________________
શરીરનિરપેક્ષ
તેમણે પર શરીર પ્રત્યે વિરક્ત બની, પહાડની શિલા ૫૨ સૂઈ જઈ અનશનવ્રત લીધું હતું ! મૃત્યુપર્યંત ઉપવાસ... અને પથ્થર-શિલા પર સ્થિર શયન !
પ્રસન્નચન્દ્ર નામના રાજાએ ભગવાન મહાવીર પાસે દીક્ષા લીધી હતી સ્મશાનમાં જઈને, એક પગ પર ઊભા રહી, સૂર્ય સામે દૃષ્ટિ સ્થિર કરીને ધ્યાન કરતા હતા. ઘોર દેહદમન કરીને તેમણે મુક્તિ પ્રાપ્ત કરી હતી.
મુમુક્ષુને કાયાની માયા ન હોય. એનો સિદ્ધાત હોય છે : ‘રેવું:રવું મહાતમ્ !' દેહને દુ:ખ આપો... દેહનું દુઃખ એટલે આત્માનું સુખ !. તમને કદાચ આ સિદ્ધાન્ત નહીં ગમે. તમારે તો મોજમજા કરતાં કરતાં મુક્તિ જોઈએ છે ! શરીરને કષ્ટ આપ્યા વિના મોક્ષ જોઈએ છે ! શરીરનું લાલનપાલન કરતાં કરતાં સિદ્ધશિલા પર પહોંચવું છે !
મુમુક્ષુ અસંગ હોય ! પોતાના પ્રત્યે નિર્મમ હોય. મુમુક્ષુ આત્મા શરીર, ભોજન, વસ્ત્ર, આવાસ પ્રત્યે સ્નેહરહિત બનીને જીવનયાત્રા કરતો રહે. શરીર વગેરેને એ માત્ર આત્મસાધનામાં સાધનરૂપે જ જુએ. એનું સાધ્ય હોય આત્માની પૂર્ણતા, અનંત ગુણોની પ્રાપ્તિ.
જીવનયાત્રા માટે જ એ શરીરને આહાર આપે, કેટલો આહાર આપે તે સમજાવવા બે દૃષ્ટાંત આપવામાં આવે છે;
૧. માણસના શરીર પર ગૂમડું થયું હોય, તે ગૂમડાને દૂર કરવા એના પર કેટલો મલમ લગાડવામાં આવે ? વધુ પ્રમાણમાં મલમ લગાડવાનું કોઈ પ્રયોજન હોતું નથી. એવી રીતે મુમુક્ષુ માત્ર ક્ષુધાને ઉપશાન્ત કરવા પુરતો જ આહાર કરે.
૨. બીજું દૃષ્ટાંત છે બળદગાડીનું. બળદગાડી હોય કે ઘોડાગાડી હોય એનાં પૈડાં સરળતાથી ગતિ કરતાં રહે એટલા માટે પૈડાંની ધરી પર તેલ વગેરે ચીકણા પદાર્થ લગાડવામાં આવે છે. મુમુક્ષુ પણ એટલો જ આહાર કરે કે એનું શરીર સંયમયોગોની આરાધનામાં થાક્યા વિના ગતિ કરી શકે.
મુમુક્ષુ કોણ ? શરીર નિરપેક્ષ ૦ ૧૪૯