________________
જળવાયેલું છે ને ? સુપાત્રદાનનું મહાન પુણ્ય છે કમાવા માટે તમારે પણ “સુયોગ્ય” તો બનવું જ પડે. શ્રાવક-શ્રાવિકા બનવું પડે. તે માટે તમારે કમસે-કમ અભક્ષ્યનો, કંદમૂળન અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ. જોકે પર્વતિથિઓમાં તો વનસ્પતિનો પણ ત્યાગ કરવાનાં છે. પરંતુ તમે હવે આ બધી વાતો માનવાના નથી. તમે કહેશો
અમે તો માનીએ પણ બાળકો નથી માનતા...” બાળકો કોનાં છે ? તમારાં જ છે ને ? તમે જો એમને પહેલેથી જ સારા સંસ્કારો આપ્યા હોય તો તેઓ તમારી સારી ને સાચી વાત માનવાનાં જ, પણ તમે બાળકોને સારા સંસ્કાર આપવામાં નિષ્ફળ ગયા છો.
સુપાત્રદાન માત્ર ભોજનદાન જ નથી, તેમાં વસ્ત્રદાન, ઔષધદાન, પાત્રદાન, જ્ઞાનદાન આદિ ઘણાં દાનોનો સમાવેશ થાય છે. “જગા'નું દાન, જેને અમારી ભાષામાં વસતીનું દાન' કહેવાય છે, તે પણ અગત્યનું દાન છે. એટલે કે સુપાત્રને રહેવા માટે, વિસામા માટે જગા આપવી.
આપણે ત્યાં અયવંતી સુકુમાળ નામના શ્રેષ્ઠિપુત્રની વાર્તા આવે છે. એણે પોતાની હવેલીમાં એક આચાર્ય મહારાજને સેંકડો સાધુઓ સાથે ઉતારો આપ્યો હતો. એ સાધુઓમાં એક મુનિરાજ રાત્રિના સમયે શાસ્ત્ર સ્વાધ્યાય કરતા હતા. ખૂબ જ સ્પષ્ટ સ્વરમાં તેઓ એક એવા શાસ્ત્રનો સ્વાધ્યાય કરતા હતા કે જેમાં દેવલોકના નલિની ગુલ્મ' નામના વિમાનનું વર્ણન આવતું હતું. શ્રેષ્ઠિપુત્ર અયવતી સુકમાળ એ વર્ણન સાંભળે છે ને એને પોતાના પૂર્વજન્મ યાદ આવે છે. એ “નલિનીગુલ્મ વિમાન' નામના દેવલોકમાંથી જ અહીં જન્મ પામેલો હતો !
પૂર્વજન્મની સ્મૃતિ થતાં પુનઃ એ દેવલોકમાં જન્મ લેવા તે દઢ સંકલ્પ કરે છે. આચાર્ય મહારાજ પાસે દીક્ષા લે છે ને એ જ રાત્રે નગરની બહાર સ્મશાનમાં જઈને કાયોત્સર્ગ ધ્યાનમાં સ્થિર થઈ જાય છે. પશુનો ઘોર ઉપસર્ગ થાય છે. સમાધિમૃત્યુ પામીને એ “નલિની ગુલ્મ વિમાનમાં ઉત્પન્ન થાય છે !
૪૮ • સંવાદ