઠ બળ ક્યું છે " ગુરુઃ “વત્સ ! ધેર્ય-ધીરજ એ શ્રેષ્ઠ બળ છે.” દુઃખના દિવસોમાં શાણા માણસો દુઃખી માણસોને ધીરજ રાખવાની શિખામણ આપે છે. “ધીરજ રાખો, ઉતાવળા ન થાઓ. દુઃખનાં વાદળ વિખરાઈ જશે !" અને આપણા દેશના બધા ધર્મોના બધા મહાપુરુષોએ વૈર્ય ધારણ કરીને, વૈર્યશક્તિ વધારવાનો ઉપદેશ આપ્યો છે. યોગવાસિષ્ઠ” નામના ગ્રંથમાં કહેવાયું છે - 'न स्वधैर्यादृते कश्चिदभ्युद्धरति संकटात् / ' ‘પોતાના પૈર્ય વિના કોઈ સંકટમાંથી મનુષ્યનો ઉદ્ધાર ન કરી શકે.” સીતાજીને લંકાના ઉદ્યાનમાં ધીરજ રાખીને બેસી રહેવું પડ્યું હતું. જ્યાં સુધી શ્રીરામ એમની પાસે ન પહોંચ્યા ત્યાં સુધી એટલા દિવસ એમણે ધીરજ રાખી હતી. હાયવોય નહોતી કરી કે કોઈ ફરિયાદ પણ નહોતી કરી. આવી ધીરજ ધરવા માટે દુઃખોને સહવાની શક્તિ હોવી જોઈએ. લોભ-પ્રલોભનો સામે ટકી રહેવાનું બળ હોવું જોઈએ. આવા ધીર પુરુષોને કવિઓએ “સાધુ” કહેલા છે !“બૈર્યધના દિ સાધવ: I' સાધુઓ ધીર હોય. ધીરતા જ એમનું ધન હોય છે. જેટલી ધીરતા વધારે તેટલા તે વધુ શ્રીમંત કહેવાય ! શ્રમણ ભગવાન મહાવીર સાડા બાર વર્ષ સુધી કષ્ટો સહવામાં થાક્યા નહીં. ધીર-વીર બનીને એ મહાવીર બન્યા ! તમે શ્રી હનુમાનજીની માતા અંજનાસુંદરીનું જીવનચરિત્ર કદાચ સાંભળ્યું હશે ? પતિ પવનંજયે નિર્દોષ અંજનાનો 22 વર્ષ સુધી ત્યાગ 62 9 સંવાદ Page #80 -------------------------------------------------------------------------- ________________ Dii ( કરી દીધો હતો. તે છતાં અંજનાએ, પોતે રાજકુમારી હોવા છતાં, પવનંજય સાથે છૂટાછેડા નહોતા લીધા ! કે પોતાના પિતા-રાજાને ફરિયાદ પણ નહોતી કરી. પોતાના પિતાના ઘરે પણ ચાલી નહોતી ગઈ ! એણે 22 વર્ષ પતિની રાહ જોવામાં ધીરજથી પસાર કર્યા હતાં. છેવટે પવનંજય અંજના પાસે જાય છે ! અંજનાને ખૂબ ચાહે છે. હનુમાનનો જન્મ થાય છે... ધીરજનું એ ફળ હતું. સંસારનાં કાર્યોની સિદ્ધિમાં પણ ધીરજ રાખવી વિશિષ્ટ ગુણ છે. આઝાદી પહેલાંની એક વાત છે. વાત છે મહમદઅલી ઝીણાની ! પાકિસ્તાનના પ્રણેતાની. ત્યારે ઝીણાની વકીલાત ધમધોકાર ચાલે. જેવા તેવા કેસ હાથમાં લે જ નહીં. મુલાકાત જ ન આપે. પેઢીમાં ઘણા વકીલો એમના હાથ નીચે કામ કરે તોયે કામને પહોંચી ન વળાય. એક ભાઈનો કેસ નાજુક. બધાએ સલાહ આપી કે બૅરિસ્ટર ઝીણા જ તમને જીતાડી શકશે. પેલા ભાઈ ઑફિસે જાય પણ ઝીણા મુલાકાત આપે નહીં. પેલા ભાઈ ચીટકુ હતા. તેમણે ધીરજ ન છોડી. રોજ એમની ઑફિસે જઈને બેસે અને મુલાકાત માંગે. છેવટે સ્ટાફ પીગળ્યો. ઝીણા સાહેબ, વિનંતી કે આજે નિરાશ ન કરો. ભલે, વકીલાતનામામાં સહી લઈ લ્યો. અદાલતમાં વકીલાતનામું રજૂ કરો. એમ થયું. મુદત નજીક આવી, પણ ઝીણાસાહેબ આ ભાઈનો કેસ સમજવા સમય ન ફાળવે ! પેલા બાપડાને ચિંતા થઈ. આવડી મોટી ફી ભરી દીધી છતાં બૅરિસ્ટર મૂળ વાતને સમજવાની દરકાર નથી કરતા. નક્કી, આ કેસ આપણે હારવાના. નાણાંય જશે ને કેસ પણ હારશું. કેસની વિગત સમજાવવા મુલાકાત માગ્યા કરે. . છેવટે કેસ ચાલવાનો હતો એ દિવસે સવારે સાડા દસે ઝીણાસાહેબે બોલાવ્યા. મોટરમાં સાથે બેસાડી અસીલને કેસની મુખ્ય મુખ્ય વાતો ટૂંકમાં કહી જવા જણાવ્યું. મોટર અદાલતમાં દાખલ થઈ એટલે વાત પૂરી થઈ. એ તો સીધા માંડ્યા કેસ ચલાવવા. ઊછળી ઊછળીને દલીલો શ્રેષ્ઠ બળ કયું? પૈર્ય * ઉ૩ Page #81 -------------------------------------------------------------------------- ________________ કરે. એ બોલતા જાય અને અસીલનું હૈયું બેસતું જ જાય. એ તો બધી ઊંધી જ દલીલો કરતા હતા. બે-ત્રણ કલાક બોલ્યા પછી રિસેસ પડી. અસલ તો ઝીણા પાસે જઈને રડી પડ્યો. કેમ શું થયું ? દલીલો તો જોરદાર કરે છે !" ‘પણ પણ.... સાહેબ, આ બધી દલીલો તો આપણી વિરુદ્ધ જાય છે. આ તો બધું ઊંધુ વળી જશે. સામેના વકીલને કશું કરવું જ નહીં પડે. આપ જ એનો કેસ જીતાડી દેશો.' એમ થયું છે ? ફિકર નહીં. ધીરજ રાખો... બધું આપણા પક્ષે કરી દઉં છું !" રિસેસ પછી પાછું હિયરિંગ શરૂ થયું. ઝીણાસાહેબ બોલ્યા : મિ લોર્ડ, આ કેસમાં મારા વિદ્વાન મિત્ર સામેવાળા વકીલ શું દલીલો કરશે તે હું આપને અત્યાર સુધી જણાવી ગયો. હવે મારે એ દલીલોના જવાબ આપવાના છે.' એમ કહી, પોતે રજૂ કરેલી એક પછી એક દલીલો તોડી પડી. સામેવાળો વકીલ તો જોઈ જ રહ્યો. એની દલીલોની જજ પર કોઈ અસર ન થઈ. ઝીણા સાહેબ કેસ જીતી ગયા. ધીરજ રાખવી જરૂરી છે. ઘરમાં અને દુકાનમાં, મંદિર કે ઉપાશ્રયમાં બધે જ ધીરજ રાખવી જરૂરી છે. આપણે ત્યાં મોટા મહોત્સવમાં દરવાજે પ્રભાવના થાય છે. ને ? કેટલી અધીરતાથી લોકો પ્રભાવના લેવા ધસારો કરે છે ? એમાં કેવી લૂંટાલૂંટ ચાલે છે? કેમ ? ધીરતા નથી. બધાને ઉતાવળ છે. જંપ નથી. દોડવું છે, ભાગવું છે. ક્યાંય ધીરજ નથી. ખાવા બેસે છે તોય શાન્તિથી ખાતો નથી. શાન્તિથી ઊંઘતો નથી. શાન્તિથી દુઃખનો સ્વીકાર કરતો નથી ! તીર્થયાત્રામાં, તીર્થધામોમાં પણ હવે તમે ધીરજ રાખી શકતા નથી. 64 0 સંવાદ Page #82 -------------------------------------------------------------------------- ________________ 1) ત્યાં પણ પડાપડી ને ધડાધડી ! બૂમાબૂમ અને 5 દોડધામ ! ભગવાનની પૂજામાં પણ તમને શાન્તિ નથી હોતી. અધીરતા.. ઉતાવળ અને બધું ‘ઇંસ્ટન્ટ મેળવવા હવાતિયાં મારવાનાં.... ?" ધીરતાથી જીવવાનું દોહ્યલું બની ગયું છે. ખેર, સંસારમાં તો આમેય સર્વત્ર અધીરતા ને અસ્થિરતા જ છે, પરંતુ આત્મકલ્યાણના માર્ગે તો ધીરતા વિના નહીં જ ચાલે. સાધનાનો માર્ગ ધીરતાનો માર્ગ છે. 'धीरास्तु धैर्येण तरन्ति मृत्युम् !' ધીર પુરુષો જ ધર્યથી મૃત્યુ પર વિજય પામે છે. અર્થાત્ નિર્વાણને પ્રાપ્ત કરે છે. આ મોક્ષમાર્ગ તો જરાય અધીરતા ચાલે એમ નથી. ઇચ્છાઓમાં પણ અધીરતાને ચલાવી લેવાની નથી. એક વાત હમેશાં યાદ રાખો કે જીવનમાં દુઃખ જ ઝાઝું હોય છે. અને દુઃખો સામે ઝઝૂમતાં જ જીવવાનું છે. તે માટે ધર્યનું બળ આપણી પાસે હોવું જ જોઈએ. વૈર્યથી બળવાન બનો. શ્રેષ્ઠ બળ કયું? વૈર્ય * કપ Page #83 -------------------------------------------------------------------------- ________________ 17. સહેજો ઉપાય ફયો ? - પારો શિષ્યઃ ‘ગુરુદેવ, કોઈપણ કાર્યની સિદ્ધિનો ઉપાય કયો છે ?" ગુરુઃ “વત્સ, તપશ્ચર્યાથી સિદ્ધિ પ્રાપ્ત થાય.” શ્રીકૃષ્ણ અને જરાસંધનું યુદ્ધ ચાલતું હતું. શ્રીકૃષ્ણ વાસુદેવ હતા ને જરાસંધ પ્રતિવાસુદેવ હતો. ખૂનખાર યુદ્ધ ચાલતું હતું. જરાસંધે શ્રીકૃષ્ણની સેના ઉપર “જરા” વિદ્યાનો પ્રયોગ કર્યો... અને શ્રીકૃષ્ણની સેના યુદ્ધના મેદાન પર જ નિદ્રાધીન થઈ ગઈ. શ્રીકૃષ્ણને ચિંતા થઈ. તેમના રથના સારથિ હતા નેમિકુમાર. આપણા નેમનાથ ભગવાન ! હજુ તેમણે દીક્ષા લીધી ન હતી. નેમિકુમારે શ્રીકૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ, તમે મૂંઝાઓ નહીં. તમે અઠ્ઠમ (ત્રણ ઉપવાસ)નો તપ કરો. દેવી પદ્માવતી પ્રગટ થશે. તમે એની પાસે શ્રી પાર્શ્વનાથ ભગવંતની મૂર્તિ માંગજો. એ મૂર્તિ લાવી આપશે. એ મૂર્તિનો જળાભિષેક કરી, એ પાણી સેના પર છાંટી દેજો. “રા' વિદ્યા ભાગી જશે. સેના જાગ્રત થશે. યુદ્ધમાં તમારો વિજય થશે. ત્રણ દિવસ સુધી આ સેનાની રક્ષા હું કરીશ. તમે નિશ્ચિત બનીને તપ કરો.” શ્રીકૃષ્ણ અઠ્ઠમનો તપ કર્યો. દેવી પદ્માવતી પ્રગટ થયાં. પાર્શ્વનાથની મૂર્તિ આપી. અભિષેક થયો. પાણી સેના પર છાંટવામાં આવ્યું. સેના જાગ્રત થઈ. યુદ્ધમાં શ્રીકૃષ્ણનો વિજય થયો. કાર્યસિદ્ધિ થઈ ! વિશેષ કાર્ય સિદ્ધ કરવા માટે તપશ્ચર્યા અમોઘ ઉપાય છે. એમાંય અઠ્ઠમનો તપ - (સળંગ ત્રણ ઉપવાસ) તો અકસીર-રામબાણ ઉપાય છે. એ ન થઈ શકે તો સળંગ ત્રણ આયંબિલ પણ કરી શકાય. આયંબિલનો તપ વિMનિવારણ માટે શ્રેષ્ઠ તપ છે. એમાંય શુદ્ધ આયંબિલ કરો તો ઘણું જ પ્રભાવશાળી બને. માત્ર રાંધેલ ભાતનું આયંબિલ ! ભાતને 66 0 સંવાદ Page #84 -------------------------------------------------------------------------- ________________ (૫ચર્યા પી જવાનું. પાણીમાં ડુબાડીને એ ભાત ખાઈ જવાના ને પાણી પી જવાનું. જ્યારે તમારા બધા જ પ્રયત્નો નિષ્ફળ જાય ત્યારે આ તપશ્ચર્યાનો ઉપાય અજમાવી જોજો. કાર્યસિદ્ધિ માટે Vઆ શ્રેષ્ઠ ઉપાય છે. પૂર્વકાળમાં અને વર્તમાનકાળમાંય આ ઉપાય અસરકારક રહેલો છે. અલબત્ત આ ઉપાયમાં પણ તમારે ધીરજ તો રાખવી જ પડશે. ઉતાવળે આંબા ન પાકે. માતા દેવકીને ખોળામાં રમાડવા પુત્ર જોઈતો હતો ! શ્રીકૃષ્ણ દેવકીના મનની ઇચ્છા જાણી. માતાની ઇચ્છા પૂર્ણ કરવા તત્પર બન્યા. તેમણે અઠ્ઠમનો તપ કર્યો. દેવલોકમાં એક દેવનું આયુષ્ય પૂર્ણ થવાનું હતું. એ દેવે કહ્યું : “હું દેવકીના પેટમાં અવતરીશ. જન્મ થયા પછી... કુમાર અવસ્થામાં જ દીક્ષા લઈ લઈશ.' શ્રીકૃષ્ણે કહ્યું: ‘ભલે તમે દીક્ષા લેજો. મારી માતાને તો પુત્રને ખોળામાં રમાડવાના કોડ છે, એ કોડ પૂરા થવા જોઈએ !" અને એ દેવ દેવકીના પેટે અવતરે છે. એનું જ નામ ગજસુકુમાળ ! દેવકીની ઇચ્છાને, માતાની ઇચ્છાને શ્રીકૃષ્ણ તપશ્ચર્યાથી પૂર્ણ કરી હતી. કાર્યસિદ્ધિ માટે તપ એ અમોઘ ઉપાય છે. આવી જ એક ઘટના રાજગૃહી નગરીમાં બની હતી. રાજગૃહીના ધનાઢય શ્રેષ્ઠિ ઋષભદત્ત અને એમનાં પત્ની ધારણી, લગ્ન પછી વર્ષો સુધી નિઃસંતાન રહ્યાં. એક દિવસ વૈભારગિરિ પર શ્રી સુધર્માસ્વામી કે જેઓ ભગવાન મહાવીર સ્વામીના ઉત્તરાધિકારી હતા, તેઓ પધાર્યા. ત્યાં ઋષભદત્ત અને ધારણી વંદન કરવા ગયેલાં. ત્યાં “યશોમિત્ર' નામના સિદ્ધપુત્રનો ભેટો થઈ ગયો. યશોમિત્રે ધારણીને કહ્યું : “બહેન, તને સિંહનું સ્વપ્ન આવશે. એ સ્વપ્નની સાથે જ એક દેવ તારા ઉદરમાં અવતરશે. તું પુત્રવતી બનીશ. તું 108 આયંબિલ કરું.” ધારણીએ 108 આયંબિલ કર્યા. સિંહનું સ્વપ્ન આવ્યું. ધારણી સિાના ઉપાય કયા? તપશ્ચયા 0 67. Page #85 -------------------------------------------------------------------------- ________________ tપયા ગર્ભવતી બની અને યથાસમયે પુત્રને જન્મ આપ્યો. તે પુત્રનું નામ જંબૂકુમાર... દીક્ષા લીધા પછી તેઓ જંબુસ્વામી કહેવાયા. ભગવાન મહાવીર સ્વામીનાS શાસનમાં જંબૂસ્વામી અંતિમ કેળવજ્ઞાની થયા. તપશ્ચર્યાનો પ્રભાવ જેવો તેવો નથી. જ્યાં સુધી દ્વારિકામાં, શ્રીકૃષ્ણના સમયમાં, આયંબિલનો તપ થતો રહ્યો ત્યાં સુધી તૈપાયન ઋષિ દ્વારિકાને બાળી નહોતા શક્યા ! તપની આ શક્તિ છે. તપનો આ પ્રભાવ છે. જોકે તપ તો “કર્મનિર્જરા” કરવા માટે જ કરવાનો છે, પાપોનો નાશ કરવા માટે કરવાનો છે, છતાં કાર્યસિદ્ધિ માટે તપ જેવો બીજો કોઈ અમોઘ ઉપાય નથી. શાસ્ત્રોમાં તપનો ખૂબ મહિમા ગવાયેલો છે : થોડા નમૂના બતાવું છું.' $ “તપસ વૈોવ ગતિ !' તપથી વિશ્વ પર વિજય મેળવાય છે.” રિ “તપસ વયતે દ્રઢ !' તપથી આત્મા વૃદ્ધિ-શુદ્ધિ પામે છે. િ“તપોરિ પરમં શ્રેયઃ સોમરત્વ સુન્ !' તપ જ પરમ કલ્યાણનું સાધન છે. બીજું બધું સુખ ભ્રમણા જ છે. રિ “તપોભૂમિ સર્વમ્ | તપશ્ચર્યા જ સર્વે સુખોનું મૂળ છે. િ“નાસાધ્યત્તિ તt ' તપશ્ચર્યાથી કંઈ અસાધ્ય નથી. 9 “તપફ્લેવ મોક્રેઝ ય સુરા તાલે " જે પણ દુષ્માપ્ય વસ્તુ છે તે અતિ ઉગ્ર તપથી પ્રાપ્ત થાય છે. શુક “સિવારમાં જેવ, કુવા રિહે તવો !' તપનું આચરણ તલવારની ધાર પર ચાલવા જેવું દુષ્કર છે. 68 0 સંવાદ Page #86 -------------------------------------------------------------------------- ________________ તિ૫શ્ચયો V) 'भवकोडी संचियं कम्मं तवसा निजरिज्जई' કોટીભવનાં સંચિત (એકઠાં) કરેલાં પાપકર્મ તપ વડે નાશ પામે છે. આવાં તો સેંકડો ઉદ્ધરણો શાસ્ત્રોમાંથી આપી શકાય કે એમ છે. પણ આપણી વાત તો “કાર્યસિદ્ધિ'ની છે. કાર્યસિદ્ધિ માટે તપશ્ચર્યા શ્રેષ્ઠ ઉપાય છે. આ મનુષ્યજીવનમાં તમારે કઈ કાર્યસિદ્ધિ કરવી છે ? લૌકિક કે અલૌકિક ? ભૌતિક કે આધ્યાત્મિક ? શારીરિક, આર્થિક, સામાજિક કે માનસિક ? નિર્ણય તમારે જ કરવાનો છે. ગંભીરતાથી વિચારીને નિર્ણય કરવાનો છે. આ જીવન સસ્તુ નથી મળ્યું. આપણે અનંત પુણ્ય ખર્ચીને આ જીવન મેળવેલું છે. આ જીવનમાં જો નવા પુણ્યનો સંચય નહીં કરીએ, પાપોનો ક્ષય નહીં કરીએ તો મૃત્યુ પછી કઈ ગતિમાં જન્મ લેવાનો ? માટે આ જીવનમાં બીજા બધા વલોપાત છોડીને બે કામ કરો : 1. પુણ્યનો સંચય કરો. 2. પાપોનો નાશ કરો. આ બે કામ સિદ્ધ કરવા યથાશક્તિ તપશ્ચર્યા કરતા રહો. બાહ્ય તપ અને અત્યંતર તપની આરાધનાથી જીવનને સભર કરી દો. બીજાં બધાં કાર્યો તો થયાં કરશે ! ન થાય તો અફસોસ નહીં કરવાનો ! | સિદ્ધિના ઉપાય કયો ? તપશ્ચર્યા 0 69 Page #87 -------------------------------------------------------------------------- ________________ 18. રમતમાં કોણ ? વૈરાગી શિષ્ય : ‘ગુરુદેવ, અભયનું વરદાન કોણ આપે છે ?' ગુરુ : “વત્સ, વૈરાગ્ય અભયનું વરદાન આપે છે.” તમને કોઈપણ ભય સતાવે છે ખરો ? તમારે નિર્ભય બનવું છે ? નિર્ભય-અભય બનવાનો તમારો ખરેખર નિશ્ચય હોય તો તમે નિર્ભય બની શકો છો. તે માટે પ્રતિદિન એક જ કામ કરવાનું છે. વૈરાગ્યની ભાવના તમારા હૃદયમાં વાસનારૂપ બનાવી દેવાની છે. મનથી, વચનથી અને કાયાથી આ એક જ કામ કરી લો. વૈરાગ્યની ભાવના વાસનારૂપ બની જાય એટલે વૈરાગ્ય સ્થિર થઈ જાય. જેમ જેમ વૈરાગ્ય વાસનારૂપ બનતો જશે તેમ તેમ રાગ-દ્વેષની વાસના ઢીલી પડતી જશે. રાગ-દ્વેષની અનાદિકાલીન વાસનાઓ પર મન-વચન-કાયાથી પ્રહારો કરો, જેથી રાગ-વાસનાનું વિસર્જન થઈ જાય, દ્વેષની ભડભડતી આગ બુઝાઈ જાય. રાગ-દ્વેષ મંદ થતાં તમે ભયમુક્ત બનશો. અભય બનશો. તમારે દૃઢ સંકલ્પ કરવો પડશે, અવિચલ નિર્ણય કરવો પડશે કે મારે વૈરાગ્યભાવનાને વાસનારૂપ બનાવી દેવી છે. વૈરાગ્યભાવને સુદઢ બનાવવો છે જ્યાં સુધી આ સંકલ્પ નહીં કરો ત્યાં સુધી એ દિશામાં મનવચન-કાયાથી પુરુષાર્થ નહીં કરી શકો. તમારા પુરુષાર્થમાં જોશ, જુસ્સો ને ઝડપ નહીં આવે. જો તમે રાગદશાને ખતરનાક સમજી ગયા છો, એનાં ભયંકર પરિણામોથી તમે ધ્રુજી ઊહ્યા છો, એની વિનાશલીલા તમે જોઈ લીધી છે 0 0 સંવાદ Page #88 -------------------------------------------------------------------------- ________________ તો પછી શા માટે એ ડાકણ જેવી રાગદશાનાં પડખાં 5) સેવો છો ? શા માટે એના સહારે સુખ લેવા માટે દોડો છો ? થોભો, અનંત જન્મથી પીડનારી અને KV, આત્માનું હીર યૂસનારી એ રાગદશાનો હવે તમારે ખાત્મો બોલવવો જ પડશે. તે માટે જે કોઈ શસ્ત્ર, જે કંઈ અસ્ત્ર તમારી પાસે હોય, તેનાથી એના પર તૂટી જ પડો. હવે વિચાર કરવાનો સમય નથી. આક્રમણ કરી દેવાની ક્ષણ આવી ગઈ છે. જે જે સાધનથી, જે જે ઉપાયથી રાગદશાને હણી શકાય તે તે સાધન... તે તે ઉપાય કરવા માંડો. વૈરાગ્યભાવનાને દઢ બનાવવા માટે મનના વિચારો બદલવા પડશે. પ્રત્યેક પ્રસંગ અને પ્રત્યેક ઘટનાનું ચિંતન સંગમય અને નિર્વેદમય વિચારોથી કરવું પડશે. સંવેગ-નિર્વેદગર્ભિત વિચારોથી વૈરાગ્ય દઢ થાય છે. માટે એવા વિચારો કરવાનો અભ્યાસ કરવો જોઈએ. એટલે કે પુનઃ પુનઃ સંવેગગર્ભિત અને નિર્વેદગર્ભિત વિચારો કરતા રહો. મોક્ષપ્રીતિના વિચારો ! ભવ-ઉદ્વેગના વિચારો ! મોક્ષ પર રાગ અને સંસાર પર ઉદ્વેગ. વિચારોનાં આ બે કેન્દ્રબિંદુ બનાવી દેવાનાં. જન્મ-જરા અને મૃત્યુ, આધિ-વ્યાધિ અને ઉપાધિથી ભરપૂર આ સંસારનું ચિંતન તમારા વૈરાગ્યને પ્રબળ બનાવશે. ક્યારેક સંસારનાં સુખોની ક્ષણભંગુરતાના ચિંતનમાં લીન બનો તો ક્યારેક ભીષણ સંસારમાં જીવાત્માની અશરણ દશાના વિચારમાં ગરકાવ બની જાઓ ! ક્યારેક આત્માની એકલવાયી સ્થિતિના ચિંતનમાં મગ્ન થઈ શકો તો ક્યારેક સ્વજન-પરિજન અને વૈભવથી આત્માની જુદાઈના વિચારોમાં બી જવાનું ! ક્યારેક દરેક જન્મમાં બદલાતા રહેતા જીવોના પરસ્પરના સંબંધોની વિચિત્રતાના ચિંતનમાં ખોવાઈ જવાનું, તો ક્યારેક શરીરની ભીતરની બીભત્સ અને ગંદી અવસ્થાની કલ્પનામાં ચાલ્યા જવાનું. અભય કોણ ? વૈરાગ 0 71 Page #89 -------------------------------------------------------------------------- ________________ કોઈ વેળા દુઃખદાયી હિંસા વગેરે આશ્રવના : કટુ વિપાકો યાદ કરી લેવાના તો કોઈ વેળા એ છે આશ્રયોના ધસમસતા આવતા પ્રવાહને ખાળવાના - રોકવાના ઉપાયો મનમાં રમી જાય. કોઈ વેળા કમની નિર્જરાનું વિજ્ઞાન ચિત્તને ડોલાવી જાય તો કોઈ વેળા ચૌદ રાજલોક રૂપ વિરાટ વિશ્વની સફરે જીવ ઊપડી જાય. કોઈ વેળા ‘ધર્મના અભુત પ્રભાવો પર આત્મા ઓવારી જાય તો કોઈ વેળા ‘બોધિ'ની દુર્લભતા મનને ડોલાવી જાય. કોઈ વેળા મનડું સિદ્ધશિલાની સફરે ઉપડી જાય અને સિદ્ધશિલા પર સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની બેસી ગયેલા પરમ અભય આત્માઓનો પરિચય કરી આવે ! આવું બધું કરતા રહેવાનું છે. કરશોને ? તમે નિર્ભય-અભય બનશો. તમને કોઈ ભય નહીં સતાવી શકે. તમે શક્રેન્દ્ર જેવા નિર્ભય બની શકશો. નિર્ભયતાનો આનંદ અપૂર્વ હોય છે ! વૈરાગી મનુષ્ય ગામમાં હોય કે જંગલમાં હોય, ઘરમાં હોય કે સ્મશાનમાં હોય, તે નિર્ભય રહેવાનો. એ સદેવ આનંદિત રહેવાનો. નિર્ભયતામાં જ મનુષ્ય પ્રસન્ન અને આનંદિત રહી શકે છે. વિરક્ત મનુષ્યને ધન પર મમત્વ હોતું નથી, એટલે એને ધન લુંટાઈ જવાનો કે ચોરાઈ જવાનો ભય હોતો નથી. તે માટે મૌન એકાદશીના આરાધક સુવ્રત શ્રેષ્ઠિ અને એમની અગિયાર પત્નીઓની વાર્તા તમે જાણો છો ? 11 ક્રોડ સોનૈયા ચોરીને ચોરો જાય છે, છતાં સુવ્રતને ચોરો પ્રત્યે દ્વેષ નથી થતો ! કે ભય નથી લાગતો. ન સાંભળી હોય તો આ કથા જરૂર સાંભળી લેજો અથવા વાંચી લેજો. વૈરાગી જીવને સ્વજનો પર મમત્વ હોતું નથી. એટલે સ્વજનો જ્યારે અનુચિત વ્યવહાર કરે છે ત્યારે તેમના પ્રત્યે દ્વેષ કરતો નથી પરંતુ એના કર્મોનો દોષ જોઈ સમતાભાવમાં રહે છે. વૈરાગી મનુષ્યને શરીર પર, પોતાના શરીર પર મમત્વ નથી હોતું તેથી, કોઈ એમના શરીરને ક્ષતિ પહોંચાડે છે તો પણ એમના પ્રત્યે તેઓ 72 0 સંવાદ Page #90 -------------------------------------------------------------------------- ________________ વેરાગી કે વૈષ કરતા નથી. પ્રેમ કરનાર પ્રત્યે રાગી બનતા નથી. તેઓ સમભાવમાં રમતા રહે છે. શરીર બગડી જવાનો ભય તેમને સતાવતો નથી. આ રીતે ત્રણ જાતના ભયાથી વૈરાગી મુક્ત બની રહે છે. ધનહાનિનો ભય નહીં. સ્વજનત્યાગનો ભય નહીં. દિ શરીર કષ્ટનો ભય નહીં. પછી, બીજા બધા ભયો તો મામૂલી હોય છે. માન-અપમાનનો ભય એને હોતી નથી. ખાવા-પીવાની ચિંતા પણ એને સતાવતી નથી. વૈિરાગી મનુષ્ય થોડું ખાય, થોડું બોલે... ઊંધે પણ થોડું, કપડાં પણ થોડાં જ રાખે. એની જીવનપદ્ધતિ સાવ સાદી ને સરળ હોય છે. એટલે અ ભયવિજેતા હોય છે. કુમાર અવસ્થામાં, ધનાઢ્ય એવા અયવંતી સુકુમાલે અને ગજસુકુમાળે સમતાભાવે નિર્ભય ચિત્તે કેવાં કષ્ટ સહન કરીને સમાધિમૃત્યુ મેળવ્યું હતું, તે દષ્ટાંતો તમારે જાણવાં પડશે. કારણ કે તમે પણ સુકુમાર છો ને ! કોમળ છે ને ! કષ્ટોથી ડરો છો ને ? ન ડરો. આત્માની અનંતશક્તિનું સ્મરણ કરી, કષ્ટોનો મુકાબલો કરો. નિર્ભય બનવા વૈરાગી બનવું જ પડશે ! અભય કોણ ? વૈરાગી * 73 Page #91 -------------------------------------------------------------------------- ________________ 1. પ્રરાક્ષ દેવો કોણ ? માતા છે શિષ્ય : “ગુરુદેવ, પ્રત્યક્ષ દેવી કોણ છે ?' ગુરુઃ “વત્સ, માતા પ્રત્યક્ષ દેવી છે.' હજારો વર્ષથી આ એક માનવસ્વભાવ રહેલો છે કે જ્યારે એને પોતાના પ્રયત્નોમાં - પુરુષાર્થમાં સફળતા નથી મળતી ત્યારે તે દેવી શક્તિ તરફ વળે છે. મોટાભાગના માણસોની આ શ્રદ્ધા હોય છે કે દેવી શક્તિથી કાર્યસિદ્ધિ થાય છે. એટલે ભાગ્યે જ કોઈ ગામ એવું હશે કે જ્યાં કોઈ દેવ-દેવી યક્ષનું નાનું-મોટું મંદિર ન હોય ! હોય જ છે નાનું-મોટું મંદિર. છેવટે કોઈ પાળિયો કે મજાર પણ હશે ! સાધુ-સંતો પણ આવી શ્રદ્ધાને પુષ્ટ કરતા હોય છે. આવી શ્રદ્ધાના કેન્દ્રમાં અનેક દેવ-દેવીઓનાં નામ પ્રચલિત છે. તમે ઘણાં નામ જાણો છો.. પણ એક નામ જાણીતું હોવા છતાં અજાણ્યું રહ્યું છે. પ્રત્યક્ષ હોવા છતાં પરોક્ષ રહેલું છે. આજે એ નામ જાહેર કરવું છે. એ એક પ્રત્યક્ષ દેવી છે... તમારી નવી “સંતોષીમા’ કરતાંય ચડિયાતી દેવી છે, અને તે છે માતા ! તે છે જનની ! આપણને જન્મ આપનારી માતા પ્રત્યક્ષ દેવી છે. અને એના આશીર્વાદ બીજી બધી દેવીઓના આશીર્વાદ કરતાં જલદી ફળે છે ! તીર્થકર ભગવંતાએ માતાને ગુરુ' તો કહી છે, જેનો બદલો ન વાળી શકાય તેવી ઉપકારી પણ કહી છે, અહીં એક જ્ઞાની પુરુષ અને પ્રત્યક્ષ દેવી' કહે છે. આપણે માતાને “દેવીના સ્વરૂપે જોવાની છે. જેવી રીતે દેવી પદ્માવતી તરફ જઈએ છીએ, જેવી રીતે દેવી ચક્રેશ્વરી તરફ જઈએ છીએ કે જેવી રીતે દેવી અંબિકા તરફ જોઈએ છીએ તેવી રીતે 74 0 સંવાદ Page #92 -------------------------------------------------------------------------- ________________ માતા શ્રી દેવી “માતા” તરફ જોવાનું છે ! તમે લોકો માતાને SS કઈ દૃષ્ટિએ જોઈ રહ્યા છો, એ હું જાણું છું. માતાઓ આ પણ જાણે છે... તે બધું દુર્ભાગ્યપૂર્ણ છે. તમે કંઈક 07 ફેરફાર કરવા તૈયાર થશો તો જ આ વાત તમે સ્વીકારવાના. અને ફેરફાર કરશો તો જ તમે “કૃતજ્ઞ' બની શકશો. આ વિશ્વમાં ‘ઉપકાર'નું તત્ત્વ ઘણું જ કીમતી છે. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જ્યારે ત્રિશલામાતાના ઉદરમાં હતા, ગર્ભાવસ્થામાં હતા ત્યારે તેમને વિચાર આવેલો કે “મારા હલન-ચલનથી મારી માતાને કષ્ટ પહોંચે છે તો હું હાલવા-ચાલવાનું બંધ કરી દઉં... સ્થિર થઈ જાઉં.” અને તેઓ સ્થિર થઈ ગયા હતા ! તમે કલ્પસૂત્રનાં વ્યાખ્યાનોમાં આ ઘટના અનેકવાર સાંભળી હશે ? એ વાત પર તમે ક્યારેય વિચાર કર્યો છે ? ના, સાંભળો છો ખરા, વિચારતા નથી ! સાંભળતી વખતે તો બીજા વિચારોમાં નથી ચઢી જતાને ? જેની પાસેથી સુખ પામવાનું છે, જેની પાસેથી સુખી થવાના આશીર્વાદ લેવાના છે, એ માતાને દુઃખી તો ન જ કરાય ને ? “હું ક્યારેય મારી માતાને દુઃખી નહીં કરું.” આવો દઢ સંકલ્પ કરશો ખરા ? નહીંતર દેવીની આશાતના તમને દુઃખી-દુઃખી કરી નાંખશે ! હા, માતા દેવી છે, એની આશાતના કરનાર સંતાન સુખી ન જ થાય. એ દેવીની આરાધના કરનાર સુખી થાય જ. જીવનના પ્રારંભથી જ ઉપકાર શરૂ થાય છે. જીવનનો પ્રારંભ થાય છે માતાના ઉદરમાં. માતાને ખ્યાલ આવે છે કે “મારા પેટે કોઈ જીવા આવ્યો છે.” એ માતાનું હૃદય પ્રેમ થઈ જાય છે. એ નવા આવેલા જીવને કોઈ દુઃખ ન પડે એ રીતે એ પોતાનો જીવનવ્યવહાર બનાવે છે. નવ-નવ મહિના સુધી ઉદરમાં આવેલા જનમ જનમના યાત્રિકનાં જતન કરે છે. જ્યારે એ સંસારનો પ્રવાસી ઉદરમાંથી બહાર આવે છે ત્યારે માતા પોતાનાં તમામ કાર્યો છોડી એ પ્રવાસીને “પુત્ર' રૂપે કે “પુત્રી' રૂપે જુએ છે. અને અપાર સ્નેહથી નવરાવતી રહે છે. પોતાનાં વાત્સલ્યનાં દૂધ પાય પ્રત્યક્ષ દેવી કોણ ? માતા 0 75 Page #93 -------------------------------------------------------------------------- ________________ છે. એના મલા શરીરને ધુએ છે, અને ખવડાવે છે, એને વસ્ત્ર પહેરાવે છે, પોતાની છાતીએ રે વળગાડી એને સુવડાવે છે. એનું પાલન-પોષણ કરે છે છે. માતાનો આ કેવો મહાન ઉપકાર છે સંતાન ઉપર ! તમારે આ ઉપકારને ક્યારેય ન ભૂલવો જોઈએ. એટલું જ નહીં, તમે સવારે ઊઠીને શ્રી નવકારમંત્રનું સ્મરણ કર્યા પછી જો ઘરમાં માતા હોય તો એનાં ચરણોમાં પ્રણામ કરો. રોજ પ્રભાત તમારા માથે માતા-દેવીનો હાથ પડે તો તમારો દિવસ ધન્ય બની જાય ! આ અનુભવ કરવાની વાત છે. એક વાર, બે વાર, ત્રણ વાર તમે પ્રયોગ કરી જુઓ. માતાના આશીર્વાદ લઈને દુષ્કર કાર્ય કરવા બહાર જાઓ. તમારું દુષ્કર કાર્ય સરળતાથી સિદ્ધ થઈ જશે. પ્રસન્ન થયેલી માતા-દેવીના આશીર્વાદમાં ચમત્કાર રહેલો હોય છે ! હા, દેવીને પ્રસન્ન તો કરવી જ પડે ! એટલે જે દેવી જે ફળ-નૈવેદ્ય-અનુષ્ઠાનથી પ્રસન્ન થતી હોય તે ફળનૈવેદ્ય એને ધરવું જોઈએ ! એવું જ અનુષ્ઠાન કરવું જોઈએ. એની સ્તુતિપ્રાર્થના પણ કરવી પડે ! દેવી છે ને ? દેવીની સ્તુતિ કરવી જ પડે ! नास्ति मातृसमा छाया, नास्ति मातृसमा गतिः / नास्ति मातृसमं त्राणं, नास्ति मातृसमा प्रियाः / / “માતા જેવી બીજી કોઈ છાયા નથી, માતા જેવો બીજો કોઈ સહારો નથી. માતા જેવો બીજો કોઈ રક્ષક નથી અને માતા સમાન બીજી કોઈ પ્રિય વ્યક્તિ નથી. એટલે જ્યાં સુધી માતા જીવિત હોય ત્યાં સુધી મનુષ્ય સનાથે કહેવાય છે. એના મૃત્યુ પછી મનુષ્ય અનાથ થઈ જાય છે. જ્ઞાની પુરુષો તો કહે છે : માતાનાં ચરણકમળ જ તીર્થ છે. એના દેહને સંતાપ ન આપવો તે તપ છે અને એની સેવા એ જ સ્નાન છે. ‘માનીવિતાન્ત, તીર્થમવોત્તમાનામ્ !' ‘ઉત્તમ પુરુષો માતાને આજીવન તીર્થસમાન માને છે.” જે તારે તેને તીર્થ કહેવાય. માતૃભક્તિ જીવને તારે છે. દુઃખોના 36 0 સંવાદ Page #94 -------------------------------------------------------------------------- ________________ સાગરમાંથી તારે છે. એવાં અનેક દૃષ્ટાંતો જાણવા મળે છે. “પુત્ર કુપુત્ર બને, પણ માતા ક્યારેય કુમાતા નથી N/ બનતી' આવું શ્રી શંકરાચાર્ય લખી ગયા છે, પણ આજે આ એવી કુમાતાઓ પણ હજારો-લાખોની સંખ્યામાં છે કે જે ભૂણહત્યા - ગર્ભપાત કરે છે. આ ભયંકર ક્રૂરતા છે. સામ્ય દેવી કુર દેવી બની જાય તો તે આરાધ્ય નથી રહેતી. માતાઆએ પણ પોતાના સ્વભાવને દૈવી બનાવવો જોઈશે. એટલે કે જેવી રીતે દેવીઓ થોડા ફળ-નૈવેદ્યમાં તૃપ્ત થાય છે, તેવી રીતે માતાએ પણ સંતાનો પાસેથી વધુ અપેક્ષાઓ નથી રાખવાની. થોડી જ આવશ્યકતાઓથી જીવવાનું છે. અને સદૈવ મુખ પર પ્રસન્નતા રાખવાની છે. પ્રસન્ન મુખમુદ્રાવાળી દેવીની આરાધના ઘણી સારી થાય, ઘણા લોકો કરે ! પ્રત્યક્ષ દેવી કોણ ? માતા 0 77 Page #95 -------------------------------------------------------------------------- ________________ 20. બદ્ધ થી મછો ? / વૃદ્ધ મેઘાણી | શિષ્ય ગુરુદેવ, બુદ્ધિ ક્યાંથી મળે?” ગુરુઃ “વત્સ, વૃદ્ધ-અનુભવી પુરુષો પાસેથી બુદ્ધિ મળે.' દુનિયામાં ઘણાં કાય એવાં હોય છે કે જે બળથી નથી થતાં પણ બુદ્ધિથી થાય છે. દુનિયામાં બુદ્ધિમાન માણસો હંમેશાં થોડા હોય છે. જેમ દુનિયામાં ધનવાનો-શ્રીમંતો ઓછા હોય છે તેમ ધીમંતો પણ ઓછા હોય છે. જો તમારી પાસે બુદ્ધિ નથી તો તમારે બુદ્ધિમાન માણસો પાસેથી બુદ્ધિ લેવી પડે. એવા બુદ્ધિમાન માણસો બે પ્રકારના જોવા મળે છે. 1. અનુભવોથી ઘડાયેલી બુદ્ધિવાળા. 2. ધર્મશાસ્ત્રો, નીતિશાસ્ત્રો વગેરેના વિદ્વાન. એ લોકો પાસેથી તમને માગવા માત્રથી બુદ્ધિ ન મળી જાય. તમારી સર્વપ્રથમ એમને “બુદ્ધિમાન” માનવા પડે. એમને અનુકૂળ હોય એવા સમયે એમનો સમય માગીને જવું જોઈએ. વિનય-વિવેકથી પ્રવેશવું ને બેસવું જોઈએ. સારી ભાષામાં તમારે જ તમારી મૂંઝવણ, તમારી સમસ્યા એમની આગળ મૂકવી જોઈએ. અને જરૂર પડે તો એમની સેવાનાં એક-બે કાર્ય પણ તમારે કરવાં જોઈએ. એમને ખુશ કરવા જોઈએ. સવાથી ખુશ થયેલા એ જ્ઞાની પુરુષો તમને સાચી સલાહ આપવાના. સારું માર્ગદર્શન આપવાના. ઉતાવળા ન હતા. જેમની પાસેથી તમારે બૌદ્ધિક લાભ મેળવવો છે. તેમની સાથે તમારે પણ કંઈક બૌદ્ધિક રીતે જ વ્યવહાર કરવો પડે. એટલે 18 * સંવાદ Page #96 -------------------------------------------------------------------------- ________________ 5) સવાથી કે એમને શું ગમે છે, શું નથી ગમતું - એ સમજીને વાતો કરવી જોઈએ. “એલન લેન'ને સ્ટેશન પરની દુકાનમાંથી ટ્રેનમાં વાંચવા યોગ્ય એક પણ પુસ્તક મળ્યું નહીં. બુક સ્ટોલ પર આ બધી ચોપડીઓ નકામી હતી. ફાલતુ પ્રેમકથાઓ કે હલકી નવલકથાઓ ! પાછી કિંમત પૂરેપૂરી. એલન લેનને વિચાર આવ્યો. ‘ઉત્તમ પુસ્તકો સસ્તામાં ન આપી શકાય ?' પોતે પ્રકાશનના વ્યવસાયમાં હતો. લોકોને ઉત્તમ પુસ્તકો સસ્તામાં આપવા માટે કંઈક કરવું જોઈએ. પોતાની સંસ્થાના બીજા માલિકો સાથે તેણે ચર્ચા કરી. પાકાં પૂઠાંનાં મજબૂત બંધાઈના પુસ્તકોના સ્થાને માત્ર છ પેન્સમાં પેપર બુક ચોપડીઓ પ્રકાશિત કરવાની ? ના ભાઈ ના ! અમારે એવા ધંધામાં પૈસા રોકવા નથી. એલન લેનું રાજીનામું આપ્યું. પોતાના બીજા બે ભાઈઓની મદદથી સાવ નાનકડી મૂડીમાંથી એલને છ પેન્સની સસ્તી આવૃત્તિની યોજના કરી. લેખકો ના પાડે. પુસ્તકવિક્રેતાઓ ના પાડે. સૌને આ યોજના તરંગી અને નકામી લાગી. એલન મંડ્યો રહ્યો. દરિયાકાંઠાના પક્ષી પંગ્વિન પરથી આ સસ્તી આવૃત્તિનાં પુસ્તકોનું નામ “પશ્વિન' રાખ્યું. પુસ્તક વિક્રેતાઓ તો ના જ પાડતા રહ્યા. કાચાં પૂઠાંનાં પુસ્તકો ? ના, ભાઈ ના, જલદી ફાટી જાય. લોકો ન ખરીદે.' વલવર્થ સ્ટોરે પણ સાફ ના પાડી. સસ્તી ચીજ વેચનારી એ પ્રખ્યાત દુકાનના માલિક જડે એલનની રકઝક ચાલતી રહી. માલિકની પત્ની વાદ-વિવાદ સાંભળતી હતી. તેણે પોતાના પતિને કહ્યું : “તમે તો કવા વેપારી છો ? ઉત્તમ ને સસ્તાં પુસ્તકો લોકો ખરીદશે જ. કરાં સંદો. મને આ સોદામાંથી પૈસાની સુગંધ આવે છે.” વાત પતી ગઈ. આ બાઈ, માલિકની પત્નીને જ્ઞાનવૃદ્ધ', ‘સમજવૃદ્ધ' કહી શકાય. તેની વાત માની લેવાઈ ને એલનનાં પંગ્વિન સિરીઝનાં પુસ્તકો ગરમાગરમ ભજિયાંની માફક ખપવા લાગ્યાં. દેશ-પરદેશમાં એની એજન્સીઓ સ્થપાઈ. લાંબી ચાંચવાળા પલિકન પક્ષીના પ્રતીકવાળાં બુદ્ધિ ક્યાંથી મળે ? વૃદ્ધ સેવાથી 9 79 Page #97 -------------------------------------------------------------------------- ________________ - , દસ કરોડ પુસ્તકો આજે દુનિયાના બજારમાં છે સાઠ વર્ષે દસ કરોડ પુસ્તકોનો ધંધો ઉત્તમ ગણાય ! સસ્તો જરા પણ નહીં ! હા, જ્ઞાનવૃદ્ધ-સમજવૃદ્ધ પુરુષ હોય કે સ્ત્રી પણ હોઈ શકે. યુવાન હોઈ શકે ને ક્યારેક બાળક પણ હોઈ શકે ! જેની પાસે બુદ્ધિનો ભંડાર હોય તે “બુદ્ધિ-વૃદ્ધ' કહેવાય. એની સેવા કરવાથી તમને એની બુદ્ધિનો લાભ મળી શકે. માણસ વકીલો પાસે શા માટે જાય છે ? વકીલો એટલે બુદ્ધિવૃદ્ધો ! જ્ઞાનવૃદ્ધો ! એમને કાયદાઓનું જ્ઞાન અને એના આટાપાટાનું જ્ઞાન હોય છે. તેઓ પોતાના અસીલને બુદ્ધિબળથી આપત્તિમુક્ત કરતા હોય છે. તેમની સેવા કરવી એટલે એમની ફી ભરી દેવી ! 80 - સંવાદ Page #98 -------------------------------------------------------------------------- ________________ ર૧. વૃદ્ધો કોણ ? Elafcitu-sticit શિષ્ય: “ગુરુદેવ, વૃદ્ધ કોને કહેવાય?' ગુરુ : “વત્સ, જેઓ ધર્મતત્ત્વને જાણે છે તેઓ ખરેખર વૃદ્ધ છે.” મહાનુભાવો, ગઈકાલે આપણે જે વૃદ્ધોપસેવાથી બુદ્ધિ મેળવવાની વાત કરી તે વાતને આજે વધુ વિશદ કરું છું. “વૃદ્ધ ની વ્યાખ્યા જ્ઞાની પુરુષો “ધર્મતત્ત્વજ્ઞ' કરે છે. જેઓ ધર્મતત્ત્વને જાણે છે તેઓ જ ખરેખર વૃદ્ધ છે, જ્ઞાનવૃદ્ધ છે. એ ધર્મતત્ત્વમાં મૂળભૂત તત્ત્વ છે આત્મા ! એ મહાપુરુષો લોકોને આત્મતત્ત્વની ઓળખાણ કરાવે છે. આ શરીર આત્મા નથી, શરીરમાં જે રહેલો છે તે આત્મા છે. એક પ્રસંગ કહીને આ વાત સમજાવું. એક ગામમાં અમારા વ્યાખ્યાનનો વિષય હતો “જાતને ઓળખો'. આચારાંગ-ઉત્તરાધ્યયન- જ્ઞાનસાર આદિ ગ્રંથોના આધારે પોતાની ભીતર રહેલા પરમતત્ત્વ સાથે પરિચય સાધવાનું જણાવ્યું. વ્યાખ્યાન પૂરું થયું. પછી એક મૂર્ખ જેવો માણસ બેસી રહ્યો હતો. મેં પૂછ્યું : ‘તું હજુ કેમ બેઠો છે ? બધા લોકો તો ગયા. વ્યાખ્યાન પૂરું થઈ ગયું છે. તારે કંઈ પૂછવું છે ?" હા મહારાજ સાહેબ, મને કંઈ સમજાયું નથી. જાતને તો આપણે ઓળખીએ છીએ. મારું નામ છગન. મારા બાપનું નામ મગન. ધંધો કાપડનો. આ મારી ઓળખાણ થઈને બીજી ઓળખ વળી કેવી રીતે થાય ? મેં કહ્યું : “બીજી ઓળખ એ જ સાચી ઓળખ છે, જા સાંભળ. અકવાર એક ભરવાડને એક ગુફામાંથી તાજું જન્મેલું સિંહનું બચ્ચું જડ્યું. વૃદ્ધા કોણ ? જ ઘર્મતત્ત્વને જાણે છે 0 81 Page #99 -------------------------------------------------------------------------- ________________ મેતત્વ સિંહણ મરી ગયેલી. ભરવાડે તો એને ઉપાડ્યું. બકરીનું દૂધ પાયું. બકરાં ભેગું ઉછર્યું. એ તો બધી વાતમાં બકરાની નકલ કરે. એકવાર એક ઝાડીમાંથી આ બધાં બકરાં પસાર થયાં ત્યાં એક સિંહે હુમલો કર્યો. બકરાં તો બધાં નાઠાં, પણ સિંહનું બચ્ચે ઊભું રહ્યું. પેલા સિંહને પણ પોતાનો જાતભાઈ જોઈને નવાઈ લાગી. એટલે પૂછ્યું : તું તો સિંહ છે, બકરાં ભેગો કેમ ફરે છે ?” સિંહનું બચ્ચું બોલ્યું : “હું બકરીનું દૂધ પીતો હતો પણ ઘાસ ખાતો ન હતો, પાંદડાં ખાતો ન હતો.' સિંહે કહ્યું : “આપણે તો સિંહ છીએ. આપણે શિકાર કરીને ખાવાનું હોય. ચાલ મારી સાથે.” સિંહનું બચ્ચું સિંહની સાથે ચાલ્યું. તેને પોતાની સાચી ઓળખાણ થઈ કે “હું બકરીનું બચ્યું નથી, સિંહનું બચ્ચું છું. સિંહ છું ! તે સિંહની સાથે શિકાર કરતાં શીખી ગયું! એવી રીતે ભલે તારું નામ છગન હો, મૂળ તો બધા માનવ છીએ. સંગત અને જાત-જાતના કારણે આપણી મૂળ ઓળખ ભૂલી ગયા છીએ. આપણે માનવ પણ નથી, માનવદેહમાં રહેલા “આત્મા' છીએ ! એ આત્માની ઓળખ, સાચી ઓળખ જે કરાવે તે જ્ઞાનવૃદ્ધ કહેવાય. જેઓ ધર્મતત્ત્વને જાણે છે તેઓ જ જ્ઞાનવૃદ્ધ કહેવાય. “હું આત્મા છું. શુદ્ધ સ્વરૂપી આત્મા છું. શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે. રાગ-દ્વેષને મોહ મારા આત્માના ગુણો નથી એ કર્મજન્ય દોષો છે. હું અત્યારે સંસારી છું. આઠ-આઠ કર્મોથી બંધાયેલો છું. મારે એ કર્મોનાં બંધનો તોડીને મારા આત્માના શુદ્ધ સ્વભાવને પ્રગટ કરવાનો છે. જ્યારે જીવોનો આધ્યાત્મિક ઉદય થવાનો હોય છે ત્યારે તેમને પુણ્યના ઉદયથી આવા ધર્મતત્ત્વના જ્ઞાતા જ્ઞાની પુરુષો મળી જ આવે છે. આવા પ્રસંગે જૈન-જૈનેતર ધર્મોમાં ઘણા વાંચવા મળે છે. મહાન સમ્રાટ અશોકનો પુત્ર હતાં કુણાલ. કુણાલનો પુત્ર હતો ૮૨ ૭ સંવાદ Page #100 -------------------------------------------------------------------------- ________________ સમ્રાટ સંપ્રતિ. મગધ સામ્રાજ્યનો એ માલિક બન્યાં હતો. પણ એક દિવસ એવા જ પરમજ્ઞાની મહાપુરુષ આચાર્ય સુહસ્તિનાં દર્શન થઈ ગયાં ! એ જ પૂર્વજન્મના ગુરુ હતા. ગુરુદર્શન થતાં જ પૂર્વજન્મની સ્મૃતિ થઇ આવી અને મહેલમાંથી નીચે રાજમાર્ગ પર ઉતરી આવીને સમ્રાટે પોતાનું સમસ્ત રાજ્ય ગુરુનાં ચરણોમાં સમર્પિત કરી દીધું ! ધર્મતત્ત્વ -શાતા શિષ્ય ઐસા ચાહિયે જો ગુરુ કો સબ કુછ દેય, ગુરુ એસા ચાહિએ જો શિષ્યસે કુછ ન લેય ! સમ્રાટ મહાન જ્ઞાની ગુરુને રાજ્ય સોંપી એમના ચરણે બેસી ગયા હતા ! પરિણામ તમે જાણો છો ? એ આચાર્યદેવે સંપ્રતિને જ રાજસિંહાસન પર આરૂઢ કરીને એની પાસે કેવાં કલ્યાણકારી મંગલકારી ને હિતકારી કાર્યો કરાવ્યાં ? સવા લાખ જિનમંદિરો બંધાવરાવ્યાં હતાં. સવા ક્રોડ જિનમૂર્તિ બનાવરાવી હતી. અનેક વિહારગૃહો ને ધર્મશાળાઓનાં નિર્માણ કરાવ્યાં હતાં. એક પણ સાધર્મિકને દુઃખી રહેવા દીધો ન હતો. પરંતુ આ બધાનું મૂળ કારણ જાણો છો ? ગુરુદેવ પ્રત્યે આંધળી શ્રદ્ધા ! બ્લાઇન્ડ ફેઇથ ! એક વખત વિશ્વાસ મૂકતાં વિચારી લેવાનું ! વિશ્વાસ મૂક્યા પછી પાછા ફરીને જોવાનું નહીં. તો જ જ્ઞાનવૃદ્ધ પુરુષો આપણા જીવનપથને અજવાળી શકે. આપણે તેમની એક-એક આજ્ઞાને શિરોધાર્ય કરી શકીએ. બીજા-બીજા વિષયના નિષ્ણાત વિદ્વાનો પણ જ્ઞાનવૃદ્ધ કહેવાય, પણ તેઓ આત્મકલ્યાણના માર્ગે, મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક કે પ્રેરક માર્ગદર્શક ન બની શકે. જેઓ ધર્મતત્ત્વના જ્ઞાતા હોય અને બીજા વિષયોમાં પણ નિષ્ણાત હોય, તેવા ઉચ્ચકોટિના વિદ્વાનો પ્રજાને સાચા માર્ગે દોરી શકે. હવે તો ધર્મક્ષેત્રનો દોર એવા વિશિષ્ટ જ્ઞાની પુરુષોના હાથમાં હશે કે જેઓ વિજ્ઞાન અને અધ્યાત્મને જોડી શકતા હશે, જે મનુષ્યમનુષ્યને જોડવાનો પ્રયત્ન કરતા હશે તેઓ જ સંધને-સમાજને સાચું ને સમાચિત માર્ગદર્શન આપી શકશે. વૃદ્ધો કોણ ? જે ધર્મતત્ત્વને જાણે છે 63 Page #101 -------------------------------------------------------------------------- ________________ -בוושן ધમતત્વ એકાંગી ક્રિયામાર્ગી કે એકાંગી જ્ઞાનમાર્ગી મનુષ્ય લોકોને ખોટા માર્ગે દોરી જાય છે. આવા માણસો જ્ઞાનવૃદ્ધ નથી હોતા, “જ્ઞાન-બાળ' હોય છે. તે એટલે બાલચેષ્ટા કરતા રહે છે. તેમની બુદ્ધિ પર જ્ઞાનનો પ્રભાવ હોતો નથી. ધર્મશાસ્ત્રોની અસર હોતી નથી. આવા લોકો મનસ્વી રીતે ધર્મની વાતો કરતા ફરે છે. ભૂલેચૂકે આવા ચક્કરમાં ફસાતા નહીં. જ્ઞાનવૃદ્ધ પુરુષોને ઓળખવા જોઈએ. તેમના જ્ઞાનવૈભવની સાથે સાથે તેમનામાં પરમસહિષ્ણુતા જોવાની. એમનામાં સર્વ જીવો પ્રત્યે પ્રેમ ને કરુણા હોવી જોઈએ. મતનો કે પંથનો પ્રચાર નહીં, અધ્યાત્મભાવનાનો પ્રચાર કરવાની ભાવના જોઈએ. હવે પંથોને મતોનો યુગ આથમી જવાનો છે. લોકોને અધ્યાત્મનો માર્ગ જ શાન્તિ પમાડશે. ૮૪ ૦ સંવાદ Page #102 -------------------------------------------------------------------------- ________________ આરોગ્ય ૨૨. શૌરનું સૌભાગ્ય શું ? મારોગ શિષ્ય : ‘ગુરુદેવ, શરીરધારીનું પહેલું સુખ કયું ?' ગુરુ : ‘વત્સ ! આરોગ્ય પહેલું સુખ છે.’ આજે આપણે એ શરીરનો વિચાર કરવાનો છે કે જે ધર્મપુરુષાર્થનું પહેલું અને શ્રેષ્ઠ સાધન છે ! શરીરથી જ બધા પુરુષાર્થ થઈ શકે છે. શરીર સ્વસ્થ હોય, નીરોગી હોય તો પુરુષાર્થમાં પાછા ન પડાય. અલબત્ત, સફળતા મળવી ન મળવી તે દરેક જીવના પ્રારબ્ધ પર નિર્ભર હોય છે. સ્વસ્થ શરીરની વ્યાખ્યા ‘સુશ્રુતસંહિતા'માં આ રીતે બતાવવામાં આવી છે. “समदोषः समाग्निश्च समधातुमलक्रियाः । प्रसन्नात्मेन्द्रियमनः स्वस्थ इत्यमिधीयते ।। " જેમના વાત-પિત્ત અને કફ સમાનરૂપે કાર્ય કરતા હોય, અર્થાત્ વિષમ ન હોય, પાચનશક્તિ સારી હોય, રસઆદિધાતુ અને મળોની ક્રિયા સમ હોય તથા આત્મા, ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય, એને સ્વસ્થ કહેવાય. શરીરના આરોગ્ય માટે લગભગ આ શ્લોકમાં બધું જ કહી દેવામાં આવ્યું છે. તમે એવું ભોજન કરો કે વાયુનો પ્રકોપ ન થાય, પિત્તના ઉછાળા ન આવે. છાતીમાં કફનો ભરાવો ન થઈ જાય. તમારી પ્રકૃતિનો ખ્યાલ તમને હોવો જોઈએ. તમારી કફ-પ્રકૃતિ હોય તો કફને વધારે એવી વસ્તુઓ ખાવી-પીવી ન જોઈએ. એ રીતે તમારી વાયુપ્રકૃતિ હોય તો ગૅસ કરે તેવાં પદાર્થો ન ખાવા-પીવા જોઈએ. પિત્તપ્રકૃતિ હોય તો એ રીતે જ શરીરનું સૌભાગ્ય શું ? આરોગ્ય ૦ ૮૫ Page #103 -------------------------------------------------------------------------- ________________ ખાવા-પીવાનું રાખવું જોઈએ કે પિત્તનો પ્રકોપ ન થાય. સાધારણ આરોગ્યના નિયમો મુજબ માણસે પેટ ભરીને ખાવું ન જોઈએ. થોડા ભૂખ્યા રહેવું જોઈએ. ઘણું ખાટું કે ઘણું તીખું ન ખાવું જોઈએ. એકદમ ઠંડું કે અતિશય ગરમ ભોજન પણ ન કરવું જોઈએ. ખૂબ ખારું કે ખૂબ કડવું ભોજન પણ ન કરવું. બહુ મીઠાઈઓ ન ખાવી. તમને જે વસ્તુ પચવામાં ભારે પડતી હોય તે વસ્તુ ન ખાવી. શરીરના આરોગ્યને બગાડનારી વાતો આ બધી છે, તેમાંય ૧. રાત્રિભોજન, ૨. હૉટલ-ભોજન, અને ૩. વારંવાર ભોજન... આરોગ્ય શરીરને રોગિષ્ઠ બનાવી દે છે. તમે રાત્રિભોજન કરતા થઈ ગયા ત્યારથી તમારાં ઘરોમાં રોજની દવાઓ આવી ગઈ ! રાત્રિભોજન માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નિષિદ્ધ છે એમ ન માનશો, રાત્રિભોજનથી શરીરને પણ નુકસાન થાય છે. મારી વાત ન મનાતી હોય તો કોઈ સારા ડૉક્ટર કે વૈદને પૂછી જોજો. બીજી વાત છે હૉટલોમાં ખાવા જવાની. કેટલાંક વર્ષોથી આ ફૅશન થઈ પડી છે. મહિનામાં બે વાર તો ફેમીલી સાથે હૉટલમાં જમવાનું ! ભલે એમાં ચારસો-પાંચસો રૂપિયા ખરચાઈ જાય ! હૉટલનું ભોજન પણ કેવું ? દેખાવ તો મન મોહી લે તેવો... પણ એ મૂળ પદાર્થો કેવા ? મસાલા કેવા ? તમારા શરીરને નીરોગી રહેવા દે ખરા ? હૉટલનાં ભોજન ‘ટેસ્ટી’ બનાવવા માટે કેવા કેવા મસાલા નાંખવામાં આવે છે, તે તમે જાણો છો ? તમારે તો સ્વાદ સાથે સંબંધ છે, સ્વાસ્થ્ય સાથે નહીં ! સ્વાસ્થ્ય ભલે બગડે, સ્વાદ આવવો જોઈએ ! તમે તમારાં બાળકોને પણ આ સ્વાદના રવાડે ચઢાવીને એમનાં શરીર બગાડી રહ્યા છો, એ સમજો છો ? ૮૬ ૦ સંવાદ Page #104 -------------------------------------------------------------------------- ________________ રાત્રે ખુલ્લા આકાશ નીચે લારી-ગલ્લા પાસે ઊભા રહી... અકરાંતિયા બનીને પાઉં-ભાજી ખાઓ છો... પાણી-પુરી ખાઓ છો... અને બીજી અનેક અભક્ષ્ય વસ્તુઓ પેટમાં ભરે રાખો છો... ત્યારે તમે જાણે ખાવા માટે જ જીવો છો, એમ નથી લાગતું ? જીવવા માટે ખાવાનું છે કે ખાવા માટે જીવવાનું છે ? તમે ખાવામાં... મનગમતું ખાવામાં સુખ માનો છો ? ના, શરીરની નીરોગિતામાં સુખ છે ! જો શરીર રોગી થઈ ગયું તો બધાં સુખ ચાલ્યાં જવાનાં. જો શરીરમાં ‘ડાયાબિટીઝ’, ‘પ્રેશર’ અને ‘હાર્ટટ્રબલ' શરૂ થઈ ગઈ, તો તમારે કેટલી બધી સુખ-સગવડો છોડવી પડશે ? કેટલું બધું ખાવા-પીવાનું છોડવું પડશે ? ‘શરીરની સ્વસ્થતામાં સુખ રહેલું છે,' “પહેલું સુખ તે જાતે નર્યા” આ વાત તમે તમારા હૃદયની ભીંત પર લખી રાખો. heleno શરીરના આરોગ્ય માટે જેવી રીતે ખાન-પાનમાં સાવધાની રાખવાની છે તેવી રીતે બીજી પણ કેટલીક વાતોની કાળજી રાખવાની છે. તમારે નિયમિત સૂઈ જવું જોઈએ ને પૂરી નિદ્રા લેવી જોઈએ. જો તમને પાંચ-છ કલાક ઊંઘ ન આવે તો પણ સ્વાસ્થ્ય બગડી શકે. તમારા શરીરને ધોડો વ્યાયામ-કસરત પણ જોઈએ. પરિશ્રમ જોઈએ. જો થોડો પણ વ્યાયામ નહીં મળે તો શરીર બગડી શકે. તમારી પાંચ ઇન્દ્રિયો અને મન પ્રસન્ન રહેવાં જોઈએ. જો તમે ચિંતાઓ, ઉદ્વેગ અને પરિતાપમાં બળશો તો પણ તમારું આરોગ્ય બગડશે. ‘પ્રસન્નાસ્મેન્દ્રિયમઃ ।' તમારો આત્મા નિરંતર પ્રસન્ન રાખો. તમારું મન પ્રફુલ્લિત રાખો. તમારી ઇન્દ્રિયોને જાગ્રત રાખો. તમારું આરોગ્ય સલામત રહેશે ! આ વાત ઘણી જ મહત્ત્વની છે. ભલે, કોઈ પાપકર્મના ઉદયથી શરીરમાં રોગ પેદા થયા હોય, તમે ખાવા-પીવામાં અને તમામ જીવન-વ્યવહારમાં સાવધાન હો, સંયમી હો, છતાં પાપકર્મ-પૂર્વજન્મોનાં ઉદયમાં આવે ને રોગો જન્મે, શરીરનું સૌભાગ્ય શું ? આરોગ્ય ૮૭ Page #105 -------------------------------------------------------------------------- ________________ વાંધો નહીં, તમે એ રોગોને મનમાં ન પ્રવેશવા ( દો! મનને પ્રસન્ન રાખો, મનને આનંદથી ભરેલું રાખો. એ રોગો તમને હેરાન નહીં કરી શકે. દેહ છે એટલે દુઃખ-દર્દ તો રહેવાનાં જ. પરંતુ સંયમમય જીવન હશે તો એ દુઃખ-દર્દ ઓછાં થવાનાં. સહન કરવાની ને શક્તિ વધવાની ! માટે શરીરને નીરોગી રાખવાનું ધ્યાન રાખો. તે માટે મોજ શોખ ઓછા કરો. વધુ પડતી દોડધામ ન કરો. શાન્તિથી ને આનંદથી જીવન જીવવાનો સંકલ્પ કરો. જીવનમાં અર્થ અને કામપુરુષાર્થ જરૂરી હોય છે પણ તેને જ સર્વસ્વ ન માનો. તેને માત્ર સાધન માનો. ધર્મપુરુષાર્થ પર ધ્યાન કેન્દ્રિત કરો. શરીરને સ્વસ્થ-નીરોગી રાખવા જેમ ઓછું ખાવાનું, ઓછી વસ્તુઓ ખાવાની, તેમ મહિનામાં એક-બે ઉપવાસ પણ કરી લેવા જોઈએ. ઉપવાસ ન થાય તો આયંબિલ કરવું જોઈએ... અને શક્ય હોય તો ઉકાળેલું પાણી (ઠંડું કરીને) પીવું જોઈએ. માનવશરીરનું સૌભાગ્ય આરોગ્ય છે અને માનવશરીર ધર્મપુરુષાર્થનું પહેલું સાધન છે. 'शरीरमाद्यं खुल धर्मसाधनम् ।' 0 એવાદ Page #106 -------------------------------------------------------------------------- ________________ * ૨૩. મા શું છે ? PHUELTOZiediet શિષ્ય : ગુરુદેવ, મૃત્યુ શું છે?” ગુરુઃ “વત્સ, અવધાનરહિતતા-અજાગૃતિ મૃત્યુ છે.' આજે આપણો આ છેલ્લો સંવાદ છે. પ્રશ્ન સમજાય એવો છે, ઉત્તર ક્ષણભર ન સમજાય તેવો છે ! “અવધાન' એટલે જાગૃતિ. તમે જાગૃત છો ત્યાં સુધી જીવો છે. જેટલી ક્ષણો જાગૃતિમાં જાય છે તે જીવન છે. એ સિવાય આપણે મરેલા છીએ ! અજાગૃતિ જ મૃત્યુ છે ! મૃત્યુની આ પરિભાષા સમજવા જેવી છે. જીવના પ્રાણ નીકળી જાય. શ્વાસોચ્છવાસ બંધ પડી જાય ને માણસ મરી જાય એ તો સહુ સમજે જ છે. એ મૃત્યુ તો જાણીતું છે. પણ અહીં તો એવા મૃત્યુની વાત કરવામાં આવી છે કે જે મૃત્યુ એકવાર નહીં અનેકવાર આવે છે ! આપણે આત્મભાવમાં જાગૃત રહેવાનું છે. આપણે આત્મભાવમાં રમણતા કરવાની છે. આ જાગૃતિ અને રમણતા જ જીવન છે. આત્મભાવમાં રમણતા એટલે આત્મજ્ઞાનમાં રમણતા. માનસરોવરમાં જેમ હંસ તરે તેમ જ્ઞાનાનંદમાં જીવાત્મા રમે. “જ્ઞાની નિષ્પતિ જ્ઞાને માન રુવ મન !' આવા જ્ઞાની પુરુષોને જ્યારે વિષયોમાં પ્રવૃત્તિ કરવાની આવે ત્યારે મોત જેવું લાગે. એમને જરાય ન ગમે. “વિષયાંત્તરસંચાર: તારચ દાતાનોપમ: I' વિષયોમાં પ્રવૃત્તિ અને ઝેર જેવી લાગે. આ, મૃત્યુની પરિભાષા ઉપર વિચાર કરજો. તમે જીવી રહ્યા છો કે મરી રહ્યા છો, તેનો નિર્ણય કરજો. આ મનુષ્યજીવન જીવવા માટે છે ! આત્મભાવમાં જીવવા માટે છે. જ્ઞાનાનંદ મેળવવા માટે જીવવાનું છે. એવું મૂલ્યવાન જીવન, પાંચ ઇન્દ્રિયોના વિષયોનાં સુખ મેળવવા ને ભોગવવા મૃત્યુ શું છે ? અવધાનરહિતતા ૮૯ Page #107 -------------------------------------------------------------------------- ________________ રહિતતા અવધાન પાછળ વેડફાઈ જાય તે કેટલું મોટું નુકસાન કહેવાય ? ભલે તમે ગૃહસ્થ છો. ગૃહસ્થ છો પણ સાથે સાથે શ્રાવક છો ને ? શ્રાવિકા છો ને ? શ્રાવિકા પણ જ્ઞાનાનંદમાં રમણતા કરી શકે ! હા, સંસારનાં કાર્યો કરતાં કરતાં પણ ભીતરમાં તમે જાગૃતિ રાખી શકો છો. ઘરમાં જાગૃતિ રાખી શકો, ઑફિસમાં પણ જાગૃતિ રાખી શકો. તમારા અંતઃકરણ ઉપર અધિકાર તમારો જ રાખો. શરીર અને ઇન્દ્રિય વિષયોમાં પ્રવૃત્ત થાય ત્યારે મને એનાથી અલિપ્ત રાખી શકો. એક પ્રસંગ કહું. મલાયાના રબ્બરના ખેતરોમાં મજૂરી કરનારાના ચિકિત્સક કુષ્ણુસ્વામી ૧૯૨૨ના એક દિવસે દરદીની નાડ તપાસતા હતા ત્યાં એમની નાડીના ધબકારા વધી ગયા. દરદીને શારીરિક દર્દ હતું, ડૉક્ટરને આત્મિક દર્દ ઊપડ્યું. અંદરથી અવાજ આવ્યો. “ઊઠ, ઊભો થા, ચાલવા માંડ. નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કર ! જાગૃત થા.” અંતરનો સાદ તો સૌ કોઈને સંભળાતો હોય છે પણ મોટાભાગના લોકો સાંભળતા નથી. ઉપેક્ષા કરે છે. તેઓ મરેલા રહે છે. કુપુસ્વામીએ સરવા કાને નરવો અવાજ સાંભળ્યો અને દાક્તરી છોડી મદ્રાસ ગયા. શરીરની તંદુરસ્તીનું ઘણું કામ કર્યું, હવે મનની તંદુરસ્તી, આત્માની તંદુરસ્તીનું કામ કરીએ.” તેઓ કાશી પહોંચ્યા. ત્યાં ન રહ્યા. અવાજ આવ્યો : “ઊભો થા ને ચાલવા માંડ... આગળ વધે.’ પહોંચ્યા હૃષીકેશ. ત્યાં રહી જવાનું મન થયું ત્યાં અવાજ આવ્યો. ઊભો થા, ચાલવા માંડ... ચરૈવતિ ચરૈવતિ... ! હિમાલયમાં પહોંચ્યા. ૧૯૨૪માં સન્યાસ લીધો. કુષ્પસ્વામી શિવાનંદ સરસ્વતી બની ગયા ! જ્ઞાનોપાસનામાં લીન બન્યા. ૩૦૦થી વધુ પુસ્તકો ધર્મ ને અધ્યાત્મનાં લખ્યાં. સ્વાધ્યાય, પ્રભુભક્તિ, સત્સંગ, યોગ, ધ્યાન આદિ દ્વારા શાશ્વતધામ સુધી પહોંચાડનાર દિવ્ય પુલ પણ બાંધી દીધો ! દિવ્ય જીવનનો પુલ ! જાગૃતિનો પુલ ! અવેરનેસ આવી ગઈ. ૯ ૦ ૦ સંવાદ Page #108 -------------------------------------------------------------------------- ________________ બીજો એક પ્રસંગ તમને કહું. સુલતાન મહમૂદ ગઝનવી દુનિયાને લૂંટી ઘૂંટીને માલદાર બન્યો હતો. અઢળક સંપત્તિ અને અગણિત વિજયોએ તેને ગુમાની બનાવ્યો હતો. તેને પ્રસિદ્ધ ફિલસૂફ હઝરત શેખ અબુલહસનની પરીક્ષા કરવાનું મન થયું. તે પાલખીમાં બેસીને પાંચસો અંગરક્ષક સૈનિકો સાથે શેખના મુકામે ગયો. વાજાં વગડાવતી શાહી સવારી હજરતના મુકામે પહોંચી. પણ શેખ તો કુરાને શરીફ વાંચતા મસ્તીથી બેઠા હતા. તેમણે ન તો બેંડવાજાં સાંભળ્યાં કે ન સુલતાનનો શાહી ઠાઠ જોયો. હાથમાં તસબી ફરતી જાય અને કુરાને શરીફનું વાંચન ચાલતું જાય ! આ હતી હઝરતની જ્ઞાનમગ્નતાનો આનંદ ! એ બાદશાહોના પણ બાદશાહ હતા. chole રહિતતા સુલતાન ભોંઠો પડ્યો. પોતાના આગમનની હજરતે નોંધ પણ લીધી નહીં, તેથી તે અકળાયો. પછી ખોંખારો ખાઈને હજરતની સામે બેઠો, ત્યારે હજરતે તેની સામે જોયું. તસબી નીચે મૂકી. કુરાન બંધ કર્યું. પૂછ્યું : ‘શું કામ પડ્યું ભાઈ ?’ સુલતાન વધુ ભોંઠો પડ્યો. તેણે સોનામહોરો ભરેલી થેલી હજરતનાં ચરણોમાં ભેટ ધરી. હજરતે તેમાંથી એક સોનામહોર કાઢી દાંતથી ચાવી જોવાનો પ્રયત્ન કર્યો. સોનામહોર ન તૂટી એટલે મોં બગાડીને થેલી પાછી આપી. ‘ભાઈ, આનાથી ભૂખ ભાંગે નહીં, એટલે આની કોઈ કિંમત નથી. લઈ જા.' સુલતાન વધુ ભોંઠો પડ્યો. શરમાયો. ઉપદેશ સાંભળવાની વિનંતી કરી. હજરતે અમીરી અને ફકીરીમાં કોણ ચઢે તે સમજાવ્યું ! ફકીરીમાં જીવન છે, અમીરીમાં મૃત્યુ છે ! હું ફકીરીનું પૂરું સન્માન કરું છું. હું જીવનને ચાહું છું !' સુલતાન ત્યાંથી પગે ચાલતો નગરમાં ગયો. હજરત વળાવવા ગયા. મૃત્યુ શું છે ? અવધાનરહિતતા ૯૧ Page #109 -------------------------------------------------------------------------- ________________ આ તો હમણાં જ વાંચેલા બે પ્રસંગ તમને કહ્યા. બાકી જ્ઞાનમાં નિમગ્ન મહાત્માઓના આત્માનંદની અનુભૂતિનાં અનેક દૃષ્ટાંતો શાસ્ત્રોમાં વાંચવા મળે છે ને વર્તમાનકાળે પણ એવા આત્મદર્શી જ્ઞાનાનન્દી મહાત્માઓ જોવા મળે છે. રહિતતા અવધાન આપણી વાત તો એ છે કે આત્મભાવમાં વધુ ને વધુ રમણતા કેળવતા રહો. જ્યાં મન બીજા વિષયોમાં જાય કે ‘હું મૃત્યુ પામ્યો !’ આ વિચાર ઝબકી જવો જોઈએ. એવી જ રીતે પ્રત્યેક ધર્મક્રિયા કરતાં પણ તમારે તેમાં જ મનોપયોગ જોડવાનો છે. તે તે ક્રિયાને અનુરૂપ મનોપયોગ હોવો જોઈએ. જ્ઞાનમાર્ગને છેડે સમાજને આચાર્ય જડે છે. કર્મમાર્ગના છેડે સમાજને યોગી જડે છે. ભક્તિમાર્ગના છેડે સમાજને સંત મળે છે અને ત્રણે બાબતો એક જ વ્યક્તિમાં સમન્વિત રીતે પ્રગટ થાય ત્યારે સમાજને ઋિષ મળે છે ! આ ૨૧ વાતો એવા એક ઋષિએ કહેલી છે. કેટલી માર્મિક છે ? જે યોગ્ય લાગે તે જીવનમાં ગ્રહણ કરજો. ૯૨૦ સંવાદ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૪. સ્નેહ એટલે ? સમાઘ શિષ્ય: ‘ગુરુદેવ સ્નેહની સાચી વ્યાખ્યા શું છે ?” ગુરુ ‘વત્સ, સ્નેહ એટલે સદ્ભાવ.’ મહાનુભાવો, મૈત્રીની એક પરિભાષા છેઃ ‘સ્નેપરિળામો મૈત્રી ।’ એનો અર્થ આ જ છે : સ્નેહ એટલે મૈત્રીનો ભાવ. મૈત્રીનો ભાવ શ્રેષ્ઠ સદ્ભાવ છે. દુનિયામાં સદ્ભાવો ઘણા પ્રકારના હોય છે. એ બધા જ સભાવોમાં મૈત્રીનો ભાવ ઉત્કૃષ્ટ સદ્ભાવ છે. એનો અર્થ એ થાય કે જે જે જીવો પ્રત્યે આપણને સ્નેહ હોય તે બધા જ જીવો પ્રત્યે મૈત્રીભાવ જોઈએ. મહર્ષિઓએ તો જીવમાત્ર પ્રત્યે મૈત્રીભાવ-સદ્ભાવ રાખવાનો ઉપદેશ આપેલો છે. આપણે ત્યાં જૈન ધર્મમાં તો ‘મિત્તિમે સવ્વમુત્તુ’ ‘સર્વે જીવો મારા મિત્ર છે,’ આવી કબૂલાત આપવામાં આવે છે ! પરંતુ બોલનારા પ્રાકૃત ભાષાનું સૂત્ર બોલી જાય છે, એનો અર્થ અંતઃકરણને સ્પર્શતો નથી ! નહીંતર તમે કોઈપણ મનુષ્યને તો નહીં જ, કોઈ પશુ-પક્ષીને પણ શત્રુ ન માની શકો... ‘આ દુનિયામાં કોઈ જીવ મારો શત્રુ નથી.' આ વાત પણ તમારે સ્વીકારવી જ પડે, જો તમે બધા જ જીવોને તમારા મિત્ર માનો છો તો ! અને માનો છો તો ખરા જ ! માટે ‘મિત્તિને સવ્વભૂએસ બોલો છો ! મૈત્રી એટલે સ્નેહ અને સ્નેહ એટલે સદ્દભાવ. તમારે બીજાઓને સાવ જ આપવાનો છે. એટલે કે બીજી જીવોના હિતનો જ વિચાર કરવાનો છે ! ‘પરહિતચિંતા મૈત્રી' મૈત્રીભાવની આ પરિભાષા તમારે યાદ રાખવાની છે. ‘મારે બીજા જીવોના હિતનો જ વિચાર કરવાનો છે. હું કોઈનું અહિત નહીં વિચારું.’ શું તમારું હૈયું બોલે છે કે હું બીજા જીવાનું સ્નેહ એટલે ? સદભાવ ૦૯૩ Page #111 -------------------------------------------------------------------------- ________________ અહિત નહીં કરું ? બીજાને ક્યારેય દુઃખી નહીં જ કરું ? બીજાના સુખની ઇર્ષ્યા નહીં કરું. પાપીનો - તિરસ્કાર નહીં કરું ? દેશ અને દુનિયાની વાત જવા ) દો, તમારી શેરી અને શહેરની વાત પણ જવા દો, તમારા કુટુંબીજનો પ્રત્યે, તમારા સગા-સંબંધી પ્રત્યે, તમારા સ્નેહી સ્વજનો પ્રત્યે તો તમારું હૈયું, તમારું મન આવું બોલે છે ને ? તમારા જે ઉપકારી છે તેમના માટે તો તમે આવું બોલો છો ને ? તમારા પરિચિતો માટે મનમાં મૈત્રીનો સદ્ભાવ, સ્નેહનો સદ્ભાવ રહે છે ને ? એક વાત સમજી રાખો. તમારું મન થોડું પણ શુદ્ધ હશે તો જ તે ચિત્તમાં ધર્મનો જન્મ થઈ શકશે. “ઘર્ષ વિત્તમઃ' ધર્મ શુદ્ધ ચિત્તનું ઉત્પાદન છે. Religion is a production of pure mind! ઉપકારી મનુષ્યો પ્રત્યે વિધેયાત્મક મૈત્રી ન બાંધી શકો, ન રાખી શકો, પણ નિષેધાત્મક મૈત્રી તો રાખી શકો ને ? એટલું પણ જો ન કરી શકો તો તમે પશુઓથી પણ ગયા ! પશુઓ પણ આવી મૈત્રી રાખે છે ! કૂતરાઓ ઉપકારી પ્રત્યે અપકાર નથી કરતાં. ઉપકારીનું અહિત નથી કરતા. હું નાનો હતો ત્યારે એક સિંહની વાર્તા સાંભળી હતી. જંગલમાં એક સિંહના પગમાં કાંટો ખૂંપી ગયો. કાંટાના લીધે એને પીડા થાય છે. તે લંગડો ચાલે છે. થોડુંક ચાલીને એ એક ઝાડ નીચે બેસીને પોતાના પગને જુએ છે. ત્યાંથી એક મુસાફર પસાર થાય છે, તેણે સિંહ સામે જોયું. સિંહની આંખોમાં ક્રૂરતા ન હતી પરંતુ તીવ્ર વેદના હતી. મુસાફરને સિંહ પર દયા આવી. જરાય ગભરાયા વિના તે સિંહની પાસે ગયો. તેનો પગ જોયો. પગમાં ખૂંપેલો કાંટો પ્રેમથી બહાર કાઢી નાંખ્યો. સિંહે રાહતનો દમ લીધો, અને પ્રસન્નતાથી મુસાફરનું શરીર સુંબું. મુસાફર પોતાના રસ્તે ચાલ્યો ગયો. એ મુસાફર કોઈ અપરાધમાં ફસાયો. રાજાએ તેને મોતની સજા ફટકારી. રાજાની મોતની સજા કરવાની પદ્ધતિ અનોખી હતી. રાજમહેલની એક બાજુ તેણે નાનકડું મેદાન બનાવ્યું હતું. તેની ચારે બાજુ ઊંચી ઊંચી ૯૪ ૦ સંવાદ Page #112 -------------------------------------------------------------------------- ________________ દીવાલો બનાવી હતી. એક બાજુ રાજાએ સિંહનું પાંજરું રખાવ્યું હતું. તેમાં સિંહને રાખવામાં આવતો. અપરાધીને મેદાનમાં ઊભો રાખતો, પછી પાંજરામાંથી સિંહને છોડવામાં આવતો મેદાનમાં માત્ર સિંહ અને અપરાધી બે જ રહેતા. ભૂખ્યો સિંહ એ અપરાધીને ફાડી નાંખતો. સદ્દભાવ પેલા મુસાફરને રાજાએ મોતની સજા કરી હતી. તેને મોતના મેદાનમાં ઊભો કરવામાં આવ્યો અને પિંજરામાંથી સિંહને છોડવામાં આવ્યો. સિંહ ગર્જના કરતો મુસાફર તરફ દોડ્યો. સિંહને જોતાં જ મોતના ભયથી મુસાફરની આંખો બંધ થઈ ગઈ. તે ધ્રૂજતો હતો. સિંહે આવીને મુસાફરને સૂંધ્યો; અને પાછો પિંજરામાં ચાલ્યો ગયો ! આવું ત્રણવાર થયું ! રાજાએ છેવટે પેલા અપરાધીને બોલાવીને પૂછ્યું : ‘તારી પાસે શું કોઈ મંત્ર છે ? તંત્ર છે ? વિદ્યા છે ? છે શું ? સિંહ તારા પર હુમલો કેમ નથી કરતો ?’ અપરાધીએ કહ્યું : ‘મહારાજા, સિંહ હૈયાહીણું પ્રાણી નથી. તેને પણ હૈયું હોય છે. તેનું હૈયું પણ થોડુંક કોમળ-નિર્મળ હોય છે. તે માત્ર ક્રૂર નથી. તેના હૈયે ઉપકારી પ્રત્યે પ્રેમભાવ-સ્નેહભાવ હોય છે. સિંહ તેના ઉપકારી ઉપર કદી હુમલો નહીં કરે.’ મુસાફરે પછી વાત કરી કે સિંહના પગમાંથી એણે કાંટો કાઢ્યો હતો. ઉપકારી પ્રત્યે મૈત્રીનો સ્નેહભાવ હોવો જ જોઈએ. કોઈએ આપણા પર નાનકડો પણ ઉપકાર કર્યો હોય તો તે ઉપકારી અને ઉપકારોને ક્યારેય ભૂલવા ન જોઈએ. ધર્મ કરનારમાં શું આટલીય યોગ્યતા ન હોવી જોઈએ ? ધર્મ કરનાર સ્ત્રી-પુરુષ અસાધારણ અને અસામાન્ય તો જ બની શકે જો એનું મન સદ્ભાવથી શુદ્ધ હોય. દઢ હોય. સુખમાં પણ નમ્ર બની શકતા હોય. મૈત્રી-સ્નેહ-સદ્ભાવથી જેનું મન સદાય નવપલ્લવિત રહેતું હોય. પણ આજે આ બધી વાતોની કોનામાં આશા રાખવી ? વેર અને ઝેરથી, ઇર્ષ્યા અને અદેખાઈથી, તિરસ્કાર અને ધિક્કારથી લોકોનાં મન આજે ભ્રષ્ટ બની ગયાં છે. ગંદાં અને ગંધાતાં બની ગયાં છે. વિષયરાગ અને જીવદ્વેષથી માનવી આજ ઘોર અંધકારમાં અટવાઈ રહ્યો સ્નેહ એટલે ? સદ્દભાવ ૯૫ Page #113 -------------------------------------------------------------------------- ________________ છે. મોહમૂઢતાથી આજ કાર્ય-અકાર્યનું તે ભાન છે ભૂલી બેઠો છે. કર્તવ્યને અકર્તવ્ય અને અકર્તવ્યને કર્તવ્ય માની રહ્યો છે. આવી બેહાલ ચિત્તસ્થિતિમાં સદ્ભાવ ક્યાંથી પ્રગટે ? સ્નેહની સરવાણી ક્યાંથી વહે ? ) એક સાવધાની રાખશો ? જેના પ્રત્યે તમારા હૃદયમાં મૈત્રી હોય, નેહ હોય, સદ્ભાવ હોય, એવી વ્યક્તિ તમારા મૃત્યુ સમયે તમારી પાસે હોવી જોઈએ ! એ વ્યક્તિ જો તમે અંતિમ ધર્મઆરાધના કરાવશે તો તમે જીવન જીતી જવાના. મૃત્યુ પર વિજય પામી જવાના. મિત્રના શબ્દો હૃદયને સ્પર્શતા હોય છે ! સ્નેહના શબ્દો અંત:કરણમાં પહોંચતા હોય છે. મિત્ર તમને પરમાત્માનું નામસ્મરણ કરાવશે... એ તમારા આત્મભાવમાં રમી જશે ! આ રીતે તમે પણ બીજાના મિત્ર બનીને બીજાનાં જીવન અને મૃત્યુને સુધારી શકો. સહુ જીવો પ્રત્યે સ્નેહભાવરૂપ મૈત્રીનો સદ્ભાવ સ્થિર કરો. ૯૬ ૯ સંવાદ Page #114 -------------------------------------------------------------------------- ________________ S) ૨૫. મેગા એટલે ? fuપાસ શિષ્ય : “ગુરુદેવ, મિત્રમાં શું જોઈએ? ગુરુ: “વત્સ, મિત્રમાં વિશ્વાસ જોઈએ.” મહાનુભાવો, આજની વાત એક દૃષ્ટાંતથી કરીશ. એલેક્ઝાન્ડર ધ ગ્રેટ' એશિયા માઈનોર તરફ કૂચ કરતો હતો. ત્યારે તે એકાએક ભયંકર રીતે બીમાર પડી ગયો. તેના ડૉક્ટરો સિકંદરની સારવાર કરતાં ગભરાતા હતા. તેની સારવાર કરે અને તે મરી જાય તો ડૉક્ટરનું આવી બને ! ફિલિપ નામના એક ડૉક્ટર સિકંદરના મિત્ર હતા. તેમને દૃઢ વિશ્વાસ હતો કે તેમના તબીબી જ્ઞાનથી તેમજ સિંકદર સાથેની ગાઢ દોસ્તીના કારણે તે આત્મવિશ્વાસપૂર્વક સારવાર કરી શકશે. તેમણે સારવારનું જોખમ ઉઠાવ્યું. આ સાંભળીને ડૉ. ફિલિપની ઇર્ષ્યા કરનારા કેટલાક દોસ્તોને મૂંઝવણ થઈ. તેમને લાગ્યું કે ફિલિપના ઔષધથી એલેકઝાન્ડર સારો થઈ જશે તો ફિલિપ ભારે યશ ખાટી જશે. ફિલિપ તેમની લેબોરેટરીમાં એલેકઝાંડર માટેનાં ઔષધો તૈયાર કરતા હતા, ત્યારે એક કાવતરું રચાયું. - એલેકઝાન્ડરને એક કાગળ લખીને જણાવ્યું કે પર્શિયાના તમારા દુશ્મન રાજાએ ફિલિપને ફોડીને તમને ઔષધમાં ઝેર આપવાનું કપટ રચ્યું છે. એલેકઝાન્ડરની દવા આપવા માટે ડૉ. ફિલિપ આવવાના હતા તે દરમિયાન કાગળ વાંચીને એલેકઝાન્ડરે કાગળને ઓશીકા નીચે મુકી દીધો. ડૉક્ટર આવ્યા. દવાનો કટોરો લાવ્યા. એલેકઝાન્ડરે દવાનો કટોરો પીવા લીધો અને ઓશીકા નીચેનો કાગળ ડૉકટર મિત્રને વાંચવા આપ્યો ! મૈત્રી એટલે ? વિશ્વાસ ૦ ૯૭ Page #115 -------------------------------------------------------------------------- ________________ ડૉક્ટર કાગળ વાંચતા હતા તે દરમિયાન (૨ એલેકઝાંડર દવા પી ગયા. કાગળ વાંચીને ડૉક્ટર છે ગભરાઈ ગયા. સિકંદરે કહ્યું: “શું કામ ગભરાઓ છો? ફિલિપ નામના મિત્રે સિકંદરને મિત્ર માનીને ઝેર આપ્યું છે હોય તો તે પણ પીવા લાયક છે !' ત્રણ દિવસમાં એલેકઝાંડર તદ્દન સારો થઈ ગયો, અને લડાઈ લડવા કૂચ આદરી. આનું નામ મૈત્રી ! આનું નામ વિશ્વાસ ! જો તમારે મિત્રોની વચ્ચે રહેવાનું છે તો તમે એકવાર મેરી કોરોલી નામની મહિલા વાર્તાકારની વાર્તા “સૌરોઝ ઓફ સેતાન' વાંચી જજો. કેટલીક વખત તમારી તકલીફો ઉકેલવા કોઈ એકાએક અઢળક ઢળી જાય તેવો અવસરવાદી મિત્ર આવે તમારા પર ચમત્કારી ઉપકાર કરવા માંડે તેનાથી ચેતતા રહેવાનું આ નવલકથા કહે છે. કદાચ તે માણસ મિત્રના સ્વાંગમાં શેતાન પણ હોય. તમે પણ ક્યારેક અનુભવ કર્યો હશે કે તમારા મિત્રો તત્કાળ સફળતા મેળવવા માટે, એકાએક પડખે ચડી જનારા કપટી જનોને મિત્ર માનવા માંડે છે. મિત્રતામાં વિવેક નથી રાખતા. આવા કહેવાતા મિત્રો તેમનો સ્વાર્થ પતે એટલે તરત પોત પ્રકાશે છે. એટલે અવિવેક કે સારાનરસાની વિવેકબુદ્ધિ ન રાખનારા મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન વધુ સારો ! એરિસ્ટોટલ નામના તત્ત્વચિંતકે મિત્રતાનાં ત્રણ લેવલ બતાવ્યાં છે. ૧. તમારાં સમાન હિતો, સાથીદારીવાળાં સાહસ અને સમાન મહત્વકાંક્ષામાં ઉપયોગી મિત્ર. ૨. પ્લેઝન્ટ ફ્રેન્ડશીપ ! આમાં તમારા બૌદ્ધિક મનોરંજનમાં સાથીદાર હોય. અર્થાત્ આપણે એવા મિત્રો ઇચ્છવા જોઈએ કે જેને તમે મનોરંજિત કરી શકો. સામો મિત્ર જ તમારું મનોરંજન કર્યા કરશે, એવી અપેક્ષા સાથે મિત્રતા ન રાખો. જો તમારી બુદ્ધિમત્તાને ભોગવી શકે કે તમારી સર્જકતાને દાદ ન આપી શકે તેવો મિત્ર હોય તો તમે માત્ર મનોરંજન આપનાર જોકર બની જશો. ૯૮ • સંવાદ Page #116 -------------------------------------------------------------------------- ________________ હિસાસ ) ૩. એરિસ્ટોટલ ત્રીજો પ્રકાર કહ્યો છે તે શ્રેષ્ઠ 5) છે. બંને મિત્રોની એકબીજાને ખુશ કરવાની ક્ષમતા ( કે તમન્ના સમાન હોવી જોઈએ. મિત્રને બીજા મિત્ર V, માટે હમેશાં સન્માનનો ભાવ હોવો જોઈએ. શેક્સપિયરે (2) કહેલું; “Grapple Friends to thy soul with hoops to steel.” એવા મિત્ર રાખો કે જેની સાથે લોહબંધન-પોલાદ જેવી પકડ થઈ જાય ! તમે કોઈના મિત્ર બન્યા છો ? એ મિત્રનો વિશ્વાસ સંપાદન કર્યો છે ? ક્યારેય એ વિશ્વાસનો ભંગ નથી કર્યો ને ? વિશ્વાસઘાત એ બહુ મોટું પાપ છે. અજ્ઞાની મનુષ્ય વિચારે છે કે : “આણે મને દુ:ખ આપ્યું.... આણે મારું સુખ છીનવી લીધું. મને દુ:ખી દુ:ખી કરી નાંખ્યો. મને એ સુખ નથી આપતો. મેં એને મિત્ર માનીને સુખ આપેલું... પણ હવે એને હું મારો શત્રુ જ માનીશ. દુશ્મન માનીશ. એવા સાથે વળી મૈત્રી કેવી ? તે પણ હવે મને દુશ્મન માને છે તો હું તૈને મારો મિત્ર કેવી રીતે માનું ? મારે પણ આ સંસારમાં જીવવું છે. સંસાર વ્યવહારમાં તત્ત્વજ્ઞાની બનવાથી નથી ચાલતું. હું કંઈ સાધુ-સંત નથી કે શત્રુને પણ મિત્ર માનું? આવું વિચારનારાઓ પાસેથી મૈત્રીની-વિશ્વાસની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ? આવા મૂઢ માણસો જો કોઈ સાથે મૈત્રી કરતા દેખાય તો સ્વાર્થપરવશ કરતા હોય છે. એમના પર વિશ્વાસ ન રખાય. એમનો સ્વાર્થ સરે એટલે વિશ્વાસભંગ કરતાં વાર ન લગાડે. એટલે ચાણક્ય એક સૂત્ર આપ્યું છે : 'मर्यादातीतं न कदाचिदपि विश्वसेत् !' કયારેય પણ મર્યાદાથી અધિક વિશ્વાસ ન કરવો ! તે છતાં ‘નાતક'માં કહ્યું છે : મંત્રી એટલે ? વિશ્વાસ ૦ ૯૯ Page #117 -------------------------------------------------------------------------- ________________ I/Aવિશ્વાસ “જે મનુષ્ય પર મન કરે છે અથવા ચિત્ત - પ્રસન્ન થાય છે, પહેલાં એને ન પણ જોયો હોય, છતાં વિશ્વાસ કરી લેવાય છે !” પરંતુ એક અજ્ઞાત કવિએ સારી શિખામણ આપી છે न विश्वसेत् कुमित्रे, न मित्रे चापि विश्वसेत् । कदाचित् कुपितं मित्रं सर्वं गुह्यं प्रकाशयेत् ।। કુમિત્ર પર વિશ્વાસ ન કરવો. અરે, મિત્ર પર પણ વિશ્વાસ ન કરવો ! કારણ કે ક્યારેક ક્રોધિત થયેલો મિત્ર તમારી ગુપ્ત વાત પ્રગટ કરી દેશે તાત્પર્ય એ છે કે કોઈપણ વાત પર કે વ્યક્તિ પર એકદમ વિશ્વાસ કરી લેવાની જરૂર નથી. સૂક્ષ્મતાથી પરખ કર્યા પછી જે વાત પર વિશ્વાસ થઈ જાય, તેને પછી વળગી રહેવું જોઈએ. સો વાતની એક વાત - જેને ધર્મની શક્તિ પર અને પરમાત્માની અનંત કરુણા ઉપર પૂર્ણ વિશ્વાસ છે, તે કદી નિરાશ થતો નથી. પરમાત્માને જ પરમ સખા માનીને પૂર્ણ વિશ્વાસ મૂકો. તમે નિર્ભય છો ! ૧૦૦ ૦ સંવાદ Page #118 -------------------------------------------------------------------------- ________________ ) ૨૬. મૂંગો કોણ ? પ્રટા ભાપી શિષ્ય : “ગુરુદેવ, મૂંગો કોને કહેવાય?” ગુરુઃ “વત્સ, જે સમયે પ્રિય બોલવું જે નથી જાણતો છે.” મહારાષ્ટ્રના એક ટોચના નેતા, ડૉ. દેવેન્દ્રકુમાર પંડ્યા પાસે આવેલા. ડૉ. પંડ્યા સારા જ્યોતિષી હતા. તેમણે એ યુવાન નેતાની મૃદુ ને પ્રિય વાણી તથા ઓછાબોલો સ્વભાવ જોઈને કહેલું: “આ માણસ પાસે બહુ લક્ષ્મી થશે. લક્ષ્મીનું આસન કમળ છે. જેની વાણી મૃદુ હોય તે બહુ લક્ષ્મીવાન હોય છે.' આ નેતા અત્યારે ભારતના સૌથી ધનિક રાજકરણી છે. કદાચ આના પરથી તમે અવલોકન કરશો કે વેપાર વ્યવસાય કે અંગત વ્યવહારમાં જે પ્રિય બોલે છે, મૃદુ વાણી બોલે છે તે સફળ થાય છે. જ્યાં શાંત રહેવું જોઈએ કે ચૂપ રહેવું જોઈએ ત્યાં બોલબોલ કરીને મૂર્ખ મનુષ્ય બધો ખેલ બગાડી નાંખે છે. વધુ બોલીને કે કડવું બોલીને રાજપાટ પણ ગુમાવાયાં છે. અરે, પ્રાણ પણ ગુમાવાયા છે. શેખ સાદીએ કહેલું કે મીઠી જબાન વાપરો. ‘પ્રેમ ઔર ખુશી સે તુ હાથી કો એક બાલ સે ખીંચ સકતા હૈ.” આપણે ઘણીવાર કડવું બોલીને લાભની બાજી નુકસાનમાં પલટાવી નાખીએ છીએ. તેથી જ ક્રોધી બ્રાહ્મણો ગરીબ રહે છે. ઓછું અને મીઠું બોલનારો માણસો-વણિકો ધનવાન હોય છે. કોઈપણ વાતનો રોકડો અને તીખો જવાબ આપવો એ નવી પેઢીના યુવાનોનો દુર્ગુણ છે. જે ઘરમાં બધા જ મોટા અને કર્કશ અવાજે બોલતા હોય તે ઘર અનેક રીતે દરિદ્ર હોવાનું ! ચૂપ રહેવાથી ઘણા ફાયદા થાય છે. માણસ ચૂપ રહે તો મૂરખ મંગો કોણ ? અપ્રિય ભાષી ૦ ૧૦૧ Page #119 -------------------------------------------------------------------------- ________________ સાવા પ્રિય હોય તો પણ ડાહ્યો ગણાય છે. ડાયોનિસીસે કહ્યું છે - “તમારી વાણી ચુપકીદી કરતાં વધુ ભવ્ય હોવી જોઈએ. જો એમ ન કરી શકો તો ચૂપ રહો. મૂંગા રહો ! એક સાચું દૃષ્ટાંત કહું. મહાન વૈજ્ઞાનિક થોમસ એડિસનની શોધને અમેરિકાની વેસ્ટર્ન યુનિયન નામની કંપની ખરીદવા માગતી હતી. એડિસનને બોલાવવામાં આવ્યા. એડિસનને કહ્યું: ‘તમારી પેટન્ટ અમે ૨૦,૦૦૦ ડૉલરમાં ખરીદવા માગીએ છીએ.” એડીસન ચૂપ રહ્યા. લાંબી ચુપકીદીથી વેસ્ટર્ન યુનિયનના વડા અકળાયા. તેને લાગ્યું કે કિંમત ઓછી બોલાઈ છે. એટલે ઓફર કરી. ‘ઓ.કે. તમને અમે એક લાખ ડૉલર આપીશું.’ આમ ચૂપ રહેવાથી એડિસનને મોટો લાભ થયો. પણ કેટલાક પ્રસંગો એવા હોય છે કે જ્યાં તમારે બોલવું જ પડે ! અને તે પણ પ્રિય અને પથ્ય બોલવું પડે. જો તમને એ બોલતાં ન આવડે તો તમે અપ્રિય બની જવાના. તમે કર્કશ, અશુભ, અમંગલ કે અપ્રસ્તુત વચનો બોલશો તો તમે તિરસ્કારપાત્ર બની જવાના. છે કોઈનો જન્મદિવસ હોય, ઉકોઈનો લગ્નોત્સવ હોય, જ કોઈના ઘર-દુકાનનું વાસ્તુ હોય, ફિ કોઈનું રિસંશન હોય કે, જ કોઈના ઘરે મહેમાનો હોય.. આવા પ્રસંગોમાં તમારે મધુર, શુભ, મંગળ... પ્રિય અને પ્રસ્તુત વચનો જ બોલવાં જોઈએ. એ બોલતાં ન આવડે તો તમે બોલવા છતાં મૂંગા જ છો ! સમાજમાં આવા મૂંગાની પણ એક જમાત હોય છે. એક પરિચિત ભાઈએ પોતાનાં કટુ અનુભવ મને સંભળાવેલો. તેમના ઘરે એમની પુત્રીનો પ્રસંગ હતો. સાસરાપક્ષના મહેમાનો આવેલા. ૧૦૨ ૦ સંવાદ Page #120 -------------------------------------------------------------------------- ________________ (અપ્રિય ) ભાષી , ત્યાં આ ભાઈના સગા-સંબંધીઓ પણ આવેલા. તેમાં ૨) એક ભાઈએ વહાલા થવા વાત કાઢી: “કમ શાન્તિભાઈ, - તમારે ત્યાં ઇન્કમટેક્ષવાળાની રેડ પડી પણ તેમને કંઈ '/ મળ્યું નહીં ને ? યાર, તમે ચેતી ગયા હતા ! નહીંતર એ આ લાકો તો હેરાન-પરેશાન કરી નાંખે... તે હં શાન્તિભાઈ, કેટલા આપવા પડેલા ? સંટલમેન્ટ તો કરવું પડ ને ?” શાન્તિભાઈ કહે : મને એ માણસ પર એટલો ગુસ્સો આવ્યો કે એને બે-ચાર ચોપડાવીને ગેટ આઉટ કરી દઉં. મારા મહેમાનો તો એ ભાઈની સામે જ જોઈ રહ્યા. મેં વાતને વાળી લીધી અને પેલા ભાઈને વિદાય આપી.. હવે એને ક્યારેય મારા ઘરે કે ઑફિસે બોલાવીશ નહીં.' બીજા એક ભાઈએ કહેલું કે અમારા ઘરે લગ્નનો પ્રસંગ હતાં. અને એક સ%ને બધા મહેમાનોની વચ્ચે ડાયનાની સ્મશાનયાત્રાનું વર્ણન ચાલુ કરી દીધું ! પોતાની જાણકારીનું પ્રદર્શન કરવા જ જાણે આવ્યા હતા. મહેમાનો તો સડક થઈ ગયા. મેં એ ભાઈની વાતનો વીંટો કરીને એમને જ એક કામ ભળાવી રવાના કર્યા ! શું કરું ? લગ્નના પ્રસંગે સ્મશાનયાત્રાની વાતો ! કેટલી અપ્રસ્તુત ? એક બહેને પોતાના પતિ માટે જ ફરિયાદ કરતાં કહેલું કે ઘરમાં અમારા બાળકોનો જન્મદિવસ અમે સારી રીતે ઊજવીએ. બાળકો ખુશ થાય. અમને પણ આનંદ થાય. પણ સવારથી એ (પતિ) પોતાનો મૂડ બગાડીને બસ. જરજરથી બોલે.. “આવા તોફાનીને ઉદ્ધત છોકરાને જન્મદિવસ ઊજવીને શું કરવાનું ? એક વાત મારી માને છે ? કંઈ પણ સુધરે છે ખરા ?” અને એ છોકરાને ઉતારી પાડે ! હા, પછી અને ભટ આપે ને સારી હોટલમાં જમવા લઈ જાય... પણ પ્રસંગને અનુરૂપ બોલતાં એમને આવડતું જ નથી. શું કરીએ ? બાળકોને તેઓ અણગમતા થઈ ગયા છે. એક ઘરમાં દાદીમાને એટલી ખરાબ ટેવ કે સવારે ઊઠતાંની સાથે જ પુત્રવધુ પૂછે : “આ કોઈના માં કાણના સમાચાર નથી ને ? મંગો કોણ ? અપ્રિય ભાપી • ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ એક ધરના વડીલ સવારના પહોરમાં પહેલું છાપું વાંચીને, એમાં કોઈના ખૂનના કે અપહરણના.. કે આપઘાતના કિસ્સા છપાયા હોય તે મોટેથી બોલીને સંભળાવે ! દિવસનો પ્રારંભ જ અશુભ ને અમંગલથી કરે ! આ બધા બોલતા હોવા છતાં ‘મૂંગા’ કહેવાય ! જેમને પ્રિય બોલતાં નથી આવડતું, ભાષી અપ્રિય જેમને હિતકારી મધુર વચન બોલતાં નથી આવડતું, જેમને પ્રસંગને અનુરૂપ બોલતાં નથી આવડતું, - તેઓ બોલતા હોવા છતાં મૂંગા છે ! જીભ હોવા છતાં મૂંગા છે. આવા મનુષ્યો અપ્રિય, અસત્ય અને અહિતકારી બોલીને પાપકર્મ તો બાંધે જ છે, પરંતુ ઘરમાં, સમાજમાં ને શહે૨માં શોભાસ્પદ નથી બનતા. હાંસીપાત્ર બને છે. બુદ્ધિમાનો અને જ્ઞાની પુરુષોના વર્તુળમાં તેમને પ્રવેશ નથી મળતો. હા, શ્રીમંત હોય તો ઘૂસણખોરી કરી જાય ! શ્રીમંત માણસનું અપ્રાસંગિક ભાષણ અમારે પણ ક્યારેક સાંભળવાનું આવે ! શું કરીએ ? મૌન ધારણ કરવું પડે. નહીંતર સંઘર્ષ થાય. મૂંગા માણસો પાછા ખતરનાક પણ હોય છે ! એમનાથી દૂર રહેવું ! ૧૦૪ ૭૦ સવાદ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૨૭. કોણ ? છે સમાજનાદ સાંભળતો જાણી શિષ્ય ગુરુદેવ, બહેરો માણસ કોને કહેવો? ગુરુ : “જે દુ:ખી જીવોનો આર્તનાદ નથી સાંભળતો તે બહેરો છે.' મહાનુભાવ, ઇતિહાસમાં તો એક બહેરામખાન મોગલ બાદશાહ થઈ ગયો... પણ આજે સમાજમાં બહેરામખાનોનો તોટો નથી. છતે કાને બહેરા લોકો મોટી સંખ્યામાં જોવા મળે છે. એક વાત તમે સમજી રાખો કે તમામ ગુણનું ઉદ્ભવસ્થાન છે કોમળ હૃદય ! હૃદયની કોમળતામાંથી જ ગુણોનો આવિર્ભાવ થાય છે. એ બધા જ ગુણોમાં કરુણા સર્વશ્રેષ્ઠ ગુણ છે. બીજા જીવોનાં દુઃખો જાણીને, જોઈને, સાંભળીને એ દુ:ખો દૂર કરવાની પ્રબળ ભાવના થવી તે કરુણા છે. તમે લોકો તમારાં દુ:ખોને રડો છો કે બીજાનાં દુ:ખોને સાંભળીને રડો છો ? સભામાંથી ? અમે તો અમારાં જ દુઃખાને રડીએ છીએ.. ઉત્તર : તો પછી તમે બહેરા છો. મૂંગાને બહેરાને ધર્મતત્ત્વનો સ્પર્શ થવો સંભવ નથી. દુ:ખી જીવો પ્રત્યે અત્યંત કરુણા પ્રગટ્યા વિના જિર્નાક્ત ધર્મ કરવાની યોગ્યતા જન્મતી નથી. ધર્મઆરાધના કરવા માટે યોગ્યતા હોવી અપેક્ષિત છે. યોગ્યતા વિના કરેલી ધર્મઆરાધના આત્મશુદ્ધિ કરી શકતી નથી. આત્મા મહાત્મા નથી થતાં. આત્મામાં ગુણાની ઉત્પત્તિ કે ગુણોની ઉન્નતિ નથી થતી. જે માનવયે કરુણાનો વાસ નથી ત્યાં ક્રૂરતા હોય છે. કૂર હૃદયમાં ધર્મનો પ્રવેશ નથી થતો. કોઈ હિંસા કરે છે, જીવોની કતલ કરે છે તે જ ક્રૂર છે, એવું નથી, બીજા જીવોનાં દુઃખો જે બહેરાં કોણ ? જે આર્તનાદ સાંભળતા નથી • ૧૦૫ Page #123 -------------------------------------------------------------------------- ________________ સાભળનાર Fબાતેનદ ને જોતો નથી, સાંભળતો નથી, તેમના હય કોઈ દુ:ખ નથી થતું. તમારું હૈયુ સામાના દુઃખથી વલોવાતું ' નથી તો તમે દૂર છો. તમે બહેરા છો. તમે દુ:ખી S. જીવોનાં દુ:ખ સાંભળવા પણ રાજી નથી ને ? સંસારમાં બે પ્રકારના દુ:ખી જીવ હોય છે દ્રવ્યદુઃખી અને . ભાવદુ:ખી. જેની પાસે પુણ્યોદય નથી તે દ્રવ્યદુ:ખી છે, જેની પાસે મોહનીય કર્મનો ક્ષયોપશમ નથી તે ભાવદુઃખી છે. સમજો આ વાતને. બરાબર સમજી લો. પુણ્યકર્મના ૪૨ પ્રકાર છે. બધાં જ ભૌતિક સુખો આ ૪૨ પ્રકારના પુણ્યકર્મનું પ્રોડક્શન છે - ઉત્પાદન છે. તમે મનુષ્યગતિમાં છો, તમારી પાસે મનુષ્યગતિનું આયુષ્ય છે, તમે ઉચ્ચજાતિના કહેવાઓ છો. તમારું શરીર નીરોગી છે, તમારી પાંચેય ઇન્દ્રિયો પરિપૂર્ણ છે, તમે રૂપાળા છો, સુર તમારો મધુર છે, લોકપ્રિય છો તમે, તમારી વાત બીજા માની લે છે, તમારી નામના છે. વાહ વાહ અને બોલબોલા છે, તમારી પાસે પૈસા છે, પ્રતિષ્ઠા છે, પરિવાર અને અન્ય જનોને તમારા પર અનહદ પ્રેમ છે. આ બધું જ, કે આમાંથી તમારી પાસે જે કંઈ છે તે તમારા પુણ્યના ઉદયથી જ છે. જૈમને પુણ્યકર્મના ઉદય નથી તેમની પાસે આમાંનું કશું જ નથી હોતું. તેથી વિપરીત તેમને બેહિસાબ દુ:ખો હોય છે. દુઃખી હોય છે તેઓ. તમારે એમનાં દુ:ખ સાંભળવા જોઈએ. સાંભળીને યથાશક્તિ દુ:ખ દૂર કરવાં જોઈએ. અને જેને મોહનીયકર્મનો ક્ષયોપશમ નથી થયો હોતા તે ભાવદુ:ખી હોય છે. આ પાપકર્મના ઉદયથી માણસની મતિ કલુષિત બને છે. સુદેવ, સુગુરુ અને સધર્મ પ્રત્યે તેને શ્રદ્ધા નથી હોતી, એટલું જ નહીં આ મહનીય કર્મના પાપોદયથી માણસ કુદેવ, કુગુરુને, અસદુધર્મને માને છે, પૂજે છે ! આ જ પાપકર્મના ઉદયથી ક્રોધી, અભિમાની, માયાવી ને લોભી બને છે. આ જ પાપકર્મના ઉદયથી જીવાત્મામાં વિવિધ પ્રકારના વિકાર ૧૦૧ ૦ સંવાદ Page #124 -------------------------------------------------------------------------- ________________ આર્તનાદ + ઉત્પન્ન થાય છે. વિષયવાસના પણ આ કર્મના ઉદયનું YN ફળ છે. રડવું ને હસવું, રાજી થવું ને નારાજ થવું, V રાગ કરવો ને ઇર્ષા કરવી વગેરે દ્રો આ જ કર્મની પ્રેરણા અને પદાશ છે. એવા મોહમૂઢ જીવો ભાવદુ:ખી છે. એ બધાં જ દુ:ખો માનસિક હોય છે. મનના ભાવોથી સંબંધિત હોય છે. આ બંને પ્રકારના દુ:ખી જીવોનાં દુ:ખ જો આપણે ન સાંભળીએ, એમની ઉપેક્ષા કરીએ તો આપણે “બહેરા' કહેવાઈએ, ક્રૂર કહેવાઈએ. આવા જીવો પ્રત્યે આપણા હૃદયમાં કરુણા હોવી જ જોઈએ. નહીંતર એક જીવ દુ:ખ ભોગવી રહ્યો છે ને બીજો જીવ (આપણે) દુઃખમય ભવિષ્ય ઘડી રહ્યા છીએ ! સભામાંથી : દ્રવ્યદુ:ખી પ્રત્યે તો કરુણા આવે છે, પરંતુ પાપી પ્રત્યે કરુણા નથી આવતી ! ઉત્તરઃ સાચી વાત છે તમારી પાપી પ્રત્યે તમને કરુણા ક્યાંથી થાય? ન જ થાય ! કારણ કે તમે બધા તો નિષ્પાપ છો ! નિષ્પાપીને પાપી પ્રત્યે કંઈ કરુણા થતી હશે ? ના, નિષ્પાપીને તો પાપી પ્રત્યે ક્રૂરતાના જ ભાવ જાગે !! અફસોસ! કેવી ગાંડી અને અક્કલ વગરની વાત કરો છો ? દ્રવ્યદુ:ખી પ્રત્યે તો કરુણા આવે છે પરંતુ પાપી પ્રત્યે કરુણા નથી આવતી !” - હૈયે હાથ મૂકીને કહો, તમારા જીવનમાં શું કોઈ જ પાપ નથી ? કોઈ જ પાપ નથી કર્યું તમે જીવનમાં ? સાવ નિષ્પાપ છે તમારું જીવન ? નથી જ. એકથી વધુ પાપોથી તમારુ જીવન ખરડાયેલું છે. કોઈ ને કોઈ નાનાં-મોટાં પાપોથી તમારું હૈયું ગંધાય છે. તો પછી બીજા પાપી જીવો પ્રત્યે તમને ધિક્કાર કરવાનો કયો અધિકાર છે ? એક ભિખારી બીજા ભિખારીને કહે – “તને ભીખ માગતાં શરમ નથી આવતી ? મહેનત કર. ભીખ માગવી શોભતી નથી..!!” આપણી વાત એ છે કે દુ:ખી જીવોનાં દુઃખ કરુણાભર્યા હેયે સાંભળવાનાં બહેરો કોણ? જે આર્તનાદ સાંભળતાં નથી • ૧૦૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ સાભળના આિતનાદ ને છે. જો તમે નથી સાંભળતા તો તમને કાન હોવા છતાં તમે બહેરા છો ! તમે કદાચ દુ:ખીનાં દુ:ખ દૂર કરવા સાથ-સહ્યોગ આપી શકો એમ નથી, છતાં તમે શાન્તિથી, સહાનુભૂતિથી દુ:ખીની વાતો તો સાંભળી શકો ને ? તમારો સગ્ગ ભાઈ દુ:ખી છે, ને તે તમારી પાસે પોતાની સમસ્યા લઈને આવ્યો છે. તમે એને આવકારી શકો. બેસાડીને પ્રેમથી એની કથની સાંભળી શકો. એને યોગ્ય માર્ગદર્શન આપી શકો. તમારો કોઈ મિત્ર આપત્તિમાં ફસાયો છે. તમારી પાસે વાત કરવા આવ્યો છે. તમે શાન્તિથી સ્નેહપૂર્વક એની વાતો સાંભળી તો શકો. એને એમ લાગવું જોઈએ કે “મારી મનની વાતો કોઈ સાંભળનારું છે. એને આશ્વાસન મળે છે. કોઈ સાધર્મિક ભલે અજાણ્યા હોય, પરંતુ કોઈ જ્ઞાનીપુરુષના સંપર્કમાં આવીને, તે તમારી પાસે આવે છે. પોતાની કરમકથની કહે છે. તમે સાંભળો.. “ના, ના, મને ટાઇમ નથી, પછી આવજ. મને આવી વાતોમાં રસ નથી. તમારા જેવા ઘણા દુ:ખી આવે છે... બધાને હું કેવી રીતે સુખી કરું ?' આવી તોછડી વાર્તા તો ન જ કરો. દુઃખીને દિલાસો તો આપો જ. કારણ કે કદાચ તમારે પણ એવા દિલાસાની ક્યારેક જરૂર પડે ! ૧૦૮ ૦ સંવાદ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૨૮. રતાંધળો કોણ ? રHફાર્ય ફરાર શિષ્યઃ ‘ગુરુદેવ, આંધળો કોને કહેવો?” ગુરુ વત્સ ! જે અકાર્ય કરે છે તે અંધ છે.” એક “નાતક' માં કહેવાયું છે : 'ते अन्धकरणे कामे बहुदुःखे महाविसे ।' કામભાગ આંધળા બનાવી દે છે. તે દુ:ખદાયી છે. મહાવિર્ષલ છે. અર્થાતુ ઝેરી છે.” અકાર્યો ઘણાં છે. પણ તેમાં એક અકાર્ય-એક પાપ એવું છે કે જેમાં મનુષ્ય આંખ ખુલ્લી હોવા છતાં આંધળું બની જાય છે. અર્થાત્ એ અકાર્યને અકાર્યરૂપે જોઈ શકતો નથી. આ ન જોઈ શકવું તે જ અંધાપો છે. એ અકાર્ય છે કામભોગ. વિષયવાસના. જો કે માંસાહાર, દારૂ, જુગાર, વ્યભિચાર... જેવાં પાપો ખૂબ ફેલાયાં છે. જે સમાજમાં થોડાં વર્ષો પૂર્વે આ પાપો નહોતાં પ્રવેશ્યાં તે સમાજમાં પણ હવે આ પાપો પ્રવેશી ગયાં છે. પરિસ્થિતિ વિષમ અને વિકટ છે. છતાંય આપણા પર કોઈ જબરદસ્તી નથી કે આપણે એ પાપોનું સેવન કરવું જ પડે. કોઈ જોર જુલમ નથી. અલબત્ત એ બધાં પાપોનો પ્રચાર-પ્રસાર એવી રીતે થઈ રહ્યો છે કે માણસ એ પાપોને અકાર્ય-દુષ્કૃત્ય માને જ નહીં. નિંદનીય કાર્યોને પ્રશંસનીય માને ! નિંદનીય કાર્યો આજે ફેશન બની ગયાં છે. અંધ બનીને આ બધાં પાપો માણસ કરી રહ્યો છે. એવા એક યુવાનની કે જે પૈસાદાર કુટુંબનો હતો, તેનું જીવન કેવું બરબાદ થઈ ગયું. આમ તો સેક્સ અને નશાના કારણે લાખો યુવાનોનાં જીવન બરબાદ થઈ રહ્યાં છે, આંધળો કોણ ? અકાર્ય કરનાર ૧૦૯ Page #127 -------------------------------------------------------------------------- ________________ પરંતુ આ યુવાને પોતાની કથા કહી ત્યારે વિશ્વાસ દૃઢ બન્યો કે વાસ્તવમાં જ્ઞાની પુરુષોનાં વચન સંપૂર્ણ સાચાં છે. કરનાર એક યુવકે કહ્યું : હું કૉલેજમાં ભણતા હતો. ભણવાનું તો માત્ર નામ હતું. કામ તો મોજમજા કરવાનું હતું. ખૂબ પૈસા ઉડાવતો હતો. એક દિવસ મારા ડેડીએ મને ખૂબ ખખડાવ્યો. મારું મગજ વધારે ફાટ્યું. ઘરે જવાનું મને ઠીક ન લાગ્યું. કેટલાક મિત્રો સાથે ક્લબમાં જવા લાગ્યો. ત્યાં દારૂ પીવાનું શરૂ કર્યું. જુગાર પણ રમવા લાગ્યો. ઘરમાંથી રૂપિયાની ચોરી કરવા લાગ્યો. કોલગર્લ પાસે પણ જવા લાગ્યો. હું આંધળો જથઈ ગયો હતો. એક દિવસ ક્લબની બહાર કેટલાક બદમાશો સાથે ઝઘડો થયો. ત્યારથી હું મારા ખિસ્સામાં રામપુરી છૂરી રાખવા માંડ્યો. કૉલેજમાં પણ છૂરી સાથે લઈને જતો. મારા જીવનની ભયાનક ઘટના તો પાછળથી બની. એક દિવસ ખૂબ જ સ્ટ્રોંગ શરાબ પીધો. ક્લબમાંથી હું બહાર નીકળ્યો. મારું શરીર બળી રહ્યું હતું. મારી ઇન્દ્રિયો ઉત્તેજિત થઈ હતી. હું એક બદનામ ગલીમાં ચાલ્યો ગયો. એ વેશ્યાઓની ગલી હતી. એક મકાનનો દાદરો હું ચડી ગયો. રૂમમાં હું જેવા દાખલ થયાં ત્યાં બીજો એક માણસ સામેથી આવ્યો. અમે બંને એકબીજાને ભટકાયા. તેણે મને ગાળ દીધી. મારું લોહી ઊકળી ઊઠ્યું. મેં તેના માં ૫૨ કચકચાવીને મુક્કો માર્યાં. અમે બાથંબાથા આવી ગયા. મેં ખિસ્સામાંથી છૂરી કાઢીને પૂરી તાકાતથી તેને હુલાવી દીધી. ખૂન થયા પછી હું હોશમાં આવ્યો. પરસેવાથી હું રેબઝેબ થઈ ગયો. મારું કાળજું ફફડી રહ્યું. જલદીથી નીચે ઊતરી હું દોડવા માંડ્યો. હું ભયભીત હતો. પોલીસનો ભય હતો અને જેનું ખૂન કર્યું હતું તેના સાગરીતોનો પણ ભય હતો. બે ક્લાક સુધી દોડતો રહ્યો. ભાગતો રહ્યો. પરંતુ દુર્ભાગ્ય મારી સાથે હતું. હું એક ભયાનક બદમાશના પંજામાં સપડાઈ ગયો. મેં ખૂન કર્યું હતું તે તેણે જાણી લીધું હતું. ન છૂટકે મારે એ ૧૧૦ ૦ સંવાદ Page #128 -------------------------------------------------------------------------- ________________ ) ગુંડાની ટોળીમાં ભળવું પડ્યું. મારી આખી દુનિયા YES અંધારી આલમ બની ગઈ. હિંસા, ચોરી, જુગાર, ' શરાબ, વેશ્યા... મારા પિતાજીને મારી આ જિંદગીની જાણ થઈ તો તે જે આઘાતથી મરી ગયા. મારી મા અને બહેન મને સમજાવતાં રહ્યાં. પણ આ અંધારી આલમમાંથી હું બહાર ન નીકળી શક્યા. પાપમાં વધુ ખરડાતો અને ખુંપતા ગયાં. મારી માતાને જેટલા રૂપિયા જોઈએ તેટલા આપતો રહ્યો. બિચારી માને મારાં દુષ્કૃત્યોની ખાસ ખબર ન હતી. તેને ખબર ન હતી કે તેનો દીકરો ખૂની-હત્યારો છે. તેને ખબર ન હતી કે તેનો દીકરો વેશ્યાગામી બન્યો છે. તેને ખબર ન હતી કે તેનો પુત્ર શરાબી અને ગુંડો છે. મેં તેને કહેલું કે હું દાણચોરીના ધંધામાં છું. આથી ઝાઝો સમય મારે ઘરની બહાર રહેવું પડે છે. પોલીસથી દૂર રહેવું પડે છે. હું નહોતો ઇચ્છતો કે મારી મા અને બહેનને મારા પાપોની જાણ થાય, કારણ કે તે બંને પ્રત્યે મને અનહદ પ્રેમ અને મમતા હતાં. એ યુવકને મેં પૂછ્યું: ‘તારા દિલમાં મા અને બહેન પ્રત્યે પ્રેમ અને મમતા હતી તો તારે આ પાપાંનો ત્યાગ કરવો જોઈતો હતો ને ? મા અને બહેનને દુ:ખ થાય એવું તો તારે ન કરવું જોઈએ ને ?” યુવકે કહ્યું: “આપનું કહેવું સારું છે. મારી લાચારી હતી. હું જ એ બદમાશની ટોળી છોડી જઉં તો મારે જેલમાં જવું પડે અથવા જિંદગીથી હાથ ધોવા પડે, કારણ કે હું ગુનેગાર હતો. મેં ખૂન કરેલું હતું. મારા સાથીઓ મને પોલીસને હવાલે કરી દે અથવા મારી હત્યા કરી નાંખે. પરંતુ એક દિવસ એવો આવ્યો કે મારે એ ટોળીના માણસો સાથે મુકાબલો કરવો પડ્યો. કારણ એવું બન્યું કે એ ટોળીના બે માણસોએ મારી ગેરહાજરીમાં મારી બહેન સાથે દુર્વ્યવહાર કરવાનો પ્રયત્ન કર્યો. મેં બંનેને ઉપર મોકલી દીધા અને ટોળીના સરદારને કહ્યું : હવે હું જાતે પોલીસ પાસે જાઉં છું. અને મારા ગુનાનો એકરાર કરીશ.” આંધળો કોણ ? અકાર્ય કરનાર ૦ ૧૧૧ Page #129 -------------------------------------------------------------------------- ________________ સરદારે કહ્યું : ‘પોલીસ પાસે તારે જવાની જરૂર નથી. હવે તું ઘરે જા. તારી બહેનનાં લગ્ન કર. તને જેમ ઠીક લાગે તેમ કર. મારા લાયક કંઈ કામ હોય તો અહીં આવી જજે.' અકાર્ય કરનાર મેં સરદારના પગ પકડી લીધા. મારી આંખોમાં આંસુ ઊભરાઈ આવ્યાં. હું ઘરે ગર્યા. મેં મુંબઈ છોડી દીધું. દારૂ, જુગાર, વેશ્યાગમન ત્યજી દીધું. બહેનનાં લગ્ન કરી દીધાં. માનો સ્વર્ગવાસ થઈ ગયો. હવે મારે મારું જીવન ધર્મમય બનાવવું છે.' ૧૧૨ સંવાદ આ તો એક આંધળાની કહાની કીધી. આવા તો લાખો આંધળા આ શહેરોના રાજમાર્ગો પર રખડે છે. અકાર્યો-પાપો મજેથી કરે છે, પરંતુ આવા લોકોના જીવનમાં શાન્તિ નથી હોતી. પ્રસન્નતા નથી હોતી. ક્યાંથી મળે ? માત્ર અર્થ અને કામથી સુખ-શાન્તિ ન જ મળે. વૈભવ-સંપત્તિ અને રંગ-રાગ જ જીવનની સાર્થકતા નથી. પ્રસન્ન, પ્રશાંત અને ઉન્નત જીવન જીવવાની ઇચ્છા હોય તો સર્વપ્રથમ અંધાપો દૂર કરવા પડશે. ઘોર પાપોથી દૂર જ રહેવું પડશે. તે માટે એવાં પાપાચરણ કરનારા મિત્રો ન રાખો. તેમનો ત્યાગ કરો. તેમાં કદાચ ધંધાકીય નુકસાન થતું હોય તો થવા દો. પણ જીવનને બચાવી લો. ખોટી ને ખરાબ મૈત્રીના કા૨ણે ઘણા યુવકો અને યુવતીઓ સન્માર્ગભ્રષ્ટ બન્યાં છે. આ અંધાપાથી બચો. Page #130 -------------------------------------------------------------------------- ________________ ર. પુરુષ કોણ ? શિષ્ય : ‘ગુરુદેવ, પુરુષ કોને કહેવાય ?' ગુરુ : ‘વત્સ, જિતેન્દ્રિયને પુરુષ કહેવાય.' એક આર્ષવાણી છે : ત્તેન્દ્રિય 'सद्धर्मे पौरूषं कुर्यात् नालसो न च दैववान् ।।' ‘હે મનુષ્ય ! તું સદ્ધર્મમાં પુરુષાર્થ કર. આળસ ન કર કે ભાગ્યના ભરોસે બેસી ન રહે.' જે પુરુષાર્થ કરે તે પુરુષ કહેવાય. જેનામાં પુરુષાર્થ નથી તે જીવતો હોવા છતાં મરેલો છે ! ‘નીવસ્તૃતઃ સ્તુ નિરુદ્યમો ચ:' જો તમે તમારી જાતને ‘પુરુષ’ માનો છો તો તમારે પુરુષાર્થ કરવો જ રહ્યો. ઉચ્ચ કે નીચ કુળમાં જન્મ થવો એ ભાગ્યને આધીન હોય છે, પણ પુરુષાર્થ તો તમારે આધીન છે ! અને લક્ષ્મી પુરુષાર્થશીલ પુરુષસિંહને જ વરે છે. કાયર માણસ બોલે છે કે ભાગ્યમાં હશે તે મળશે.... 'उद्योगिनं पुरुषसिंहमुपैति लक्ष्मी दैवेन देयमिति कापुरूषा वदन्ति ।' ખરે, આજે આપણે લક્ષ્મીના પુરુષાર્થની વાત નથી કરવી કે કોઈ ભૌતિક સુખસાધનો મેળવવાના પુરુષાર્થની પણ વાત નથી ક૨વી. આજે તો વાત કરવી છે ઇન્દ્રિયો પર વિજય મેળવવાના પુરુષાર્થની ! ‘જ્ઞાનસાર’માં ભારપૂર્વક આ પુરુષાર્થ કરવાનું કહેવામાં આવ્યું છે. बिमेषि यदि संसारान्मोक्षप्राप्तिं च कांक्षसि । तदेन्द्रिय जयं कर्तुं स्फरय स्फारपौरूषम् ।। પુરુષ કોણ ? જિતેન્દ્રિય ૦ ૧૧૩ Page #131 -------------------------------------------------------------------------- ________________ “જો તું સંસારથી ભય પામે છે અને મોક્ષની પ્રાપ્તિ ઝંખે છે તો ઇન્દ્રિયો પર વિજય મેળવવા ડ ધરખમ પુરુષાર્થ કર. દેદીપ્યમાન પરાક્રમને ફોરવ.' સંસારમુક્તિ અને મોક્ષપ્રાપ્તિ માટે ઇન્દ્રિયવિજયનો પુરુષાર્થ અનિવાર્ય છે. તમે તમારી પાંચ ઇન્દ્રિયો પર વિજયી બન. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શવિષયક ઇચ્છાઓ પર નિયંત્રણ મૂકી અમર્યાદ ઇચ્છાઓનો નિગ્રહ કરો. શબ્દ વગેરે વિષયોની કોઈ ઇચ્છા જાગે તેને પૂર્ણ ન કરો. પૂર્ણ કરવાનો વિચાર પણ ન કરો. પરંતુ તે ઇચ્છાને નહી પૂરવાનો સંકલ્પ કરો. ઇચ્છાને પૂર્ણ ન કરતાં જો કોઈ દુ:ખ આવે તો તેને હસતા મુખે સહન કરો. દુ:ખને સહન કરવાની શક્તિ વિકસાવો. શબ્દ-રૂપ-રસ-ગંધ અને સ્પર્શનાં સુખો ભોગવવાની અને એ દ્વારા આનંદ-પ્રમોદ મેળવવાની અનંતકાળ જૂની આદત છોડવાનું ચોક્કસ પ્રકારનું લક્ષ્ય બનાવો. કારણ કે જીવાત્મા જેમ જેમ ઇન્દ્રિયાને મનગમતા વિષયો આપી આપીને પોપે છે તેમ તેમ આત્મામાં દુષ્ટ મલિન વિકારો પુષ્ટ થતા જાય છે. જેમ જેમ વિકારો પુષ્ટ થતા જાય છે તેમ તમ જીવ પર માહની પકડ દઢ થતી જાય છે. તેના મન-વચન અને કાયા વિવેકભ્રષ્ટ બનતાં જાય છે. તે અનેક પ્રકારનાં દુ:ખ અને અશાન્તિનો ભોગ બની જાય છે. એ દુ:ખઅશાન્તિ દૂર કરવા પુન:ઇન્દ્રિયોને વિષયો પૂરા પાડવાની ચેષ્ટા કરે છે. દુ:ખ-અશાન્તિ ઘટવાને બદલ ખૂબ ખૂબ વધી જાય છે. અંત દારુણ દુ:ખ અને ઘોર અશાન્તિના પ્રહારો સહી ન શકતાં મોતના મુખમાં જઈ પડે છે. નરકાદિ દુર્ગતિઓમાં ભટકતો થઈ જાય છે. ઇન્દ્રિયો ક્યારેય તૃપ્ત થતી નથી. ઇન્દ્રિયન સ્વભાવ જ નથી ધરાવાનો. ઇન્દ્રિયોનું ઉદર સાગર જેવું અતલ ઊંડાણવાળું છે. અનંતકાળથી જીવાત્મા પોતાની ઇન્દ્રિયોને તૃપ્ત કરવા પદુગલિક વિયા આપતો આવ્યો છે. છતાં ક્યારેય ઇન્દ્રિયોએ ઈન્કાર નથી કર્યો. ઇન્દ્રિયોને સ્વભાવ છે કે એને અનુકૂળ વિષય જેમ જેમ પ્રાપ્ત થતા જાય છે તેમ તેમ એ અનુકુળ ) ૧૧૮ • સંવાદ Page #132 -------------------------------------------------------------------------- ________________ AM)વિષયોની અધિક સ્પૃહા કરતી જાય છે. હા, વ - 5) અતિ અલ્પકાળ માટે ક્ષણિક તૃપ્તિ ટેકરામાં અતૃપ્તિનો લાવારસ ખદબદી રહેલા હોય છે. તૃપ્ત થવું હોય તો ઇન્દ્રિયવિજેતા બનવું જ પડે. જ ઇન્દ્રિયોને વિષયો આપવાના બદલે અન્તરાત્મા દ્વારા તૃપ્ત કરવાનો પ્રયોગ શરૂ કરો. સાચી સમજ દ્વારા, સમ્યફ વિવેક દ્વારા, અપ્રશસ્ત વિષયોથી ઇન્દ્રિયોને દૂર કરી દેવ-ગુરુ-ધર્મની પ્રશસ્ત આરાધનામાં ઇન્દ્રિયોને રસ લેતી કરી દો. દેવગુરુનાં દર્શનમાં, સમ્યક ગ્રંથોના શ્રવણમાં, પરમાત્માના પૂજનમાં અને મહાપુરુષોની સ્તુતિમાં તમારી ઇન્દ્રિયોને જોડી દો. દીર્ઘકાળ સુધી એમાં જોડાયેલી રહેવાથી એક દિવસ એ ઇન્દ્રિયો પર તમે વિજયી બની શકવાના. ઇન્દ્રિયો ખરેખર તૃપ્ત થવાની. પરંતુ આ ઇન્દ્રિયોને તમે સામાન્ય શક્તિ ન સમજતા. એ દેખાવમાં ભલે સાદી-સીધી લાગતી હોય, એ તમને વફાદાર નથી. એ સરળ નથી. એ મોહસમ્રાટની આજ્ઞાંકિત દાસીઓ છે, મોહસમ્રાટ આ અતિચતુર વફાદાર સેવિકાઓ દ્વારા અનંત જીવો પર પોતાનું રાજ્ય ચલાવે છે ! વિષયાભિલાષ' એ ઇન્દ્રિયોના જાદુઈ પાશ છે. અજબ જાળ છે. ઇન્દ્રિયો જીવ પાસે વિષયાભિલાષ કરાવે છે અને અનેક રીતે સમજાવીને વિપયાની અભિલાષા કરાવે છે. ઘેલા જીવોને ઇન્દ્રિયની સલાહ ગમી જાય છે. જીવાત્મા મોહના બંધનમાં બંધાતો જાય છે. બાહ્ય ધર્મક્રિયા કરતો પણ અત્યંતર મોહવાસનાઓથી ઘેરાઈ જાય છે. માટે ઇન્દ્રિયવિજેતા બનવા માટે ઇન્દ્રિયોના વિષયપાશથી ખૂબ સાવધાન રહેવાનું છે. ઇન્દ્રિયોના વિષયોમાં આસક્ત જીવની કેવી મૂઢતા છે ! જે ધન નથી, તેને તે ધન જૂએ છે ! જે ખરેખર ધન છે તેને તે જોતો નથી. જ્ઞાનધન તરફ દૃષ્ટિ માંડે. ક્યાંય બહાર લેવા જવાની જરૂર નથી. તે તમારા આત્મામાં જ દટાયેલું છે. તેના પર કર્મોના ડુંગરા ઊગી ગયા છે. “એ ડુંગરાઓને તોડી ફોડીને એ જ્ઞાન-ધનના અઢળક ભંડાર પ્રાપ્ત કરવાના જ પુરુષાર્થ કરવા હિતકારી છે. જેમ જેમ એ કમાંના ડુંગરા પુરુપ કોણ ? જિતક્રિય • ૧૧૫ Page #133 -------------------------------------------------------------------------- ________________ તોડતા જશો તેમ નંમ તમને જ્ઞાન-ધન મળતું જશે. તમે અપૂર્વ બાનિ અનુભવતા થશો. આ પુરુષાર્થ તમારે સતત જાગૃતિ સાથે કરવો પડશે. કારણ કે એક એક ઇન્દ્રિય ભયાનક સિંહ છે. એક P) એક ઇન્દ્રિય કુટિલ નિશાચર છે. તમારા આત્માના આંગણે ઝૂલતા વિવેક-હાથીનો શિકાર કરી જવા એ પ્રચંડ પાંચ સિંહ આત્મમહેલની આસપાસ આંટા મારી રહ્યા છે. તમારા આત્મમહેલમાં ભરચક ભરેલું સમાધિ-ધન, ધ્યાન-ધન ઉપાડી જવા એ ઇન્દ્રિયનિશાચરો છીદ્રો શોધી રહ્યા છે. માટે તમારે જો જિતેન્દ્રિય પુરુષ બનવું છે તો ધીર પુરુષોમાં પણ ધીર બનવું પડશે. વીરપુરુષોમાં વીર બનવું પડશે. ભયંકર ગર્જના કરતા મોતના કરાળ મુખ જેવા કેસરીને સામે આવતો જોઈને પણ તમારું રૂંવાડુંય ન ફરકવું જોઈએ. આવી ધીરતા જોઈએ. કાળમુખ કેસરી પણ તમારા મુખમંડળ પર વીરતા જોઈને બીજો રસ્તો પકડી લે એવી વીરતા જોઈએ. આવી વીરતા અને ધીરતાથી જ ઇન્દ્રિયો પર વિજય મેળવી જિતેન્દ્રિય પુરુષ બનવાનું છે ! ૧૧૬ ૦ સંવાદ Page #134 -------------------------------------------------------------------------- ________________ ( 2 30. સુખી કોણ ? સુપ્રણારર્દત શિષ્ય : ‘ગુરુદેવ, સાચો સુખી કોણ ?' ગુરુઃ “વત્સ, જેનામાં તૃષ્ણાઓ, સ્પૃહાઓ ન હોય તે સુખી.” પ્રિય આત્મન ! તૃષ્ણાઓની ભડભડતી આગમાં તેં કેવી કારમી બળતરાઓ અનુભવી છે ? અનંત અનંત જન્મોથી સ્પૃહાઓનાં ઝેર પીધે રાખ્યાં છે. હજુ શું તારે એ ઝેર પીવાં છે ? ના, ના, હવે તો તૃષ્ણાઓનો ત્યાગ કર. નિસ્પૃહ બની જા. તે નહીં કલ્પલાં સુખ તને આવી મળશે. તે નહિ અનુભવેલો દિવ્ય આનંદ તે અનુભવીશ. હે આત્મનું, તારે શું પ્રાપ્ત કરવું છે? શાનાં અરમાન કરી કરીને તું દોડી રહ્યો છે ? શાની ઝંખનાઓ નિરંતર તારા અંત:કરણને કોરી રહી છે ? શું તારે સોનું-રૂપુ અને રત્નોના ઢગલા જોઈએ છે ? શું તારે ગગનચુંબી મહેલાતો જોઈએ છે ? શું તારે રૂપસુંદરીઓના વૃદમાં મહાલવું છે ? શું તારે યશકીર્તિના સર્વોચ્ચ શિખરો હાંસલ કરવાં છે ? ભલા થઈને છોડી દો આ બધા કોડ. આ બધા કોડ કરવામાં મજા નથી, શાન્તિ નથી, સ્વસ્થતા નથી. હવે તો એવું પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ કર કે એકવાર પ્રાપ્ત કર્યા પછી જાય જ નહીં! જે અવિનાશી છે, જે અક્ષય છે, જે અચલ છે એ પ્રાપ્ત કરી લેવાનું છે. એ છે સ્વભાવ. આત્માનો સ્વભાવ. તું દઢ નિશ્ચય કરી લે કે “મારે આત્મસ્વભાવની પ્રાપ્તિ કરવી છે. એ સિવાય મારે કંઈ જોઈતું નથી. વિશ્વસામ્રાજ્યનું ઐશ્વર્ય પણ મારે જોઈતું નથી. મારે આત્મસ્વભાવનું ઐશ્વર્ય જોઈએ છે.” આ દઢ નિશ્ચય પર તમે તૃષણારહિત બની શકો. નિઃસ્પૃહ બની શકો. નિઃસ્પૃહતાની શક્તિથી સાધક વિશ્વવિજેતા સુખી કોણ? તૃષ્ણારહિત • ૧૧૭ Page #135 -------------------------------------------------------------------------- ________________ બને છે. વિશ્વનું કોઇ સૌન્દર્ય અને આકર્ષી શકતું નથી. લોભાવી શકતું નથી, એની તો એક જ રટણા હોય છે - “મારે બીજું કંઈ જોઈતું નથી. મારું તો આત્મસ્વભાવ જોઈએ.” તૃષ્ણારહિત મહામુનિ વજ્રસ્વામીના ચરણોમાં શ્રેષ્ઠિ ધનાવહે કરોડો સોનૈયાની થેલીઓ ઠલવી દીધી હતી. રૂપરંભા રુક્મિણીએ પોતાનું રૂપયૌવન તેમના ચરણે સમર્પણ કરી દીધું હતું. પરંતુ મહામુનિ તો આત્મસ્વભાવના આકાંક્ષી હતા. એમને ન હતી સૌનૈયાની સ્પૃહા કે ન હતી રૂપૌવનની કામના. મહામુનિએ આત્મસ્વભાવનું એવું ઐશ્વર્ય રુક્મિણીને બતાવી દીધું કે રુક્મિણી સંસારના ઐશ્વર્યની સ્પૃહાથી અલિપ્ત બની અને આત્મસ્વભાવના ઐશ્વર્યને પ્રાપ્ત કરવા પુરુષાર્થશીલ બની. તૃષ્ણારહિત, પૃહારહિત મનુષ્ય જ સુખી મનુષ્ય છે. આવા ઉત્તમ પુરુષને સોનાના ઢગલા માટીના ઢેર દેખાય. સુંદરીઓના સમૂહ હાડકાં અને માંસના પિંડ દેખાય. જગતને તૃણવત્ ગણી જગતથી નિ:સ્પૃહ રહેનાર યોગી પરમબ્રહ્મનો આનંદ અનુભવે છે. આવી તૃષ્ણારહિતતા સુધી પહોંચવા માટે કેટલાક ઉપાયો બતાવું છું. જીવનમાં પ્રયોગ કરી શકો. ૧. વિચારો - ‘મારી પાસે બધું જ છે. મારો આત્મા સુખથી પરિપૂર્ણ છે. મારે કોઈ વાતની કમી નથી. જેવું સર્વોત્તમ સુખ મારા આત્મામાં છે, દુનિયામાં તેવું સુખ ક્યાંય નથી. તો પછી એની તૃષ્ણા શા માટે કરું ?’ આ ભાવનાથી પ્રતિદિન આત્માને ભાવિત કરતા રહો. ૨. ‘જે પદાર્થની સ્પૃહા કરું છું, મન તેની પાછળ ભટકે છે. પરમાત્મધ્યાનમાં કે શાસ્ત્રસ્વાધ્યાયમાં મન વિક્ષિપ્ત રહે છે. તે પદાર્થ મળવો તો પુણ્યાધીન છે. પુણ્યોદય ન હોય તો ન મળે, પરંતુ એની પાછળ તૃષ્ણાસ્પૃહા કરવાથી મનમલિન બને છે. પાપકર્મ બંધાય છે. માટે એવી પ૨૫દાર્થોની સ્પૃહા મારે નથી કરવી.' આવા વિચારથી મનનું વલણ ફે૨વવું જોઈએ. ૩. ‘જો હું ૫૨૫દાર્થોની સ્પૃહા-તૃષ્ણા કરીશ તો જેની પાસે એ પદાર્થો હશે તેની મારે ગુલામી-ચાપલૂસી કરવી પડશે. એની આગળ ૧૧૮ ૦ સંવાદ Page #136 -------------------------------------------------------------------------- ________________ દીનતાપૂર્વક યાચના કરવી પડશે. યાચના કરવા છતાં નહીં મળે તો રોષ યા રુદન થશે. મળી જશે તો રાગ અને રતિ થશે ! આ બધામાં આત્મા અને પરમાત્માની વિસ્મૃતિ થઈ જશે.’ આ રીતે નુકસાનો વિચારીને સ્પૃહાની વાસના નિર્મૂળ કરવાની. ->Yenews ૪. જીવનમાં જેમ બને તેમ પરપદાર્થોની આવશ્યકતા ઓછી જ રાખવાની. ૫૨૫દાર્થોની વિપુલતામાં પોતાની મહત્તા યા મૂલ્યાંકન ન કરવું. પ૨પદાર્થોની અલ્પતામાં પોતાની મહત્તા સમજવી. ૫. નિ:સ્પૃહ આત્માઓનો પરિચય વિશેષ રાખવો. નિઃસ્પૃહ યોગીશ્વરોનાં જીવનચરિત્રોનું વારંવાર પરિશીલન કરવું. ૬. આવશ્યક પદાર્થોની પણ એટલી સ્પૃહા ન કરવી કે જેની પાછળ તમારે દીનતા કરવી પડે. કદાચ ન મળે તો તેના વિના ચલાવી લેવાનું તપોબળ કેળવવું જોઈએ. સહનશક્તિ કેળવવી જોઈએ. ૭. જ્ઞાનમાર્ગનો સહારો લઈને વિષયોની લાલસાને કાબૂમાં રાખી શકો. જ્ઞાનમાર્ગનો સહારો એટલે જડ અને ચેતનના ભેદનું યથાર્થ જ્ઞાન હોવું. તૃષ્ણાજન્ય અશાન્તિની અકળામણ હોવી. સ્પૃહાની પૂર્તિથી થનારાં સુખો પ્રત્યે ઉદાસીન રહો. ૮. હું આત્મા... ચૈતન્ય સ્વરૂપ છું. મારે અને જડ-પૌદ્ગલિક પદાર્થો વચ્ચે કોઈ સંબંધ નથી. મારે શા માટે એની સ્પૃહા કરવી ? ૯. જડપદાર્થોની સ્પૃહા કરવા જતાં ચિત્ત અશાંત બને છે. સ્વભાવમાંથી પરભાવમાં જવાય છે, સ્પૃહા કરવા જતાં પદાર્થો જ્યારે મળતા નથી ત્યારે હિંસા, જૂઠ, ચોરી વગેરે પાો દ્વારા એ સ્પૃહાને પૂર્ણ કરવાની ઇચ્છા થાય છે. અશાન્તિ તીવ્ર બની જાય છે. માટે હવે એ જડ પદાર્થોની ઇચ્છા જ નથી કરવી.' ૧૦. સ્પૃહા પૂર્ણ થઈ જાય છે તો પ્રાપ્ત થયેલા પદાર્થો પર ગાઢ આસક્તિ થઈ જાય છે. તેના સંરક્ષણ માટે ચિંતાઓ જાગે છે. આત્માના સુખી કોણ ? તૃષ્ણારહિત ૧૧૯ Page #137 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિ ગુણોની રક્ષા કરવાનું વિસરાઈ જાય છે. અરે, વ્યવહારમાં જરૂરી એવા નીતિ-સદાચારઉદારતા વગેરે ગુણો પણ લુપ્ત થઈ જાય છે. વળી, એક તૃષ્ણા પૂર્ણ થાય છે કે બીજી અનેક સ્પૃહાઓ જાગી જાય છે. અને એ પૂર્ણ કરવા જતાં પૂર્વપ્રાપ્ત સુખનો ઉપભોગ - પણ થઈ શકતો નથી. આમ નિરંતર સ્પૃહા-તૃષ્ણાઓ જાગ્યા કરે અને જીવ એને પૂર્ણ કરવાની વેઠ કર્યા કરે ! ન શાન્તિ, ન પ્રસન્નતા, અને ન આત્મગુણોનો આવિર્ભાવ. આ ૧૦ પ્રકારની જ્ઞાનદૃષ્ટિ તમને આપી. યાદ રાખશો. આ જ્ઞાનદૃષ્ટિરૂપી દાતરડાથી સ્પૃહા-તૃષ્ણારૂપી વિષવેલાડીઓને કાપી નાંખવાની છે. તમારી વિદ્વત્તા, આરાધકતા, સાધકતા આ વાત પર નિર્ભર છે કે તમે આ બધી અનાત્મરતિ સમેત સ્પૃહાઓને મન-ઘરમાંથી બહાર હાંકી કાઢો છો કે નહીં! જો હાંકી કાઢશો તો સુખી જ નહીં, પરમ સુખી બનશો. ૧૨૦ ૦ સંવાદ Page #138 -------------------------------------------------------------------------- ________________ 11. ગણ રજૂ કરવા ? રાગ-દ્વેષ-મોહ શિષ્ય : “ગુરુદેવ, ત્રણ અગ્નિ કયા કયા છે ?” ગુરુ : “વત્સ, રાગ અગ્નિ છે. દ્વેષ અગ્નિ છે, મોહ અગ્નિ છે.” આજે તમને ત્રણ જાતના અગ્નિ બતાવવાના છે. તે સામાન્ય કોલસાના કે લાકડાના અગ્નિ જેવા નથી ! એ ભયંકર અગ્નિ છે. એ લાવારસ છે. આ ભીતરની પ્રચંડ આગ હોય છે. પહેલાં ઓળખી લો આ રાગ, દ્વેષ અને મોહને. રાગ = માયા અને લોભ. [મમકાર]. વૈષ = ક્રોધ અને માન. [અહંકાર મોહ = “હું અને મારું' હવે આપણે એક-એકને સમજીએ. માયા અને લોભનું મૂળ છે મમકાર, અને ક્રોધ-માનનું મૂળ છે. અહંકાર. આ મમત્વ અને અહત્વનાં મૂળ આત્મભૂમિમાં ઊંડાણમાં પથરાયેલાં છે. વડના વૃક્ષનાં મૂળ જાયાં છે ? કેટલાં ઊંડાં અને કેટલાં ભૂમિમાં પથરાયેલાં હોય છે ? એના કરતાંય વધુ ઊંડાં અને વ્યાપક આ મમત્વનાં અને અહંત્વનાં મૂળ આત્મભૂમિમાં રહેલાં છે. - રાગની ભીષણ આગ જોવી હોય તો માયાવી ને લોભી માણસોમાં જોવા મળશે ! તેઓ હમેશાં ભીતરમાં બળતા જ રહે છે. દાઝતા જ રહે છે. તેમની લોભદશા, તીવ્ર તૃષ્ણાઓ પ્રબળ આકાંક્ષાઓ તેમને ઉકાળેલા જ રાખે છે. વર્તમાનમાં જો તમારે સહુથી પ્રબળ રાગની આગ જોવી હોય ત્રણ અગ્નિ કયા? રાગ-દ્વેષ-મોહ ૦ ૧૨૧ Page #139 -------------------------------------------------------------------------- ________________ તો અમેરિકાના પ્રેસીડન્ટ ક્લિન્ટનમાં જુઓ ! એ ? ભીતરથી તો બળી જ રહ્યો છે. હવે એના જ દેશવાસીઓ બહારથી પણ બાળવા તત્પર બન્યા છે ! ૧. ધન-સંપત્તિનો તીવ્ર રાગ, ૨. વિષયવાસના-સેક્સનો નાદ ૩. પદ અને સત્તાની લાલસા આ ત્રણ રાગ જ્યારે તીવ્ર બને ત્યારે ભીતરમાં બળતરા જન્મે છે. જ્યારે આવા માણસો તીવ્ર રાગની આગમાં સળગતા હોય છે ત્યારે તેમની વાણી પણ ક્યારેક આગઝરતી બનતી હોય છે. તેમના પરિચયમાં આવનારનેય દઝાડતા હોય છે. ઇતિહાસમાં આવાં અનેક દૃષ્ટાંતો વાંચવા મળે છે - માલવપતિ મુંજ આવી જ રાગની આગમાં બળ્યો હતો અને મર્યો હતો. રાવણ સીતાના રાગમાં સળગતો રહ્યો હતો. તેના પાપે લંકા સળગી હતી અને છેવટે એ આગમાં જ રાવણનો અંત આવ્યો હતો. ભોજન અને શરીરના રાગમાં કંડરિક મુનિ સળગી ઊઠ્યા હતા. એ રાગની આગ એમને ભરખી ગઈ હતી. એવી રીતે દ્વેષનો અગ્નિ પણ સર્વભક્ષી બનતો હોય છે. ભગવાન ઋષભદેવના પુત્રો દ્રાવિડ ને વારિખિલ્લ એક રાજ્યના | લોભે યુદ્ધે ચડ્યા હતા. બંને પક્ષે પાંચ-પાંચ ક્રોડ સૈનિકો હણાઈ ગયા હતા ! કેવું ભીષણ યુદ્ધ હતું એ ! શ્રમણ ભગવાન મહાવીરદેવના સમયમાં સમ્રાટ કોણિક અને ચેડામહારાજાનું યુદ્ધ - એક સર્વભક્ષી આગ જ હતી ને ? વૈશાલી જેવી સ્વર્ગનગરી સ્મશાનવતુ બની ગઈ હતી. વૈષની આગ તો ગોશાલકમાં પણ કેવી પ્રગટી હતી? તેણે પોતાના ગુરુ ભગવાન મહાવીર પર પણ તેજલેશ્યા'ની આગ ફેંકી હતી. તીર્થંકર ૧૨૨ : સંવાદ Page #140 -------------------------------------------------------------------------- ________________ 42)24) પરમાત્માના શરીરને પણ ‘અશાતા ભોગવવી પડી કંપની આગ તમારા ઘરમાં પણ આજે નાની મોટી આગ લગાડી જ રહે છે. ઘરમાં દિવસમાં વૈષનો(2) ગુસ્સાનો એકાદ ભડકો તો થઈ જતો જ હશે ! ભલે પછી પુરુષ કરે, સ્ત્રી કરે કે યુવાન પુત્ર કરે ! આ વૈષની આગ ઘણાં નુકસાન કરે છે. તેમાં મુખ્ય તો - પ્રેમનો નાશ. - વિનયનો નાશ - વિશ્વાસનો નાશ. - સંપત્તિનો નાશ. હા, જે ઘરમાં દ્વેષની આગ સળગતી રહે છે તે ઘરમાં લક્ષ્મીદેવી નથી રહેતી. એ ચાલી જાય છે. ત્રીજો છે મોહનો અગ્નિ ! મોહનો આ મંત્ર છે કદ અને મમ્ “હું અને મારું !' રાત ને દિવસ, ગામમાં ને વનમાં, ઘરમાં ને દુકાને, મંદિરમાં ને ઉપાશ્રયમાં સર્વત્ર આ મહામંત્રનું રટણ કરતાં ભટકી રહ્યો છે. અનાદિકાળથી ભટકી રહ્યો છે. બળી રહ્યો છે. આ મંત્રના પ્રભાવથી તેની દિવ્ય દૃષ્ટિ બિડાઈ ગઈ છે. તે મોક્ષમાર્ગ જોઈ શકતો નથી. ‘ગદમનો અગ્નિ જેવા તેવો નથી. જલદી બુઝાય તેવો નથી. એવી જ રીતે “મમત્વને અગ્નિ પણ જલદી ઓલવાય એવો નથી. હા, આ બંને અગ્નિને ઓલવવાના ઉપાય છે, પરંતુ મારે આ મોહાગ્નિ બુઝાવી દેવો છે.' એવો દઢ સંકલ્પ તો કરવો જ પડે. હું” અને “મારું'ની જે મિથ્યા કલ્પનાઓ છે તેનાથી મુક્ત થવું પડે. હું શ્રીમંત નથી. હું રૂપવાન નથી. હું પિતા નથી. હું માતા નથી. હું ત્રણ અગ્નિ કયા? રાગ-દ્રષ-મોહ ૦ ૧૨૩ Page #141 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય નથી. હું ગુરુ નથી, હું શિષ્ય નથી. હું શરીર નથી. હું સત્તાધીશ નથી. હું વકીલ નથી, હું ડૉક્ટર નથી...! હું કોણ ? હું શુદ્ધ આત્મદ્રવ્ય છું !' ધન મારું નથી. રૂપ મારું નથી, માતા મારી નથી, સત્તા મારી નથી, પત્ની મારી નથી, સ્વજનો મારા નથી, શરીર મારું નથી... તો મારું શું છે ? શુદ્ધ જ્ઞાન-કેવળજ્ઞાન મારું છે.’ મહ રાગ-દ્વેષ આ ભાવનાઓનું શીતલ પાણી મોહાગ્નિને ઠારી શકે. જેમ જેમ આત્મતત્ત્વ પર પ્રીતિ બંધાતી જશે તેમે તેમ પુદ્ગલપ્રીતિ તૂટતી જશે. શુદ્ધ આત્મદ્રવ્ય પર પ્રીતિ કરવાની છે. એટલે સર્વપ્રથમ તો આપણા પોતાના શુદ્ધ આત્મદ્રવ્ય ૫૨ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રાગ-દ્વેષ અને મોહની પ્રચંડ આગને બૂઝવવાના બંને ઉપાયો અજમાવાના છે. ‘નાગદમ્' ‘ના મમ્'ના મંત્રના પાણીનો બંબાં છોડતા રહેવાનું ! ‘હું નથી - મારું કંઈ નથી !' બીજી બાજુ ‘હું શુદ્ધ દ્રવ્ય છું ને શુદ્ધ જ્ઞાન મારો ગુણ છે,’ આ ભાવનાનું અમૃતપાન કરી ભીતરની આગ, ભીતરની બળતરા ઠારી દેવાની. યાદ રાખો - રાગની આગ દઝાડી રહી છે. દ્વેષની આગ પ્રજાળી રહી છે. મોહની આગ બધું ભસ્મીભૂત કરી રહી છે. સાવધાન બનો ૧૨૪ ૦ સંવાદ Page #142 -------------------------------------------------------------------------- ________________ P. . દુ:ખી કોણ? છે ઉપરા શિષ્યઃ ‘ગુરુદેવ, ખરેખર દુઃખી કોણ છે?” ગુરુ “વત્સ, ૧. ઇર્ષા કરનાર, ૨. નફરત કરનાર, ૩. શંકા કરનાર, ૪. ક્રોધ ધરનાર, ૫. અસંતુષ્ટ અને ઉ. પરાશ્રિત દુઃખી હોય છે.' આ સંસારની વિચિત્રતા જુઓ ! દુ:ખી થવાનાં કારણો જે સાચાં છે તે કારણોને અજ્ઞાની મનુષ્ય સમજતો નથી અને જે ખરેખર દુઃખનાં કારણો નથી, તેને દુ:ખ માને છે. ‘ઇર્ષ્યા કરનાર સ્ત્રી કે પુરુષને કહેવામાં આવે કે ઇર્ષ્યા કરીને તું દુઃખી થાય છે. માટે ઇર્ષ્યા ન કર.” શું આ વાત એના મનમાં ઊતરે ? બીજાઓ તરફ નફરત કરનાર વ્યક્તિને કહેવામાં આવે કે “તું આ નફરત-ધિક્કાર વરસાવીને દુઃખી થાય છે. માટે નફરત ન કર.' શું આ ઉપદેશ તેના ગળે ઊતરવાનો ? શંકાશીલ સ્વભાવવાળાને કહેવામાં આવે કે “તું દરેક વાતમાં શંકા કરીને દુ:ખી શા માટે થાય છે ?” તો શું એ આ વાત સ્વીકારશે ? ક્રોધ કરનારને કહેવામાં આવે કે તું ક્રોધ કરીને સ્વયં દુઃખી થાય છે, બીજો તો પછી દુ:ખી થશે. માટે ક્રોધ ન કર.” શું આ સત્યનો એ આદર કરશે ? કોઈ વાતમાં સંતોષ નહીં માનનાર માણસ કેવો દુઃખી હોય છે ? તેવા માણસો મેં જોયા છે. તેમને સમજાવું છું કે અસંતોષથી તમે દુ:ખી થાઓ છો માટે તમે સંતુષ્ટ બનો પણ ના, તેઓ અસંતોષની આગમાં બળતા રહે છે ! દુઃખી કોણ? છ જણા ૦ ૧૨૫ Page #143 -------------------------------------------------------------------------- ________________ પરાશ્રિત માણસોને જો એ આશ્રયસ્થાનમાં ફાવી ગયું હોય છે તો તેમને દુ:ખ નથી લાગતું તY પાંજરાના પંખીને પીંજરું જ વહાલું લાગે છે અને એ બંધન ગમે છે... મુક્તિ નથી ગમતી. બંધનમાં સુખ લાગે છે. એ સુખ છોડવા રાજી થતા નથી ! હા, જેની પાસે ધન નથી તે પોતાને દુ:ખી માને છે, જેની પાસે સારું નીરોગી શરીર નથી તે પોતાને દુ:ખી માને છે. જેમની પાસે રહેવા સારું ઘર નથી, તે દુ:ખ સમજે છે. જેમને પહેરવા પૂરતાં કપડાં નથી તેનું એ દુ:ખ માને છે. લોકો એર્ના તિરસ્કાર કરે છે તો દુ:ખ માને છે. સત્તા જોઈએ છે છતાં નથી મળતી તો એ દુ:ખ માને છે ! પણ આ બધાં દુઃખો દૂર કરવા “પુણ્યકર્મ'નો સાથ જોઈએ. સાથે સાથે પુણ્યપુરુષોનો સમાગમ જોઈએ. અને માણસ આ દિશામાં પ્રયત્નશીલ રહે પણ છે. પરંતુ ઇર્ષ્યા કરીને દુઃખી થાઉં છું. માટે મારે કોઈની ઇર્ષ્યા નથી કરવી.' આ સંકલ્પ કરશો ? ઘરમાં કોઈ ભાઈ-બહેનની ઇર્ષા ન કરો. સ્વજનોમાં સુખી સગાઓની ઇર્ષ્યા ન કરો. મિત્રોની ઇર્ષા ન કરો. ભાઈ-બહેનો-સ્વજનો-મિત્રો વગેરેનાં સુખ, યશ, ધન, કીર્તિ જોઈને ઇર્ષા કરશો તો દુઃખી થશો. રાજી થશો તો સુખી થશો ! બીજાનાં સુખ જોઈને રાજી થનાર મનુષ્ય પુણ્યકર્મ બાંધે છે ! બીજી વાત છે નફરત કરવાની. નફરત કરનારનું મન ઉદ્વિગ્ન બને છે. બેચેન બને છે ને તે નફરત કરીને નવા શત્રુ ઊભા કરે છે. “મારે કોઈનીય નફરત નથી કરવી. કોઈને ધિક્કારવા નથી. સહુ સાથે પ્રેમથી, સ્નેહથી વ્યવહાર કરવો છે.' આ નિર્ણય હશે તો જ દુ:ખથી બચી શકવાના, નફરત કરનાર અભિમાની ને અહંકારી હોય છે. એ ઘરમાં ને સોસાયટીમાં અપ્રિય બને છે. ૧૨૧ ૧૦ સંવાદ Page #144 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી વાત છે શંકાખોરીની. શંકાખોર માણસો 5) બીજાના ઊજળા વસ્ત્રમાંથી ડાઘ શોધી કાઢતા જ હોય છે ! પાણીમાંથી તો પોરા કાઢ, દૂધમાંથીય પોરા TV શોધે છે ! એમને બધે “ખરાબ' જ દેખાય છે. પ્રામાણિક માણસમાં અનીતિની શંકા કરે છે. ચારિત્રશીલ માણસમાં દુશ્ચરિત્રની શંકા કરે છે. એ કોઈના પર અખંડ વિશ્વાસ મૂકી શકતો નથી. શંકાનો કીડો એને કોરી ખાય છે. એમાંય પુરુષ પત્નીમાં શંકા કરે છે કે પત્ની પુરુષમાં શંકા કરે છે એટલે દાંપત્યજીવનમાં આગ લાગી જાય છે. ગુરુ શિષ્યમાં શંકા કરે ને શિષ્ય ગુરુમાં શંકા કરે એટલે ગુરુ-શિષ્યના સંબંધો પૂરા થઈ જાય છે. મિત્રોમાં પણ જો શંકાનો પ્રવેશ થાય છે તો મૈત્રીની ચિતા રચાઈ જાય છે. ચોથું દુ:ખ છે ક્રોધનું. ક્રોધી તો હજુય પોતાને દુઃખી માનતો હશે ! કેમ કે વારંવાર ક્રોધ કરવાથી એના શરીરને અને મનને નુકસાન થાય છે. વળી ક્રોધીને દુશ્મનો પણ ઘણા હોય. ક્રોધી તો ૧૦૦ ટકા દુ:ખી જ હોય છે. ભલે તે કરોડોપતિ હોય, ભલે તે વિદ્વાન હોય કે સત્તાધીશ હોય એનો ક્રોધી સ્વભાવ દુશ્મનો જ પેદા કરવાનો. એને કોઈ ચાહનાર જ નહીં હોય ! અને આ દુ:ખ નાનું સૂનું છે ? મનુષ્યને કોઈ ચાહનાર ન હોય તે બહુ મોટું દુ:ખ છે. પાંચમો દુ:ખી છે અસંતુષ્ટ. તેને ગમે તેટલો પૈસો મળો, તેને ગમે તેટલાં માન મળો. એને ગમે તેટલા મિત્રો મળો... પણ જો એને સંતોષ નથી, એ ધરાતો નથી તો એ દુઃખી થાય છે. અતૃપ્તિથી પીડાઈને વધુ ધન મેળવવા જતાં, જે હોય તે પણ ચાલ્યું જાય. વધુ પડતા માન-ચાંદ લેવા જતાં જે કંઈ સન્માન મળતું હોય તે પણ ગુમાવવાના દિવસો આવી જાય ! અને વધુ મિત્રો બનાવવામાં દુઃખી કોણ ? છ જણા ૦ ૧૨૭ Page #145 -------------------------------------------------------------------------- ________________ - AAT કોઈ શત્રુ મિત્રના સ્વાંગમાં ભટકાઈ ગયો તો બાર વહાણ ડૂબી જવાના ! માટે અસંતુષ્ટ જીવોને દુ:ખી કહ્યા છે. - છઠ્ઠો પ્રકાર છે પરાશ્રિત-પરાધીન જીવન જીવનારા લોકોનો. બીજાના આધારે, બીજાના સહારે જીવન કેવી રીતે આ જીવાય છે તે તો તમે કોઈ વૃદ્ધાશ્રમમાં જોઈ આવો. સ્વાધીનતામાં વર્ષો સુધી જીવ્યા પછી, ઘરમાં પણ પુત્રો અને પુત્રવધૂઓને આધીન જીવન જીવનારાં અશક્ત સાસુ-સસરાઓની મુલાકાત લઈ જુઓ. એમનાં દુ:ખ એમના મુખે સાંભળો ! પરાધીનતા અભિશાપ છે. જ્યાં મનુષ્યને પોતાની કોઈ ઇચ્છા નથી હોતી, પોતાની બુદ્ધિનો ઉપયોગ નથી હોતો, સ્વમાન જેવી કોઈ વાત હોતી નથી, એમાંય જો અયોગ્ય અને અધમ માણસોની આધીનતા સ્વીકારવાની આવે તો તો મોત સારું લાગે ! " છ પ્રકારના દુ:ખી જીવો બતાવ્યા છે. પણ તેઓ સ્વયં દુ:ખી સમજીને તે દુ:ખથી મુક્ત થવાનો પુરુષાર્થ કરે તો સુખી થઈ શકે. ૧૨૮ • સંવાદ Page #146 -------------------------------------------------------------------------- ________________ જી ૩૩. રક્ષાબંડાર કરવો ? પરમ રાશા કયો ? શિષ્ય : ‘ગુરુદેવ, અક્ષયભંડાર કર્યો અને પરમ યશ શાથી મળે ?” ગુરુઃ “વત્સ, અક્ષયભંડાર છે સદાચાર. યશ મળે સદાચારથી.' મહાનુભાવો, ભંડોરો તો ઘણા છે. સોનાનો ભંડાર, રત્નોનો ભંડાર, હીરાના નિધિ, ધાન્યના ભંડાર, ધાતુઓનાં ગોડાઉનો ! પરંતુ આ બધા જ ભંડાર ક્ષણિક ને નાશવંત હોય છે. એ ભંડારો ભરવાનો પુરુષાર્થ છેવટે તો વ્યર્થ જ જવાનો ! કારણ કે - ભંડાર અહીં રહી જશે, તમે પરલોકમાં ચાલ્યા જશો ! - ભંડાર લૂંટાઈ જશે તમે રસ્તા પર રઝળતા થઈ જશો ! આ નિયતિ જ છે. માટે આ ભંડારો ભરવાનો પુરુષાર્થ બંધ કરો . અને એવો ભંડાર ભરવાનો પુરુષાર્થ શરૂ કરો કે જે ભંડાર, જે નિધિ તમારી સાથે પરલોકમાં આવે ! પણ તમારે આત્મસાક્ષીએ દઢ નિર્ણય કરવો પડશે કે મારે હવે પરલોકમાં પણ સાથે આવે તેવો અક્ષયભંડાર જ ભેગો કરવો છે. તે ભંડાર સદાચારોનો ભરવાનો છે. સદાચારનાં ગુણગાન ખૂબ ગવાયેલા છે. “आचारः परमो धर्मः आचारः परमो तपः । आचारः परमं ज्ञानं आचारात् किं न साध्यते ?" આચાર પરમધર્મ છે. આચાર પરમતપ છે. આચાર જ સર્વશ્રેષ્ઠ જ્ઞાન છે. આચારથી શું સિદ્ધ ન થઈ શકે ? અર્થાતુ બધી જ સિદ્ધિ મળે.” આવા સદાચારી મનુષ્યો શું પ્રાપ્ત કરે છે ? અક્ષયભંડાર કયા? પરમ યશ ક્યો? સદાચાર • ૧૨૯ Page #147 -------------------------------------------------------------------------- ________________ आचारवन्तो मनुजा लभन्ते आयुश्च वित्तं च सुतान् च सौख्यम् । धर्म तथा शाश्वतमीशलोक मत्रापि विद्वज्जनपूज्यता च ।। સદાચારી પુરુષ આયુષ્ય, ધન, પુત્ર, સુખ, ધર્મ, દેવલોક અને અહીં વિદ્વાનોને પૂજ્ય બને છે.' એવા કેટલાક સદાચાર ઋષિ-મુનિઓએ બતાવેલા છેअनसूया क्षमा शान्ति संतोषः प्रियवादिता । कामक्रोधपरित्यागः शिष्टाचार निदर्शनम् ।। ઇર્ષાનો અભાવ, ક્ષમા, શાન્તિ, સંતોષ, પ્રિય વાણી તથા કામ-ક્રોધનો ત્યાગ – આ શ્રેષ્ઠ સદાચારો છે. આવી રીતે – ઉ દીન દુખીના ઉદ્ધારમાં રસ લેવો. ઉ નિંદિત કાર્યોથી દૂર રહેવું. 9 ઉપકારીના ઉપકારોને યાદ રાખવા. વૃષ્ટિ નિંદા ન કરવી. સજ્જનોની પ્રશંસા કરવી. દિ આપત્તિમાં દીન ન બનવું. સંપત્તિમાં નમ્ર રહેવું. મિ પરસ્ત્રીનો ત્યાગ ને સ્વસ્ત્રીમાં સંતોષ રાખવો. હિંસા ના કરવી. ચોરી ના કરવી. આ બધા સારા આચાર છે. તમને ગમે છે ને ? પણ તમે આમાંથી ઘણા સદાચારો પાળી શકતા નથી ! સદાચારોનું ઉલ્લંઘન કરનાર મનુષ્ય પોતાનું અહિત જ કરે છે. પરંતુ દુરાચાર જેને ગમી ગયા હોય છે તેમને સદાચારોના પાલનમાં અહિત દેખાય છે ! ૧૩૦ ૦ સંવાદ Page #148 -------------------------------------------------------------------------- ________________ આજે માણસને પોતાની જ આર્થિક-સામાજિક VS કે રાજકીય ઉન્નતિમાં રસ છે. એને દીન- દુઃખી // ( મિત્રો પણ યાદ નથી આવતા કે દરિદ્રતામાં રિબાતા I[( T ભાઈઓ પણ યાદ નથી આવતા. VY જેને અમે ‘નિંદિત કાર્યો કહીએ છીએ તમને તે કરવા જેવાં લાગે છે. દા.ત. ગર્ભપાત. કેવું નિંદિત કાર્ય છે ? ભૃણહત્યાનું પાપ જન્મોજન્મ વાંઝિયા રાખનારું પાપકર્મ બંધાવે છે. પણ તમારે ક્યાં પાપપુણ્યનો વિચાર કરવો છે ? ઉપકારી એવાં માતા-પિતાના જ ઉપકારો ભૂલી જનારાઓ, બીજા લોકોના ઉપકારો યાદ રાખી, એ ઉપકારનો બદલો વાળવા તૈયાર ખરો ? ના રે ના ! એ તો કહે છે : “ઉપકાર શાનો ? તમને ગમ્યું ને તમે કર્યું !” નિંદા ન કરવાની વાત તમે માનો છો ? પાંચ-દસ જણા ભેગા થઈને ગુણવાનોના ગુણોની પ્રશંસા કરો છો ? ગુણપ્રશંસા સદાચાર છે! દોષનિંદા દુરાચાર છે ! બે ભાઈઓ ભેગાં થઈ ત્રીજા ભાઈની નિંદા નથી કરતા ને ? દેરાણી-જેઠાણી ભેગાં થઈ સાસુ-સસરાની નિંદા નથી કરતાં ને ? બે પુત્રો ભેગાં થઈને પિતાની નિંદા નથી કરતા ને ? બે મિત્રો ભેગાં થઈ ત્રીજા મિત્રની નિંદા નથી કરતા ને ? નિંદાનો રસ કેરીના રસ કરતાંય વધારે મીઠો લાગે છે ! તે છોડવો સહેલી વાત નથી. છતાય સજ્જનતા તો છોડવામાં જ છે. સજ્જનોની-સાધુપુરુષોની પ્રશંસા કરવી, એ સદાચાર છે. ગુણોની પ્રશંસા કરવાથી તમારામાં એ ગુણો પ્રગટ થશે ! ગુણવાન બનવાનો શ્રેષ્ઠ ઉપાય છે ગુણવાનોની પ્રશંસા કરવી. સજ્જનોનો એક વિશેષ ગુણ હોય છે - આપત્તિમાં તેઓ દીનતા નથી કરતા ! સંપત્તિમાં અભિમાન નથી કરતા. આ બે વિશિષ્ટ ગુણો છે. અક્ષયભંડાર કયાં ? પરમ યશ કયો ? સદાચાર ૦ ૧૩૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ સદાચાર અને જો આ બે ગુણો તમારામાં આવી જાય તો તે તમે આધ્યાત્મિક ઉન્નતિના શિખરે પહોંચી શકો. હવે છેલ્લે તમને ઘણો જ અગત્યનો સદાચાર , બતાવવો છે. તમારે પરસ્ત્રીનો ત્યાગ કરવાનો છે. તમારી / પત્ની સિવાયની બધી જ સ્ત્રીઓ તરફ તમારી દૃષ્ટિ નિર્મળ જોઈએ. તમારી જાત પર સંયમ રાખવાનો છે. એવી રીતે સ્ત્રીએ પોતાના જ પતિમાં સંતોષ માનવાનો છે. પોતાના પતિ સિવાયના બધા જ પુરુષોને પિતા કે ભાઈના રૂપે જોવાના છે. આ સદાચારની રક્ષા કરવા માટે બીજા કેટલાક નિયમોનું સ્વેચ્છાએ પાલન કરવું જોઈએ. સેક્સી વૃત્તિ જાગી ન જાય તે માટે સાવધાન રહેવું જઈએ. ચોરી ન કરવી. પ્રામાણિકતાથી જીવવું - આ પણ એક વિશિષ્ટ સદાચાર છે. આજના અર્થપ્રધાન દેશકાળમાં જ્યારે ચારે બાજુ અનીતિઅન્યાય અને કાળા બજારો ઊભરાયાં છે ત્યારે આ સદાચાર પાળવો ઘણો અઘરો છે. એવી જ રીતે “અહિંસા"નો, દયાનો આચાર પણ પાળવો ઘણો આવશ્યક છે. - બીજી વાત છે સદાચારથી પરમ યશની પ્રાપ્તિની ! કહેલું છે - आचारो भूतिजनन आचारः कीर्तिवर्धनः । आचाराद् वर्धते ह्यायुराचारो हन्त्यलक्षणम् ।। - મહાભારત સદાચારોથી કલ્યાણ ઉત્પન્ન થાય છે. સદાચારથી કીર્તિ વધે છે. સદાચારથી આયુષ્ય વધે છે અને સદાચારથી કુલક્ષણો નાશ પામે છે. आचारात् प्राप्यते स्वर्गमाचारात्प्राप्यते सुखम् ।। आचारात् प्राप्यते मोक्षमाचारात् किं न लभ्यते ।। આચારથી સ્વર્ગ મળે છે. આચારથી સુખ મળે છે. આચારથી મોક્ષ મળે છે. આચારથી શું નથી મળતું? આચાર એટલે સદાચાર. ૧૩૨ ૦ સંવાદ Page #150 -------------------------------------------------------------------------- ________________ સાચા ઋષિ-મુનિઓએ કરેલી નિ:સ્વાર્થભાવની આ વાત છે. આ વાત દુનિયાને છેતરવા માટે નથી કરી ! એ શા માટે છેતરે ? એમને દુનિયા પાસેથી કંઈ લેવું તો હતું જ નહીં, આપવું હતું ! જ્ઞાનનો પ્રકાશ આપવો હતો. ‘ભાઈ, તારે આ દુનિયામાં યશ જોઈએ છે ? મળશે. તું સદાચારોનું પાલન કર. તને યશ મળશે જ. તારામાં ક્ષમા છે, શાન્તિ છે, સંતોષ છે અને પ્રિય વાણી છે. તો તું યશસ્વી બનીશ જ. વિશેષમાં ત્રણ નવા સદાચારોનું પાલન કરજે. # ઉદારતા. ઉર ગંભીરતા જે સહનશીલતા. તારી ઉદારતાના શણગાર બનશે તારી મીઠી વાણી, તારી ગંભીરતા અને તારો ક્ષમાભાવ. દુનિયા તને ખૂબ પ્રેમ આપશે, માન આપશે. તારા ગુણ ગાશે. એ વખતે તું વિનમ્ર હોઈશ. તને જરાય અભિમાનનો સ્પર્શ નહીં થાય ! તારી પ્રસિદ્ધિ બીજા લોકો કરશે. તારે તારા ગુણો ગાવા નહીં પડે, તારે સ્વયં તારો ઉત્કર્ષ કરવો નહીં પડે. સદાચારોનો પ્રભાવ જેમ જેમ વિસ્તરતો જશે તેમ તેમ સદાચારીઓનું એક વર્તુળ મોટું થતું જશે. સદાચારોનું સમાજમાં મૂલ્યાંકન થવા માંડશે. સદાચારીઓની ખૂબ ખૂબ પ્રશંસા થવી જોઈએ. સદાચારી સારો માનવી બને. સદાચારી દેવગતિ પામે. સદાચારી મોક્ષગામી બને. અક્ષય ભંડાર કયો? પરમ વશ કયો ? સદાચાર ૦ ૧૩૩ Page #151 -------------------------------------------------------------------------- ________________ ૩. ફોને ખુશ કરવા છે તો સtiાત્માઓ, સાથે આ શિષ્ય : ‘ગુરુદેવ, ખરેખર કોને ખુશ કરવા જોઈએ?” ગુરુ વત્સ, પોતાના આત્માને અને સદ્ગુરુને ખુશ રાખો.' મહાનુભાવો, આ દુનિયામાં માણસે ઘણાને ખુશ કરીને જીવવું પડે છે. પરંતુ મોટા ભાગના માણસો બીજાઓને નાખુશ કરીને જીવતા હોય છે. પરિણામે એમનાં જીવન અશાન્તિથી ઊભરાતાં હોય છે. ઘરમાં, પડોસમાં, સમાજમાં ઘણા માણસોને ખુશ રાખવા પ્રયત્ન કરનાર માણસ જ્યારે કંટાળે છે, અને સમજવા લાગે છે કે “આ બધાને ગમે તેટલા ખુશ રાખો, પરંતુ આપણને એ ખરા સમયે કામ લાગતા નથી. આપણી ખુશીનો વિચાર કરતા નથી.” ત્યારે એ નિરાશ થઈ જાય છે. કાં તો સંબંધો બગાડે છે, કાં સંબંધો તોડી નાંખે છે. - જ્ઞાની પુરુષો એટલા માટે જ કહે છે કે આ દુનિયાને કોઈ ખુશ કરી શક્યું નથી કે કોઈ કરી શકવાનું નથી. તમે તમારા આત્માને ખુશ કરો ! આ દુનિયાને ખુશ કરવાની હાય-હાયમાં આત્મા જ ભુલાઈ ગયો છે ! તમે તમારી જાતનું જ વિસ્મરણ કરી રહ્યા છો. યાદ રાખો કે આત્મા જ સર્વસ્વ છે. આત્માને છોડીને બધું જ મિથ્યા છે. મિથ્યા સંબંધોને મીઠા કરવાના પ્રયત્નો છેવટે નિષ્ફળ જ નીવડે છે. એ કડવા ને કડવા જ રહે છે. રાજા પ્રદેશીએ પોતાની રાણી સૂર્યકાન્તાને ખુશ કરવા શું નહતું કર્યું ? જરૂર પડે પ્રાણ પાથરી દીધા હતા ને? એ સૂર્યકાન્તાએ પોતાના પતિને ઝેર આપીને મારી નાંખ્યો હતો ! ૧૩૮ • સંવાદ Page #152 -------------------------------------------------------------------------- ________________ 'TI વાત્મા સદગુરુ રાજા શ્રેણિકે પોતાના પુત્ર કોણિક પર કેટલું વહાલ વરસાવેલું ? કેટલો પ્રેમ આપેલા ? એ પુત્ર ' કોણિકે, પિતાને જેલમાં પૂરીને ચાબુકના માર માર્યા હતા ! પુત્રને ખુશ રાખવાનો આ બદલો મળ્યો હતો ! કે ભર્તુહરિએ પીંગળાને ખુશ રાખવા ઓછા પ્રયત્નો કર્યા હતા ? એ પીંગળાએ કેવો વિશ્વાસઘાત કર્યો હતો ? આવા તો બધા જ સાંસારિક સંબંધો અર્થ વિનાના પુરવાર થયેલા છે. આ સંસારમાં તમે કોઈને કાયમ ખુશ રાખી શકો નહીં અને તમને કોઈ કાયમ ખુશ કરી શકે નહીં. માટે તમે દુનિયાને ખુશ કરવાની વાત ભૂલી જાઓ. હા, કર્તવ્યપાલન કરતા રહો, ત્યાં સુધી બરાબર ! બાકી હવે આત્માનું સ્મરણ કરી, આત્માને ખુશ રાખવાના ઉપાય કરો. જ આત્માને શુદ્ધ કરવાના ઉપાય કરો. વાર આત્માને આનંદભરપૂર રાખવાના ઉપાય કરો. આત્માને શુદ્ધ કરવા માટે તપશ્ચર્યાનો ઉપાય શ્રેષ્ઠ ઉપાય છે. બાહ્ય અને અત્યંતર તપશ્ચર્યા દ્વારા આત્માને ઉજ્વલ કરતા રહો ! ઉપવાસ, આયંબિલ, એકાસણાં વગેરે તપ-વ્રત સાથે ઉણોદરી, વૃત્તિસંપ, રસત્યાગ અને કાયક્લેશ અર્થાતુ શારીરિક કષ્ટ સહન કરવાં, વગેરે બાહ્ય તપ છે. પ્રાયશ્ચિત્ત કરવું, ધ્યાન કરવું, સ્વાધ્યાય કરવો, કાર્યોત્સર્ગ કરવો વગેરે અત્યંતર તપ છે. બીજી વાત છે આત્માને આનંદથી ભરપૂર રાખવાની. આત્માનો આનંદ એટલે જ્ઞાનાનન્દ ! સચ્ચિદાનન્દ ! આત્મા જ્યારે પોતાના સ્વાભાવિક જ્ઞાનાનંદના મહોદધિમાં આનંદમગ્ન બને છે, તેની સમગ્ર વૃત્તિઓ જ્ઞાનાનંદમાં લીન બની જાય છે. ત્યારે નથી ને કોઈ પદ્ગલિક વિષય ઘૂસી આવે છે તો આત્માને હળાહળ ઝેર જેવો લાગે છે. પુલનાં આકર્ષક રૂ૫ તને આકર્ષી શકતાં નથી. પુદ્ગલના મોહક રસ તેને લાલસાવશ કરી શકતા નથી. પુગલના મુલાયમ સ્પર્શ તેના આત્મપ્રદેશોમાં ઝણઝણાટી જન્માવી. કાને ખુશ કરવા ? સ્વાત્માન, સને - ૧૨ Page #153 -------------------------------------------------------------------------- ________________ શકતા નથી. પુદૂગલની ભરપૂર સુગંધ તેને આનંદિત કરી શકતી નથી. પુદ્ગલના મધુર સૂર તેને હર્ષઘેલો બનાવી શકતા નથી. સ સ્વાત્મા સ્વાભાવિક જ્ઞાનાનંદમાં મગ્ન બનેલા આત્માની આવી સ્થિતિ હોય છે. એને પરમ શાન્તિ હોય છે ! માત્ર આનંદ હોય છે ! સ્વસ્થતા હોય છે. એનું ચિંતન કંઈક આવું હોય છે : ‘હું તો મારા શુદ્ધ ગુણ-પર્યાયનો કર્તા છું. પરપુદ્ગલનો કે પરચૈતન્યના ગુણપર્યાયનો હું કર્તા નથી. તેમાં તો માત્ર હું નિમિત્ત છું. જ્ઞાતા અને દૃષ્ટા છું. સાક્ષીમાત્ર છું. સર્વદ્રવ્યો સ્વસ્વ પરિણામનાં કર્તા છે. પરપરિણામનો હું કર્તા નથી.’ આવી જ્ઞાનમગ્નતામાંથી પ્રગટ થતું સુખ એક અને અદ્વિતીય હોય છે. જેમ આકાશની કોઈ ઉપમા નથી હોતી કે સાગરની કોઇ ઉપમા નથી હોતી તેમ જ્ઞાનમગ્નતાના સુખની પણ કોઈ ઉપમા નથી ! આપણે આણા આ-માને ખુશ કરવાનો છે. ખુશ રાખવાનો છે. એનો અર્થ આ છે કે આપણને જ્ઞાનાનંદમાં તૃપ્તિ થાય. અને જ્ઞાનમાં તૃપ્ત થયેલા આત્માને ધ્યાનરૂપ અમૃતના ઓડકાર આવ્યા કરે. આત્માનુભવમાં લીન થઈ ગયા પછી આત્મણોમાં તન્મયતારૂપ ધ્યાન ચાલ્યા કરે. એમાં એવી દિવ્ય આનંદની આત્માનુભૂતિ હોય છે કે તે મનુષ્યની સામે જગતના કોઈ પણ પદાર્થ આવે, તો પણ તે તેના પ્રત્યે આકર્ષાતો નથી. બીજી વાત છે સદ્ગુરુને ખુશ કરવાની. 'गुर्वाराधनपरेण हितकांक्षिणा भाव्यम् !' ‘જો તમે હિતકામી છો તો તારે ગુરુની આરાધનામાં ઉપયુક્ત રહેવું જોઈએ ?” જ્ઞાનમાર્ગમાં ગુરુનું અદ્વિતીય સ્થાન છે. જ્ઞાનમાર્ગની બધી જ પ્રવૃત્તિઓમાં ગુરુનું માર્ગદર્શન જરૂરી હોય છ. સૂત્રપાઠના ઉચ્ચારણમાં અને સૂત્રાર્થના અવધારણમાં, શંકાઓના સમાધાનમાં અને તાત્પર્યાર્થના પર્યાવાચનમાં ગુરુ જ પ્રમાણભૂત હોય છે. કોણે કયું શાસ્ત્ર ભણવું, કોણે ભગાવવું, ક્યારે ભણાવવું.... આ બધી જ પ્રવૃત્તિમાં ગુરુ નિર્ણાયક હોય છે. ૧૩૬ ૭ સંવાદ Page #154 -------------------------------------------------------------------------- ________________ સરન, GYA પહેલાં તમે નક્કી કરો કે તમારે શાસ્ત્રજ્ઞાન મળવવું છે ? “શાસ્ત્રજ્ઞાન વિના આત્મકલ્યાણની 'ટઆરાધના શક્ય નથી,' આ વાત તમે માનો છો ? અને કે “આ માનવજીવનમાં મારે આત્મકલ્યાણ સાધી જ લેવું છે,' Wઆવો તમારો દઢ નિરધાર છે? તમારે એવા સદ્ગુરુ શોધવા જોઈએ કે જે તમને શાસ્ત્રજ્ઞાન આપે. શાસ્ત્રોમાં કહેલો મોક્ષમાર્ગ બતાવ. પરંતુ તે માટે તમારે તમારી યોગ્યતા, પાત્રતા સિદ્ધ કરવી પડે. ગુરુની દૃષ્ટિમાં તમારે વિનીત બનવું પડ. ગુરુની દૃષ્ટિમાં તમારે શાન્તપ્રશાન્ત-ઉપશાન્ત બનવું પડે. તો ગુરુ તમારા પર ખુશ થાય ! તમારામાં વિનયગુણ પ્રગટશે એટલે તમે સ્વયં ગુરુની ચરણસેવામાં પ્રવૃત્ત થશો. ગુરુદેવના પુણ્યદેહને કેમ શાન્તિ રહે, સુખાકારિતા રહે, એ રીતે તમે સેવા કરવાના. તમે તેમના મિજાજને ઓળખી લેવાના. તેમને અણગમતી પ્રવૃત્તિ તમે નહીં કરવાના. તમે સતત ખ્યાલ રાખવાના કે ગુરુદેવને શું પ્રિય છે, શું અપ્રિય છે.' તમે પ્રિય આચરવાના. અપ્રિય નહીં આચરવાના. ગુરુને ખુશ કરવાનો, ખુશ રાખવાનો શ્રેષ્ઠ ઉપાય વિનય' છે. વિનયનો અભુત પ્રભાવ છે. અવનવો જાદુ છે. દુનિયાના કોઈ મોટા જાદુગર આવો ચમત્કાર સર્જી શકતા નથી ! શત્રુને પણ મિત્ર બનાવનાર વિનય છે. ઉજ્જડ વેરાન બની ગયેલી જિંદગીને નવપલ્લવિત કરનાર વિનય છે. તૂટી ગયેલા, બગડી ગયેલા સંબંધોને જીવંત કરનાર વિનય છે. માટે કહું છું કે ગુરુનો વિનય કરી ગુરુને ખુશ રાખો. ખુશ થયેલા ગુરુ તમને ભવપાર ઉતારી દેશે. વિનય અને બહુમાનના દિવ્ય ગુણો તમારા મતિજ્ઞાનની વૃદ્ધિ કરશે. બુદ્ધિની વૃદ્ધિ કરશે. તે બુદ્ધિ તમને ગુરુઆરાધનામાં નિપુણ બનાવશે. ગુરુના મનોગત ભાવોને જાણવામાં વિચક્ષણ બનાવશે. ગુરુ પાસેથી મળતા શાસ્ત્રજ્ઞાનને ગ્રહણ કરવામાં અને સમજવામાં દક્ષ બનાવશે. ગુરુકૃપા તમારા શાસ્ત્રજ્ઞાનમાં નિરંતર વૃદ્ધિ કરશે. કોને ખુશ કરવા ? સ્વાત્માન, સગુન ૦ ૧૩૭ Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરદેવે કહ્યું છે - पूज्जा जस्स पसीयंति संबुद्धा पुव्व संथुया । पसन्ना लाभइस्संति विउलं अट्ठियं सुयं ।। अ०१ / श्लोक : ४६ સ્વાત્માન ‘સંબુદ્ધ, પૂર્વ સંસ્તુત અને પ્રસન્ન પૂજ્ય પુરુષો શિષ્યને વિપુલ શ્રુતજ્ઞાન આપે છે.' ગુરુ સ્વયં શાસ્ત્રજ્ઞ અને મર્મજ્ઞ જોઈએ. તેમની પાસે જ્ઞાનનાં ભંડાર હોય. તે મેળવવા માટે તમારે એમને પ્રસન્ન કરવા પડે. તે માટે તે પૂજ્ય ગુરુદેવમાં રહેલા વિશિષ્ટ ગુણોની સ્તવના કરતા રહો. જ્યારે સદ્ગુરુ સ્વસ્થ ચિત્તે બેઠા હોય, કોઈ વિશેષ કાર્યમાં વ્યગ્ર ન હોય ત્યારે તેમનાં ચરણોમાં બેસીને, તમારા હૃદયમાં રહલા ભક્તિભાવ શબ્દોમાં વ્યક્ત કરતા રહો. એ શબ્દો સહજ ને સ્વાભાવિક જાઈએ. ગુરુતત્ત્વની આવી સર્વાંગ સંપૂર્ણ આરાધનાનું પરંપરાએ ફળ મુક્તિ છે. સંકલ્પ કરીને એ આરાધનામાં આત્માર્થીએ લાગી જવું જોઈએ. એમાં એક સાવધાની રાખવાની. અવિનીત શિષ્યોનો પરિચય નહીં કરવાના. અવિનીતોના અવિનયનું અનુકરણ નહીં કરવાનું. તમે તમારાં કર્તવ્યોની કેડીએ ચાલતા રહેજો. :. આજે આપણી આ વાત છે : દુનિયાને ખુશ કરવાના ઉપાયો છોડીને આપણા આત્માને ખુશ કરવાનો પ્રારંભ કરીએ. તે માટે સદ્ગુરુની કૃપા મેળવવા, ગુરુને પ્રસન્ન રાખવાના ઉપાયો કરીએ. ૧૩૮ ૦ સંવાદ Page #156 -------------------------------------------------------------------------- ________________ X ૩૫. શાળામાં ફ્લેશ મળે ના થાય ? પરિંગ્રહયો શિષ્ય: ‘ગુરુદેવ, મનુષ્યના ક્લેશ અને નાશનું કારણ શું છે ?’ ગુરુ ‘વત્સ, પરિગ્રહ.’ આજે મારે તમને જે વાત સમજાવવી છે, તે સરળ નથી. આ દુનિયામાં સહુને ખૂબ જ ગમતી વાતની મારે આજે નિંદા કરવાની છે. તમે કદાચ આ વાતનો સ્વીકાર ન પણ કરો. ખેર, તમે સમજવા તો પ્રયત્ન જરૂર કરજો. કારણકે તમારા બધા જ માનસિક વલોપાતોનું મૂળ કારણ એ જ વાત છે. અને તમારો સર્વનાશ કરનારું પણ આ જ તત્ત્વ છે ! એનુ નામ છે પરિગ્રહ. ગ્રહો અને ઉપગ્રહો અંગે તમે ઘણું જાણતા હશો. જ્યોતિષ શાસ્ત્રનો શોખ તમને ગ્રહોનાં તેજ-તિમિર સમજવા પ્રેરે છે તો વિજ્ઞાનની જિજ્ઞાસા ઉપગ્રહોનું જ્ઞાન મેળવવા પ્રેરિત કરે છે. પરંતુ ‘પરિગ્રહ’ને સમજવા તમે કદાચ પ્રયત્ન નહીં કર્યો હોય. આ ‘પરિગ્રહ' નામનો દશમો ગ્રહ ત્રણે લોક પર છવાયેલો છે. માનવોને જ નહીં, દેવર્નાને પણ આ ગ્રહ નડે છે ! તમારી પાસે સ્થાવર-જંગમ સંપત્તિ છે ? એનું નામ પરિગ્રહ. તમારા ઘરની તિજોરીમાં પડેલી કરંસી નોર્ટો; સોના-રૂપાના દાગીના, હીરા અને મોતી... તમારાં ઘર અને દુકાનો, બંગલા અને ઑફિસો... આ બધું જ ‘પરિગ્રહ’ છે ! અને પાંચમું પાપ પરિગ્રહનું છે ! બોલો છો ને ‘પાંચમે પરિગ્રહ !' પાપ છોડવાનું જ હોય. પાપ તમને છોડવા જેવું જ લાગવું જોઈએ. પણ આ પરિગ્રહનું પાપ છોડવા જેવું તમને નથી લાગતું. વધારવા જેવું શાનાથી ક્લેશ અને નાશ થાય ? પરિગ્રહથી ૦ ૧૩૯ Page #157 -------------------------------------------------------------------------- ________________ છે. મારે આજે એમની એ લોકોની વાતાં કરવી છે કે જેમને લાખો કરોડો અને અરબો રૂપિયા ભેગા કરવા છે, કરી રહ્યા છે. કરોડપતિ બનવાની હોડ લાગી છે. ૧૦૦ કરોડ, ૨૦૦ કરોડ... ૧૦૦૦ કરોડ રૂ. પણ ઓછા પડે છે ! આવા માણસો અને લાખો રૂપિયા કમાઈ લેવાની દોડધામ કરી રહેલા શૂરવીરોની હાયવોય... અજંપો અને ઉદ્વેગ જોવા જેવો હોય છે ! પરિગ્રહથી સ્થાવર-જંગમ સંપત્તિનું તીવ્ર મમત્વ એમને સતત ટેન્શનમાં રાખે છે. ઘણુંબધું સરકારથી બચાવવાની ચિંતા ! ગુંડાઓથી બચાવવાની ચિંતા ! કમાવાની તો ચિંતા ખરી જ, કમાયેલા ધનને સુરક્ષિત રાખવાની ચિંતા ! એમાંય કોઈ પાર્ટીનું ઉઠમણું થઈ જાય ને એમાં તમારા પાંચ-પચીસ લાખ ગયા હોય તો તમારી ઉદ્વિગ્નતાનો પાર નથી રહેતો. તીવ્ર મમત્વથી પ્રેરાઈ, એ પૈસા વસૂલ કરવા ખોટા માર્ગ અપનાવાય છે ! વાસ્તવમાં તો મમત્વ જ પરિગ્રહ છે. ધનમૂર્છા મમત્વ છે. ‘આ ધન મારું. આ બંગલો મારો. આ જમીન મારી... આ ઑફિસ મારી., આ ગોડાઉનો મારાં...' આ મમત્વનું ગાઢ બંધન વિનાશ વેરે છે. માટે જ્ઞાની પુરુષો ‘પરિગ્રહનું પરિમાણ' કરવાનું વ્રત લેવા કહે છે. તમે મર્યાદા બાંધો. સ્થાવર-જંગમ સંપત્તિની સીમા બાંધો. “મારે ૧૦ લાખથી વધારે સંપત્તિ ન રાખવી. કે ૨૦ લાખથી વધારે ન રાખવી. અરે, બહુ જ તૃષ્ણા હોય તો એક કરોડથી વધારે ન રાખવી. કરોડથી વધારે સંપત્તિ આવી જાય તો સારાં પારમાર્થિક કાર્યોમાં વાપરી નાંખવાની !” દેરાસર બંધાવી શકો. ઉપાશ્રય બંધાવી શકો. તીર્થમાં ધર્મશાળા બંધાવી શકો. ગરીબો માટે સદાવ્રત ખોલી શકો. વિહારનાં ક્ષેત્રોમાં સાધુ-સાધ્વીની ભક્તિ કરી શકો. ૧૪૦ સંવાદ Page #158 -------------------------------------------------------------------------- ________________ 14 શિક્ષણ સંસ્થાઓમાં યોગદાન આપી શકો. V5) દવાખાનાંઓ ઊભાં કરી શકો. * કે દુ:ખી સાધર્મિકોને સહાય કરી શકો. A / સાધુ-સાધ્વીના જ્ઞાન-ધ્યાનમાં સહાયક બની શકો. તમારા પરિગ્રહની મર્યાદા નિશ્ચિત થઈ ગયા પછી, જે કંઈ ધન વધે તે તમારે આવાં સત્કાર્યોમાં વાપરી જ કાઢવાનું. એથી જીવનમાં ઘણાં સારાં કામ તમે કરી શકવાના. ધન-સંપત્તિ મળે છે પુણ્યકર્મના ઉદયથી. એ ધનસંપત્તિ પર જો તમે મમત્વ ન બાંધો અને એનો સત્કાર્યોમાં ઉપયોગ કરો છો, દાન આપો છો, ત્યાગ કરો છો તો નવું પુણ્યકર્મ તમે બાંધ છો. ભવાંતરમાં આનાથી પણ વધારે સંપત્તિ મળવાની. તમે અહીં સંપત્તિનું મમત્વ છોડો તો એ સંપત્તિ હજાર ગણી, લાખ ગણી, કરોડ ગણી વધીને તમને બીજા જન્મોમાં મળવાની ! ત્યાં પણ જો તમે મમત્વ નહીં બાંધો તો એ પછીના જન્મમાં તમે કલ્પી ન શકો એવી અપાર ને અદ્ભુત સંપત્તિ મળવાની ! છેવટે સંપૂર્ણ મમત્વ છૂટી જશે અને તમે અનંત સમૃદ્ધિમય સિદ્ધ અવસ્થા પ્રાપ્ત કરી લેવાના. હવે તમને એક સિદ્ધાન્તની વાત કરીશ. તમે કદાચ જાણતા હશે કે એક અવસર્પિણમાં જેમ ૨૪ તીર્થકરો થાય, તેમ ૧૨ ચક્રવર્તીઓ પણ થાય ! આ ચક્રવર્તઓનાં પરિગ્રહ તમે જાણો છો ? ૯૭ ક્રોડ ગામના એ માલિક હોય ! ૩૨ હજાર મુગટબદ્ધ રાજાઓના માલિક હોવ... ૧ લાખ બાણું હજાર રાણીઓનું અંતેપુર હોય અને એ સિવાય ઘણોબધો પરિગ્રહ હોય છે ! જો ચક્રવર્તી આ બધાનો ત્યાગ કરી દીક્ષા લઈ લે તો એ કાં મોક્ષમાં જાય, કાં સ્વર્ગમાં જાય ! અને દીક્ષા ન લે તો એ મરીને નરકમાં જાય ! એટલે આપણે ત્યાં એવો એક ધાર્મિક વિધિ છે કે મૃત્યુ સમયે જ કોઈ જ્ઞાની પુરુષ પાસે હોય તો મરનાર માણસ પાસે બધા જ પરિગ્રહના શાનાથી ક્લેશ અને નાશ થાય ? પરિગ્રહથી ૦ ૧૪૧ Page #159 -------------------------------------------------------------------------- ________________ મમત્વનો ત્યાગ કરાવે છે. જો મરનાર મનુષ્ય ખરેખર મમત્વનો ત્યાગ કરી દે તો તે કમ સે કમ દુર્ગતિમાં તો ન જ જાય. પરિગ્રહથી એક વાત છે. જીવનપર્યંત જેણે ખૂબ પરિગ્રહ ભેગો કર્યો હોય છે તેને મૃત્યુ સમયે એ બધું મનથી છૂટી જવું સરળ તો નથી જ. તે તાં જ સરળ બને કે જીવનમાં પરિગ્રહ તરફ જ્ઞાનદૃષ્ટિ ખૂલી ગઈ હોય. અને ‘આ સ્થાવર જંગમ સંપત્તિ મારી નથી’. ‘હું નથી, મારું કંઈ નથી.' આ જ્ઞાનદૃષ્ટિ હોય તો જિંદગીની છેલ્લી પળો સુધરી જાય. ‘શુદ્ધાત્મદ્રવ્યમેવાઇ, શુદ્ધજ્ઞાનં મુળો મમ !' ‘હું શુદ્ધ આત્મદ્રવ્ય છું. શુદ્ધજ્ઞાન મારો ગુણ છે.’ આ સિવાય મારું કંઈ જ નથી ! જો તમે આ રીતે પરિગ્રહનું મમત્વ ન તોડ્યું તો એ મમત્વ તમને દુર્ગતિમાં લઈ જઈ શકે. તમારી અધોગિત કરી શકે... એનું જ નામ સર્વનાશ ! માનસિક ક્લેશ અને દુર્ગતિપતનથી બચવા પરિગ્રહ છોડો. ૧૮૨ ૦ સંવાદ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૩૬. નિર્ભટા કોણ ? શિષ્ય : ‘ગુરુદેવ, નિર્ભય કોણ ? ગુરુ : ‘વત્સ, જાગૃત નિર્ભય હોય.’ ‘વૃત્વમાષ્ટ’ નામના આગમગ્રંથની વાણી છે 'जो सुवति न सो सुहितो । નો જ્ઞાતિ સો ગયા મુદિતો ।।' (રૂ૨૮૩) ‘જે સૂઈ જાય છે તે સુખી થતો નથી. જો જાગે છે તે સદા સુખી રહે છે !' 6Rjrl કેટલી સરળ વાત સુખી બની રહેવાની કહી દીધી છે ? સુખી રહેવું હોય તો જાગતા રહો ! જાગતા રહેવું એટલે વિવેકી રહેવું. સતુ-અસો વિવેક હોવો, સારા-નરસાનો વિવેક હોવો, શુભ-અશુભની આંળખાણ હોવી, એટલે જાગૃત મનુષ્ય. સત્નો માર્ગ ગ્રહણ કરે, અસતુને ત્યજી દે. ઊ સારું ગ્રહણ કરે, નરસું ત્યજી દે. શુભ આચરે, અશુભ ત્યજી દે. આવો જાગતો માણસ દુ:ખી થાય જ કેવી રીતે ? એ સુખી જ થાય. આવો જાગતો માણસ નિર્ભય જ હોય, અને કોઈ વાતનો ભય ન હોય. ભય ખોટું કામ કરનારને હોય, અશુભ કાર્ય કરનારને હોય, અસત્ પ્રવૃત્તિ કરનારને હોય. એટલે ‘યજુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે - નિર્ભય કોણ ? જાગૃત ૭૦ ૧૪૩ Page #161 -------------------------------------------------------------------------- ________________ 'भूत्यै जागरणम्, अभूत्यै स्वपनम् ।' - “જાગવું વૈભવ માટે છે, સૂઈ જવું વૈભવહીનતા તે માટે છે.” “જે જાગતો રહે છે તેને શ્રી સંપત્તિ વરે છે ! તેને શ્રી લક્ષ્મી છોડીને જતી નથી.' - ઘણીબધી સારી વાતો જાગૃતિ માટે જ્ઞાની પુરુષએ કરેલી છે. તમને ગમીને આ બધી વાત ? સમજાઈને આ બધી વાતો ? તમારે નિર્ભયતાનું સુખ માણવું હોય તો પ્રતિક્ષણ જાગૃત રહો. બીજી દૃષ્ટિથી વિચારીએ તો જાગૃતિ એટલે તત્ત્વદૃષ્ટિ. વાસનાઓને નિર્મળ કરનારી દૃષ્ટિ. દષ્ટિને તાત્ત્વિક બનાવીને જગતના પદાર્થોનું દર્શન કરવાનું – તે જાગૃતિ કહેવાય. - તાત્ત્વિક દૃષ્ટિથી કરાતા પદાર્થદર્શનમાં રાગદ્વેષ ભળતા નથી. તેમાં અસત્યનો અંશ ભળતો નથી. અરૂપી આત્મા અરૂપી તત્ત્વદૃષ્ટિથી જ જઈ શકાય. તત્ત્વષ્ટિ અરૂપી છે, આત્મા પણ અરૂપી છે. અરૂપીથી અરૂપી જોવાય. પાંગલિક દૃષ્ટિથી પુગલનાં રૂપ દેખાય. ચર્મદષ્ટિ કહો, પુદ્ગલદષ્ટિ કહો, ચર્મનયણ કહો, બધા પર્યાયવાચી શબ્દો છે. આત્મદર્શન કરવા માટે આ દષ્ટિ ન ચાલે. આત્મદર્શન કરવા અરૂપી તત્ત્વદષ્ટિ જોઈએ. તત્ત્વભૂત પદાર્થ એકમાત્ર આત્મા છે. બાકી બધું જ પારમાર્થિક દષ્ટિએ અસતુ છે. અતત્ત્વ છે. અનાદિકાળથી તત્ત્વભૂત આત્માને ભૂલીને અતત્ત્વભૂત પદાર્થોની પાછળ જીવ ભટકતો રહ્યો, દુ:ખી થયા, એ ભયબ્રાન્ત બન્યો. જે દૃષ્ટિથી આત્મા પર અનુરાગ થાય તે દૃષ્ટિ તત્વદષ્ટિ કહેવાય. તેને જ વિવેકદૃષ્ટિ કહેવાય. જે દૃષ્ટિથી જડ પુદ્ગલ પર અનુરાગ થાય તે ચર્મદષ્ટિ કહેવાય, અવિવેક કહેવાય. પૂર્ણ તત્ત્વદૃષ્ટિ કેવળજ્ઞાની ભગવંતની હોય. પૂર્ણ તત્ત્વદષ્ટિમાં સકલ વિશ્વના ચરાચર પદાર્થોનું નૈકાલિક દર્શન થાય. તે દર્શન રાગ-દ્વેષ વિનાનું ૧૪૮ • સંવાદ Page #162 -------------------------------------------------------------------------- ________________ હોય. હર્ષશોકરહિત હોય આનંદ-વિષાદરહિત હોય. અરૂપી આત્માનું પણ પ્રત્યક્ષ દર્શન હોય. આ પૂર્ણ તત્ત્વદૃષ્ટિવાળું કેવળજ્ઞાન કહેવાય. ‘વર્ણ, ગંધ, રસ, રૂપ અને ગંધમાં મોહાસક્ત ન બનો, આત્મસ્વરૂપમાં રમણ કરનારા બનો, તો જ પૂર્ણતા પ્રાપ્ત થાય.” આ ઉપદેશનો સાર છે. આત્મસ્મરણ, આત્મરતિ, આત્મસ્વરૂપમાં લીનતા પ્રાપ્ત કરવા સમ્યગુ શ્રુતજ્ઞાનમાં લીનતા પ્રાપ્ત કરવી પડે. સમ્યક ચારિત્રથી જીવનને સંયમી કરવું પડે. અવિવેકી એટલે ઊંઘતો જીવાત્મા ! તે બાહ્યદષ્ટિ હોય. તે બ્રાન્તિનાં વિષવૃક્ષોની વાડીમાં જ પડ્યોપાથર્યો રહે ! જ્યારે તત્ત્વદૃષ્ટિસંપન્ન જાગૃત આત્મા એ ભ્રાન્તિનાં વૃક્ષોની છાયામાં આરામ પણ ન કરે. નિર્ભય બનીને સૂઈ જાય. એ જાણતો હોય છે કે અહીં સૂવામાં પ્રાણનું પણ જોખમ છે. કદાચ એ વિષવૃક્ષોની ઘટામાંથી પસાર થવું પડે, પણ એના તરફ એ આકર્ષાય નહીં. - અવિવેકમાં - અજાગૃતિમાં ઉ “મÉઅને “મમ'ના વિકલ્પો આવે, જ ઉપાય હેય સમજાય, હેય ઉપાદેય સમજાય, જ સાચાં સુખનાં સાધનો દુઃખરૂપ લાગે જ દુર્ગતિના કારણો સુખરૂપ લાગે. * ઇન્દ્રિયોનાં વિષય ભોગ પ્રિય લાગે. રક કષાયમાં કર્તવ્ય બુદ્ધિ આવે. ક્ષમાદિ ગુણમાં નિ:સારતા લાગે. નિર્ભય કોણ? જાગૃત ૦ ૧૪૫ Page #163 -------------------------------------------------------------------------- ________________ જ્યારે વિવેકી-જાગ્રત તત્ત્વદૃષ્ટિ આત્મા તા 3 95 પોતાના અંતરાત્માના સુખથી જ પૂર્ણ હોય છે. તે સુખની કામના કે સ્પૃહા તેને હોતી નથી. તેથી તે બહિર્ભાવની વાડીમાં જતો જ નથી. કદાચ એ વાડીમાંથી - પસાર થવું પડે તો એ વિષવૃક્ષની વાડીની સુંદરતામાં લુબ્ધ થતા નથી. અંજાઈ જતો નથી કે સુખની ઇચ્છાથી એ વિષવૃક્ષની છાયામાં બેસતો નથી. સ્થૂલભદ્રજી અંત સુખથી તત્ત્વદૃષ્ટિના સુખથી પૂર્ણ હતા, વિવેકી હતા તે નિર્ભય હતા. કોશાએ તેમને વિષવૃક્ષની વાડીમાં જ ઉતારો આપ્યો હતો ચાતુર્માસ વ્યતીત કરવા ! પણ સ્થૂલભદ્રજી જાગૃત હતા ! તત્ત્વદષ્ટિ હતી ! તેઓ કોશાનાં ભોગસુખોમાં જરાય ના લલચાયા. તેમણે તો કોશાની દૃષ્ટિમાં વિવેકનું અંજન કર્યું ! તેને ભવભ્રમણના ભયથી મુક્ત કરી, નિર્ભય કરી ! આમ તો જાગૃત આત્માનો વિવેક એને આત્મા અને કર્મોનું ભેદજ્ઞાન કરાવે છે ! કર્મ અને જીવ એકબીજા સાથે દૂધ અને પાણીની જેમ એકમેક છે. અનાદિકાળથી એકમેક છે. તેમને તેમનાં લક્ષણો દ્વારા ભિન્ન સમજવા એ વિવેક છે. અવિઘાથી મુક્ત આત્મા પુદ્ગલથી ભિન્ન આત્માનું દર્શન કરે, તે વિવેક છે. આ વિવેકનું નામ જાગૃતિ ! આવી જાગૃતિ પૂર્ણ નિર્ભયતા આપે છે. ૧૪ - સંવાદ Page #164 -------------------------------------------------------------------------- ________________ છે. ૩૭. મુમુક્ષ કોણ ? શરીર-જોરપેક્ષ શિષ્ય: “ગુરુદેવ, મુમુક્ષુ કોને કહેવો?' ગુરુ : “વત્સ, જે શરીર પ્રત્યે નિરપેક્ષ બને છે.” મહાનુભાવો, આજે એક નવો સુંદર શબ્દ સાંભળવા મળશે ! તે શબ્દ છે મુમુક્ષુ' ! મુક્ત થવાની ઇચ્છાવાળો મનુષ્ય “મુમુક્ષુ” કહેવાય. આ દૃષ્ટિએ આપણે બધા મુમુક્ષુ કહેવાઈએ ! આપણે બધાને મુક્ત તો થવું જ છે ! મોલમાં તો જવું જ છે ! કોઈને વહેલા જવું છે, કોઈને ઉતાવળ નથી ! પણ જવું તો છે જ ! પરંતુ મોટા ભાગે લોકો જે બોલે છે તે સમજતા નથી. મોક્ષમાં જવું, મુક્તિ પામવી એટલે શું કરવું પડે ! કેવી રીતે જવાય ? ક્યાં જવાનું ? મોક્ષ-મુક્તિ-સિદ્ધિ કોઈ કલ્પના નથી. એવી એક નિશ્ચિત જગા છે. જ્યાં અત્યાર સુધીમાં અનંત આત્માઓ ગયેલા છે. તે જગાનું નામ “સિદ્ધશિલા' છે. તે લોકાંતે આવેલી છે. ૪૫ લાખ યોજનાના વિસ્તારમાં રહેલી છે ! ત્યાં સિદ્ધ-બુદ્ધ-મુક્ત આત્માઓ પૂર્ણ સુખમાં ને પૂર્ણ આનંદમાં રહેલા છે. આપણે ત્યાં જવું હોય તો શું કરવું જોઈએ, એ વાત આજે. વિચારવાની છે. એવો એક નિયમ છે કે જેમ જેમ ઉપર જવું હોય તેમ તેમ વજન ઓછું કરવું જોઈએ. સિદ્ધશિલા સમગ્ર સૃષ્ટિની ટોચ પર છે. ત્યાં સુધી પહોંચવા માટે વજનરહિત થવું પડે ! એટલે ઓછામાં ઓછાં આટલાં વજન તો છોડવાં જ પડે : કે સ્વજન-પરિજન. મુમુક્ષ કોણ ? શરીર નિરપેક્ષ ૦ ૧૪૭ Page #165 -------------------------------------------------------------------------- ________________ . વૈભવ-સંપત્તિ. વૈયિક સુખો અને શરીર. એટલે મુમુક્ષુ આત્મા દીક્ષા-સંયમ ગ્રહણ કરે છે. દીક્ષા-સંયમ લે એટલે સ્વજનો-પરિજનોનો ભાર ઓછો થઈ જાય. વૈભવ-સંપત્તિ ત્યજી દે છે એટલે એ ભાર પણ ઓછો થઈ જાય છે. પછી રહે છે શરીર અને ઇન્દ્રિયોનાં સુખો. સાધુ ઇન્દ્રિયવિજેતા બને એટલે ઘણાં વૈયિક સુખો પણ છૂટી જતાં હોય છે. પછી રહે છે શરીર. શરીરનિરપેક્ષ સાધુ શરીરને પણ ભાર ગણે છે. આત્માને સિદ્ધ-બુદ્ધ-મુક્ત કરવા માટે શરીરનો ભાર પણ ઓછો કરવો જ પડે. એટલે એ મુમુક્ષુ આત્મા પોતાના શરીર પ્રત્યે વિરક્ત બને છે. શરીરનું મમત્વ છંદી નાંખે છે. એનો માનસિક નિર્ણય હોય છે કે ‘આ શરીરથી હું જુદો છું. હું આત્મા છું. શરીર આત્મા નથી. શરીરમાં આત્મા રહેલો છે. મારે શરીરના બંધનમાંથી આત્માને મુક્ત કરવો છે.' આ સમજણથી મુમુક્ષુ શરીરની આળપંપાળ નથી કરતો. શરીરની સારસંભાળ નથી રાખતો. એ શરીરને જાણીબૂઝીને કષ્ટ આપે છે. સમતાભાવે એ કષ્ટોને સહે છે. સ્વેચ્છાથી એ ઉપદ્રવોનો સ્વીકાર કરે છે. વિવિધ પ્રકારની તપશ્ચર્યાઓ કરીને શરીરનું બંધન તોડવાનો પુરુષાર્થ કરે છે. સાંભળો, કેટલાક મુમુક્ષુઓએ પોતાનાં શરીરને કેવાં કેવાં કષ્ટો આપેલાં અને કેવી સમતાથી એમણે એ કષ્ટો સહેલાં ! ભગવાન મહાવીરના એક શિષ્ય હતા ધન્ના અણગાર. તેમણે દીક્ષાના દિવસથી જ છઠ્ઠનો તપ અને પારણે આયંબિલ - આ રીતે તપશ્ચર્યા શરૂ કરી હતી. પહાડ ઉપર એકાંત જગામાં જઈ ધ્યાનમાં ઊભા રહેતા હતા. આઠ મહિના પછી એક મહિનાના સળંગ ઉપવાસ કરી દેહત્યાગ કરેલો ! સમવસરણમાં ભગવાન મહાવીરે પોતાના ૧૪ હજાર શિષ્યોમાં આ ધન્ના અણગારને શ્રેષ્ઠ શિષ્ય તરીકે ઓળખાવેલા. ભગવાન મહાવીરના બીજા બે શિષ્યો શાલિભદ્રજી અને ધનાજી. ૧૪૮ સંવાદ Page #166 -------------------------------------------------------------------------- ________________ શરીરનિરપેક્ષ તેમણે પર શરીર પ્રત્યે વિરક્ત બની, પહાડની શિલા ૫૨ સૂઈ જઈ અનશનવ્રત લીધું હતું ! મૃત્યુપર્યંત ઉપવાસ... અને પથ્થર-શિલા પર સ્થિર શયન ! પ્રસન્નચન્દ્ર નામના રાજાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી સ્મશાનમાં જઈને, એક પગ પર ઊભા રહી, સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરતા હતા. ઘોર દેહદમન કરીને તેમણે મુક્તિ પ્રાપ્ત કરી હતી. મુમુક્ષુને કાયાની માયા ન હોય. એનો સિદ્ધાત હોય છે : ‘રેવું:રવું મહાતમ્ !' દેહને દુ:ખ આપો... દેહનું દુઃખ એટલે આત્માનું સુખ !. તમને કદાચ આ સિદ્ધાન્ત નહીં ગમે. તમારે તો મોજમજા કરતાં કરતાં મુક્તિ જોઈએ છે ! શરીરને કષ્ટ આપ્યા વિના મોક્ષ જોઈએ છે ! શરીરનું લાલનપાલન કરતાં કરતાં સિદ્ધશિલા પર પહોંચવું છે ! મુમુક્ષુ અસંગ હોય ! પોતાના પ્રત્યે નિર્મમ હોય. મુમુક્ષુ આત્મા શરીર, ભોજન, વસ્ત્ર, આવાસ પ્રત્યે સ્નેહરહિત બનીને જીવનયાત્રા કરતો રહે. શરીર વગેરેને એ માત્ર આત્મસાધનામાં સાધનરૂપે જ જુએ. એનું સાધ્ય હોય આત્માની પૂર્ણતા, અનંત ગુણોની પ્રાપ્તિ. જીવનયાત્રા માટે જ એ શરીરને આહાર આપે, કેટલો આહાર આપે તે સમજાવવા બે દૃષ્ટાંત આપવામાં આવે છે; ૧. માણસના શરીર પર ગૂમડું થયું હોય, તે ગૂમડાને દૂર કરવા એના પર કેટલો મલમ લગાડવામાં આવે ? વધુ પ્રમાણમાં મલમ લગાડવાનું કોઈ પ્રયોજન હોતું નથી. એવી રીતે મુમુક્ષુ માત્ર ક્ષુધાને ઉપશાન્ત કરવા પુરતો જ આહાર કરે. ૨. બીજું દૃષ્ટાંત છે બળદગાડીનું. બળદગાડી હોય કે ઘોડાગાડી હોય એનાં પૈડાં સરળતાથી ગતિ કરતાં રહે એટલા માટે પૈડાંની ધરી પર તેલ વગેરે ચીકણા પદાર્થ લગાડવામાં આવે છે. મુમુક્ષુ પણ એટલો જ આહાર કરે કે એનું શરીર સંયમયોગોની આરાધનામાં થાક્યા વિના ગતિ કરી શકે. મુમુક્ષુ કોણ ? શરીર નિરપેક્ષ ૦ ૧૪૯ Page #167 -------------------------------------------------------------------------- ________________ કહેવાનું તાત્પર્ય એ છે કે મુમુક્ષુને રાગરહિત હૈયે ના છૂટકે આહાર કરવાનો હોય છે. આહારવિષયક સારા-નરસાની કોઈ ચર્ચા નહીં, કોઈ રાગ નહીં, કોઈ દ્વેષ નહીં. એ આહાર મોઢામાં નાંખ્યા પછી એને રસપૂર્વક ચાવવાનો નથી. મોઢામાં મમળાવવાનો નથી. સીધો ગળે ઉતારી જવાનો છે. જેવી રીતે સર્પ પોતાના ભક્ષ્યને પેટમાં પધરાવી દે છે તેવી રીતે મુમુક્ષુ આહારનો સ્વાદ માણ્યા વિના ગળે ઉતારી જાય ! નિરપે શરીર રસાસ્વાદ માટે કે શરીરની પુષ્ટિ માટે મુમુક્ષુ આહાર-ભોજન ન કરે. એને પોતાના સંયમયોગો-સ્વાધ્યાય, ધ્યાન, ભિક્ષા-પરિભ્રમણ, વિહાર વગેરે સારી રીતે આરાધાય, એટલા પૂરતું જ શરી૨ ટકાવવાનું હોય છે. એ શરીરનું લાલન-પાલન ન કરે. શરીર પ્રત્યે અનાસક્ત મુમુક્ષુ આહાર અને વસ્ત્રો પ્રત્યે પણ આસક્તિરહિત હોય. ૧૫૦ ૭ સંવાદ હે મુમુક્ષુ ! તમારે લાકડા જેવા લાગણીહીન (શરીર પ્રત્યે) બની જવાનું છે. ન રાગની લાગણી, ન દ્વેષની લાગણી. તમારી પાસે ષડ્સનાં ભોજન આવે તો પણ રાગ નથી કરવાનો અને રસહીન-બેસ્વાદ ભોજન આવે તો દ્વેષ નથી કરવાનો ! રાગ-દ્વેષથી મનને મુક્ત રાખીને શ૨ી૨ને આહાર આપવાનો છે, કારણ કે તમે શરીર પ્રત્યે ર્નિરપેક્ષ રહો છો. Page #168 -------------------------------------------------------------------------- ________________ - ૩૮. બંધળામાં કારણ શું? મના શિષ્યઃ “ગુરુદેવ, આત્માના બંધનનું કારણ શું છે?” ગુરુઃ “વત્સ, મમત્વથી આત્મા બંધાય છે.” મહાનુભાવો ! સંસારમાં બંધનો અનેક પ્રકારનાં છે. બંધન એટલે બંધન ! જીવાત્માને બંધન ગમતાં નથી. બાળકોને માતા-પિતાનાં બંધન ગમતાં નથી. વેપારીઓને સરકારી બંધન ગમતાં નથી. યુવાનોને સામાજિક બંધન ગમતાં નથી... વહુઓને સાસુ-સસરાનાં બંધન ગમતાં નથી ને નોકરોને શેઠનાં બંધનો ગમતાં નથી. પરંતુ મોહનું બંધન તમને ગમે છે કે નથી ગમતું, તેનો વિચાર તમે કદાચ નહીં કર્યો હોય ! મોહનું બંધન એટલે મમત્વનું બંધન. આ બંધન બાહ્ય નથી, આંતરિક છે, અત્યંતર છે. તમે આંતરનિરીક્ષણ કરો તો જ તમને આ બંધન દેખાશે. તમે આ બંધનથી બંધાયેલા, જકડાયેલા દેખાશ! આ મમત્વનાં બંધન મુખ્ય રીતે ત્રણ પ્રકારનાં છે : ૧. સ્વજન-પરિજનોનું મમત્વ. ૨. ધન-સંપત્તિનું મમત્વ. ૩. શરીરનું મમત્વ. આ ત્રિવિધ મમત્વ અનેક અનર્થો પેદા કરે છે. નવાં નવાં પાપકર્મનાં બંધન તો કરાવે જ છે, સાથે સાથે અનેક દોષ અને દુર્ગણને પણ લઈ આવે છે. મોહરાજાએ ભાવનગરની ગલી-ગલીમાં અશુભ ભાવોની જાળ પાથરી બંધનનું કારણ શું? મમત્વ • ૧૫૧ Page #169 -------------------------------------------------------------------------- ________________ દીધેલી છે. અનંત અનંત જીવો કે જે ભવનગરની ગલી-ગલીમાં ભરચક રહેલા છે, તેઓ મોહરાજાની જાળમાં – મમત્વની જાળમાં ફસાઈને વિવિધ પ્રકારની - ચેષ્ટાઓ ફરી રહ્યા છે, અને જન્મ-જરા-મૃત્યુમાં શોક હર્ષ કરતા ભારે ક્લેશ અનુભવી રહ્યા છે. મમત્વ : સમગ્ર સંસારને નગરની ઉપમા આપીને આ વાત સમજાવવામાં આવી છે. નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ - આ ચારગતિ સંસારનગરની મુખ્ય શેરીઓ છે. શેરીમાં પણ અવાંતર શેરીઓરૂપ ચાર ગતિના અવાંતર ભેદો છે. તે શેરીએ શેરીએ જે અનંત... અસંખ્ય જીવો રહેલા છે, તે નાટકનાં પાત્રો છે. તેમની વિવિધ ચેષ્ટાઓ તે નાટકનો અભિનય છે. અભિનયનું સંચાલન મોહરાજા કરી રહેલ છે. સ્વજન-મમત્વ કેવો વિનાશ વેરે છે, તેનું એક દૃષ્ટાંત તમને આપું છું. શ્રી રામચન્દ્રજીના પૂર્વજોના ઇતિહાસની આ દુર્ઘટના છે. રાજકુમાર સુકૌશલનો રાજ્યાભિષેક કરી રાજાએ દીક્ષા લીધી હતી. કેટલાંક વર્ષો પછી રાજર્ષિ કિર્તિધર પોતાની રાજધાનીમાં વિહાર કરતાં કરતાં આવી ચઢે છે. પુત્ર પોતાના પિતા મુનિનાં દર્શન કરે છે. તેના મનમાં વૈરાગ્ય પ્રગટે છે. પરંતુ માતાનું પુત્ર પર ગાઢ મમત્વ હોય છે. એને ખબર પડી જાય છે કે ‘રાજર્ષિ નગરમાં પધાર્યા છે... ને પુત્ર તેમની પાસે ચાલ્યો જશે...' તે રાજર્ષિને નગરમાંથી કાઢી મુકાવે છે ! એક સ્વજન પરનું મમત્વ બીજા સ્વજન પ્રત્યે તિરસ્કાર કરાવી શકે છે ! પરંતુ સુકોશલ તો દીક્ષા લઈને પિતા-મુનિ સાથે વિહાર કરી જાય છે. એ સ્વજનમમત્વને તોડી નાંખે છે. ધન-સંપત્તિનું મમત્વ ખંખેરી નાંખે છે અને શરીરનું મમત્વ પણ ઉતારી નાંખે છે. પિતા-પુત્ર એક પર્વતની ગુફામાં ચાતુર્માસના ચાર મહિના ઉપવાસ કરીને રહે છે. જ્ઞાન-ધ્યાનમાં લીન બને છે. ૧૫૨ ૭ સંવાદ Page #170 -------------------------------------------------------------------------- ________________ પેલી રાણી, પતિ અને પુત્ર બંને તરફ તીવ્ર રોષ કરતી મરે છે. મરીને એ પેલા પહાડની એક્ ગુફામાં સિંહણ બને છે. આ પિતા-પુત્ર ચાર મહિનાના પવાસના પારણે ગુફામાંથી બહાર નીકળે છે... ત્યારે પેલી સિંહણ આમને જુએ છે ! પેલો પૂર્વજન્મનો પાળેલા સ્વજનદ્વેષ જાગ્રત થાય છે... ને સિંહણ સુકોશલ મુનિ પર તૂટી પડે છે. દેહને ચીરી નાંખે છે. સુકોશલ મુનિ તો દેહ પર મમત્વ વિનાના હતા ! આમેય દેહના મમત્વથી, બંધનથી છૂટવું જ હતું ! તેઓ સદા માટે દેહના બંધનમાંથી, કર્મોના બંધનમાંથી છૂટી ગયા. તેઓ સિદ્ધ-બુદ્ધ-મુક્ત બની ગયા. મમત્વ સ્વજનમમત્વ, સ્વજન-દ્વેષમાં પરિવર્તિત થઈને કેવા વિનાશ વેરે છે, તે સમજવા માટે તમે ‘સમરાદિત્ય મહાકથા' વાંચો. નવ-નવ જન્મોની એ કથામાં સ્વજનમમત્વની કરુણ કથાઓ ઠાંસી ઠાંસીને ભરેલી છે. અને તમારા સંસારમાં જો તમે આંખો ખોલીને જુઓ તો ઢગલાબંધ વિતકકથાઓ જોવા મળે એમ છે. એવી જ રીતે ધન-સંપત્તિનું મમત્વ પણ લોખંડી બંધન છે. ધનસંપત્તિ હોવા માત્રથી મમત્વ નથી બનતું. જે લોકો અજ્ઞાની છે, મોહાંધ છે તે સંપત્તિને પોતાની માને છે. છોડવા, ત્યાગવા તૈયાર થતા નથી, તેનું કારણ મમત્વ હોય છે. ને આ મમત્વ જ મનુષ્ય પાસે હિંસા, જૂઠ, ચોરી, અનીતિ, અન્યાય, અપ્રામાણિકતા આદિના વિષચક્રમાં ફસાવે છે. મનુષ્યજીવન જીવવા સ્નેહી-સ્વજનો પણ જોઈએ, ધન-સંપત્તિ પણ જોઈએ અને શરીરનાં સુખ પણ જોઈએ, ત્યાં સુધી વાંધો નથી. પણ ‘આ મારું જ છે' આ મમત્વ ખોટું છે. અથવા ‘આ તો મારે જોઈએ જ' આ મમત્વ નુકસાનકારક છે. ભલે માણસ પાસે કરોડ રૂપિયા હોય, પણ એને ક૨ોડ પ૨ મમત્વ નથી તો મુંબઈની એ ઉદાર બાઈએ ભગવાનના નામ પર હૉસ્પિટલ બાંધવા એક કરોડ રૂપિયા આપી દીધા ! બંધનનું કારણ શું ? મમત્વ ૭ ૧૫૩ Page #171 -------------------------------------------------------------------------- ________________ પરંતુ એક મિત્રે પોતાના મિત્ર પાસે બે લાખના હિરા જોયા અને એ હીરા પર મમત્વ જાગ્યું ! મિત્રનો વિશ્વાસ સંપાદન કરેલો હતો. પોતાના રૂમમાં સૂતેલા મિત્રના ગળા પર છરી ફેરવી દીધી. હીરા પોતાના કરી લીધા.. પણ એનો અંજામ સારો ન આવ્યો. એ પકડાઈ ગયો. મિત્રહત્યાનું ઘોર પાપ તો કર્યું જ હતું. વર્ષો સુધી જેલમાં રહેવું પડ્યું. પરલોકમાં શું થશે તે જ્ઞાની જાણે ! એવી રીતે કાયાની, પાંચ ઇન્દ્રિયોના વિષયોની ઉપયોગિતા તો જીવનમાં રહેવાની જ. પરંતુ એ કાયા પર મમત્વ ન જોઈએ. કાયાનું મહત્વ ખતરનાક હોય છે. તે માટે તમે કંડરિક મુનિનું દષ્ટાંત યાદ કરજો. એમના પતનનું કારણ શરીરનું મમત્વ બન્યું હતું ! ભિક્ષા માટે નીકળેલા બાળમુનિનું પતન પણ શરીરના મહત્વના પાપે થયું હતું ને! શરીરને ટકાવવા વિષયો આપવા તે મમત્વ નથી. જીવન જીવવા મુમુક્ષુ ધન-સંપત્તિ રાખે તે મમત્વ નથી. કર્તવ્યપાલનની દૃષ્ટિએ સ્વજન-પરિજનોનું પાલન કરે તે મમત્વ નથી. “એટેચમેન્ટ' ન જોઈએ. એ તીવ્ર પાપકર્મ બંધાવે છે અને ભવોભવ ભટકાવે છે. માટે નિર્લેપ કમળ જેવા બનીને જીવવાનું છે ! ૧૫૪ ૦ સંવાદ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૩. તત્ત્વ શું છે ? શિષ્ય : ‘ગુરુદેવ, સાચું તત્ત્વ શું છે ?” ગુરુ : ‘વત્સ, નિર્મલ મન સાચું તત્ત્વ છે.’ મસાત મળ મહાનુભાવો ! શાન્તિ પામવાનો માર્ગ એટલો સ૨ળ તો નથી જ. આ કંઈ કાયર અને બાયલા માણસોની બાબલા રમાડવાની રમત નથી. આ તો જવાંમર્દીના ખળભળતા જોશથી જાનને હથેળીમાં લઈને જીવનના પંથે આગળ વધતા જાનફેસાની કરનારાઓના કાળજાની કરામત છે. એક વાત નક્કી છે કે જો શાન્તિનું સ્વરૂપ પસંદ પડી જાય, ગમી જાય તો એ માર્ગે ધીમેધીમે ચાલવાની ઇચ્છા જાગશે. ચાલવાની ક્રિયા થશે. પરંતુ શાન્તિનાં ઊંચાં ઊંચાં શિખર ઉપર પહોંચવામાં એક બહુ મોટું વિઘ્ન આવે છે, અને એ વિઘ્ન છે મનની ચંચળતા, મનની અસ્થિરતા. મનની મલિનતા. હા, મોટા જ્ઞાની અને પરમ શાન્તિના ચાહક મહાત્માઓને પણ આ વિઘ્ન નડે છે. આત્મામાં પડેલા મિથ્યાત્વ, અવિરતિ, કષાય વગેરે અશુભ તત્ત્વો, મલિન તત્ત્વો મનને ચંચળ બનાવી મૂકે છે. અને ચંચળ મન સાધકને છેક અગિયારમા ગુણસ્થાનકથી નીચે ધકેલી દે છે ! જે મનુષ્યમાં રાગ-દ્વેષની પ્રબળતા હોય એનું મન તો ચંચળ હોય એ તો જાણે સમજ્યા, પણ જેમનામાં રાગ-દ્વેષની પ્રબળતા નથી, જેમના રાગ-દ્વેષ મંદ છે, એમનું મન પણ ચંચળ બની જાય છે ઘણીવાર ! જે સાધકો મુક્તિના અભિલાષી હોય છે અને મોક્ષમાર્ગની આરાધના કરે છે, તપ કરે છે, જ્ઞાનધ્યાન કરે છે એમનું મન પણ ક્યારેક દુશ્મન બની જાય છે, રાગ-દ્વેષના વિચારોમાં ખૂંપી જાય છે. સાધકોને મોક્ષમાર્ગથી અવળી તત્ત્વ શું છે ? અમલ મને ૧૫૫ Page #173 -------------------------------------------------------------------------- ________________ દિશામાં દોરી જાય છે. દુનિયાના ઇતિહાસમાં આવાં ઢગલાબંધ દૃષ્ટાંત મળી રહે છે. ઉચ્ચકોટિના વિદ્વાનો, તપસ્વીઓ અને યોગી પુરુષો આ મનના કારણે જ સાધનામાર્ગથી ભ્રષ્ટ થયા છે. મન અમલ તીવ્ર રાગ-દ્વેષથી ગ્રસાયેલું મન કે પછી ક્યારેક રાગ-દ્વેષના સપાટે ચડી જતું મન, માત્ર શાસ્ત્રોના અધ્યયનથી અંકુશમાં નથી આવી જતું. મનનું દમન કરવાથી, મન પર બળાત્કારે અંકુશ લાદવાથી પણ એ વશમાં નથી આવતું. ઊલટાનું વધારે ઉધમાત મચાવે છે. વધારે નફ્ફટ બનીને નાચવા માંડે છે. મનનું વશીકરણ કોરા શાસ્ત્રજ્ઞાનથી સંભવ નથી. કોરા દેહદમનથી પણ મન નથી રહેતું વશમાં. કેવું અજબ છે આ મન ! ક્યારેક લાગે છે કે મન મોટું ઠગ છે ! તો ક્યારેક સાવ શાણો શાહુકાર લાગે છે. અજબ રૂપ અને અજબ ઢંગ છે આ મનના. મને ઠગ્યા કરે છે આત્માને, પણ આત્માને તો ખ્યાલ જ નથી આવતો કે કોઈ એને છેતરે છે ! કોઈ એને વેતરે છે ! સાવ અજાણ રહીને મન આત્માને અવળે પાટે ચઢાવી દે છે. વળી ક્યારેક શાણું બની જવાનો દેખાવ કરે છે ! સજ્જન નથી મન, પણ સજ્જનપણાનો સ્વાંગ રચે છે. બિચારો આત્મા પણ થોડા વખત માટે તો ભરમાઈ જાય છે આ મનની મોહક માયાજાળમાં ! એને લાગે છે કે ‘અરે, વાહ ! મારું મન મને કેવી સુંદર સલાહ આપે છે !' આવા મનને નિર્મળ કરવાનું છે. આવા મનને વિશુદ્ધ કરવાનું છે ! મનની નિર્મળતા જ પરમ તત્ત્વ છે. અર્થાત્ પરમતત્ત્વની પ્રાપ્તિ માટે મનની નિર્મળતા પ્રાપ્ત કરવી જ પડે. વાત અશક્ય કે અસંભવ નથી. તમારો દૃઢ નિશ્ચય હોવો જોઈએ. મનને શુદ્ધ-પવિત્ર-નિર્મળ કરવાના જે ઉપાયો જ્ઞાનીપુરુષોએ બતાવ્યા છે, તે ઉપાયો કરવા જોઈએ. તે માટે એક જ માર્ગ ઉચિત લાગે છે - સદ્ગુરુનો પરિચય ! જેઓ સમ્યગ્દષ્ટિ હોય, જેઓ આગમ-શાસ્ત્રોના જ્ઞાતા હોય, જેઓ ૧૫૬ ૦ સંવાદ Page #174 -------------------------------------------------------------------------- ________________ ધર્મક્રિયામાં પ્રવૃત્ત હોય અર્થાત્ સંવરની ક્રિયાઓ કરનારા હોય, શુદ્ધ ગુરુપરંપરા જેમને મળી હોય, નિર્દભ હોય, સરળ હૃદયના હોય અને પવિત્ર આત્માનુભવ કરવાવાળા હોય. આવા સદ્ગુરુનું શરણ લઇ લેવું જોઈએ. એમના માર્ગદર્શન મુજબ જીવન જીવવું જોઈએ. તો મનનું શુદ્ધીકરણ થઈ શકશે. અમલ મન આવા સદ્ગુરુની પ્રાપ્તિ થયા પછી, કોઈપણ ભોગે એમનો સાથ છોડવો ન જોઈએ. એમનો સહારો મેળવીને, મનની મલિનતા ધોવાનો અને વિશુદ્ધ ભાવો જગાડવાનો પુરુષાર્થ પ્રારંભો જોઈએ. પોતાની બધી તાકાત એમાં કામે લગાડી દેવી જોઈએ. મનના વિચારો ત્રણ જાતના બતાવવામાં આવ્યા છે ઃ તામસિક, રાજસિક અને સાત્ત્વિક. તામસિક પ્રકૃતિના લોકો હમેશાં અશાન્ત અને ઉદ્વિગ્ન જ રહે છે. માટે એ પ્રકૃતિનો ત્યાગ કરવો જોઈએ. રાજસિક પ્રકૃતિના લોકો અતિ પાપવિચારોવાળા નથી હોતા, છતાંય શાન્તિની સફર દરમિયાન એ થોડા ઘણા પાપવિચારો પણ આડખીલીરૂપ બની શકે છે. રાજસિક વિચારો પ્રવૃત્તિજનક હોય છે. સાત્વિક વિચારો નિવૃત્તિમૂલક હોય છે. મનની નિર્મળતાને અખંડ રાખવા માટે રાગી-દ્વેષી લોકોથી દૂર રહેવું અનિવાર્ય છે. રાગી-દ્વેષી લોકોનો સંગ-સહવાસ માનસિક મલિનતાને વગર આમંત્રણે તેડી લાવનારું પરિબળ છે. માટે આવા લોકોનો સહવાસ છોડવો જોઈએ. બીજી વાત છે સદ્ગુરુની ઉપાસનાની. ઉત્તમ ગુરુપરંપરાના સાધુપુરુષોની સેવા કરવાની છે. એમનું આલંબન સ્વીકારવાનું છે. ત્રીજી વાત - શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરવા માટે પ્રતિપળ જાગ્રત રહેવાનું છે. ગુરુના માર્ગદર્શન મુજબ અપ્રમત્ત ભાવથી શાસ્ત્રાનુસારી તત્ત્વ શું છે ? અમલ મન ૦ ૧૫૭ Page #175 -------------------------------------------------------------------------- ________________ જીવન જીવવાથી મનોજય પામી શકાય છે. મન પર વિજય મેળવ્યા પછી કોઈ તત્ત્વ તમને અશાન્ત નહીં કરી શકે. મન જો કે આ બધી વાતો મનને નિર્મળ કરવાની અઘરી છે, સહેલી નથી. પરંતુ અઘરું કામ પણ ક્યારેક ક૨વું તો પડે છે ને ! આજના વિજ્ઞાનયુગમાં કેવાં કેવાં અઘરાં સંશોધનો વૈજ્ઞાનિકો કરી રહ્યા છે ? પરંતુ એ માટે તમન્ના જોઈએ, પુરુષાર્થ જોઈએ અને માર્ગદર્શન જોઈએ. મનના વિચારોને પવિત્ર રાખવા માટે જાગૃતિ જોઈએ. જોકે તમારા સંયોગો, તમારી પરિસ્થિતિઓ પ્રતિકૂળ છે. ખોટા ને ખરાબ વિચારો જ વધારે આવે એવું ચારે બાજુનું વાતાવરણ છે. હું જાણું છું. છતાં જેટલું મનને બચાવી શકાય એટલું બચાવવાનો પ્રયત્ન ક૨વો જોઈએ. નિરાશ નથી થવાનું ! છેવટે આપણે જ આપણા મનના માલિક છીએ ! ૧૫. સવાદ Page #176 -------------------------------------------------------------------------- ________________ 5) mo. 9તો કોણ જાણો છો ? મૂઢ બુદ્ધિ શિષ્ય ગુરુદેવ, “રવીને કોણ નથી જાણતું?” ગુરુ “વત્સ, મૂઢબુદ્ધિ મનુષ્ય “સ્વને નથી જાણતો.' શ્રમણ ભગવાન મહાવીર દેવે કહ્યું છે : “ગો નવું સો સર્વ નાખs / જે એકને જાણે છે તે બધું જાણે છે.' એ ‘એક’ એટલે આપણે પોતે ! આપણે પોતે એટલે આપણી જાત ! આપણી જાત એટલે આપણો આત્મા ! આપણે જો આપણા આત્માને નથી જાણતા તો મૂઢ છીએ. આપણો આત્મા એટલે આપણે પોતે ! આપણે આપણી જાતને - સ્વયંને નથી જાણતા તો મૂઢ છીએ, મૂર્ખ છીએ. પછી ભલે આખી દુનિયાનું ડહાપણ ડહોળવા હોઈએ. ડહાપણનો દરિયો ઉલેચતા હોઈએ. આપણે આપણા આત્માને યાદ કરીએ છીએ ? “હું કોણ ?' આવો પ્રશ્ન આપણી ભીતર ઊઠ્યો છે ? ક્યાંથી આત્માની યાત્રા, ભવયાત્રા શરૂ થઈ અને ક્યાં પૂરી થવાની, એનો વિચાર કર્યો છે ? ચાલો આજે એ ચિંતન કરીએ. આપણો આત્મા પહેલવહેલો સૂક્ષ્મ નિગોદમાં હતો. ત્યાં અનંત કાળ સુધી જન્મ-મૃત્યુનો ચકરાવો ચાલતો રહ્યો. ત્યાં માત્ર સ્પર્શ-ઇન્દ્રિય જ હતી. મન ન હતું કે બીજી ઇન્દ્રિયો પણ ન હતી. ત્યાં પરમાત્માનું દર્શન અસંભવ હતું. આ સૃષ્ટિમાં સૂક્ષ્મ નિગોદના જીવોનો “જીવ' રૂપે વ્યવહાર જાતને કોણ નથી જાણતું? મૃઢ બુદ્ધિ ૧૫૯ Page #177 -------------------------------------------------------------------------- ________________ જ નથી થતો. જ્યારે “બાદર' નિગોદમાં જીવ આવે છે ત્યારે એની સંસારયાત્રાનો આરંભ ગણાય ‘નિગોદ જૈન પરિભાષાનો શબ્દ છે. જીવોની એ SD7K વિશિષ્ટ ઓળખાણ આપતી સંજ્ઞા છે. “સૂર્મ' નિગોદના જીવો હોય છે એમ બાદર' નિગોદના પણ જીવો હોય છે. સૂક્ષ્મ નિગોદના જીવો એટલા તો સૂક્ષ્મ હોય છે કે નરી આંખે કે યંત્રના સહારે પણ આપણે જોઈ ના શકીએ. હા, પ્રત્યક્ષ જ્ઞાની અવશ્ય જોઈ શકે. બાદર નિગોદના જીવોને પણ “અનંત'ના જથ્થામાં જોઈ શકાય ! આપણો આત્મા નિગોદમાંથી નીકળ્યો. પૃથ્વી-માટીના જીવ તરીકે જન્મ્યો. પાણીના જીવ તરીકે પેદા થયો. અગ્નિના જીવનું રૂપ ધારણ કર્યું. વાયુના જીવ તરીકે જન્મ્યો. વનસ્પતિમાં જન્મ્યો. આ બધી યોનિઓમાં અસંખ્ય વર્ષોનો કાળ વીતી ગયો.... આ બધા જન્મોમાં માત્ર એક જ સ્પર્શેન્દ્રિય હતી ! સંસારયાત્રા આગળ વધી. બેઇન્દ્રિય બન્યો. સ્પર્શની સાથે રસનેન્દ્રિય મળી. શંખ બન્યો. કૃમિ બન્યો. લાકડાના કીડા તરીકે જન્મ્યો. આગળ વધીને તે ઇન્દ્રિય તરીકે જન્મ્યો. ત્રીજી ઘ્રાણેન્દ્રિય મળી. સુંઘવાની શક્તિ મળી. માંકડ, જુ, મંકોડો બન્યો ! પછી ચઉરિન્દ્રિય બન્યો. ચાર ઇંદ્રિયો મળી, આંખો મળી, જોવાની શક્તિ મળી. વીંછી, ભ્રમર, માખી, મચ્છર તરીકે જન્મ લીધાં. તે પછી પંચેન્દ્રિય બન્યો. પાંચમી શ્રવણેન્દ્રિય મળી. પણ હજુ મન નહોતું મળ્યું. અસંજ્ઞી પંચેન્દ્રિય તરીકે જન્મ્યો. મન જ નહીં, ત્યાં આત્મતત્ત્વનો વિચાર જ ક્યાંથી હોય ? પશુ-પક્ષીની યોનિમાં કે નરકગતિમાં આત્માની સ્મૃતિની કલ્પના જ ક્યાંથી કરવી ? સંસારયાત્રામાં દેવલોકમાં આપણે દેવ પણ થયા છીએ.... પણ ત્યાં “આત્મા'ની સ્મૃતિ ક્યાંથી હોય? ત્યાં હોય છે વૈભવ ને વિલાસ! - -- - ---- - - - -- - ૧૬૦ ૦ સંવાદ Page #178 -------------------------------------------------------------------------- ________________ મૂઢબુદ્ધિ નરકગતિમાં પાર વિનાની લબકારા લેતી કાળી વેદનાઓ અને ઘોર પીડાની બળબળતી જિંદગીમાં આત્મસ્મૃતિનો અવકાશ જ ક્યાં રહે ? મનુષ્યજન્મ પણ અનેકવાર મળ્યો હશે, સંસારમાં અનંત પરિભ્રમણ કરતાં કરતાં ! પણ અનાર્યદેશમાં અનાર્ય લોકોના પરિવારમાં મળેલા મનુષ્યજન્મનું મહત્ત્વ શું ? જો પરિવાર અનાર્ય હોય, ધર્મહીન હોય, પાપલીન હોય તો ત્યાં આત્મસ્મરણની વાત જ શી કરવાની ? આપણે આવી બધી અવસ્થાઓના અડાબીડ જંગલમાંથી ગુજર્યા છીએ. ક્યાંય ‘આત્માની સ્મૃતિ થઈ નથી. ક્યાંય આત્મદર્શન પામ્યા નથી. ક્યાંય આત્માને એના શુદ્ધ સ્વરૂપે જાણ્યો નથી. મૂઢ અને મૂર્ખ જ રહ્યા છીએ. શુદ્ધ સ્વરૂપે તો નહીં, અશુદ્ધ-કર્મોથી આવૃત્ત આત્માના સ્વરૂપનું પણ ભાન કાં છે ! હું આઠ-આઠ કર્મોનાં બંધનોથી જકડાયેલો છું..? આવો વિચાર પણ આવે છે ખરો ? ‘હું કર્મોનાં બંધનોમાંથી ક્યારે ને કેવી રીતે મુક્ત થઈશ ?' આવી ચિંતા થાય છે ખરી ? જો નથી થતી ચિંતા, તો સમજવું છે આપણે મૂઢ છીએ, બુદ્ધિહીન છીએ. આત્મા પર રહેલાં કર્મોનાં બંધનોને જાણવાં જોઈએ અને જાણ્યા પછી એ બંધનો તોડવાનો પુરુષાર્થ ક૨વો જોઈએ. આ વાત ત્યારે સમજાય કે જ્યારે બુદ્ધિ પ૨નું આવરણ દૂર થાય. બુદ્ધિ પર મોહનું - અજ્ઞાનનું આવરણ હોય ત્યાં સુધી આ વાત નહીં સમજાય. કહેવાનું તાત્પર્ય એ છે કે બુદ્ધિની મૂઢતા દૂર થાય તો જ આત્મતત્ત્વ ઓળખાય. આત્મા કર્મોની પરાધીનતામાં કેવો દીન-હીન બને છે ! કોઈ ઘેરઘેર ભીખ માગે છે, તો કોઈ મહેલોમાં મસ્ત થઈ મહાલે છે. કોઈ ઇષ્ટના વિયાગમાં કરુણ ક્રંદન કરે છે, તો કોઈ સંયોગમાં સ્નેહનું સંવનન કરે છે ! કોઈ રોગથી ઘેરાઈને વલવલતો વિલાપ કરે છે તો કોઈ નીરોગી કાયાના ઉન્માદમાં પ્રલાપ કરે છે. જાતને કોણ નથી જાણતું ? મૂઢ બુદ્ધિ ૦ ૧૬૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ ૨ કર્મોના કેવા કઠોર વિપાકો છે! જ્ઞાનાવરણીય છે કર્મના વિપાકથી અજ્ઞાનતા, મૂર્ખતા, મૂઢતા. જન્મ છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી ઘોર નિદ્રા, અંધાપો મિથ્યા પ્રતિભાસ વગેરે પ્રાપ્ત થાય છે. મોહનીય કર્મના ( વિપાક તો અતિ ભયાનક છે. અવળી જ સમજ પ્રગટે ! પરમાત્મા, સદ્ગુરુ અને સદ્ધર્મ અંગેની ઊંધી જ કલ્પના જાગે ! હિતકારીને અહિતકારી માને. અહિતકારીને હિતકારી માને. ક્રોધથી ધૂંધવાય. માનના શિખરે ચઢીને પટકાય. માયાજાળ બિછાવે ! લોભ ફણિધર સાથે ખેલ કરે ! વાતવાતમાં ભય અને નારાજી ! ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શોક ! વાતવાતમાં જુગુપ્સા... સંભોગની અભિલાષાઓ.. અંતરાયકર્મના વિપાકો પણ કેવા જટિલ અને ચોક્કસ પ્રકારના છે ! પાસે આપવાની વસ્તુ હોય, લેનાર સુયોગ્ય વ્યક્તિ હોય છતાં આપવાની ઇચ્છા ન થાય. વસ્તુ સામે હોય, ગમતી હોય, છતાં ન મળે ! સ્ત્રી, વસ્ત્ર, મકાન હોવા છતાં એનો ઉપભોગ ન કરી શકે. ભોજન મનગમતું તૈયાર હોવા છતાં ખાઈ ના શકે. તપશ્ચર્યા કરવાના ભાવ ન જાગે. કોઈ ઊંચા કુળમાં જન્મે છે, કોઈ નીચ કુળમાં જન્મે છે ! કોઈ નીરોગી તો કોઈ રોગી! કોઈ સદ્ભાગી.. કોઈ દુર્ભાગી... કોઈ યશસ્વી.. કોઈ અપયશવાળો. કોઈ રૂપવાન, કોઈ કદરૂપો.. આવું બધું મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય સમજતો નથી. નથી સ્વાભાવિક આત્મસ્વરૂપને સમજતો, નથી વૈભાવિક સ્વરૂપને જાણતો. ૧૬૨ ૯ સંવાદ Page #180 -------------------------------------------------------------------------- ________________ ૪૧. સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં શિષ્ય : ‘ગુરુદેવ, સુખ શામાં છે ?’ ગુરુ : ‘વત્સ, સર્વ સંગના પરિત્યાગમાં સુખ રહેલું છે.’ આજે મારે જે સુખની વાત કરવી છે તે શારીરિક કે ભૌતિક સુખોની વાત નથી. એ છે મનના સુખની વાત ! એ છે આત્માના સુખની વાત ! પાંચ ઇન્દ્રિયોનાં વૈષયિક સુખો, વૈષયિક સુખનાં સાધનો તો શ્રીમંતો પાસે ઘણાં હોય છે, દેવલોકના દેવેન્દ્ર પાસે ઘણાં હોય છે, છતાં એમની પાસે મનનું સુખ હોતું નથી, મનની શાન્તિ હોતી નથી. ધર્મગ્રંથોમાં જે ચક્રવર્તી રાજાઓનું વર્ણન આવે છે, જે દેવલોકના ઇન્દ્રોનું વર્ણન આવે છે, તે વર્ણન વાંચતાં એ લોકોનાં વૈયિક સુખોનો ખ્યાલ આવે છે. અપાર ને અપૂર્વ સુખવૈભવો જોઈને દુનિયાને લાગે કે આ ને દુનિયામાં શ્રેષ્ઠ સુખી તો આ જ ચક્રવર્તીઓ હશે... દેવેન્દ્રો જ હશે ! એમનાં સુખોથી ચડિયાતાં સુખ આ દુનિયામાં કોઈની પાસે ન હોય ! વર્તમાનકાળે પણ દુનિયાના અબજોપતિઓના સુખવૈભવો જોઈને લોકો બોલે છે - ‘કેવા સુખી માણસો છે ! કેટલો વિપુલ વૈભવ ! કેવી અપૂર્વ સાહ્યબી ! કેવું સુખી જીવન !' માત્ર બાહ્ય દૃષ્ટિથી જોનારા ને વિચારનારા માણસો ‘સુખ'ની કલ્પના ભૌતિક સુખનાં સાધનોના આધારે કરતા હોય છે, પરંતુ વાસ્તવિકતા જુદી છે. આજે આપણી દુનિયામાં ચક્રવર્તી રાજા નથી, વાસુદેવ કે બળદેવ નથી. જો એ હોત અને આપણે એમને પૂછત કે ‘તમે સુખી છો ? તમે નિર્ભય છો ? તમે નિશ્ચિંત છો ?’ તો જવાબ મળત કે ‘અમારી પાસે સુખનાં સાધન છે પરંતુ અમે નિર્ભય નથી, નિશ્ચિત નથી માટે ખરેખર અમે સુખી નથી. અમને મળેલાં ભૌતિક સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં ૧૬૩ Page #181 -------------------------------------------------------------------------- ________________ સુખો નિત્ય નથી, અનિત્ય છે. ભયરહિત નથી, ભયસહિત છે. સ્વાધીન નથી, પરાધીન છે. અનેક પ્રકારના ભયોથી અને ચિંતાઓથી અમે ઘેરાયેલા રહીએ છીએ. અમારું મન અશાન્ત રહે છે. ઉદ્વિગ્ન રહે છે.’ ત્યાગમા સર્વસંગના દેવલોકના ઇન્દ્રો-દેવેન્દ્રો આપણા માટે કથા-વાર્તાના વિષય . બની ગયા છે. છતાંય જો ક્યારેક સ્વપ્નમાં પણ ઇન્દ્ર મળી જાય તો પૂછી લેજો કે ‘હે દેવરાજ, તમે સુખી છો ને ? તમારું મન સદૈવ શાન્ત, પ્રસન્ન અને પ્રફુલ્લ રહે છે ને ? તમારા મનમાં ઇર્ષ્યા, રોષ, રાગ, આસક્તિ... આ બધાં તત્ત્વો અશાન્તિ-ઉદ્વેગ પેદા નથી કરતાં ને ?’ ઇન્દ્રનો પ્રત્યુત્તર શું મળે છે. તે સાંભળજો અને વિચારજો. ભૌતિક-વૈષયિક સુખસાધનોની વૃત્તિ અને પ્રવૃત્તિથી મુક્ત મહાત્મા પુરુષોને પૂછજો કે એમનું સુખ કેવું છે ! એમના અનુપમ આત્મસુખનું વર્ણન તેઓ શબ્દોમાં નહીં કરી શકે. આત્મસુખની, આત્માનંદની અદ્ભુત અનુભૂતિની અભિવ્યક્તિ શબ્દોમાં કરી શકાતી નથી. જેમને કોઈ બાહ્ય સુખ મેળવવાની આકાંક્ષા નથી, જેમને કોઈ દુઃખ દૂર કરવાની અભિલાષા નથી, બાહ્ય સુખ-દુ:ખની કલ્પનાઓથી અળગા રહેનારા એ સાધક પુરુષો જે આંતર પ્રશમસુખ અનુભવે છે, એ સુખનો એક અંશ પણ ચક્રવર્તી કે દેવેન્દ્ર માણી શકતા નથી. જે કોઈ મનુષ્યને પ્રશમસુખનો અનુભવ કરવો હોય તેણે સંસારની તમામ પ્રવૃત્તિઓથી મુક્ત બનવું જ પડે. કોઈપણ સૂક્ષ્મ પણ પ્રવૃત્તિ ન જોઈએ. મનથી એના વિચારો નહીં ક૨વાના, વાણીથી એ અંગે કંઈ બોલવાનું નહીં અને કાયાથી એ વિષયમાં કોઈ વ્યવહાર કરવાનો નહીં. એનું મન ડૂબેલું રહે પ્રશમના સુખમાં ! એની અવિનાશી મસ્તી હોય પ્રશમસુખના સાગરમાં ! વીતરાગ જેવા કહેવાતા અનુત્તર દેવલોકના દેવાંને પણ જ્યારે પોતાનું આયુષ્ય પૂર્ણ થવાનું નજીકમાં લાગે છે ત્યારે - ‘મારે મનુષ્ય સ્ત્રીના ૧૬૪ ૦ સંવાદ Page #182 -------------------------------------------------------------------------- ________________ સર્વસંગના ત્યાગ 2 પટમાં પુરાવું પડશે...' આ કલ્પના દુઃખી કરે છે. અનુત્તર દેવલોકના દવાનાં સુખ પણ આ રીતે દુ:ખથી કલંકિત હોય છે. અકલંક સુખ હોય છે માત્ર સાધુપુરુપોને. લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત એવા સાધુપુરુષાને ! મનને, વાણીને અને કાયાને સદેવ લૌકિક પ્રવૃત્તિઓથી મુક્ત રાખવા માટે જોઈએ વિશિષ્ટ જ્ઞાન. એ વિશિષ્ટ જ્ઞાન એટલે માત્ર શ્રુતજ્ઞાન નહીં, માત્ર શાસ્ત્રોનું જ્ઞાન નહીં, વિશિષ્ટ જ્ઞાન એટલે આત્મજ્ઞાન ! પરિણતિજ્ઞાન ! આત્માના પ્રદેશ પ્રદેશે જ્ઞાનનાં અજવાળાં પથરાયેલાં હોય. આત્માનો એક પણ પ્રદેશ અજ્ઞાનતાના અંધકારથી આવરાયેલો ન જોઈએ. આવા જ્ઞાની મહાત્માઓ જ સર્વ સંગનો પરિત્યાગ કરી પ્રશમસુખના મહોદધિમાં મસ્તી માણતા હોય છે. જ્ઞાની સાધકપુરુષ ક્યારેય મનનાં દુ:ખોથી રિબાતો ન હોય. વિકલ્પોની જાળમાં ક્યારેય ફસાતો ન હોય ! રાગ-દ્વેષની ભડભડતી આગમાં ક્યારેય બળતો ન હોય. એનું આત્મજ્ઞાન અને સંસારની પ્રવૃત્તિઓથી મુક્ત કરી નિવૃત્તિની ગુફામાં લઈ જાય છે. નિવૃત્તિની ગુફામાં પ્રશમસુખની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિના સપાટ મેદાન પર તો દુ:ખના દાવાનળમાં જ સળગવાનું હોય છે. પ્રવૃત્તિની સાથે કોઈપણ આકાંક્ષા જોડાયેલી રહેવાની જ ! હમણાં જ મને એવા બે સાધુપુરુષ મળ્યા. તેમની અભિરુચિ પ્રવૃત્તિની | છે. એમને કોઈ સારી ને શ્રેષ્ઠ ધર્મપ્રવૃત્તિ કરવી છે. તે માટે તેમની ઘણી ઘણી યોજનાઓ છે. તે માટે ઘણી ઘણી અપેક્ષાઓ છે ! આકાંક્ષાઓ ને અપેક્ષાઓના રણાંગણમાં તેઓ કુટાઈ રહ્યા છે. નથી તેમને માનસિક શાન્તિ કે નથી પ્રશમસુખનો કોઈ ઓડકાર. બસ, સંકલ્પો અને વિકલ્પોમાં અટવાઈ ગયા છે. કારણ કે તેમને પ્રવૃત્તિ કરવી છે. પ્રવૃત્તિમાં આ સંસારનો સંગ કરવો પડે છે. એ સંગ આત્મસુખનો ભંગ કરે છે. - જે આત્મસાધક સ્વજન-પરિજનોની ચિંતા છોડી દે છે અને આત્મચિંતનમાં અભિરત રહે છે તે જ આત્મસાધક સ્વસ્થ રહે છે. સુખ શામાં છે ? સર્વસંગના ત્યાગમાં ૦ ૧૬૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ આ ત્યાગમાં, સર્વસંગના જેઓ પોતાના આત્માનું કલ્યાણ સાધવા ચારિત્રધર્મના માર્ગે ચાલી નીકળ્યા છે તેમણે પોતાનાં એ સ્વજન અને પરિજનોની સ્મૃતિ પણ નથી કરવાની. પછી એમનાં દુ:ખ, દરિદ્રતા કે દુર્ભાગ્યની ચિંતાઓ તો કરવાની જ શાની હોય ? મનને બધી વ્યર્થ ચિતાથી મુક્ત રાખવાનું છે. આપણા જીવે અનંત જન્મોમાં દારુણ દુ:ખો-વેદનાઓ ભોગવી છે. હવે જો એ વેદનાઓથી છૂટવું છે, જીવલેણ આંતરજવરોથી મુક્તિ પામવી છે તો લોકચિંતાનો ત્યાગ કરી દઈએ અને આત્માની વિભાવદશા તથા સ્વભાવદશાના ચિંતન-મનનમાં ઓતપ્રોત બનીએ. તો જ સ્વસ્થતાપૂર્વક જીવી શકાય. સમગ્ર પરિચિંતાઓથી મુક્ત બનો. આત્મચિંતનમાં મગ્ન બનો. રાગ-દ્વેષ અને કામવિકારોના વર - શાન્ત કરો. પરમ સુખનો આસ્વાદ કરતા રહો. ૧૬૬ ૦ સંવાદ Page #184 -------------------------------------------------------------------------- ________________ S) ૨. સમાધિ કોને મળશે ? (mોદો શિષ્ય : “ગુરુદેવ, સમાધિ કોને મળે ? ગુરુ : “વત્સ, જે સ્નેહરહિત હોય તેને !' સમાધિ કહો કે શમભાવ કહો, એક જ અર્થ છે. તમારે સમભાવ પ્રાપ્ત કરવો છે, આત્માની સમાધિ પ્રાપ્ત કરવી છે તો એક કામ કરવું જ પડશે ! તે કામ છે ભેદજ્ઞાન. ભેદજ્ઞાન આવે ત્યારે જ સ્નેહના, રાગના પડઘા શમી જાય છે. પછી જ સમાધિ પ્રાપ્ત થાય. - કામ-ભોગની કથાઓ તો અનંતવાર સાંભળી. હૃદયમાં જચાવી અને જીવનમાં તેનો અનુભવ પણ કર્યો. વિશ્વવિજેતા સમ્રાટ મોહના પ્રભાવમાં એ જ સરળ અને સુલભ હતું. દુર્લભ હતું ભેદજ્ઞાન. વિશુદ્ધ આત્મા' એત્વનું સંગીત ત્યાં કાને પડતું ન હતું. ભેદજ્ઞાન કરવા માટે અત્તરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. તે માટે પાંચ ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે વિરક્તિ અને વિષયોનો ત્યાગ કરતા જવું જોઈએ. વિષયો તરફ જ્યાં સુધી રાગ રહે ત્યાં સુધી મન બાહ્ય ભાવોમાં રમતું રહે છે. આત્મા તરફ વળતું નથી. વિષયોના ત્યાગની સાથે કષાયોનો ઉપશમ કરવો પણ તેટલો જ અનિવાર્ય છે. કષાયોમાં સંતપ્ત મન, જડચેતનના ભેદને સમજવા કે અનુભવવા સમર્થ બનતું નથી. તેથી તે સમાધિલીન બની શકતું નથી. વિષયોનો રાગ ઘટતાં કષાયોનો તાપ પણ શમવા માંડે છે. કષાયો મંદ પડતાં પરમ તત્ત્વ તરફ દૃષ્ટિ ખૂલે છે. તત્ત્વ પર શ્રદ્ધા થાય છે. જીવઅજીવાદિ નવ તત્ત્વ પર શ્રદ્ધા થયા પછી વિશેષ રૂપે જીવાત્માના સ્વરૂપ પ્રત્યે અનુરાગ ઉત્પન્ન થાય છે. ક્ષમાદિ ગુણોથી જીવન ઉજ્જવલ બનાવવાની સમાધિ કોને મળે ? નિઃસ્નેહને ૦ ૧૬૭ Page #185 -------------------------------------------------------------------------- ________________ ય. આ છે તે માટે હતો અને મહાબતોનું ગ્રહણ અને સંવન કરવાની વૃત્તિ ને પ્રવૃત્તિ આવે છે. જેમ ક્રમ એ વૃત્તિ ને પ્રવૃત્તિ ઇંટ બનતી જાય છે તેમ તેમ મોહવાસનાઓ ભાગવા માંડે છે અને ચિત્તસમાધિ પ્રાપ્ત થાય છે. નિ.સ્નેહને ભેદજ્ઞાનની કથા તમને પ્રિય લાગશે. ભેદજ્ઞાનની પ્રેરણા આપનારા સદ્ગુરુઓનો સંગ કરવાનો ગમશે ! જેઓ ભેદજ્ઞાની નથી તેમના પ્રત્યે અદ્વેષ રહેશે અને આ રીતે જ્યારે તમને ભેદજ્ઞાનનો અનુભવ કરવાનો અવસર પ્રાપ્ત થશે ત્યારે એક મહાન દુર્લભ વસ્તુની પ્રાપ્તિ થયાનો અંતરંગ આનંદ અનુભવશો. તે જ તમારી ‘સમાધિ’ હશે. ‘નિશ્ચયનય’થી આત્મા નિર્વિકાર, નિર્મોહ, નિઃસ્નેહ ને ચૈતન્યસ્વરૂપ છે, પરંતુ એ આત્માને જોનારાની આંખમાં ક્રોધાદિ વિકારોનો રોગ છે. ક્રોધાદિ વિકારોથી યુક્ત અવિવેકી દૃષ્ટિથી તેને આત્મામાં કામ-ક્રોધલોભ-મદ-મત્સર વગેરે રેખાઓ દેખાય છે. તે પોકારે છે - ‘જુઓ, આત્મા કામી ક્રોધી, વિકારી ભાસે છે.' નિશ્ચયનય આ રીતે આપણને આપણા મૂળભૂત સ્વરૂપનું દર્શન કરાવી આપણામાં અનાદિકાળથી ભરેલી આપણા પોતાના વિશેની હીન ભાવનાને ફેંકી દેવાની પ્રેરણા આપે છે. આપણે સાચે જ આપણી જાતને દીન-હીન અપંગ-પરાશ્રયી સમજી લીધી છે. જેમ કોઈ પરદેશી શાસનના દમનચક્ર નીચે કચડાઈ રહેલી ગામડાની પ્રજામાં દીનતા-હીનતા- પરાધીનતાની ભાવના જોવા મળે છે, તેઓ એ સ્થિતિમાં જ જાણે સંતોષ માનીને જીવન પૂર્ણ કરવા ચાહતા હોય છે, પરંતુ કોઈ ક્રાન્તિકારી તેમની પાસે પહોંચી જાય અને તેમને ભાન કરાવે - “પ્યારા પ્રજાજનાં ! તમે એમ ન સમજો કે તમારું આ જ વાસ્તવિક જીવન છે. તમને પણ એક નાગરિક તરીકેના સંપૂર્ણ અધિકારો છે. તમે પણ એક સ્વતંત્ર જીવન જીવવાનો હક્ક ધરાવો છો. એ જ તમારું વાર્તાવક જીવન છે. આ તો તમારા પર વિદેશી સત્તા દ્વારા ઠોકી બેસાડવામાં આવેલું જીવન છે. તમે ખુશહાલ જીવન જીવી શકો છો.’ ૧૬૯ ૦ સંવાદ Page #186 -------------------------------------------------------------------------- ________________ નિઃસ્નેહન 4) કર્મોની જુલ્મી સત્તા નીચે કચડાઈ રહેલા જીવા, - કમાં દ્વારા ઠોકી બેસાડવામાં આવેલા સ્વરૂપને પોતાનું સ્વરૂપ સમજી બેઠા છે ! કમના અનુશાસનને પોતાનું / અનુશાસન સમજી લીધું છે. દીનતા, હીનતા અને AJWપરાધીનતાની ભાવના રગેરગમાં વ્યાપ્ત થઈ ગઈ છે. ત્યાં પરમ ક્રાન્તિકારી પરમાત્મા જિનશ્વરદેવ હાકલ કરે છે : જીવાત્માઓ! આ તમારું વાસ્તવિક સ્વરૂપ નથી. તમારો અધિકાર છે સંપૂર્ણ સ્વતંત્ર જીવન જીવવાનો. તમે શુદ્ધ છો, બુદ્ધ છો. નિરંજન છો. અખંડ છો. અવ્યય છ. અજર ને અમર છો. તમે તમારા મૂળભૂત સ્વરૂપને સમજો. કમની પરાધીનતામાં પેદા થતી દીનતા-હીનતાને ફગાવી દ. તમને જે રોગ, શોક, જરા, મૃત્યુ વગેરે દેખાય છે તે તો કમએ તમારી દૃષ્ટિમાં કરેલા વિકાર-અંજનને લીધે દેખાય છે. તમે મરતા નથી. તમે જન્મતા નથી. તમને કોઈ રોગ નથી. તમને કોઈ દુ:ખ નથી. તમે અજ્ઞાની નથી, તમે મોહી નથી. તમે શરીરી નથી..' આટલી સમજણ તમારા મનની “સમાધિ' છે ! બીજી સમજણ પણ “ચિત્તસમાધિ” માટે આપી દઉં. એમ માનો કે કર્મકૃત ભાવોનો કર્તા આત્મા નથી. આત્મા સ્વભાવને કર્યા છે, પરંતુ આત્મા અને કર્મોની એવી એકતા થઈ ગઈ છે કે કર્મકૃત ભાવોનું કર્તાપણુ આત્મામાં ભાસે છે ! આ જ અજ્ઞાનદશા છે ! આ અજ્ઞાનના જ અસમાધિનું કારણ છે. અધ્યાત્મસાર'માં કહેલું છે : जन्मादिकोऽपि नियतः परिणामो हि कर्मजां । न च कर्मकृतो भेदः स्यादात्मन्यविकारिणि ।।१५।। आरोग्य केवलं कर्म-कृतां विकृतिमात्मनि । भ्रमन्ति भ्रष्ट विज्ञानाः भीमे संसारसागरे ।।१६।। સમાધિ કોને મળે ? નિઃસ્નેહને ૦ ૧૬૯. Page #187 -------------------------------------------------------------------------- ________________ उपाधिभेदजं भेदं वेत्त्यज्ञ. स्फटिके यथा । तथा कर्मकृतं भेद-मात्मन्वेवाभिमन्यते ।। १७ ।। | आत्मनिश्चयाधिकारे] નિઃસ્નેહને જન્મ-જરા-મૃત્યુ વગેરે કર્મોનાં પરિણામ છે. એ કર્મકૃત ભાવ અવિકારી આત્માના નથી. છતાં અવિકારી આત્મામાં કર્મકૃત વિકૃતિનો આરોપ કરનારા જ્ઞાનભ્રષ્ટ જીવો ભીષણ સંસારસાગરમાં ભટકે છે. આ રીતે કર્મકૃત વિકૃતિનો અવિકારી આત્મામાં આરોપ કરનારા સ્ફટિક રત્નને લાલ-પીળું સમજનારા જેવા અજ્ઞાની છે ! અજ્ઞાની નથી સમજતો કે સ્ફટિક જે લાલ-પીળું દેખાય છે તે તેની પાછળ રહેલા લાલપીળા કપડાને લીધે છે. તેવી રીતે આત્મામાં જે જન્માદિ વિકૃતિ દેખાય છે તે કર્મકૃત છે, આત્માની નથી. આ સમજણને દૃઢ કરો એટલે ભેદજ્ઞાન દૃઢ થશે. ભેદજ્ઞાન દૃઢ થતાં ‘સમાધિ’ની પ્રાપ્તિ થશે. ભેદજ્ઞાનમાં સ્નેહ-રાગ ઓગળી જાય છે. ૧૭૦ ૭ સંવાદ Page #188 -------------------------------------------------------------------------- ________________ D. મહાન કોણ ? વિશ્વોપકારો શિષ્ય : ‘ગુરુદેવ, મહાન કોણ ?” ગુરુ : ‘વત્સ, જે વિશ્વ પર ઉપકાર કરે તે.’ આ વિશ્વમાં એવા કેટલાક ઉત્તમ આત્માઓ હોય છે કે જેઓ દુનિયાના દુ:ખી જીવોને જોઈને દ્રવી ઊઠે છે. કરુણાથી છલકાઈ જાય છે. તેમના અંત:ક૨ણમાં એવી શ્રેષ્ઠ ભાવના પ્રવાહિત થાય છે : ‘મારું ચાલે તો હું બધા જ જીવોનાં દુઃખ દૂર કરું. સહુ જીવોને પરમ સુખ પમાડું.' આ ભાવનાને ફળીભૂત કરવા માટે તેઓ વિશિષ્ટ કોટિની તપ-આરાધના કરતા હોય છે. ભાવના અને આરાધનાના સમન્વયમાંથી એક અદ્ભુત શક્તિ જાગ્રત થાય છે. તેઓ ‘તીર્થંકર-નામકર્મ’ નામનું પુણ્યકર્મ નિકાચિત કરતા હોય છે. ૪૨ પ્રકારનાં પુણ્યકર્મોમાં આ ‘તીર્થંકર નામકર્મ' શ્રેષ્ઠ પુણ્યકર્મ હોય છે. આ કર્મની સાથે બીજાં અનેક શ્રેષ્ઠ કોટિનાં પુણ્યકર્મ પણ એ મહાન્ આત્માઓ બાંધતા હોય છે. એમને દુનિયાના લાખો-કરોડો આત્માઓના ઉદ્ધારનું કામ કરવાનું હોય છે. એ કામ કરવા માટે, એ વિશ્વોપકાર કરવા માટે સારામાં સારી સાધન-સામગ્રી જોઈએ ! દેવલોકના દેવો ને દેવેન્દ્રો પણ એમની સેવામાં ઉપસ્થિત રહે, તેવાં પુણ્યકર્મ જોઈએ. ઓછામાં ઓછા એક ક્રોડ દેવો તીર્થંકર પરમાત્માની સેવામાં ઉપસ્થિત રહેતા હોય છે. દેવો તીર્થંકરનો મહિમા કરતા હોય છે. જ્યાં બેસીને તીર્થંકર ધર્મોપદેશ આપે છે, એ ‘સમવસરણ'ની રચના દેવો કરે છે. રૂપાના, સોનાના ને રત્નોના ગઢ બનાવે છે. સિંહાસન રચે છે ! અતિ સુંદર રચના કરે છે. હજારો-લાખો સ્ત્રી-પુરુષમાં અને પશુ-પક્ષીઓ ત્યાં મહાન કોણ ? વિશ્નોપારી – ૧,૧૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ વિજાપકારી દોડી જતાં હોય છે. કલાકો સુધી ધર્મોપદેશ સાંભળી સહુ સુખ-શાન્તિનો સાચો માર્ગ જાણે છે. દોષ, દૂર કરે છે, ગુણા પ્રાપ્ત કરે છે. લોકોનાં દુ:ખો દૂર થાય છે. સુખ પ્રાપ્ત કરે છે. આ દુનિયામાં પરોપકાર એક મહાન તત્ત્વ છે. એક જ્ઞાની પુરુષે કહ્યું છેन कामयेऽहं गतिमीश्वरात् परां ! अष्टद्धियुक्तामपुनर्भवं वा । आर्तिं प्रपधैऽखिलदेहभागां, अन्तः स्थितो येन भवन्त्यदुःखः ।। હું ભગવાન પાસે આઠે ઋદ્ધિઓવાળી પરમગતિ નથી માગતો, મોક્ષ પણ નથી ચાહતો. ચાહું છું કે બધા જીવોનાં દુઃખ મારા પર આવી પડે, હું એમના હૃદયમાં સ્થિત થઈ જાઉં કે જેથી તેઓ (જીવો) દુ:ખરહિત થઈ જાય !' બાણભટ્ટ નામના કવિએ કહ્યું છે : 'अनपेक्षितगुणदोषः परोपकारः सतां व्यसनम् ।' કોઈ ગુણ-દોષનો વિચાર કર્યા વિના પરોપકાર કરવો તે સજ્જનોનું એક વ્યસન હોય છે.' “નીતિશતકમાં ભર્તુહરિએ કહ્યું છે : 'विभाति कायः करूणापराणां परोपकारेः न तु चन्दनेन ।' કરુણાવંત પુરુષનાં શરીર પરોપકાર થી શોભે છે, ચંદનથી નહીં.' ‘કથાસરિત્સાગર' નામના ગ્રંથમાં સોમદેવે સરસ વાત કહી છે : परार्थफलजन्मानो न स्युर्मार्गद्रुमा इव । तापंछिदो महान्त श्चैज्जीारण्यं जगद् भवेत् ।। ૧૭ર ૦ સંવાદ Page #190 -------------------------------------------------------------------------- ________________ ‘પરોપકાર માટે જ જન્મેલા મહાપુરુષો બીજાના સંતાપ, માર્ગનાં વૃક્ષોની જેમ દૂર ન કરતા હોત તો આ વિશ્વ જીર્ણ થઈ જાત !' કેટલી સાચી વાત કહી છે સામદેવે ! કાળે કાળે જો તીર્થંકરો અને મહાપુરુષો પરોપકાર કરતા ન રહ્યા હોત તો આ દુનિયા સાચે જ નરક બની ગઈ હોત. અને છઠ્ઠા આરામાં જ્યારે તીર્થંકરનું ધર્મશાસન નહીં હોય, કોઈ ‘ધર્મ નામનું તત્ત્વ જ નહીં હોય ત્યારે વિશ્વ કેવું હશે, તે જાણવા છઠ્ઠા આરાનું વર્ણન વાંચી જજો કે કોઈ જ્ઞાની પાસે સાંભળી આવજો, આ દુનિયાને ધર્મનો માર્ગ બતાવવાનો મહાન ઉપકાર ત્યારે સમજાશે. વિશ્વોપકારી ‘પરોપકાર’ એક વિશિષ્ટ ગુણ છે. પરોપકારી મનુષ્ય ઘરમાં તો સહુને પ્રિય બને છે, શેરીમાં ને શહેરમાં પણ લોકપ્રિય બને છે. એનામાં સહજ રીતે મહાનતા પ્રગટે છે. દુનિયા એને ‘મહાપુરુષ'ના રૂપે જુએ છે. ભલે આપણે આખા વિશ્વ પર ઉપકાર કરવા સમર્થ ન હોઈએ, કે આખા દેશ પર ઉપકાર કરવાનું પણ આપણું ગજું ન હોય, પરંતુ યથાશક્તિ પરોપકારનાં કાર્ય તો કરી શકીએ. તીર્થંકરો સ્વયં કૃતકૃત્ય હોય છે. કોઈપણ સ્વાર્થ વિના તેઓ પરોપકાર કરતા હોય છે. કોઈ પ્રત્યુપકારની ભાવના વિના નિરંતર ઉપકાર કરતા રહે છે. અને આ જ વાત મહત્ત્વની છે. ઉપકાર કરો, પણ પ્રત્યુપકારની આશા વિના, અપેક્ષા વિના કરો. જો તમે પ્રત્યુપકારની અપેક્ષા રાખીને ઉપકાર કરવા જશો તો ભૂલા પડી જશો. ક્યારેક દુ:ખી થઈ જશો. ઘણાં માતા-પિતા એટલા માટે જ દુ:ખી હોય છે. એ સંતાનો પાસેથી પ્રત્યુપકારની અપેક્ષા રાખતાં હોય છે ! અને સંતાનો હવે માતા-પિતાને વૃદ્ધાશ્રમોમાં રાખવા તત્પર બન્યાં છે ! એમને માતા-પિતા પ્રત્યે પ્રેમ રહ્યો નથી ! ખેર, આ સંસારના સંબંધોમાં તો સ્વાર્થની જ પ્રધાનતા રહેલી છે ને રહેવાની છે. આપણી વાત તો ઉત્તમ પુરુષોની છે. તેઓ આ વિશ્વ ૫૨ નિ:સ્વાર્થ ભાવ ઉપકાર કરતા રહે છે. એમના અનંત ઉપકારો આપણા ઉપર રહેલા મહાન કોણ ? વિશ્વોપકારી ૧૭૩ Page #191 -------------------------------------------------------------------------- ________________ છે. આપણે એમના ઉપકારના બદલા વાળી શકીએ એમ નથી... માત્ર શ્રદ્ધાથી એમને ભાવપૂર્વક વંદના કરી શકીએ અને એમના ધર્મોપદેશને યથાશક્તિ આપણા જીવનમાં ઉતારીને જીવન સાર્થક કરીએ. વિશ્વોપકારી, છેવટે, પરોપકાર ક૨વા આપણે સમર્થ ન હોઈએ તો વાંધો નહીં, પણ બીજાનું દુઃખ સાંભળીને આપણી આંખ ભીની તો થવી જોઈએ. તો આપણામાં માનવતા તો કહેવાય ! બીજાના દુ:ખે દુ:ખી થવાનું તો બની શકે ને ? સત્પુરુષો પરોપકાર માટે સ્વભાવથી જ કટિબદ્ધ હોય છે. આપણે એમના ચરણે ભાવપૂર્વક વંદના તો કરીએ ! ૧૭૪ ૦ સંવાદ Page #192 -------------------------------------------------------------------------- ________________ _ . બ્રોનું મૂળ શું? રમજુબૅગ શિષ્ય : “ગુરુદેવ, શ્રી-સંપત્તિનું મૂળ શું છે ?' ગુરુઃ “વત્સ, સંપત્તિનું મૂળ અનુગ છે.” નોર્મન વિન્સેન્ટ પીલે નામનો ચિંતક કહે છે : ‘તમને હજારો લોકો નિષ્ફળતાનો ડર બતાવશે. સાવચેત રહેવા કહેશે. તમે તેની નિષ્ફળતાની લાગણી મનમાં ન ધરો; પણ વિચારો કે “હું દરેક સંયોગોને-સંકટોને પહોંચી વળવા સમર્થ છું, પર્યાપ્ત છું. કશું જ મારા માટે વધારે પડતું નથી, કારણ કે આત્મા માટે કશું જ અસંભવ નથી. આત્મા મારામાં વસે છે. તેની શક્તિ મારામાં રહેલી છે. એટલે મારા માટે કશું જ અસંભવ નથી. કોઈ પણ સંકલ્પને અમલમાં મૂકો ત્યારે સતત રિલેક્સ” રહો. મનમાંથી ડર કાઢીને દરેક મુકાબલો, મુકાબલાના ટેન્શન વગર કરો અને આ પ્રાર્થના કરો : હે પ્રભુ, મારા હૃદયમાં બેસીને તું જેવો આદેશ આપે છે, તેમ હું કરું છું.” આવી પ્રાર્થના તમારો રોજનો જીવનમંત્ર બની જાઓ ! મિત્રો, દેહ છે એટલે દુઃખો તો આવવાનાં જ. જિંદગી છે એટલે ઝંઝટો સામે ઝઝૂમવું તો પડશે જ ! મન છે એટલે વિચારોના વંટોળ ઊઠવાના જ. તે વખતે અશાન્ત ન બનો, શાન્ત રહો. અધીર ન બનો, ધીર રહો. ઉદ્વિગ્ન ન બનો, પ્રશાન્ત રહો. તે માટે થોડી સહનશીલતા કેળવો. મનને સમજાવો કે “રાત વીતી જશે, સોનેરી સવાર ઊગવાની છે !” અંધારા પછી અજવાળું પ્રગટે જ છે. થોડી રાહ જોવાની રહે છે. શ્રીનું મૂળ શું ? અનુગ ૦ ૧૭૫ Page #193 -------------------------------------------------------------------------- ________________ જો તમારે ભૌતિક-આધ્યાત્મિક સંપત્તિ મેળવવી છે, મેળવેલી સંપત્તિ સુરક્ષિત રાખવી છે, સંપત્તિની વૃદ્ધિ કરવી છે તો તમારે શાન્તિ, સ્વસ્થતા અને ધીરતા રાખવી જ પડશે. જે કોઈ કદમ ઉઠાવો તે શાન્તિથી, સ્વસ્થતાથી ને ધીરતાથી વિચારીને ઉઠાવજો. જરાય ઉતાવળા કે બેબાકળા બનીને ચાલવા ન માંડશો. જો કે દુ:ખ અને આપત્તિના કાળમાં શાન્તિ, સ્વસ્થતા, ધીરજ રાખવી સરળ કે સહજ નથી જ. મન ચંચળ, વિચલિત થઈ જતું હોય છે. આવા સમયે આપણે જો કોઈ જ્ઞાનવૃદ્ધ પુરુષનો પરિચય રાખેલો હોય તો ખપ લાગે ! જ્ઞાનવૃદ્ધ પુરુષ પ્રબુદ્ધ પુરુષ હોય. તેની સલાહ, તેની હૂંફ અને પ્રેરણા આવા સમયે કામ લાગી જતી હોય છે. એટલે જ આપણે ત્યાં “સંત-સમાગમ'નો મહિમા છે ! સંતપુરુષો એટલે નિ:સ્વાર્થ, અનુભવી જ્ઞાનીપુરષો ! આ દેશમાં આવા અકિંચન નિ:સ્વાર્થ જ્ઞાની પુરુષોની પરંપરા હજારો વર્ષોથી ચાલી આવી છે ! એવી પરંપરાના એકાદ મહાપુરુષને આપણા જીવનના રાહબર બનાવી લેવાના ! રાજા કુમારપાલ, આચાર્યદેવ હેમચન્દ્ર સૂરીશ્વરજીને પોતાના “ગુરુ” સ્થાપિત કરીને જીવનપર્યત બાહ્ય-અભ્યતર સંપત્તિના ભોક્તા બન્યા હતા. મહામંત્રી પેથડશાહ, આચાર્યદેવ ધર્મઘોષ સૂરીશ્વરજીને પોતાના જીવનના રાહબર બનાવીને શ્રી-સંપત્તિના ભોક્તા બન્યા હતા. તો વસ્તુપાલ-તેજપાલ કે જેઓ ગુજરાતના મહામંત્રી હતા, તેમના તો ઘરમાં જ તેજપાલની પત્ની “અનુપમાદેવી' જીવન-માર્ગદર્શિકા હતી ! હા, પત્ની પણ ઊંડી સૂઝ-સમજ ધરાવનારી પ્રજ્ઞાવંત નારી હોઈ શકે. એની સલાહ પણ આપત્તિના સમયે કામ લાગી શકે. મદનરેખા એવી જ એક પ્રજ્ઞાવંત નારી થઈ ગઈ. યુવરાજ યુગબાહુની પત્ની હતી. એનો જેઠ રાજા મણિરથ એના પર મોહિત થયેલ. મોહાંધ મણિરથે કપટથી યુગબાહુના ગળા પર તલવારનો પ્રહાર કરી દીધો ૧૭૬ ૯ સંવાદ Page #194 -------------------------------------------------------------------------- ________________ હતાં... મદનખા પાસે જ હતી. પતિનું મૃત્યુ નિશ્ચિત હતું.... પતિનો પલાંક ન બગડી જાય તે માટે, એ વખતે રોવા-ફૂટવાનું કે કલ્પાંત કરવાનું ન કરતાં અંગ્રે પોતાના પતિને ‘સમાધિ' આપીને પારલૌકિક સંપત્તિ પમાડવાનાં ઉપાય કર્યો. સુંદર અંતિમ આરાધના કરાવી. હત્યા કરનારા ભાઈ પ્રત્યે જરાય રોષ ન રહે તેવી પ્રેરણા આપી... અંતિમ સમય સુધારી દીધો. આવી પત્ની ‘ગુરુ'ની ગરજ સારે ! મિત્રની ગરજ સારે ! સ્વજન આવાં હોય તો કામ થઈ જાય. પણ આવા સ્વજન તો પ્રબળ પુણ્યનો ઉદય હોય તો જ મળે. કોઈપણ કાર્યમાં નિષ્ફળતા મળે ત્યારે નિરાશ બનીને કાર્ય છોડી ન દો. ફરીથી પુરુષાર્થ કરો. નિષ્ફળતાનાં કારણો શોધી કાઢો ને એ કારણો દૂર કરો. ક્યારેક ૯૯૯ વખત નિષ્ફળ ગયેલો માણસ હજારમા પ્રયત્ને સફળ બને છે...! ક્યારેક આકરી પરીક્ષા થતી હોય છે. ઉત્સાહને અખંડ રાખો.‘અનિર્દેવઃ શ્રિયો મૂતમ્ ।’ ઉત્સાહ જ સંપત્તિનું મૂળ છે, અને ઉત્સાહ જ શ્રેષ્ઠ સુખ છે. ઉત્સાહવંત પુરુષો કઠિનમાં કઠિન કાર્ય કરવામાં પાછા પડતા નથી. કવિ ભાસ તો કહે છે : कारा येऽप्यशक्ता वा नोत्साहस्तेषु जायते । प्रायेण हि नरेन्द्र श्रीः सोत्साहैरेव भुज्यते । જે લોકો અધીર અને અસમર્થ હોય છે, એમનામાં ઉત્સાહ ઉત્પન્ન થતો નથી. પ્રાયઃ ઉત્સાહી પુરુષ જ રાજસંપત્તિનો ઉપભોગ કરે છે !' એક અજ્ઞાત કવિએ કહ્યું છે : उत्साहो बलवानार्य नास्त्युत्साहात् परं बलम् । उत्साहारम्भमात्रेण जायन्ते सर्वसम्पदः ।। હું આર્ય ! ઉત્સાહ બલવાન હોય છે. ઉત્સાહથી વધીને કોઈ બળ નથી. ઉત્સાહના આરંભકાળથી જ બધી સંપત્તિઓ આવી મળે છે !' એમર્સને કહ્યું છે : શ્રીનું મૃ॥ શું ? અન્ડંગ ૦ ૧૭૭ Page #195 -------------------------------------------------------------------------- ________________ Nothing great was ever achieved without enthusiasm. - ઉત્સાહ વિના કોઈ મહાન ઉપલબ્ધિ ક્યારેય નથી થઈ ! અનુદ્વેગ જેમ્સ એ. ગાર્ફીલ્ડ કહે છે ઃ તમારા માથા પર કરચલીઓ પડતી હોય તો પડવા દો, પણ હૃદય પર ન પડવા દો. ઉત્સાહ ક્યારેય વૃદ્ધ ન થવો જોઈએ ! The spirit should not grow old. કોઈપણ કાર્યસિદ્ધિ ઉત્સાહથી જ થાય છે. નિષ્ફળતામાં પણ ઉત્સાહ મંદ ન પડવા દેશો. વારંવાર પ્રયત્ન ચાલુ રાખવાથી એક દિવસે સફળતા તમને વરશે જ. ઉત્સાહથી જીવનયાત્રામાં આગળ વધતા રહો. ઠેઠ સિદ્ધશિલા સુધી પહોંચવું છે ને ! ઉત્સાહથી જ પહોંચાશે ! ૧૭૮ ૦ સંવાદ Page #196 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ તીરુપુર મુંબઈ મુંબઈ શ્રી uિsઘાણપ્રકાશન ટ્રસ્ટનાં રથાથી સહયોગીઓ 2૧. શ્રી ગોવાલિયા ટેક જૈન સંઘ ૨. શ્રી જૈન છે. મૂર્તિ. સંઘ એન્ડ ચેરીટીઝ પાર્લા (ઇસ્ટ) મુંબઈ 3. શ્રી અંધેરી ગુજ્જાતી ન્મ સંઘ ઈરલાબ્રીજ મુંબઈ ૪. શ્રી પાર્શ્વનાથ સંધ ગાંધીનગર બેંગલોર ૫. શ્રી મહાવીર સ્વામી શ્ન સંઘ દાસપ્રાલેન બેંગલોર ૬. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન સંઘ આર.એસ. પૂરમ કોઇમ્બતૂર ૭. શ્રી સુવિધિનાથ જૈન સંઘ ૮. શ્રી સુધર્માસ્વામી જૈન સંઘ બુધવાર પેઠ ૯. શ્રી પ્રાણલાલ કાનજી દોશી ગોવાલિયા ટેંક મુંબઈ ૧૦. પદ્માબેન ચીનુભાઈ શાહ (પાટણવાળા) ગોવાલિયા ટંક મુંબઇ ૧૧. માણેકલાલ વી. સવાણી સાયન - મુંબઈ ૧૨. ભરતકુમાર પાનાચંદ શાહ સાયન મુંબઈ ૧૩. એક સદગૃહસ્થ સાયન ૧૪. નિર્મળાબેન પ્રવીણચંદ્ર ઝવેરી સાયન ૧૫. શ્રી કિરીટ આર. શાહ સાયન મુંબઈ ૧૯. શ્રી હસમુખભાઈ રતિલાલ વોરા વાલકેશ્વર મુંબઈ ૧૭. નટવરલાલ મનસુખલાલ શાહ માટુંગા - મુંબઈ ૧૮. લીલાધર પાસુ શાહ માટુંગા મુંબઈ ૧૯ મહાસુખલાલ લક્ષ્મીચંદ શાહ પાલ વિસ્ટો મુંબઈ ૨૦. મીઠુભાઈ માવજી શાહ પાર્લા (ઇસ્ટ) મુંબઈ ૨૧. જયંતિલાલ ધરમચંદ શાહ પાર્લા ઇસ્ટ) ૨૨. ગિરીશભાઈ ચંદુલાલ શાહ પાર્લા (ઇસ્ટ) મુંબઈ ૨૩. નયનાબેન ગિરીશભાઇ શાહ પાર્લા (ઇસ્ટ) મુંબઈ ૨૪. સવિતાબેન રમણલાલ ડી. શાહ પાર્લા (ઇસ્ટ) ૨૫. અરવિંદભાઈ ભોગીલાલ શાહ પાર્લા [ઇસ્ટ) ૨૬. પ્રવીણચંદ્ર પોપટલાલ શાહ પાર્લા (ઇસ્ટ) ૨૭. યંતિલાલ એચ. લોઢા પાર્લા (વેસ્ટ) મુંબઈ ૨૮. શ્રી પ્રકાશભાઈ સી. શાહ પાર્લા [ઇસ્ટ) મુંબઈ ૨૯. શ્રી કિશોરભાઈ ધરમશી મહેતા પાર્લા (ઇસ્ટ) મુંબઈ . ૩૦. નાગરદાસ કાનજી શાહ ભાયખલા મુંબઈ ૩૧. જયંતિલાલ મોતીલાલ લાપસીયા મુલુંડ મુંબઈ ૩૨. શાંતિલાલ ચત્રભૂજ બાબરીયા મુંબઈ ૩૩. શ્રી ઉમરશી ખીશી પોલડીયા ૩૪. રતિલાલ ન્હાલાલ સલોત મુંબઈ ઉપ, ચેતનભાઈ મહેન્દ્રભાઈ ઝવેરી અંધેરી વિસ્ટ મુંબઈ ૩૬. કાન્તિલાલ એલ. વસા વાલકેશ્વર ૩૭, મુગટલાલ સી. શાહ ઘાટકોપર ૧૮. રાજેશભાઈ પી. મોના ઘાટકોપર મુંબઈ ૩૯. પદ્માબેન વસંતભાઈ શાહ શાન્તાક્રુઝ મુંબઈ ૪૦. પોપટલાલ બાદરચંદ શાહ ઘાટકોપર મુંબઈ ૪૧. અમિતભાઈ સારાભાઈ મહેતા અમદાવાદ, મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ૧૭૯ Page #197 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ અમદાવાદ અમદાવાદ અમદાવાદ બિદડા-કચ્છ બિદડા-કચ્છ વડાવલી ચવેલી ધાનેરા સૂરત ધ્રાંગધ્રા શ્રી વિIs(ભાણ પડાણ દરબા. સ્થાયી સહયોગીઓ ૨. અોકભાઇ રતિલાલ કાપડિયા ક, મવાભાઇ માગીલાલ કાપડિયા ૪૪. ધીરજલાલ ઘલાગી ૪. રાજેન્દ્રભાઈ કે. શાહ ૪૬. ગંગાબેન બાલાભાઈ ઝવેરી ૪૭. આણંદજી નાનજી દેઢીયા ૪૮. રતનબાઈ આણંદજી દેઢીયા ૪૯. ચંદુલાલ અંબાલાલ શાહ ૫૦. માગીલાલ મગનલાલ શાહ ૫૧, રામચંદ સવરાભાઈ પર. મંજુલાબેન રમણીકલાલ જોગાણી ૫૩. અરવિંદભાઈ રર્તિલાલ શાહ ૫૪, કલાવતીબેન રસિકલાલ વોરા પપ. હર્ષદભાઈ અમૃતલાલ શાહ ૫. વિધાર્બન સરદારમલ નહાર ૫૭. શકરચંદ નાથાલાલ શાહ સૂરજ્વાળા ૫૮. રસિકલાલ વિઠ્ઠલદાસ શાહ (ચાણસ્માવાળા) ૫૯. બિપીનચંદ્ર ચીમનલાલ શાહ નિંદરબારવાળા) ૯૦. દિલીપ વક્લાલ શાહ (ચાણસ્માવાળા) ૬૧. જગજીવનદાસ ન્યાલચંદ શાહ (ચાણસ્માવાળા) ૯૨. વિનેરા ઇન્ડસ્ટ્રીઝ : રવિભાઈ દોશી ૯૩. હંસાબેન મુળજીભાઈ શાહ ૬૪. ઝવેરબેન ઠુભાઈ મોમાયા ૬૫. વ્રજલાલ રતનચંદ શાહ ૬૬. પદ્માબેન શશિકાન્ત પારેખ ૬૭. સંઘવી જે વીરચંદ એન્ડ સન્સ ૬૮. ભરતભાઈ હીરાચંદ શાહ ૧૯, પુનમચંદ શિવલાલ શાહ ૭૦. રમાબેન વસંતભાઈ શાહ ૭૧. પોપટલાલ ચત્રભૂજ બાબરીયા ૩૨. સુભાષભાઇ ભાયચંદ શાહ ૭૨. સર્વોદય કમર્શિયલ બેંક લિ. ૭૪. બાબુલાલ મણીલાલ શ્રોફ ૭૫. રઇબેન શાન્તિલાલ ગ. વકીલ ૭. શા કેશવજી ખીમજી ગાલા દિશલપુરવાળો ૭૭. શ્રી દેવેન્દ્રભાઈ રતિલાલ વોરા ૭૮. સ્વ. ચંપાબેન રતલાલ શેઠ ધાનેરાવાલા : ૭૯ શ્રી હીરાચંદ દેવચંદ શાહ '૮૦. શ્રી કલ્પદીપ મશીનરી બાબુલાલ રાયચંદ શાહ ૮૧, શાહ તારાચંદ ભગાજી પરિવાર ૮૨. શ્રી કૌંતલાલ જે. શાહ ચેરિટી ટ્રસ્ટ ૮. સ્વ. બબીબેન ફકીરચંદભાઈ વાપી સૂરત સૂરત સુરત ભીવંડી ભીવંડી મદ્રાસ મદ્રાસ તિરુપુર પૂના પૂના સેલવાસ સોલાપુર સોલાપુર શ્રીરામપુર ઇસ્લામપુર મહેસાણા માસામાં મહેસાણા કોરેગામ ભાવનગર નવસારી કિલ્લા પારડી વાપી કોપરલી આણંદ Page #198 -------------------------------------------------------------------------- ________________ olid SiI us પ્રકાશન Su-27 ટપાઊli ,