________________ એ બેસે છે તે ફળનો સ્વાદ કેરીના સ્વાદ કરતાંય વધુ 2) મધુર હોય છે. એની સુગંધ આમ્રફળની સુગંધ કરતાંય ચડિયાતી હોય છે. એ ફળ તમે ખાઓ તો મીઠું લાગશે. સ્વાદિષ્ટ લાગશે, પરંતુ એ પેટમાં જતાંની સાથે જ તમારી નસો ખેંચાવા લાગશે. તમારું માથું ભમવા લાગશે. તમે તીવ્ર વેદના અનુભવતાં થોડી જ ક્ષણોમાં યમસદનમાં પહોંચી જવાના! તમારું આત્મપંખેરું ઊડી જવાનું. એ કિંપાક ફળ જેવો આ વિષય છે. તમે વિષયસેવન કરો ત્યાં સુધી જ તેમને સુખનો અનુભવ થાય, પરંતુ એ કામવાસનામાં જે તીવ્ર મોહ અને પ્રગાઢ આસક્તિ થવાની, તેના પરિણામે જે પાપકર્મ બંધાવાનાં, એ પાપકર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે તમે એક મોતને નહીં, અનેક મોતને ભેટવાના. એક દુ:ખ નહીં, અનંત દુઃખો તમને વળગી પડવાનાં. માટે ક્ષણિક સુખના લોભમાં વિષયસેવન ન કરો. પરંતુ વૈષયિક સુખનો તીવ્ર રાગી જીવાત્મા સુખના સમયનો કે સુખની જાત (ક્વોલિટી)નો વિચાર નથી કરી શકતો. જે સુખની એને તીવ્ર ભૂખ લાગે છે તે સુખ ભલે ક્ષણિક હોય તો ક્ષણિક, એ ભોગવી લેવાનો. તે સુખ હલકી જાતનું હોય તો ભલે હલકી જાતનું, એ ભોગવી લેવાનો. એને કામવાસના શત્રુ નથી લાગતી, મિત્ર લાગે છે. જ્ઞાની પુરુષોએ કામવાસનાને, સેંકડો.. હજારો જન્મોની પરંપરામાં દુઃખોનું સાતત્ય આપનારા બતાવ્યા છે. જો એ વિષયોનું સેવન મંદ રાગથી, અલ્પ રાગથી થાય તો એ વિષયો એટલા બધા ભીષણ દુઃખદાયી નથી બનતા. જો એ વિષયોનું સેવન સર્વથા ત્યજી દેવામાં આવે તો એ વિષયો એક ક્ષણનું પણ દુઃખ આપી શકતા નથી. પાંચ ઇન્દ્રિયોના જે જે વિષયો સાથે આપણા રાગનો સંબંધ થાય છે, જે જે વિષયો સાથે હૃદય આસક્તિથી બંધાય છે તે તે વિષયો આપણા આત્માનું અહિત કરનારા બને છે. એનો અર્થ આ જ છે કે આપણી રાગદશા અને આસક્તિ જ આપણું અધઃપતન કરે છે. શત્રુ કોણ છે? કામ 0 59