________________
સાભળના આિતનાદ ને
છે. જો તમે નથી સાંભળતા તો તમને કાન હોવા છતાં તમે બહેરા છો ! તમે કદાચ દુ:ખીનાં દુ:ખ દૂર કરવા સાથ-સહ્યોગ આપી શકો એમ નથી, છતાં તમે શાન્તિથી, સહાનુભૂતિથી દુ:ખીની વાતો તો સાંભળી શકો ને ?
તમારો સગ્ગ ભાઈ દુ:ખી છે, ને તે તમારી પાસે પોતાની સમસ્યા લઈને આવ્યો છે. તમે એને આવકારી શકો. બેસાડીને પ્રેમથી એની કથની સાંભળી શકો. એને યોગ્ય માર્ગદર્શન આપી શકો.
તમારો કોઈ મિત્ર આપત્તિમાં ફસાયો છે. તમારી પાસે વાત કરવા આવ્યો છે. તમે શાન્તિથી સ્નેહપૂર્વક એની વાતો સાંભળી તો શકો. એને એમ લાગવું જોઈએ કે “મારી મનની વાતો કોઈ સાંભળનારું છે. એને આશ્વાસન મળે છે.
કોઈ સાધર્મિક ભલે અજાણ્યા હોય, પરંતુ કોઈ જ્ઞાનીપુરુષના સંપર્કમાં આવીને, તે તમારી પાસે આવે છે. પોતાની કરમકથની કહે છે. તમે સાંભળો.. “ના, ના, મને ટાઇમ નથી, પછી આવજ. મને આવી વાતોમાં રસ નથી. તમારા જેવા ઘણા દુ:ખી આવે છે... બધાને હું કેવી રીતે સુખી કરું ?' આવી તોછડી વાર્તા તો ન જ કરો. દુઃખીને દિલાસો તો આપો જ. કારણ કે કદાચ તમારે પણ એવા દિલાસાની ક્યારેક જરૂર પડે !
૧૦૮ ૦ સંવાદ