________________
૨૮. રતાંધળો કોણ ?
રHફાર્ય ફરાર
શિષ્યઃ ‘ગુરુદેવ, આંધળો કોને કહેવો?” ગુરુ વત્સ ! જે અકાર્ય કરે છે તે અંધ છે.” એક “નાતક' માં કહેવાયું છે : 'ते अन्धकरणे कामे बहुदुःखे महाविसे ।'
કામભાગ આંધળા બનાવી દે છે. તે દુ:ખદાયી છે. મહાવિર્ષલ છે. અર્થાતુ ઝેરી છે.”
અકાર્યો ઘણાં છે. પણ તેમાં એક અકાર્ય-એક પાપ એવું છે કે જેમાં મનુષ્ય આંખ ખુલ્લી હોવા છતાં આંધળું બની જાય છે. અર્થાત્ એ અકાર્યને અકાર્યરૂપે જોઈ શકતો નથી. આ ન જોઈ શકવું તે જ અંધાપો છે. એ અકાર્ય છે કામભોગ. વિષયવાસના. જો કે માંસાહાર, દારૂ, જુગાર, વ્યભિચાર... જેવાં પાપો ખૂબ ફેલાયાં છે. જે સમાજમાં થોડાં વર્ષો પૂર્વે આ પાપો નહોતાં પ્રવેશ્યાં તે સમાજમાં પણ હવે આ પાપો પ્રવેશી ગયાં છે. પરિસ્થિતિ વિષમ અને વિકટ છે. છતાંય આપણા પર કોઈ જબરદસ્તી નથી કે આપણે એ પાપોનું સેવન કરવું જ પડે. કોઈ જોર જુલમ નથી. અલબત્ત એ બધાં પાપોનો પ્રચાર-પ્રસાર એવી રીતે થઈ રહ્યો છે કે માણસ એ પાપોને અકાર્ય-દુષ્કૃત્ય માને જ નહીં. નિંદનીય કાર્યોને પ્રશંસનીય માને ! નિંદનીય કાર્યો આજે ફેશન બની ગયાં છે. અંધ બનીને આ બધાં પાપો માણસ કરી રહ્યો છે. એવા એક યુવાનની કે જે પૈસાદાર કુટુંબનો હતો, તેનું જીવન કેવું બરબાદ થઈ ગયું. આમ તો સેક્સ અને નશાના કારણે લાખો યુવાનોનાં જીવન બરબાદ થઈ રહ્યાં છે,
આંધળો કોણ ? અકાર્ય કરનાર ૧૦૯