________________
- ૩૮. બંધળામાં કારણ શું?
મના
શિષ્યઃ “ગુરુદેવ, આત્માના બંધનનું કારણ શું છે?” ગુરુઃ “વત્સ, મમત્વથી આત્મા બંધાય છે.”
મહાનુભાવો ! સંસારમાં બંધનો અનેક પ્રકારનાં છે. બંધન એટલે બંધન ! જીવાત્માને બંધન ગમતાં નથી. બાળકોને માતા-પિતાનાં બંધન ગમતાં નથી. વેપારીઓને સરકારી બંધન ગમતાં નથી. યુવાનોને સામાજિક બંધન ગમતાં નથી... વહુઓને સાસુ-સસરાનાં બંધન ગમતાં નથી ને નોકરોને શેઠનાં બંધનો ગમતાં નથી.
પરંતુ મોહનું બંધન તમને ગમે છે કે નથી ગમતું, તેનો વિચાર તમે કદાચ નહીં કર્યો હોય ! મોહનું બંધન એટલે મમત્વનું બંધન. આ બંધન બાહ્ય નથી, આંતરિક છે, અત્યંતર છે. તમે આંતરનિરીક્ષણ કરો તો જ તમને આ બંધન દેખાશે. તમે આ બંધનથી બંધાયેલા, જકડાયેલા દેખાશ!
આ મમત્વનાં બંધન મુખ્ય રીતે ત્રણ પ્રકારનાં છે : ૧. સ્વજન-પરિજનોનું મમત્વ. ૨. ધન-સંપત્તિનું મમત્વ. ૩. શરીરનું મમત્વ.
આ ત્રિવિધ મમત્વ અનેક અનર્થો પેદા કરે છે. નવાં નવાં પાપકર્મનાં બંધન તો કરાવે જ છે, સાથે સાથે અનેક દોષ અને દુર્ગણને પણ લઈ આવે છે.
મોહરાજાએ ભાવનગરની ગલી-ગલીમાં અશુભ ભાવોની જાળ પાથરી
બંધનનું કારણ શું? મમત્વ • ૧૫૧