________________ એટલે જ્યાં સુધી વૈષયિક સુખોનો આપણે સર્વથા ત્યાગ ન કરી શકીએ ત્યાં સુધી એ વિષયોનું તે સેવન તીવ્રરાગથી નહીં કરવાનું. રાગમાં તીવ્રતાને ભળવા નહીં દેવાની. કામવાસનામાં હલાહલ ઝેરનું દર્શન કરનારી દિવ્ય દૃષ્ટિ ખૂલી ગયા પછી, રાગમાં તીવ્રતા આવી શકતી નથી. વિષયસેવનની ભૂખ સહન ન થાય ને નાછૂટકે વિષયસેવન કરો, ત્યારે રાગ હોય પણ રાગમાં તીવ્રતા ન હોય. ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે “સમ્યગ્દષ્ટિ જીવાત્મા વિષયોપભોગ કરે છતાં એ પાપકર્મ અલ્પ પ્રમાણમાં બાંધે.” એનું હાર્દ આ જ છે. જ્ઞાનદૃષ્ટિ કહો, દિવ્યદૃષ્ટિ કહો, યોગદષ્ટિ કહો, કે સમ્યગ્દષ્ટિ કહો, એ દૃષ્ટિ રાંગમાં તીવ્રતાને ભળવા દેતી નથી. દ્વેષમાં પણ તીવ્રતાને ભળવા દેતી નથી. એ જ્ઞાનદૃષ્ટિ આ છે : “વિષયો વિષ કરતાંય વધુ ભયંકર શત્રુ છે. વિષ એક જીવન નષ્ટ કરે છે, વિષયો અનેક ભવોને બરબાદ કરે છે.' વિષયોપભોગ કરતાં પહેલાં અને કર્યા પછી આ જ્ઞાનદૃષ્ટિ સાવ ખુલ્લી રહેવી જોઈએ. ભારવિ' નામના મહાકવિએ કહ્યું છે : श्रद्धया विप्रलब्धारः प्रिया विप्रियकारिणः / सदुस्त्यजा स्त्यजन्तोऽपिकामाः कष्टा हि शत्रवः / / કામ અર્થાત્ વિષયભોગોમાં શ્રદ્ધા કરો તો તે ઠગે છે. પ્રેમ કરો તો નુકસાન પહોંચાડે છે. છોડવા ઇચ્છો તો છૂટતા નથી. આવા એ કષ્ટદાયી શત્રુ છે ! આ શત્રુ મનુષ્યના સંકલ્પમાંથી જન્મે છે ! “સં૫મનો દિ વિકૃમ્મતે મન: I' માટે કામવાસનાના વિચારો જ નહીં કરવાના. એવું જોવાનું નહીં, એવું સાંભળવાનું નહીં કે એવું વાંચવાનું નહીં કે જેથી તમારા મનમાં કામવિકાર ઉત્પન્ન થાય. પણ આ વાતો તમે પાળી શકો એમ છો ? 60 0 સંવાદ