SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ 15. શા કોણ છે ? કાની શિષ્ય ગુરુદેવ, શત્રુ ખરેખર કોણ છે?” ગુરુ : “વત્સ, કામ-વાસના શત્રુ છે.' જ્ઞાની પુરુષો, આત્મદૃષ્ટા મહર્ષિઓ ક્ષણિક સુખો કરતાં અંતરાત્માની સ્થાયી શાન્તિ અને સ્વસ્થતાને વિશેષ મહત્ત્વ આપે છે. વિષયસેવનમાં, સેક્સમાં ભલે ક્ષણિક સુખનો અનુભવ મનુષ્ય કરે, પરંતુ એ થોડી ક્ષણો વીત્યા પછી શું ? એ કામવાસનાનો જુવાળ શમ્યા પછી શું ? નરી અશાન્તિ અને અસ્વસ્થતા જ ને ? પૂર્ણજ્ઞાની વીતરાગને સંસારનો કોઈ ખૂણો અણદેખ્યો હોતો નથી. કોઈ દેશ-પ્રદેશ અજાણ્યો હોતો નથી, પછી માનવીનું શયનગૃહ અણદેખ્યું કેવી રીતે હોય? ભલે એ શયનગૃહનાં બારી-બારણાં બંધ હોય, કેવળજ્ઞાનની દૃષ્ટિ એ બંધ શયનગૃહની ભીતર જોઈ શકે છે. જાણી શકે છે. એ જોવામાં અને જાણવામાં કેવળજ્ઞાનીને નથી હોતો રાગ કે નથી હોતો દ્વેષ. કારણ કે તેઓ વીતરાગ હોય છે. - શયનગૃહની ગુપ્ત વાત પ્રગટ કરીને જ્ઞાની પુરુષો મનુષ્યને વિષયસેવનથી અળગા રહેવાની પ્રેરણા આપે છે. આત્માની શાન્તિ અને સ્વસ્થતા અખંડ રાખવા માટે કામવાસનાનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે, અલબત્ત વિષયસેવનથી તમારા મનને ક્ષણિક સંતોષ, ક્ષણિક સુખ મળે છે, પરંતુ એટલા માત્રથી વિષયસેવન ઉપાદેય નથી બનતું, કરવા યોગ્ય સિદ્ધ નથી થતું. જંગલમાં એક “કિંપાક' નામનું વૃક્ષ હોય છે. એ વૃક્ષ પર જે ફળ 58 * સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy