________________
તો અમેરિકાના પ્રેસીડન્ટ ક્લિન્ટનમાં જુઓ ! એ ? ભીતરથી તો બળી જ રહ્યો છે. હવે એના જ દેશવાસીઓ બહારથી પણ બાળવા તત્પર બન્યા છે !
૧. ધન-સંપત્તિનો તીવ્ર રાગ, ૨. વિષયવાસના-સેક્સનો નાદ ૩. પદ અને સત્તાની લાલસા આ ત્રણ રાગ જ્યારે તીવ્ર બને ત્યારે ભીતરમાં બળતરા જન્મે છે.
જ્યારે આવા માણસો તીવ્ર રાગની આગમાં સળગતા હોય છે ત્યારે તેમની વાણી પણ ક્યારેક આગઝરતી બનતી હોય છે. તેમના પરિચયમાં આવનારનેય દઝાડતા હોય છે. ઇતિહાસમાં આવાં અનેક દૃષ્ટાંતો વાંચવા મળે છે - માલવપતિ મુંજ આવી જ રાગની આગમાં બળ્યો હતો અને મર્યો હતો.
રાવણ સીતાના રાગમાં સળગતો રહ્યો હતો. તેના પાપે લંકા સળગી હતી અને છેવટે એ આગમાં જ રાવણનો અંત આવ્યો હતો.
ભોજન અને શરીરના રાગમાં કંડરિક મુનિ સળગી ઊઠ્યા હતા. એ રાગની આગ એમને ભરખી ગઈ હતી.
એવી રીતે દ્વેષનો અગ્નિ પણ સર્વભક્ષી બનતો હોય છે.
ભગવાન ઋષભદેવના પુત્રો દ્રાવિડ ને વારિખિલ્લ એક રાજ્યના | લોભે યુદ્ધે ચડ્યા હતા. બંને પક્ષે પાંચ-પાંચ ક્રોડ સૈનિકો હણાઈ ગયા હતા ! કેવું ભીષણ યુદ્ધ હતું એ !
શ્રમણ ભગવાન મહાવીરદેવના સમયમાં સમ્રાટ કોણિક અને ચેડામહારાજાનું યુદ્ધ - એક સર્વભક્ષી આગ જ હતી ને ? વૈશાલી જેવી સ્વર્ગનગરી સ્મશાનવતુ બની ગઈ હતી.
વૈષની આગ તો ગોશાલકમાં પણ કેવી પ્રગટી હતી? તેણે પોતાના ગુરુ ભગવાન મહાવીર પર પણ તેજલેશ્યા'ની આગ ફેંકી હતી. તીર્થંકર
૧૨૨ : સંવાદ