________________
દીધેલી છે. અનંત અનંત જીવો કે જે ભવનગરની ગલી-ગલીમાં ભરચક રહેલા છે, તેઓ મોહરાજાની જાળમાં – મમત્વની જાળમાં ફસાઈને વિવિધ પ્રકારની
-
ચેષ્ટાઓ ફરી રહ્યા છે, અને જન્મ-જરા-મૃત્યુમાં શોક
હર્ષ કરતા ભારે ક્લેશ અનુભવી રહ્યા છે.
મમત્વ
:
સમગ્ર સંસારને નગરની ઉપમા આપીને આ વાત સમજાવવામાં આવી છે. નારક, મનુષ્ય, તિર્યંચ અને દેવ - આ ચારગતિ સંસારનગરની મુખ્ય શેરીઓ છે. શેરીમાં પણ અવાંતર શેરીઓરૂપ ચાર ગતિના અવાંતર ભેદો છે.
તે શેરીએ શેરીએ જે અનંત... અસંખ્ય જીવો રહેલા છે, તે નાટકનાં પાત્રો છે. તેમની વિવિધ ચેષ્ટાઓ તે નાટકનો અભિનય છે. અભિનયનું સંચાલન મોહરાજા કરી રહેલ છે.
સ્વજન-મમત્વ કેવો વિનાશ વેરે છે, તેનું એક દૃષ્ટાંત તમને આપું છું. શ્રી રામચન્દ્રજીના પૂર્વજોના ઇતિહાસની આ દુર્ઘટના છે.
રાજકુમાર સુકૌશલનો રાજ્યાભિષેક કરી રાજાએ દીક્ષા લીધી હતી. કેટલાંક વર્ષો પછી રાજર્ષિ કિર્તિધર પોતાની રાજધાનીમાં વિહાર કરતાં કરતાં આવી ચઢે છે. પુત્ર પોતાના પિતા મુનિનાં દર્શન કરે છે. તેના મનમાં વૈરાગ્ય પ્રગટે છે. પરંતુ માતાનું પુત્ર પર ગાઢ મમત્વ હોય છે. એને ખબર પડી જાય છે કે ‘રાજર્ષિ નગરમાં પધાર્યા છે... ને પુત્ર તેમની પાસે ચાલ્યો જશે...' તે રાજર્ષિને નગરમાંથી કાઢી મુકાવે છે ! એક સ્વજન પરનું મમત્વ બીજા સ્વજન પ્રત્યે તિરસ્કાર કરાવી શકે છે !
પરંતુ સુકોશલ તો દીક્ષા લઈને પિતા-મુનિ સાથે વિહાર કરી જાય છે. એ સ્વજનમમત્વને તોડી નાંખે છે. ધન-સંપત્તિનું મમત્વ ખંખેરી નાંખે છે અને શરીરનું મમત્વ પણ ઉતારી નાંખે છે. પિતા-પુત્ર એક પર્વતની ગુફામાં ચાતુર્માસના ચાર મહિના ઉપવાસ કરીને રહે છે. જ્ઞાન-ધ્યાનમાં લીન બને છે.
૧૫૨ ૭ સંવાદ