SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ખાવા-પીવાનું રાખવું જોઈએ કે પિત્તનો પ્રકોપ ન થાય. સાધારણ આરોગ્યના નિયમો મુજબ માણસે પેટ ભરીને ખાવું ન જોઈએ. થોડા ભૂખ્યા રહેવું જોઈએ. ઘણું ખાટું કે ઘણું તીખું ન ખાવું જોઈએ. એકદમ ઠંડું કે અતિશય ગરમ ભોજન પણ ન કરવું જોઈએ. ખૂબ ખારું કે ખૂબ કડવું ભોજન પણ ન કરવું. બહુ મીઠાઈઓ ન ખાવી. તમને જે વસ્તુ પચવામાં ભારે પડતી હોય તે વસ્તુ ન ખાવી. શરીરના આરોગ્યને બગાડનારી વાતો આ બધી છે, તેમાંય ૧. રાત્રિભોજન, ૨. હૉટલ-ભોજન, અને ૩. વારંવાર ભોજન... આરોગ્ય શરીરને રોગિષ્ઠ બનાવી દે છે. તમે રાત્રિભોજન કરતા થઈ ગયા ત્યારથી તમારાં ઘરોમાં રોજની દવાઓ આવી ગઈ ! રાત્રિભોજન માત્ર ધાર્મિક દૃષ્ટિએ જ નિષિદ્ધ છે એમ ન માનશો, રાત્રિભોજનથી શરીરને પણ નુકસાન થાય છે. મારી વાત ન મનાતી હોય તો કોઈ સારા ડૉક્ટર કે વૈદને પૂછી જોજો. બીજી વાત છે હૉટલોમાં ખાવા જવાની. કેટલાંક વર્ષોથી આ ફૅશન થઈ પડી છે. મહિનામાં બે વાર તો ફેમીલી સાથે હૉટલમાં જમવાનું ! ભલે એમાં ચારસો-પાંચસો રૂપિયા ખરચાઈ જાય ! હૉટલનું ભોજન પણ કેવું ? દેખાવ તો મન મોહી લે તેવો... પણ એ મૂળ પદાર્થો કેવા ? મસાલા કેવા ? તમારા શરીરને નીરોગી રહેવા દે ખરા ? હૉટલનાં ભોજન ‘ટેસ્ટી’ બનાવવા માટે કેવા કેવા મસાલા નાંખવામાં આવે છે, તે તમે જાણો છો ? તમારે તો સ્વાદ સાથે સંબંધ છે, સ્વાસ્થ્ય સાથે નહીં ! સ્વાસ્થ્ય ભલે બગડે, સ્વાદ આવવો જોઈએ ! તમે તમારાં બાળકોને પણ આ સ્વાદના રવાડે ચઢાવીને એમનાં શરીર બગાડી રહ્યા છો, એ સમજો છો ? ૮૬ ૦ સંવાદ
SR No.004530
Book TitleSamvada
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year1999
Total Pages198
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, & Story
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy