________________
આરોગ્ય
૨૨. શૌરનું સૌભાગ્ય શું ? મારોગ
શિષ્ય : ‘ગુરુદેવ, શરીરધારીનું પહેલું સુખ કયું ?'
ગુરુ : ‘વત્સ ! આરોગ્ય પહેલું સુખ છે.’
આજે આપણે એ શરીરનો વિચાર કરવાનો છે કે જે ધર્મપુરુષાર્થનું પહેલું અને શ્રેષ્ઠ સાધન છે ! શરીરથી જ બધા પુરુષાર્થ થઈ શકે છે. શરીર સ્વસ્થ હોય, નીરોગી હોય તો પુરુષાર્થમાં પાછા ન પડાય. અલબત્ત, સફળતા મળવી ન મળવી તે દરેક જીવના પ્રારબ્ધ પર નિર્ભર હોય છે. સ્વસ્થ શરીરની વ્યાખ્યા ‘સુશ્રુતસંહિતા'માં આ રીતે બતાવવામાં આવી છે.
“समदोषः समाग्निश्च समधातुमलक्रियाः । प्रसन्नात्मेन्द्रियमनः स्वस्थ इत्यमिधीयते ।। "
જેમના વાત-પિત્ત અને કફ સમાનરૂપે કાર્ય કરતા હોય, અર્થાત્ વિષમ ન હોય, પાચનશક્તિ સારી હોય, રસઆદિધાતુ અને મળોની ક્રિયા સમ હોય તથા આત્મા, ઇન્દ્રિયો અને મન પ્રસન્ન હોય, એને સ્વસ્થ કહેવાય.
શરીરના આરોગ્ય માટે લગભગ આ શ્લોકમાં બધું જ કહી દેવામાં આવ્યું છે. તમે એવું ભોજન કરો કે વાયુનો પ્રકોપ ન થાય, પિત્તના ઉછાળા ન આવે. છાતીમાં કફનો ભરાવો ન થઈ જાય. તમારી પ્રકૃતિનો ખ્યાલ તમને હોવો જોઈએ. તમારી કફ-પ્રકૃતિ હોય તો કફને વધારે એવી વસ્તુઓ ખાવી-પીવી ન જોઈએ. એ રીતે તમારી વાયુપ્રકૃતિ હોય તો ગૅસ કરે તેવાં પદાર્થો ન ખાવા-પીવા જોઈએ. પિત્તપ્રકૃતિ હોય તો એ રીતે જ
શરીરનું સૌભાગ્ય શું ? આરોગ્ય ૦ ૮૫