________________
-בוושן
ધમતત્વ
એકાંગી ક્રિયામાર્ગી કે એકાંગી જ્ઞાનમાર્ગી મનુષ્ય લોકોને ખોટા માર્ગે દોરી જાય છે. આવા માણસો જ્ઞાનવૃદ્ધ નથી હોતા, “જ્ઞાન-બાળ' હોય છે. તે એટલે બાલચેષ્ટા કરતા રહે છે. તેમની બુદ્ધિ પર જ્ઞાનનો પ્રભાવ હોતો નથી. ધર્મશાસ્ત્રોની અસર હોતી નથી. આવા લોકો મનસ્વી રીતે ધર્મની વાતો કરતા ફરે છે. ભૂલેચૂકે આવા ચક્કરમાં ફસાતા નહીં.
જ્ઞાનવૃદ્ધ પુરુષોને ઓળખવા જોઈએ. તેમના જ્ઞાનવૈભવની સાથે સાથે તેમનામાં પરમસહિષ્ણુતા જોવાની. એમનામાં સર્વ જીવો પ્રત્યે પ્રેમ ને કરુણા હોવી જોઈએ. મતનો કે પંથનો પ્રચાર નહીં, અધ્યાત્મભાવનાનો પ્રચાર કરવાની ભાવના જોઈએ. હવે પંથોને મતોનો યુગ આથમી જવાનો છે. લોકોને અધ્યાત્મનો માર્ગ જ શાન્તિ પમાડશે.
૮૪ ૦ સંવાદ