________________
૨
કર્મોના કેવા કઠોર વિપાકો છે! જ્ઞાનાવરણીય છે કર્મના વિપાકથી અજ્ઞાનતા, મૂર્ખતા, મૂઢતા. જન્મ છે. દર્શનાવરણીય કર્મના ઉદયથી ઘોર નિદ્રા, અંધાપો મિથ્યા પ્રતિભાસ વગેરે પ્રાપ્ત થાય છે. મોહનીય કર્મના ( વિપાક તો અતિ ભયાનક છે. અવળી જ સમજ પ્રગટે ! પરમાત્મા, સદ્ગુરુ અને સદ્ધર્મ અંગેની ઊંધી જ કલ્પના જાગે ! હિતકારીને અહિતકારી માને. અહિતકારીને હિતકારી માને. ક્રોધથી ધૂંધવાય. માનના શિખરે ચઢીને પટકાય. માયાજાળ બિછાવે ! લોભ ફણિધર સાથે ખેલ કરે ! વાતવાતમાં ભય અને નારાજી ! ક્ષણમાં હર્ષ ને ક્ષણમાં શોક ! વાતવાતમાં જુગુપ્સા... સંભોગની અભિલાષાઓ..
અંતરાયકર્મના વિપાકો પણ કેવા જટિલ અને ચોક્કસ પ્રકારના છે ! પાસે આપવાની વસ્તુ હોય, લેનાર સુયોગ્ય વ્યક્તિ હોય છતાં આપવાની ઇચ્છા ન થાય. વસ્તુ સામે હોય, ગમતી હોય, છતાં ન મળે ! સ્ત્રી, વસ્ત્ર, મકાન હોવા છતાં એનો ઉપભોગ ન કરી શકે. ભોજન મનગમતું તૈયાર હોવા છતાં ખાઈ ના શકે. તપશ્ચર્યા કરવાના ભાવ ન જાગે.
કોઈ ઊંચા કુળમાં જન્મે છે, કોઈ નીચ કુળમાં જન્મે છે ! કોઈ નીરોગી તો કોઈ રોગી! કોઈ સદ્ભાગી.. કોઈ દુર્ભાગી... કોઈ યશસ્વી.. કોઈ અપયશવાળો. કોઈ રૂપવાન, કોઈ કદરૂપો..
આવું બધું મૂઢ બુદ્ધિવાળો મનુષ્ય સમજતો નથી. નથી સ્વાભાવિક આત્મસ્વરૂપને સમજતો, નથી વૈભાવિક સ્વરૂપને જાણતો.
૧૬૨ ૯ સંવાદ